Unity in Gujarati Motivational Stories by Jay Pandya books and stories PDF | એકતા

Featured Books
Categories
Share

એકતા

એકતા અમદાવાદ શહેરમાં ખુબ પ્રખ્યાત ઉદ્યોગપતિ રહેતા હતા.તેમનું નામ ઈશ્વર અવસ્થી હતું. તે ખુબ ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમનું દેશ -વિદેશમા ઘણું પ્રખ્યાત નામ હતું. તેઓ નિષ્ઠાવાન અને રૂઢિચુસ્ત હતા. તેમને એક ભાઈ હતો. તેમનું નામ ઈશાન અવસ્થી હતું. બંને ભાઈઓ ને પેટ્રોકેમિકલ્સનો બિઝિનેસ હતો. તેમની આવક પણ સારામાં સારી હતી. તેઓ શહેરના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાથી એક હતા. તેમનું જીવનમાં પણ 'રિચર પર્સન ' જેવું હતું. તેઓ વિદેશના મોટા V. I. P. માણસો સાથે બિઝનેસ કરતા હતા. તેમની પત્નીનું નામ સલોની હતું. સલોની અવસ્થી ગ્રુપની ચીફ હતી. તેમના નામે અનેક ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલ તથા કોલેજ શહેરમા હતા. પણ બંનેમાંથી કોઈને પણ અઢળક સંપત્તિના માલિક હોવાનું અભિમાન ન હતું બંને સ્વભાવ થી સાવ સીધા હતા. ગરીબો માટે, અનાથ આશ્રમમા, વૃદ્ધાશ્રમમા, મંદિરોમાં ચેરિટી કરતા હતા. જયારે પણ સરકારને ક્યાય જરૂર પડે ત્યારે પણ ઈશ્વર હંમેશા સાથે ઉભા રહેતા. અને આર્થિક યોગદાન કરતા. અને પોતાનાથી બનતી બધીજ મદદ કરતા. તેમનો ભાઈ ઈશાન પણ મોટાભાઈનો આધાર બનીને ઉભો રહેતો. પણ કહેવાય છે ને કે આપણું સારા હોવું તે બીજાને ખટકતું હોય છે. એક વખતની વાત છે શહેરમાં વિજય ગિલ નામે એક વ્યક્તિ વ્યાપાર માટે આવે છે. તે ઈશ્વર વિશેની સારી વાતો સારા પ્રતિભાવો સાંભળી ઉશ્કેરાઈ જાય છે. અને ઈશ્વરના બિઝનેસને બગાડવા અને તેનું નામ ખરાબ કરવા માટે એક ષડયંત્ર રચે છે. તે પોતાના એક વર્કરને ઈશ્વરની ઓફિસમા કામ જોબ કરવા માટે મોકલે છે. કારણકે તે પેપરમા અવસ્થી ગ્રુપ માટે એક નવા પ્રોડક્સન મેનેજરની જરૂર છે. અને તે પોતાના વર્કરને સમજાવે છે કે ત્યાં જઈને તારે જોબ મેળવી અવસ્થીની પ્રોજેક્ટ મેથડ અને અન્ય ડિટેલ્સ મને જણાવવાની બીજા દિવસે સવારે સતિષ અવસ્થીની ઓફિસમા ઇન્ટરવ્યૂ આપવા જાય છે. અને સિલેક્ટ થઈ જાય છે. તે ધીમે ધીમે ત્યાં કામ કરવાનું શરૂ કરે છે. અને થોડી થોડી કરીને મોટા ભાગની માહિત તે વિજયને જણાવી દે છે. અને અવસ્થી વિશેની બધી જ કુંડળી તેના હાથમા હતી. તે મનમાં રાજી થઈને એક ચાલ ચાલે છે. અને સતિષ સાથે મળીને તે ઈશાન અને ઈશ્વર બંને વચ્ચે ફાટ પડાવવાની શરૂઆત કરે છે. અને તેવામા તેમને ધંધામાં જબરદસ્ત નુકસાન આવે છે. અને તેમને વ્યાજે પૈસા લેવા પડે છે. અને દાનવીર ઈશ્વર અવસ્થી દેવાદાર બનીને જિંદગી પસાર કરવા લાગે છે. આ બધું દુઃખ સલોની સહન કરી શક્તિ નથી. અને બદનામી થવાના કારણે તેને આઘાત લાગે છે. અને તે મૃત્યુ પામે છે. અને ઈશાન આ બધુ બનીજતા અને સતિષની ખરીખોટી સાંભળીને બંને ભાઈ વચ્ચે ઝઘડો થાય છે. બંને અલગ થઈ જાય છે. અને ઈશ્વર ગરીબીની જિંદગી જીવે છે. અને બે ટાઈમનું જમવાનું પણ પામતા નથી. અને આ સમયમાં વિજયનો વ્યાપાર બજારમાં તેજી પકડે છે. અને તે લોકો વચ્ચે બંને અવસ્થી ભાઈઓને ખરાબ ચીતરવાનું શરૂ કરે છે. અને બંને ભાઇઓનું નામ ખરાબ થાય છે. અને એક દિવસ ઈશ્વર બધી હકીકત જાણી જાય છે. અને તે ઈશાનને બધી વાત કરે છે. બંને ભાઈઓને એકબીજાની ભૂલો સમજાય છે. અને એક બીજાની માફી માંગે છે. વિજય અને સતિષ વિશે ફરિયાદ કરી તેમને જેલની પાછળ ધકેલી દે છે. બંને ભાઈઓનો વ્યાપાર ફરીથી તેજી પકડે છે. અને તેમણે ગુમાવેલી પ્રતિષ્ઠા અને સંપત્તિ બમણી થઈને તેમને પાછી મળે છે. અને સૌ સારાવાના થાય છે.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિરોધાભાસી વલણ વ્યક્તિનું બધી રીતે પતન કરી દે છે. અને એકતાથી હારેલી જંગ પણ જીતી શકાય છે. માટે જીવનમા એક થઈને રહેવું તેમાં સૌની ભલાઈ અને હિતાવહ છે.
લેખન - જય પંડ્યા