Premni bhinash - 8 in Gujarati Short Stories by Sumita Sonani books and stories PDF | પ્રેમની ભીનાશ - 8

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

પ્રેમની ભીનાશ - 8

પ્રેમની ભીનાશ (ભાગ -8)

પ્રેમની ભીનાશનાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ સ્વરાને તેની જીવનસાથી બનવા માટે પ્રપોઝ કરે છે. હવે આગળ....

********

સ્વરા : કુંજ......

કુંજ : શું કુંજ..? આગળ બોલને સ્વરા. હું તારા જવાબ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા દિલની ધડકન ખૂબ જોર - જોરથી ધડકી રહી છે. જવાબ આપ સ્વરા.

સ્વરા : પણ... કુંજ....

કુંજ : સ્વરા, તારો જે જવાબ હશે તે મને મંજુર હશે. તું ખરેખર મારા માટે કંઈક ફીલ કરતી હોય તો જ હા કહેજે. હું તને પ્રેમ કરું છું એટલે તું પણ મને કરે જ એવું જરૂરી નથી.

સ્વરા : એક વાત કહું કુંજ ?

કુંજ : હા બોલ.

સ્વરા : આ બધું ક્યારે થઈ ગયું કંઈ ખબર જ નથી રહી મને.

કુંજ : શું બધું?

સ્વરા : એ જ જે તે હમણાં કહ્યું. એ વાત સત્ય છે કે જ્યારથી તું મને પ્રેમ કરવા લાગ્યો છે ત્યારથી હું તને પ્રેમ નથી કરતી, પણ જ્યારથી તું મારી લાઈફમાં આવ્યો છે ત્યારથી હું બદલી રહી છું, મારી લાઈફ બદલાઈ રહી છે.

કુંજ : મતલબ?

સ્વરા : મતલબ એમ કે તું મને મળ્યો ત્યારથી મને પૂરું દુનિયા સુંદર લાગવા લાગી છે, જિંદગી વહાલી લાગવા લાગી છે, આ શહેર, આ દરિયો, આ આકાશ, આ પ્રકૃતિ અને....

કુંજ : અને.... શું?

સ્વરા : અને તું. હા કુંજ, તારા થકી જ મને બધું સુંદર લાગે છે. તું સાથે છે તો જ જાણે જિંદગી છે એવું લાગવા લાગ્યું છે.

એવું નથી કે તું નહિ હતો ત્યારે મારી જિંદગી નહિ હતી, પણ તું આવ્યો પછી જિંદગી જાણે બેહદ સુંદર બની ગઈ છે, પહેલા જાણે હું રંગ વિનાનું ચિત્ર હતી 'ને તે આવીને એ ચિત્રમાં કલર પૂર્યા હોય, તું આવ્યો અને લાગ્યું જાણે તું એ જ છે જેની હું વર્ષોથી રાહ જોઈને બેઠી હતી.

કુંજ, મે મારા ફેમિલીના ડરને લીધે તારાથી દૂર રહેવાનાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ તારા પ્રેમને લીધે હું તે એક પણ પ્રયત્નોમાં પાસ નથી થઈ, સારુ જ થયું કે એ પ્રયત્નોમાં ફેઈલ થઈ, નહિ તો આટલો સુંદર દિવસ કેવી રીતે આવેત? તું મારી સાથે કેવી રીતે હોત?

હું પણ તને પ્રેમ કરવા લાગી છું કુંજ. તને ખબર છે કુંજ....આ દિવસની હું કેટલાય દિવસ થી રાહ જોઈ રહી હતી. કુંજ આજે હું ખૂબ ખૂબ ખૂબ ખુશ છું.

કુંજ, મારે મારી પુરી જિંદગી તારી સાથે જીવવી છે, તારા દરેક સ્વપ્ન આજથી મારા સ્વપ્ન છે, તારી ખુશીમાં જ મારી ખુશી છે, તારું દરેક દુઃખ મારું દુઃખ છે.

કુંજ, મારા પરિવારવાળા આપણા લગ્ન માટે નહિ માને એ વાતનો ડર લાગે છે અને કદાચ એટલે જ હું આટલા સમયથી તારાથી દૂર ભાગતી આવેલી.

કુંજ : સ્વરા, તું એ બધી ચિંતા ન કર. એમને આપણે મનાવી લઈશું.

સ્વરા : હા કુંજ. તું સાથે હોય તો બીજો શેનો ડર? તું સાથે હોય તો આખી દુનિયા સામે લડી લઈશ.

કુંજ, તું હંમેશા મારી સાથે રહીશ ને? મને છોડીને તો નહિ જતો રહે ને?

કુંજ : એય પાગલ, કેવી વાત કરે છે તું. તારા માટે મે આટલા વર્ષો રાહ જોઈ છે અને એ પણ કોઈ પણ જાતની ઉમ્મીદ વિના કે તું મળીશ પણ કે કેમ? અને હવે જયારે તું મળી છે ત્યારે તને છોડીને થોડી જતો રહીશ?

સ્વરા : તો પ્રોમિસ આપ કે તું હમેશા મારી સાથે રહીશ? ક્યારેય પણ મને છોડીને નહિ જાય.

કુંજ : પ્રોમિસ. બસ?

સ્વરા : પિન્કી પ્રોમિસ?

કુંજ : પિન્કી પ્રોમિસ.

સ્વરા : લવ યુ કુંજ

કુંજ : લવ યુ ટૂ સ્વરા

કુંજ સ્વરાને ગળે લગાવી લે છે અને જાણે બંને તેના સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જાય છે.

**********

સ્વરા અને કુંજની પ્રેમકહાની આગળ વધશે? અને વધશે તો ક્યાં પ્રવાહ તરફ આગળ વધે છે?

તે જાણવા માટે વાંચતા રહો પ્રેમની ભીનાશ.