05
આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક પ્રસિદ્ધ લેખકની સાથે ફોનમાં વાત કરે છે. પણ કોઈ ઉપાય મળતો નથી. અજાણી છોકરી નો આવેલા કોલ થી અજય તે છોકરીને મળવા જતો રહ્યો. તે છોકરી કે જેનું નામ નવ્યા હતું તે અજયને મળે છે અને અજય ના પ્રપોઝનો જવાબ હા માં આપે છે. અજય નવ્યા ને જાણતો પણ નથી. તો પછી નવ્યા શા માટે અજય પાસેથી આવી હતી. હવે આગળ.
અજયને સમજમા આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે. પોતાની ફેસબુક આઈડી પરથી નવ્યા ને મેસેજ થયો હતો. તેની જાણ ખુદ અજયને ન હતી.
સામે નવ્યા પણ અજયને પ્રપોઝ કરી રહી હતી. વાત ખૂબ સિરિયસ થઈ ગઈ હતી. હવે નવ્યા ને સમજાવવી જરૂરી હતી કે તેને પ્રપોઝ કરનાર હું નહીં પણ કોઈ બીજું હતું. તે કોણ હતું તે મને ખબર ન હતી. કોઈ મારી આઈડીનો ઉપયોગ કરીને નવ્યા સાથે ચેટ કરતું હશે.
આમ જોવું તો આજ સુધી મને કોઈએ પ્રપોઝ કર્યો નથી. કોઈ છોકરી સાથે આજ સુધી મેં વાત કરી નથી. મને એટલો તો ભરોસો છે કે હું કોઈ છોકરી ને ગર્લફ્રેંડ બનાવી નહીં શકું. મારામાં એવી આવડત નથી. અને નથી એટલો સારો દેખાવમાં.
જો હું નવ્યા ના પ્રપોઝ ને એક્સેપ્ત કરી નાખું તો મને એક રેડીમેટ ગર્લફ્રેંડ મળી જાય. જો નવ્યા સાથે રિલેશનમાં રહું અને મને તે પસંદ આવે તો લગભગ તેની સાથે પુરી જિંદગી પણ વિતાવી શકું. પણ હાલ મારે તેંના પ્રપોઝ નો સ્વીકાર કરવો જોઈએ.
"ઓ હેલ્લો ક્યાં ખોવાઈ ગયો. બિલકુલ મારી સાથે જ્યારે ચેટ કરતો ત્યારે પણ આવી જ રીતે ક્યાંક ખોવાય જતો." નવ્યા એ કહ્યું.
"જો નવ્યા તું સત્ય કહે છો કે મેં તને પ્રપોઝ કર્યો છે. પણ તે પુરેપુરૂ સત્ય નથી. તે અર્ધસત્ય છે." મેં સાચું કહેવાનું વિચાર્યું. મારા પપ્પા હંમેશા મને કહેતા કે ઝૂઠ સાથે શરૂ થયેલો સબંધ વધુ ચાલતો નથી. નવ્યા મને પ્રેમ કરે છે તે અર્ધસત્ય છે. તે મારી આઈડી પરથી જે વ્યક્તિ ચેટ કરતો હતો તેની સાથે પ્રેમ કરે છે.
જો હું ધારેત તો નવ્યા ને ઝૂઠ કહીને તેની સાથે રિલેશનમાં આવી શકેત. પણ હું નવ્યા ને છેતરવાનો ઈચ્છતો ન હતો. આજ નહીં તો કાલે જ્યારે તેને સત્ય હકીકત ની જાણ થાત ત્યારે અમારા સબંધ મા કડવાશ આવે. હું આ કરવા તૈયાર ન હતો. મારે નવ્યા ને પહેલા બધું સત્ય જણાવી દેવું જોઈએ અને પછી તેની પર છોડી દેવાનું કે તે શું ઈચ્છે છે. જો તે તો પણ મારી સાથે સહમત હોય તો મને પણ નવ્યા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી નવ્યા ને સત્ય જાણ થશે તો તે અહીંથી રાજીખુશી થી જતી રહશે.
"આ શું સત્ય અસત્ય વિશે કહે છો." મેં કહેલી વાત નવ્યાને ન સમજાતા તેણે કહ્યું.
