Sankraman - 1 in Gujarati Fiction Stories by Kirtipalsinh Gohil books and stories PDF | સંક્રમણ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

સંક્રમણ - 1

ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. મેગા સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. સમય કાઢવા માટે પણ સમય નથી.

ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગા સિટીમાં ક્યાંક અંધારામાં, ક્યાંક ચાર દીવાલોની અંદર તો ક્યાંક મન અને હ્રદય ને ચીરતી દુઃખ તેમજ પીડા વાળી અમાનવીય ઘટનાઓ બનતી રહે છે.

રાત ના ૧૦ વાગી રહ્યા છે. મેગા સિટીની ઊંચી ઊંચી ઇમારતો માંથી એક ઇમારતના એક ઘરમાં એક પાંચ વર્ષનો માસૂમ બાળ સોફા પર બેઠો છે. એક હાથમાં ટીવીનું રિમોટ છે અને બીજા હાથમાં મમરા છે જેને તે તેની નજીક ટેબલ પર રાખેલ વાટકામાંથી એક પછી એક પોતાની નાની મુઠીમાં ભરીને ખાઈ રહ્યો છે અને ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યો છે.

ટેબલ પર મમરાના વાટકા સિવાય એક પાણીની બોટલ, સોડા lની બોટલ અને દારૂની બોટલ તેમજ નાસ્તાની પ્લેટ રાખેલી છે અને એ દારૂ તેમજ સોડાને એક ગ્લાસમાં ભરીને તે બાળકનો પિતા દારૂનો આનંદ લઇ રહ્યો છે. દર એક દારૂના ઘૂંટ લીધા બાદ તેની નજર ઘડિયાળ પડતી રહેતી હોય છે. તેનો ચહેરો ગુસ્સેથી લાલચોળ દેખાઈ રહ્યો છે. ત્યાંજ તેના ફોનની રીંગ વાગે છે અને ફોન ઉપાડ્યા બાદ સામે ની વ્યક્તિ ની વાત સાંભળી ને તે વધારે ક્રોધિત થાય છે.

"બે ..(ગાળ દઈને).. એ જે પણ હોય, આપણે ડરવાની જરૂર નથી. નવો ઇન્સ્પેક્ટર છે તો શું છે. આવા તો રોજે આવે ને જાય. આજે રાતે બધાને ફોન કરીને કહી દેજે કે આવી જ જાય. ..(ગાળ દઈને).. હું છું તો ચિંતા શું કરો છો. ફોડી લઈશું જે હશે એ. અને પેલીને પણ છોડવાની તો નથી જ. એનો બાપ પૈસા આપે તો ઠીક નહિંતર સમજી ગયો ને તું.. ચાલ હવે ફોન રાખ. હમણાં પછી આવું છું. મારે હજી એક ને એની ઓકાદ બતાવવાની છે તો આવું છું પછી." કહીને તેણે ફોન મૂક્યો.

"પાપા, મમ્મી કેટલા વાગે આવશે?" પેલા બાળે પૂછ્યું.

"ચૂપચાપ નાસ્તો કર. અત્યારે દિમાગ ખરાબ નઈ કર મારું." માસૂમ બાળના માસૂમ સવાલનો જવાબ આપવાને બદલે નશામાં ગુમ પિતા તે બાળકને હડકાઈ નાખે છે અને પેલો માસૂમ બાળક પિતાનો ભારે અવાજ સાંભળીને ચૂપ થઈ જાય છે. ત્યાંજ ઘરનો દરવાજો ખૂલે છે અને એક સ્ત્રી ઘરમાં આવે છે. તેણીએ એક સાડી પેહેરી છે. હાથમાં લાંબુ પર્સ રાખ્યું છે. તેના ચેહરા પર થાક દેખાતો હોવા છતાં તેની સુંદરતા ઓછી નથી લાગતી. તેણીને જોઈને સોફા પર બેઠેલ પાંચ વર્ષીય બાળકના મુખ પર આનંદ છલકાઈ આવે છે અને તે બોલે છે,"મમ્મી, તું આઇ ગઈ!"

