Prem Pujaran - A Crime Story - Part 11 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૧

સાગર જેવો ખીણમાં પડ્યો એટલે વિક્રમ દોડતો દોડતો જીનલ પાસે આવ્યો અને જીનલ ને કહ્યું આવું તારે કરવું જોઈતું ન હતું.!!!! હવે જરાક નીચે નજર કરીને જો સાગર મરી તો ગયો છે ને..?

આટલી ઊંડી ખીણ માં હાડકું પણ હાથમાં ન આવે વિક્રમ... હાશ...હવે મને સાગર થી છુટકારો મળ્યો. ચાલ હવે કોઈ જોઈ જશે તો મુસીબત આવી પડશે. ચાલ વિક્રમ આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ.

બંને કાર માં બેસી ગયા ને કાર પૂરપાટ ઝડપે તેમના શહેર તરફ રવાના કરી. ત્યારે જીનલ ને યાદ આવ્યું. મે તો મારો ફોન રૂમ પર મૂકી ને આવી હતી શું વિક્રમ પણ તેનો ફોન ઘરે મૂકી ને આવ્યો હશે. એ વિચાર થી વિક્રમ ને પૂછ્યું
તું તારો ફોન ઘરે મૂકીને તો આવ્યો હતો ને..??

વિક્રમે હા કહી. હું મારો ફોન ઘરે મૂકીને જ આવ્યો હતો. અને સાંભળ આ કાર મારી નથી. મારો એક મિત્ર પાસે ત્રણ વર્ષ ચોરી કરેલી કાર હતી. તેણે મને સાફ સફાઈ કરીને આપી તેણે પૂછ્યું હતું શું કરવી છે તો કહ્યું મારે એક છોકરી ને લઈને ફરવા જવું છે. જો કાર બીજાની હશે તો હું ઓળખાઈ જઈશ એટલે તારી કર જોઈએ. એવું બાનું આપી તેની કાર લઇ આવ્યો. પણ જીનલ તારી પાસે સાગર નો ફોન છે ને..? તો ફોન ખોલીને જો તારા ફોટોઝ તેમાં પડ્યા છે કે નહિ..?

જીનલે સાગર નો ફોન ખોલીને જોયું તો જીનલ નો એક પણ ફોટો તેમાં હતો નહિ. ગેલેરી માં બસ તેના અને તેમના માતા પિતા ના ફોટા હતા. ફોનમાં ઘણું જોયું પણ એવું કઈજ મળ્યું નહિ જે જીનલ સાગર પર શક કરતી હતી. સાગર નો ફોન ભક્તિ ગીત સાથે ફિલ્મ ગીત ના સ્ટોરેજ થી ભરેલો હતો. જીનલ ને ધીરે ધીરે સમજ પડવા લાગી. સાગરના ફોનમાં નથી લોક, કે નથી કોઈ એવું સ્ટોરેજ જેનાથી તે હવસખોર સાબિત થાય. કદાચ મારી કોઈ ગેરસમજ તો નથી થઈને...!
એક નિર્દોષ છોકરા નો જીવ તો મે નથી લઈ લીધો ને. આવું વિચારતી ચૂપ થઈ કારમાં બેસી રહી.

ઉદાસ ચહેરો જોઈને વિક્રમે પૂછ્યું કેમ જીનલ ઉદાસ છે..? સાગરના ફોનમાં કઈજ નથી. એમ કહી સાગર નો ફોન હાથમાં લઈને વિક્રમે દૂર ફેકી દીધો. ફોન દૂર જઈ ચકનાચૂર થઈ ગયો.

વિક્રમ મને લાગે છે સાગર ખરેખર સારો છોકરો હતો. મારે તેને મારવો જોઈતો ન હતો. નિસાસો નાખીને જીનલ બોલી.

હવે જે થયું તે ભૂલી જા અને એવું માન કે કઈ થયું જ નથી અને ચિંતા ન કર સાગર ની કોઈને ખબર પડશે તે પહેલાં તો સાગર જંગલી પ્રાણીઓ નો ખોરાક બની ચૂક્યો હશે. દિલાસો આપતો વિક્રમ જીનલ ને સમજાવવા લાગ્યો. અને તેને પ્રેમ થી કિસ કરી.

તે રાત્રે જીનલ ને ઊંઘ આવી રહી ન હતી. જીનલ ની નજર સામે સાગર દેખાઈ રહ્યો હતો. એકબાજુ પસ્તાવો થઈ રહ્યો હતો તો બીજી બાજુ એક મુસીબત થી છુટકારો મળ્યો તેવું માની રહી હતી. પણ જીનલ આખી રાત જાગી ને રાત પસાર કરી.

સવારે જીનલ ઉઠી એટલે છાયા એ સવાલ કર્યો. કાલે જીનલ તું ક્યાં ગઈ હતી. અને આટલી થાકેલી કેમ દેખાઈ છે. રાત્રે ઊંઘી પણ નહિ હોય તેવું લાગે છે. કોઈ પ્રોબ્લમ તો નથી ને...? ચિંતા કરતી છાયા બોલી.

ના ના છાયા... હું અને મારો ફ્રેન્ડ બહાર ફરવા ગયા હતા એટલે મુસાફરી નો થાક લાગ્યો હતો. અને થાક ના કારણે શરીર માં દુખાવો થતો હતો એટલે ઊંઘ ન આવી. ગોળ ગોળ વાતો કરીને છાયા ને જીનલ સમજાવવા લાગી.

છાયા તો સવારમાં તૈયાર થઈ કોલેજ જવા નીકળી ગઈ. જીનલ થાકી હતી અને તેની તબિયત સારી પણ ન હતી એટલે તેણે કોલેજ ન જવાનો અને આંખો દિવસ આરામ કરવાનો નિર્ણય કર્યો. જીનલ જેવી ન્હાવા જાય છે ત્યાં વિક્રમ નો ફોન આવ્યો.
જીનલ બધું ઠીક તો છે ને તું રાત્રે ઊંઘી તો છે ને.? વિક્રમે ફોન પર જીનલ ની ચિંતા વ્યક્ત કરી.

ઠીક તો છું પણ રાત્રે ઉંઘ ન આવી. સાગર નજર સામેથી હટતો જ ન હતો. પણ બધું બરાબર છે. વિક્રમ હું ન્હાવા જાવ છું. ન્હાઈ ને તને ફરી કોલ કરું.
હું આવું તારી સાથે ન્હાવા કહીને વિક્રમ હસવા લાગ્યો.

ફોન મૂકીને જીનલ બાથરૂમ માં ન્હાવા ગઈ. હજુ તો જીનલ ન્હાવા ની તૈયારી કરે છે ત્યાં કોઈ બાથરૂમ ની બારી માંથી તેને નિહાળતું હોય તેવું જીનલ ને લાગ્યું. ફટાફટ જીનલ બહાર નીકળી જોવે છે તો સાગર જેવો કોઈ છોકરો ચાલતો જતો હતો..

એ છોકરો કોણ હતો.? સાગરનું ભૂત તો ન હતું ને..!!?

વધુ આવતા ભાગમાં...

ક્રમશ ..