"જો નવ્યા તું જેની સાથે ફેસબુક માં વાત કરતી હતી તે વ્યક્તિ હું નથી." મેં કહ્યું.
"મતલબ" નવ્યા
"મતલબ એ કે હું ફેસબૂક યુઝ કરતો નથી. મારા ફોનમાં હાલ ફેસબૂક નથી. તું ચેક કરી શકે છો. અને છેલ્લા ત્રણ વર્ષથી મેં ફેસબૂક શરૂ પણ નથી કર્યું. એટલે કે તારી સાથે જે પણ કોઈ ચેટ કરતું તે હું નહીં પણ કોઈ બીજો વ્યક્તિ છે." મેં નવ્યા ને સંપૂર્ણ સમજાવતા કહ્યું.
"ખરેખર તું જે પણ કહી રહ્યો છો તે સત્ય છે." નવ્યા નો ફૂલ ની જેમ ખીલેલ સહેરા પણ ઉદાસીની લાગણી આવતા કહ્યું.
"હા, હું સત્ય કહી રહ્યો છું."
"પણ આ કેવી રીતે શક્ય છે. તારી આઈડી પરથી બીજો કોઈક મારી સાથે ચેટ કરતું હતું અને તેની તને જરા પણ ખ્યાલ ન રહ્યો." નવ્યાના અવાજમાં સાફ સાફ ઉદાસી વર્તાય રહી હતી.
"મને ખ્યાલ નથી કે કોણે અને ક્યારે કોઈ વ્યક્તિએ મારી આઈડી નો ઉપયોગ કર્યો." મેં કહ્યું.
"જે પણ હોય તે તારો કોઈ દોસ્ત હોઈ શકે છે." નવ્યા એ કહ્યું.
"ના, તે મારો મિત્ર ન હોઈ શકે."
"તો તારી આઈડી નો ઉપયોગ કોણ બીજું કરી શકે." હવે મારી નવ્યા ની વાત નો પોઇન્ટ અમારા સબંધ પરથી મારી આઈડી પર આવ્યો હતો.
"મારે દોસ્ત ખૂબ ઓછા છે. અને સંખ્યા કહું તો એક કે બે બસ" મેં કહ્યું.
"કદાશ તે બંને માથી કોઈ હોઈ શકે." નવ્યા એ કહ્યું. જ્યારે નવ્યા આ બોલી ત્યારે મુર્જાયેલો સહેરો થોડો ખીલ્યો. આ પરથી મને એક ખાત્રી પૂર્ણપણે થઈ કે નવ્યા મને નહી પણ મારી આઈડીનો ઉપયોગ કરી જે તેની સાથે ચેટ કરે છે તે વ્યક્તિ ને પ્રેમ કરે છે.
"નહીં તેમાંથી કોઈ પાસે મારી આઈડી પાસવર્ડ નથી." મેં કહ્યું.
" હવે શું કરીશ." નવ્યા ધીમેથી બોલી.
"હવે શું મતલબ કે જે થયું તે ભૂલી જવાનું. તું તારા ઘરે જા અને હું મારા ઘરે." મેં કહ્યું.
"સોરી પણ હું ઘરે નહીં જઈ શકું." નવ્યા થોડી ડરતા ડરતા કહ્યું.
"પણ કેમ?"
"હું તારા માટે ઘર છોડીને આવી છું."
"શું?" નવ્યા ની આ વાત થી હું એક ઝાટકે ઉભો થતા બોલ્યો.
ક્રમશઃ
શું અજય પોતાની અધૂરી નવલકથા પુરી કરી શકશે? નવ્યા આખરે છે કોણ? નવ્યા સાથે અજયની આઈડી પરથી કોણ ચેટ કરી રહ્યું હતું? નો નવ્યા ઘર છોડીને આવી છે તો હવે તેની સાથે શું થશે? આગળ જતાં અજય અને નવ્યા સાથે શું થશે? આવા જ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો અધૂરી નવલકથા.
આ નવલકથા દર શુક્રવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે તેની નોંધ લેવી. અને આપને આ નવલકથા કેવી લાગે છે તેના પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી. આ નોવેલ અંગે ના પ્રતિભાવ આપ મારા whatsapp નંબર 7043834172 પર પણ આપી શકો છો.
જય શ્રી કૃષ્ણ..