પોતાના આનંદિત બાળકને જોઇને તેની મમ્મીના ચેહરા પર નો થાક અચાનક દૂર થઈ જાય છે પણ તે તેના બાળકની નજીક જાય તે પહેલાં તેની નજર ટેબલ પર રાખેલ દારૂ, સોડા અને નશામાં ડૂબેલા પતિ પર પડે છે અને તેનો હસતો ચહેરો નિરાશામાં બદલાઈ જાય છે.

"તમને કેટલી વાર કીધું કે આની સામે દારૂ ન પીશો. એના પર ખરાબ અસર પડશે. કમસેકમ એનો વિચાર તો કરો." તેણી બોલે છે.

"એ બધું છોડ. પહેલા એ કહે કે આટલી વાર કેમ લાગી તને? રાત ના દસ વાગવા આવ્યા. ક્યાંથી આવી રહી છે તું? તેનો પતિ પૂછે છે.

"ક્યાંથી આવું છું મતલબ! ઓફિસેથી આવું છું. કીધું તો હતું તમને કે મારે આ મહિનેથી આવતા મોડું થશે." તેણી બોલે છે.

"બધું જાણું છું. આ બધા તારા બહાના છે મને ખબર છે. તારા આશિક ને પણ સમય આપવો પડે ને પાછો તારે." પતિની આ વાત સાંભળી ને પેલી તો હલી જ જાય છે.

"હે ભગવાન! આ તમે શું બોલો છો? હું તમારી પત્ની છું. થોડી તો ઈજ્જત કરો મારી." તેણી દુઃખી મોઢે કહે છે.

"બહુ તારી ઈજ્જત છે. મને ખબર છે તું આ બધું જાણી જોઈને કરે છે. એક તો લોકોને તારે બતાવું છે કે તારો પતિ ઘર નથી ચલાવી રહ્યો. તું જ ઘર ચલાવે છે. હું તો તારા ટુકડા પર જીવું છું, નઈ! અને બહાર બીજા જોડે મોજ મસ્તી કરવી છે." દારૂ ના વધારે ઘૂંટ પીને પેલો બોલે છે.

"લોકો જુએ છે એ બોલે છે. હું કોઈને કહેવા નથી જતી. અને કામ એટલા માટે કરું છું કે મારે મારા આ બાળક નું પણ વિચારવાનું છે. જો મોજ મસ્તી કરવી હોત તો તમારા જોડે રહેવાની જરૂર ન પડી હોત. તમે જરા પોતાને જુઓ. શું કર્યું તમે? રોજે દારૂ પીવો છો એ પણ મારી જોડે થી જબરદસ્તી થી પૈસા લઈને. બહાર જુગાર રમવા જાઓ છો. લોકો જોડે ઉધારી કરો છો જે મારે ભરવું પડે છે. બીજા ઘણા એવા કાળા કામો માં હાથ નાખ્યો છે તમે એ પણ હું જાણું છું. હું લોકો નું કેવું કેવું સાંભળું છું એ તો મારું મન જ જાણે છે. જો તમને પ્રેમ કરવાની ભૂલ નું પરિણામ આવું આવશે ખબર હોત તો હું વિધવા જ સારી હતી." પેલી અકળાઇને એકી શ્વાસે પોતાનો આક્રોશ ઠલવી નાખે છે. અને તેણીના આ આક્રોશ પર તેનો દારૂડિયો પતિ અપમાનિત હોવાના ભાવ સાથે હાથમાં રાખેલ દારૂના ગ્લાસને બાજુમાં ફેંકી દે છે.

