Asamanjas.... - 3 in Gujarati Love Stories by Rohiniba Raahi books and stories PDF | અસમંજસ.... - 3

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

અસમંજસ.... - 3

આગળ જોયું કે કનક તેના પરિવાર સાથે ખુશી ખુશી જન્માષ્ટમી ઉજવે છે. હવે આગળ.


ક્લાસ પૂરો થતાં રોજની જેમ સીધા ઘરે જવા કનક નીકળી ગઈ. મેઈન રોડ સુધી ચાલતા જવું પડે. ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં એક બાળક રોડ પર ચાલતું દેખાયું. એ જોઈને કનકને દર લાગ્યો કે ક્યાંક એ બાળકનું એક્સિડન્ટ ના થાય. એ બાળકને બચાવવા આગળ વધી જ રહી હતી કે અચાનક કોઈનો હાથ કનકને રોકીને આગળ વધે છે અને એ બાળકને ઉંચકીને રોડની એક બાજુ પર લઈ જાય છે. આ જોઈને કનકને એ અજાણ્યા વ્યક્તિનો આભાર માનવાનું મન થયું.

" આભાર. આ બાળકને બચાવ્યુંએ બદલ." - સહસા કનકનો અવાજ સંભળાતા એ અજાણ્યો વ્યક્તિ કનક તરફ ફરે છે. એ વ્યક્તિને જોતા જ કનક થોડી વાર સ્તબ્ધ થઈ ગઈ અને કંઈ બોલી શકી નહીં.

" કેમ છે.?" - એ વ્યક્તિ જાણીતો હોય એમ પૂછ્યું. કનક પણ તેને ઓળખી ગઈ પણ એનાથી બોલાયું નહિ. જાણે અવાજ જ બહાર નીકળવા તૈયાર ન હોય.

"તું...નક્ષિત..તું..અહીંયા.? " - થોડી વાર રહીને થોડા સ્વરભંગ અવાજે કનક પૂછે છે.

" બસ હવે અહીંયા જ રહું છું. "

" તું તો શહેરમાં હતો ને.? ક્યારે આવ્યો.?"

" એક વર્ષ થયું."

" મને જણાવ્યું પણ નહીં.?" - ઉદાસ સ્વરે કનક કહે છે.

" તને કોઈ અસમંજસમાં નહોતી નાખવી, એટલે ના કહ્યું."

" હમ્મ.." કનક ઉત્તરમાં કઈ કહેતી નથી.

" તું કેમ છે. તારી તબિયત કેમ છે. અને ઘરે મમ્મી પપ્પાને નરેન ભાઈ કેમ છે..?" - એકસામટા સવાલો નક્ષિત પૂછી બેસે છે.

" બધા મજામાં છે." - ખૂબ જ ટૂંકમાં કનક જવાબ આપે છે. અને કહે છે, " તું પોતાને સાચવે છે કે નહીં.?"

" હા, કેમ નથી લાગતું.?" - હસતા હસતા નક્ષિત કહે છે.

" ના. જો ને કેવો થઈ ગયો છે. સાવ સુકલકડી."

" હા હવે એ તો તું પણ એવી જ છે. એટલે એવું લાગતું હશે."

" હમ્મ." - થોડી મુસ્કાન સાથે કનક ઉદગાર કરે છે.

" સારું ચાલ કિસ્મતમાં હશે તો ફરી મળશું આમ ક્યાંક રસ્તે." - વિદાય લેતા નક્ષિત કહે છે.

" હા. " - કનક ટૂંકમાં જ કહે વિદાય આપે છે.

" આ લે તારા માટે છેલ્લી ને પહેલી ભેટ લીધી હતી. હવે કદાચ મળું કે ના મળું."

ભેટ જોઈને કનક ખૂબ જ ખુશ થઈ અને તેની આંખોમાં આવેલા આંસુ એ રોકી ના શકી. ભેટમાં નક્ષિતે પેલી સપ્તરંગી મોતીકામ વાળી ઓઢણી આપી જે તેણે ગઈ કાલે બજારમાં જોઈ હતી.

" કાલે તું બજારમાં આવ્યો હતો.?" - કનકથી પુછાય ગયું.

" હા."

કનક જવાબ સાંભળીને એ વિચારમાં પડી કે આ ઓઢણી વિશે નક્ષિતને કઈ રીતે ખબત પડી. વિચાર વિચારમાં જ તે ઓઢણી લઈને ઘરે જવા નીકળી. આખા રસ્તે કનક નક્ષિતની ભેટને જોઈને તેને યાદ કરતી રહી. વીતી ગયેલા અને ભૂલવા મથેલા એ અતીતના દરેક પળ યાદ આવતા ગયા. આંસુઓ જાણે બબ્બે વર્ષે આજે ચોધાર વરસી રહ્યા હતા. ઘરમાં આવતા જ તે રૂમમાં જઈને ડુસકા સાથે રડવા લાગી. અચાનક એક અવાજ આવ્યો...


" કનક. કેમ રડે છે..? મેં કીધું હતું ને કે રડવાનું નય. તું હજી યાદ કરે છે એ વાત મારા માટે ખૂબ મોટી છે." - જાણે નક્ષિત તેની પાસે હોય અને કહેતો હોય એમ લાગ્યું.

" યાદ તો એને કરાય જેને ભૂલી ગયા હોય. તને ક્યારેય ભૂલી જ નથી શકી."

" તો પછી કેમ રડે છે.?"

" આજે ઘણી એ ક્ષણો યાદ આવી જેમાં હું કદાચ મનભરીને જીવતી હતી."

" તને કહ્યું હતું ને કે યાદ આવે ત્યારે રડવાનું નહિ. રડવાથી આંસુ સાથે યાદો પણ વહી જાય છે. શું તું મને યાદોમાંથી પણ કાઢી મુકશે?"

આટલું સાંભળતા જ કનક તરત આંસુ લૂછીને મોઢું ધોવા ચાલી જાય છે. અને એવામાં એની મમ્મીની બૂમ પડે છે. અને તે મમ્મી પાસે જઈને જમવા બેસે છે. જમીને તે ફરી રૂમમાં જઈને કઈક લખવા બેસે છે અને અતીતમાં ક્યાંક ખોવાય છે.

ક્રમશઃ....

★ દર્શાવેલ પાત્ર, ઘટના ને સંવાદ કાલ્પનિક છે.★