Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫

જીનલ ને વિક્રમની આવી ઘટના ની વાત સાંભળી ને નવાઈ લાગી. આવો છોકરો ને આવું કરે તે પણ મારા કારણે..! જીનલ કોલેજ જવાના બદલે હોસ્પિટલ પહોંચી પણ વિચાર આવ્યો. મારા કારણે તો હાથમાં ચપ્પુ ન માર્યું હોય તો..!!!?? જો જઈશ તો બધા એમ જ માનશે જીનલ ના કારણે વિક્રમે હાથમાં ચપ્પુ માર્યું. એટલે હોસ્પિટલ થી પાછી વળી અને રૂમ પર પહોંચી.

છાયા હજુ કોલેજમાં હતી એટલે જીનલ બેડ પર સૂઈ ગઈ, પણ ઊંઘ કોને આવે. તેના મનમાં વિક્રમ ના જ વિચાર્યો ભમ્યા કરતા હતા. શું વિક્રમ મને આટલો લવ કરતો હશે, મે ના કહી એ દુઃખ માં હાથમાં ચપ્પુ મારી દીધું.!! એક તો છે હેડસમ અને ઉપર થી આટલો પ્રેમાળ છોકરો મળવો મુશ્કેલ છે. પણ ફરી વિચાર આવ્યો પેલા અભ્યાસ પર ધ્યાન આપી પછી પ્રેમ સાથે લવ કરીશ.

બીજે દિવસે કોલેજમાં ચર્ચા થવા લાગી કે વિક્રમ તો જીનલ ને લવ કરે છે. પ્રેમ ખાતર વિક્રમે હાથમાં ચપ્પુ પણ મારી દીધું. બહુ ભાગ્યશાળી છે જીનલ જેને વિક્રમ મળ્યો. જીનલ બધું ચૂપચાપ સાંભળીને તેના ક્લાસ માં જતી રહી. પણ વિચારો તો વિક્રમના જ આવી રહ્યા હતા. જાણે કે તેના મનમાં પ્રેમ ના અંકુર ફૂટ્યા હોય તેમ પ્રેમ ની ફિલિંગ થવા લાગી. એક બાજુ સારું લાગી રહ્યું હતું તો બીજી બાજુ વિક્રમ ની ચિંતા થવા લાગી હતી. મનમાં નક્કી કરી લીધું વિક્રમ ને મળીને હું કહી દઈશ કે હું પણ તને પ્રેમ કરું છું.

સાજો થઈ વિક્રમ કોલેજ આવ્યો. પણ જીનલ તેને મળવા ગઈ નહિ. તે કોલેજ માં વિક્રમ થી દુર રહી. પણ કોલેજ પૂરી થઈ એટલે વિક્રમ ના ઘર તરફ ના રસ્તે ઉભી રહી ગઈ અને તેની રાહ જોવા લાગી. વિક્રમ કોલેજ થી નિકળ્યો એટલે રસ્તામાં જીનલ ને જોઇને તેની કાર ઊભી રાખી. જીનલ વિક્રમ પાસે આવી ને બોલી વિક્રમ મારે તારી સાથે વાત કરવી છે. થોડો સમય મને આપીશ.?

વિક્રમે કાર નો દરવાજો ખોલ્યો અને કહ્યું ચાલ બેસી જા આપણે કોઈ સારી જગ્યાએ બેસીને વાતો કરીએ. જીનલ કારમાં બેસી ગઈ પણ વિક્રમ ને કોઈ સવાલ કર્યો નહિ કે આપણે ક્યાં જઈને વાતો કરીશું.

શહેર થી દુર એક ફાર્મ હાઉસમાં વિક્રમ જીનલ ને લઈ ગયો અને કાર માંથી નીચે ઉતારી કહ્યું જો જીનલ આ મારું ફાર્મ હાઉસ છે. આવા મારી પાસે ત્રણ ફાર્મ હાઉસ છે. અને જો પેલું ત્રણ માળનું મકાન જ્યાં મને જ્યારે મન થાય ત્યારે હું ક્યારેક એકલો આવું તો ક્યારેક ફ્રેન્ડ સાથે આવું. મારી પસંદીદા જગ્યા માની એક છે.

જીનલ તો ભૂલી ગઈ કે મારે વિક્રમ ને મારા દિલની વાત કરવી છે. તે તો બસ ફાર્મ હાઉસમાં ફુલ છોડ ને નિહાળતી રહી અને પ્રકૃતિ ને મહેસૂસ કરવા લાગી. વિક્રમ ની સાથે ચાલવા ને બદલે એકલી એકલી ચાલવા લાગી અને બધું પ્રેમ થી નિહાળવા લાગી. આ કુદરતી સૌંદર્ય જોઈને તેનું મન ખુશખુશાલ થઈ ગયું. જીનલે પાછું વળીને જોયું તો વિક્રમ કોઈ જોડે વાત કરી રહ્યો હતો. એટલે જીનલ ફરી બધા ફુલ છોડ ને સ્પર્શ કરવા લાગી.

ફોનમાં વાત પૂરી થઈ એટલે વિક્રમે જીનલ ને પાસે બોલાવી. જીનલ તેની પાસે આવી. વિક્રમ હજુ કઈ બોલે તે પહેલાં જીનલે એક ગુલાબ આપી વિક્રમ ને પ્રપોઝ કર્યું.
વિક્રમ આઇ લવ યુ....

જીનલ નું ગુલાબ હાથમાં લઈ ગુલાબ ને ચૂમ્યું અને લવ યુ ટુ કહ્યું. અને જીનલ ને તેની બાહોમાં ભરી લીધી. જીનલ આજ પહેલી વાર કોઈના પ્રેમ માં પડી હતી એટલે બહુ ખુશ દેખાઈ રહી હતી.

હાય પકડી વિક્રમ જીનલ ને ફાર્મ હાઉસ ના મકાન માં લઇ ગયો. અને તેને આખું મકાન બતાવવા લાગ્યો. સુંદર સજાવટ થી સજ્જ મકાન જોઈને જીનલ ની આખો ચાર થઈ ગઈ.
તું આટલો પૈસાદાર છે વિક્રમ તે મને આજે ખબર પડી.

આ મિલકત બનાવનાર મારા પપ્પા છે હું આ મિલકત નો વારસદાર ખરો કહી જીનલ ને તેના રૂમમાં લઈ ગયો અને તેને ત્યાં બેસાડી.
જો જીનલ હું નસીબદાર છું કે મને તું મળી, બાકી મે તો માણસ ને નહિ પણ પૈસા ને પ્રેમ કરતા જોયા છે. તું આ બધા થી અલગ છે એટલે તો હું પ્રેમ કરવા લાગ્યો.

સાચું કહું વિક્રમ મને તું પહેલા દિવસ થી પસંદ હતો પણ આવો વિચાર આવ્યો જ હતી કે તારી પહેલી પસંદ હું હોઈશ.

બસ બસ જીનલ બહુ વખાણ ન કર મારા અને મને એક પ્રેમ ની નિશાની આપી દે. વિક્રમે પ્રેમ થી જીનલ પાસે કઈક માંગ્યું.

જીનલે આંખો બંધ કરીને કહ્યું તારે જે જોઈ તે લઈ લે હું તારી જ છું.

વિક્રમ ધીરે ધીરે જીનલ ની નજીક આવ્યો અને પહેલા કપાળ પર કિસ કરી પછી હોઠ પર કિસ કરવા લાગ્યો.

શું બંને પોતાની મર્યાદા ઓળંગશે..?

વધુ આવતા ભાગમાં....

ક્રમશ.....