જીનલે બેડ પર પડેલો રૂમાલ ઓઢીને બારી પાસે પહોંચી તો રસ્તા પર સાગર ચાલતો દેખાયો. જીનલ સમજી ગઈ આ કામ સાગર નું જ હોવું જોઈએ. ત્યાં છાયા એ પૂછ્યું કોણ હતું જીનલ..?
અરે એજ હરામી પેલો સાગર. હવસખોર ચાલો. મારે કાલે કઈક કરવું જ પડશે.
ના ના જીનલ તું એવું કઈજ નહિ કરે જેનાથી તારા અભ્યાસ માં બાધા રૂપ બને. તું પ્રેમ થી સમજાવ એટલે સમજી જશે.
ગુસ્સે થઈ ને જીનલ બોલી આવા લોકો પ્રેમ ની ભાષા જાણતા જ નથી. લાતો કે ભૂત બાતો સે નહિ માનતે. કાલ તેને સબક આપવો જ પડશે.
સવારે એટલે આજનો દિવસ જીનલ કોલેજ પહોંચી અને જોયું કે સાગર આવ્યો છે કે નહિ. ખબર પડી સાગર આવ્યો છે એટલે જાણી જોઈને તેની પાસે જઈને કઈજ બોલી નહિ. સાગર ને એમ લાગ્યું કે કઈજ ખબર નથી જીનલ ને. પણ ક્લાસ પૂરા થયા એટલે જીનલ બહાર નીકળી. ત્યાં સામે સાગર ઉભો હતો.
સ્ટોરી ની શરૂઆતમાં જીનલ સાગર ને ધમકાવે છે ને પોલીસ ફરિયાદ કરીશ એવી ધમકી આપી હતી.
હવે જોઈએ આગળ..
સાગર ચૂપચાપ જીનલ ની વાતો સાંભળી ને મો નીચે કરી ચાલતો થઈ ગયો. જીનલે હવે મન માં નક્કી કરી લીધું કે હવે જો સાગર કોઈ હરકત કરશે તો પોલીસ ફરિયાદ કરીશ. પણ ફરી સાગરે કોલેજ આવવાનું બંધ કરી દીધું. સાગર કોલેજ આવવાનું બંધ થતાં જીનલે રાહત નો શ્વાસ લીધો અને તે અભ્યાસ માં મન પરોવી દીધું.
સાગરે તો કોલેજ આવવાનું બંધ કરી દીધું હતું. એટલે જીનલ ને તે ચિંતા માંથી છુટકારો મળ્યો પણ એક દિવસ તેની ક્લાસ ફ્રેન્ડ તેની પાસે આવીને કહ્યું ચાલ મારી સાથે જીનલ હું તને કઈક બતાવું. જીનલ તો તેની ફ્રેન્ડ સાથે ચાલવા લાગી કોલેજ ના ગાર્ડનમાં લઈ ગઈ અને ગાર્ડન ના છેવાડે એક વૃક્ષ હતું ત્યાં જઈ તેણે જીનલ ને બતાવી ને કહ્યું જો જીનલ આ જાડ માં શું લખ્યું છે.!!!
જીનલે જાડ પર નજર કરી તો જોયું તો "જીનલ લવ વિક્રમ" લખ્યું હતું. જીનલ ત્યાં થી દોડતી દોડતી કોલેજમાં વિક્રમ ને શોધવા લાગી. ત્યાં કોઈકે કહ્યું જીનલ તને વિક્રમ બોલાવે છે પાર્કિંગ માં. ગુસ્સે ભરાયેલી જીનલ પાર્કિંગ પાસે પહોંચી તો વિક્રમ તેની બાઇક પર પગ ચડાવી ને મસ્ત બેઠો હતો. ઝડપભેર આવતી જીનલ ને જોઈને વિક્રમ બાઇક પરથી નીચે ઉતરી ઉભો રહ્યો.
જીનલ પાસે આવી ને વિક્રમ ને એક સવાલ કર્યો. જાડ પર તે મારું નામ લખ્યું.? અને શા માટે લખ્યું.
અચાનક આવો સવાલ સાંભળીને વિક્રમ ઝબકી ગયો ને શાંતિ થી બોલ્યો.
જીનલ હું તને પ્રેમ કરું છું એટલે તારું અને મારું નામ લખ્યું.
જીનલ ના ચહેરા પર ગુસ્સો બેકાબૂ થઈ ગયો. મે તને કીધું "હું તને પ્રેમ કરું છું એમ"..
ડરી ગયેલો વિક્રમ બોલ્યો. ના
પણ હું પ્રેમ કરું છું ને તને.
હજુ દોસ્તી થઈ નથી ને સીધો પ્રેમ.!!! આટલું કહી વિક્રમ ના ગાલ પર જીનલે એક થપ્પડ ઝડી દીધી. આગળ વિક્રમ એક શબ્દ બોલ્યો નહિ ને ત્યાં થી ચાલતો થયો. પાછળ થી જીનલ ને બહુ પસ્તાવો થયો. મારે વિક્રમ ને થપ્પડ મારવી જોઇતી ન હતી. પણ બીજી બાજુ વિચાર આવ્યો સારું કર્યું હવે વિક્રમ કે બીજો કોઈ આવી કોઈ હરકત નહિ કરે.
કોલેજ થી રૂમ પર આવી એટલે ચહેરો ફિક્કો જોઇને છાયા બોલી શું થયું જીનલ.? કેમ તારો ચહેરો હજુ ગુસ્સા વાળો દેખાય છે.
કોલેજમાં આવા કેટલા છે...! જાણે કે બાપ ની મિલકત હોય તેમ માની લે જીનલ મને પ્રેમ કરે છે. હવે તો થપ્પડ વાળી જ કરવી છે. જીનલ ગુસ્સા માં ને ગુસ્સા ના બબડતી રહી.
જીનલ તારા માં કઈક તો હશે ને તો જ તારા દિવાના હોય. ગામના મોઢે ગરણા બાંધવા ન બેસાય કહી છાયા તેને સમજાવવા લાગી. આખરે છાયા એ જીનલ ને સમજાવી ગુસ્સો શાંત કરાવ્યો.
જીનલ બધું ભૂલી જે છાયા સાથે મસ્તી કરવા લાગી.
બીજે દિવસે જીનલ કોલેજ પહોંચી એટલે તેની ફ્રેન્ડ સામે આવી ને કહ્યું જીનલ તને ખબર છે વિક્રમ નું શું થયું..?
જીનલે કહ્યું મને શું ખબર તેને શું થયું. હું તો અહી ભણવા આવું છું નહિ કે લોકો ની પંચાત કરવા. જે થયું હોય તે મારે શું કહી જીનલ ક્લાસ તરફ રવાના થઈ.
અરે સંભાળ જીનલ. ઉભી તો રે એક વાત કહું એમ કહી તેની ફ્રેંડે જીનલ ને ઉભી રાખી ને કહ્યું. કાલે રાત્રે વિક્રમે હાથમાં ચપ્પુ મારી દીધું ને તે હોસ્પિટલમાં છે. કોલેજ માં વાત થઈ રહી છે આ જીનલ ના કારણે થયું છે.
વિક્રમ હાથમાં ચપ્પુ શા માટે માર્યું તે જોશું આવતા ભાગમાં
વધુ આવતા ભાગમાં....
ક્રમશ ....