"તારી આટલી હિમ્મત..(ગાળ દઈને)..મારી સામે ઊંચા અવાજે બોલે છે." કહીને ટેબલ પર રાખેલી દારૂ ની બોટલ છુટ્ટી પેલી પર ફેંકે છે. બોટલ સીધી પેલી ના માથા પર અથડાઈ ને ફૂટે છે અને પેલી રાડ નાખી ઉઠે છે. આ જોઈને પેલો બાળ પણ હેબતાઈ જાય છે. તેના મુઠીમાં રહેલ મમરાં છૂટી જાય છે અને તેના બીજા હાથમાં રહેલ રિમોટ પણ છૂટી જાય છે.

સાડી પર દારૂની સાથે માથા પરથી વહેતું લોહી પણ ફેલાય જાય છે જેમાં પેલી ના આંસુ તો દેખાતા જ નથી અને તેનો દારૂડિયો પતિ ગાળો બોલતો બોલતો દોડીને તેણીની પાસે આવે છે અને ઉપરા ઉપરી ચાર પાંચ લાફા ચોડી દઈને તેણીના લાંબા ભરાવદાર કેશ બેરહેમી થી પકડે છે જેથી પેલી દર્દથી ચિલ્લાય છે અને હાથ જોડતાં જોડતાં આજીજી કરે છે.

"આજે તો તુ ગઈ મારા હાથ થી..(ગાળ દઈને)..બહુ પસ્તાવો થાય છે ને તને તો ચાલ આજે તને તારી ઓકાદ બતાવી દઉં." ગાળો દેતા દેતા તે તેણીના કેશ પકડીને જોર થી ધસેડે છે. તેણીનો સાડી નો છેડો સોફા ના એક ખિલ્લીમાં ભરાઈ જવાથી ખેંચાઈ ને ફાટી જાય છે અને તેણીના પર થી ઉતરતી જાય છે.

સોફા પર બેઠેલ માસૂમ બાળક જુએ છે કે તેના પિતા તેની માતા ને ખેંચી ને એક રૂમ તરફ લઈ જઈ રહ્યો છે. તે જુએ છે કે તેના પિતા રૂમ માં જતાં પહેલાં દીવાર પર લટકી રહેલ ચામડા ના પટ્ટા ને પણ લેતો જાય છે અને તેની માતા ને રૂમ માં ધક્કો મારી જે રૂમ બંધ કરી દે છે અને તેની માતા ની સાડી પણ તે દરવાજા માં અટકી જાય છે. અડધી બહાર તો અડધી અંદર. રૂમ માં બંધ ચામડા પટ્ટા ના દેરક વાર પર ઉઠતી માતા ની ચીખ સાંભળી ને તે માસૂમ બાળક હવે ડર ના માર્યો ધ્રુજવા લાગે છે. તે તરત ત્યાંથી દોડી ને સ્ટોર રૂમ માં જતો રહે છે અને દરવાજો બંધ કરીને સ્ટોર રૂમ ના એક ખૂણા માં આંસુ થી ઉભરતી ભીની આંખો બંધ કરીને બંને કાન પર હાથ રાખીને બેસી રહે છે.

અચાનક ઘર નો દરવાજો જોર થી તૂટે છે. મારપીટ અને શોરબકોર થી પેલો બાળક પણ ચિલ્લાવા લાગે છે. રોવા લાગે છે ને ત્યાં જ બંધુક ની ગોળી છૂટવાનો અવાજ સંભળાય છે જે પછી બાદ બધું શાંત થઈ જાય છે. માત્ર ટીવી નો અવાજ સંભળાય છે. દરવાજો ખુલતા તે માસૂમ બાળ ગભરાય છે અને ખૂણા માં વધારે દબાતું જાય છે.

"ડરીશ નહિ, બેટા. બધું ઠીક છે."

