Prem Pujaran - A Crime Story - Part 12 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૨

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૨

જીનલ ને કઈજ ખબર ન પડી કે આ શું થઈ રહ્યું છે. સાગર નું ભૂત હતું કે કોઈ બીજો છોકરો હતો. તે જાણવા જીનલ તે છોકરા પાછળ દોડી. થોડીક નજીક પહોંચી એટલે તેનો થોડો ચહેરો દેખાયો. પણ તે ચહેરો સાગર જેવો હતો નહિ. હજુ તેનો પૂરો ચહેરો જોવે તે પહેલાં તો તે કોઈ બાઇક પાછળ બેસી ગયો ને જીનલ થી ઘણો દૂર નીકળી ગયો.

રૂમ પર આવીને જીનલ વિચારવા લાગી કે આ છોકરો કોણ હશે. ત્યારે થોડું તેને યાદ આવ્યું કે તે છોકરો પહેલી વાર આ રૂમ પર આવી ચુક્યો હોય તેવું લાગ્યું. યાદ કરવાની ઘણી કોશિશ કરી પણ યાદ આવ્યું નહિ. એટલે છાયા ને તે છોકરા વિશે ખબર હોવી જોઈએ એમ માની ને છાયા ની રૂમ પર આવવાની રાહ જોઈ.

કોલેજ પૂરી કરીને છાયા રૂમ પર આવી એટલે જીનલે સવાલ કર્યો.
છાયા મારી ગેરહાજરીમાં કોઈ છોકરો અહી આવે છે.?

કેમ આવો સવાલ જીનલ..? છાયા એ ચિડાઈ ને જવાબ આપ્યો.

જીનલ એમ તો કહી ન શકે કે ને સાગર ને મારી નાખ્યો છે ને મારા ફોટોઝ લેવા વાળો કોઈ બીજો હોય તેવું લાગે છે.!!!

હજુ આગળ જીનલ વિચારે તે પહેલા છાયા બોલી. તને ખબર છે હું તારી સિવાઈ કોઈ સાથે વાત પણ નથી કરતી. અને તું જે શંકા કરી રહી છે તે સાગર જ હશે. તું સાગર ને તારા મનમાં રહેલી વાત નું નિરાકરણ લાવ ને. આમ મારી પર આક્ષેપ ન નાખ.
જીનલ તું મારી ખાસ ફ્રેન્ડ હું તારું ક્યારેય મનમાં પણ ખરાબ નહિ ઇચ્છું એટલું યાદ રાખ.

જીનલ ને કઈજ સમજ પડી નહિ કે આખરે આવી હરકત કોણ કરી રહ્યું છે. જીનલે આનો ઉકેલ બસ એક જ કોઈ સારી અને સેફ રૂમ પર રહેવા જવું એજ સારું રહેશે. એમ માની ને રૂમ બદલી નાખવાની વાત છાયા ને કરી. છાયા ને આ રૂમ પર રહે કે બીજી રૂમ પર પણ તેનો કોઈ ફરક પડતો ન હતો એટલે જીનલ ની ખુશીમાં તેણે રૂમ બદલવાની હા પાડી દીધી.

બે દિવસમાં જીનલે રૂમ બદલી નાખી. અને ફરી કોલેજ જવા લાગી. સાગરના ગયા પછી અને રૂમ ફેરવ્યા પછી જીનલ ને કોઈ અડચણ આવી ન હતી. તે બિન્દાસ થી વિક્રમ સાથે પ્રેમ કરતી અને અભ્યાસમાં પણ મન લગાવીને ભણવા લાગી છે.

ધીરે ધીરે વિક્રમ કરતા અભ્યાસ ને વધુ જીનલ મહત્વ આપવા લાગી હતી. તે હવે પહેલા કરતા વિક્રમ સાથે બહુ ઓછો સમય પસાર કરતી. વિક્રમ પણ થોડો પપ્પા ના બિઝનેસમાં વ્યસ્ત રહેતો હતો. એટલે તેણે પણ જીનલ ને ક્યારેય ફોર્સ ન કરી કે મને તું પહેલા જેટલો જ સમય આપ.

ત્રણ દિવસ થયા પણ સાગર ઘરે આવ્યો નહિ એટલે ગોપાલભાઈ ને સાગર ની ચિંતા થવા લાગી. તેમણે સાગર ને ઘણા ફોન કર્યા હતા પણ ફોન બંધ જ આવી રહ્યો હતો. એટલે સાગર ના બધા ફ્રેન્ડ ને ફોન કરીને સાગર વિશે પૂછ્યું પણ કોઈ ને ખબર ન હતી કે સાગર ક્યાં ગયો છે ને કોની સાથે ગયો છે.

સાગર ના કોઈ સમાચાર ન મળતા ગોપાલભાઈ અને તેમની પત્ની બંને પોલીસ સ્ટેશનમાં જઈ સાગરના ગુમ થયા ની ફરિયાદ લખાવી. પોલીસ ઇન્સ્પેકટરે સાગર નો ફોટો અને તેનો મોબાઇલ નંબર માંગ્યો. અને સાગર વિશે કોઈ ખબર હોય તો આપ કહો એટલે સાગર ને શોધવામાં અમને સરળતા રહે. ઇન્સ્પેકટર સાહેબે ગોપાલભાઈ ના હાથ પર હાથ મૂકીને દિલાસો આપ્યો કે આપ ચિંતા ન કરો અમારી ટીમ અત્યારે જ સાગર ને શોધવા લાગી જાય છે.

ઇન્સ્પેકટર સાહેબે એક ટીમ સાગરને શોધવા મોકલી અને પોતે સાગરના મોબાઇલ નંબર ની માહિતી અને કોલ રેકોર્ડ મોબાઇલ કંપની પાસે થી તાત્કાલિક મંગાવ્યા. થોડાક જ કલાકો માં સાગરના મોબાઇલ નંબર ના કોલ રેકોર્ડ આવી ગયા પણ ગયેલી ટીમ ને હજુ સુધી સાગર ની કોઈ ભાળ મળી ન હતી. તે આંખો દિવસ શોધખોળ કરીને ખાલી હાથે પોલીસ સ્ટેશન માં પાછા ફર્યા.

ઇન્સ્પેકટર પાસે બસ એક જ રસ્તો હતો કે કોલ રેકોર્ડ પર સાગર ની ભાળ મેળવવી અને ખબરીઓ ને કામ પર લગાડવા. એટલે ઇન્સ્પેકટરે ફોન કરીને ખવારીઓ ને કામ પર લગાડી દીધા અને તેઓ સાગરના કોલ રેકોર્ડ તપાસવા લાગ્યો. પણ તેમના હાથમાં કઈજ આવ્યું નહિ.

ત્યાં કોઈ ખબરી પોલીસ સ્ટેશન માં આવીને ઇન્સ્પેકટર સાહેબ ને મળે છે અને સાગર વિશે ની માહિતી આપે છે.

ખબરી પાસે એવી તે કઈ ખબર હતી કે તે પોલીસ ઇન્સ્પેકટર ને આપવા ગયો..? જોશું આગળ..

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...