આ અવાજ પાપા નો તો નથી સાંભળી ને તે બાળ આંખો ખોલે છે ને જુએ છે તો એક યુવાન ઇન્સ્પેકટર તેની સામે દેખાય છે. તેના ચહેરા પર ની પ્રેમ ભરી સ્મિત જોઈને પેલું માસૂમ બાળક રોતા રોતા તેને બાથ ભરી લે છે. તે બાળક ને પંપાળતા પંપાળતા તે ઇન્સ્પેકટર તેને સ્ટોર રૂમ માંથી બહાર લાવે છે. તે જુએ છે કે પોલીસ ની ટુકડી ઘર માં ઉભી છે. બે મહિલા પોલીસ તેની માતા ની પાસે બેઠી છે. તેની માતા સાલ ઓઢેલી છે અને ઘાયલ છે. તેણીના માથા પર એક મહિલા ઇન્સ્પેકટર મલમ પટ્ટી લગાવી રહી છે. પોતાના બાળ પર નજર પડતાં જ તેણી દોડીને પુત્ર ને છાતીએ લગાવીને રોવા લાગે છે.

તે બાળક પણ રોતા રોતા જુએ છે કે તેના પિતા નો લોહી લુહાણ મૃત દેહ લઈ જવાઈ રહ્યો છે. પેલો યુવાન ઇન્સ્પેકટર બાળક ના પીઠ પર વહાલ થી હાથ ફેરવે છે. તે બાળક જુએ છે તેની માતા તે ઇન્સ્પેકટર ને હાથ જોડી ને ઉભી છે.

"ભાઈ, તમે અમારા બંને પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમારો આભાર માનું એટલો ઓછો છે." તે સ્ત્રી બોલે છે.

"અરે બહેન, ઉપકાર તો તમારો છે અમારા પર. તમે એક અપરાધી ને પકડાવવામાં અમારી મદદ કરી છે. હું ક્ષમા માંગુ છું કે તમને ઘણી તકલીફ પડી છે. પરંતુ, યાદ રાખજો કે હવે તમે એકલા નથી. તમારો આ ભાઈ છે. તમને કંઈ પણ તકલીફ હોય તો ફોન કરજો." તે ઇન્સ્પેકટર ની વાત સાંભળી તે સ્ત્રી ની આંખો માં ખુશી ના અશ્રુ છલકાય છે.

માનવ થકી થતા આવા અપરાધો ની ચીખ શહેર ના ઘણા એવા બંધ ઘરો માં વિલુપ્ત થતી હશે પરંતુ હમેશા કોઈની મદદ મળી જ રહે એવું ક્યાં બને છે. અને આવા ભોગ બનતા નિર્દોષોની ચીખો નું એટલું મહત્વ કાળા માથા ના માનવીઓની મહત્વકાંક્ષાઓ સામે ક્યાં..! પરંતુ કરેલ દરેક કર્મો નું એક ફળ હોય છે જે કોઈ ઈશ્વર નક્કી નથી કરતું, એ તો આ કાળા માથા નો માનવી પોતે જ કરે છે. ક્યારેક પરિણામ કોઈ એક ભોગવે છે તો ક્યારેક અનેક.

વિકૃત તેમજ અવગુણ મન ના દુષ્ટ મનુષ્યોને ક્યાં ખબર હોય છે કે તેઓના કરેલ કર્મોનું ફળ એવું પરિણામ લાવશે જેનો ભોગ અન્ય પણ બનશે.

જેમ એક ઝેરી વાયરસ આપણી સાવધાની ન રાખવાને કારણે આપણા થી અન્ય માં ફેલાતો હોય છે તેવી જ રીતે અવગુણો થી ભરેલ વિકૃતિ એક એવો ખરાબ વાયરસ કે જે નરી આંખે તો દેખાય છે પરંતુ મન ની આંખો થી નથી જોવાઈ રહ્યો. તે વાયરસ એક એવું દૂષણ પ્રકાર છે જે આપણા માં છે. જે આપણે જાતે જ ઉભો કર્યો છે અને જેનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

* * *