Dil A story of friendship - 16 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-16: સમજાવટ

Featured Books
Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-16: સમજાવટ

ભાગ-16: સમજાવટ


"હેલો, ઇસ ધીસ મિસ્ટર ચિરાગ રાઠોડ સ્પીકિંગ?" કાવ્યાએ ફોન પર પૂછ્યું.
"યસ, સ્પીકિંગ. તમે કોણ?" સામે છેડેથી જવાબ મળ્યો.
"આઈ એમ કાવ્યા, વેડિંગ પ્લાનર. શું આજે સાંજે તમે ફ્રી છો?"
"ઓહ યસ, યસ."
"મારે તમને થોડી વાત કરવી હતી આ વેડિંગ વિશે."
"હા, બોલો શું વાત કરવી છે?"
"ફોન પર નહીં, સાંજે પાંચ વાગે હોટલ ગ્રાન્ડ ભગવીમાં મળીને? ઇફ યુ ડોન્ટ માઈન્ડ." કાવ્યાએ પ્રસ્તાવ મુક્યો.
"યા, સ્યોર."
"થેંક્યું સો મચ." કહીને કાવ્યાએ ફોન કટ કરી દીધો.

કાવ્યાએ ફરી ફોન હાથમાં લીધો અને વોટ્સએપમાં ગ્રુપમાં મેસેજ કર્યો,"આજે સાંજે શાર્પ પાંચ વાગે, હોટલ ગ્રાન્ડ ભગવતી." સેન્ડ કરીને ગેલેરીમાં ઉભા રહીને વિચારોમાં ખોવાઈ ગઈ.

દેવ આવ્યો અને કોફીનો કપ આપતા બોલ્યો,"શું વિચારે છે?"

"નથિંગ, બસ ઇશીતાની ચિંતા થાય છે. આજે સાંજે ચિરાગને મળવા માટે બોલાવ્યો છે. આઈ હોપ કે બધુ સૉર્ટ થઈ જાય." કહીને કાવ્યા કોફી પીવા લાગી.

"થઈ જશે, ડોન્ટ વરી." દેવે કાવ્યાની ચિંતાને શાંત કરવા કહ્યું.

******************************

"ઇશીતા, તું વચ્ચે કંઈજ ના બોલતી. મને પહેલા વાત કરવા દેજે. કોઈપણ વાત પર રીએક્ટ કરતા પહેલા પુરી વાત સાંભળજે અને પછી રીએક્ટ કરજે, પ્લીઝ. મારે પહેલા એના મનની વાત જાણવી છે." કાવ્યાએ હાથ જોડીને ઇશીતાને સમજાવતા કહ્યું.

"અને તમે બંને પણ શાંતિ રાખજો, જો મારા ગુસ્સાનો ભોગ ના બનવું હોય તો. લેટ મી હેન્ડલ ધીસ." કાવ્યાએ લવ અને દેવને ચેતવણી આપી દીધી.

"કહેતી હોય તો અહીંથી જ ઉભા થઇ જઈએ, મેડમ." દેવે મસ્તી કરતા કહ્યું.

"બેસ છાનોમાનો જતું રહેવાવાળી." કાવ્યાએ ફરી બેસાડતા કહ્યું.
એટલામાં કાવ્યાનાં ફોનની રિંગ વાગી.

"ક્યાં છો તમે? હું પહોંચી ગયો છું." સામે છેડેથી અવાજ આવ્યો.
કાવ્યાએ પાછું વળીને દરવાજા તરફ જોયું અને હાથ ઊંચો કરીને કહ્યું,"આ બાજુ."
એ જોઈને ચિરાગે ફોન કટ કર્યો અને ટેબલ તરફ આવવા લાગ્યો.

"હાય, આઈ એમ કાવ્યા." કાવ્યાએ હાથ લંબાવ્યો.
"હાય, આઈ એમ ચિરાગ. આઈ થોટ આપણે બે જ હોઈશું." ચિરાગે હાથ મિલાવતા કહ્યું.
ચિરાગની નજર ઇશીતા ઉપર પડી. તેણે ઇશીતાને હાય કહ્યું અને વાતાવરણ થોડું ઑકવર્ડ થઈ ગયું.

"હા, અમે ફ્રેન્ડ્સ છીએ બધા." કાવ્યાએ હસતા હસતા કહ્યું.

"લગ્નની તૈયારીઓ કેવી ચાલે છે?" કાવ્યાએ પરિસ્થિતિ હળવી કરવા વાત શરૂ કરી.

"એતો તમને વધારે સારી રીતે ખબર હોય." કહીને ચિરાગ આજુબાજુ ડાફેરિયા મારવા લાગ્યો.

"લીસન ચિરાગ, મેં આજે તને અહીં એક અગત્યની વાત કરવા માટે બોલાવ્યો છે અને આ વાત એક વેડિંગ પ્લાનર તરીકે નહીં પણ એક મિત્ર તરીકે હું કરી રહી છે. એટલે જો હોય એ સચોટ જવાબ આપજે." કાવ્યાએ પૃષ્ઠભૂમિ બાંધતા કહ્યું.

"યસ યસ, ટેલ મી." ચિરાગે કાવ્યાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું.

"શું તું ઇશીતાને પ્રેમ કરે છે? શું તું આ લગ્નથી ખુશ છે?" કાવ્યાએ સીધું જ પૂછી નાખ્યું.

"એ..એ..એટલે?" ચિરાગ અણધાર્યા આવેલા કાવ્યાનાં પ્રશ્નોથી બઘવાઈ ગયો.

"એટલે એમ કે તમારા બંનેનાં લગ્ન થવા જઈ રહ્યા છે અને તમે લોકો સરખી વાત પણ નથી કરતા, મળતાં પણ નથી, બહાર સાથે ફરવા પણ જતા નથી. તો કંઇ પ્રોબ્લેમ છે કે શું? ઇઝ એવરીથિંગ ઓલરાઈટ?" કાવ્યાએ શાંતિથી કહ્યું

"ના ના, બધું બરાબર છે. હમણાં શું લગ્નનાં કામકાજના લીધે વાત કરવા ટાઈમ નથી મળતો. મેરેજની દોડધામ એન્ડ ઓલ." ચિરાગે જુઠાણું પ્રગટ કર્યું.

આ સાંભળીને કાવ્યાનો પિત્તો ગયો.
કાવ્યા જોરથી ટેબલ ઉપર હાથ પછાડીને ઉભી થઈ ગઈ અને મોટા અવાજે તેણે કહ્યું,"એટલો બધો બીઝી છે કે તારી થવાવાળી જીવનસાથીનાં જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે પણ તારી પાસે ટાઈમ નથી? બે દિવસ પહેલા એ છોકરી હોસ્પિટલમાં હતી અને તારી પાસે એની ખબર પૂછવા માટે બે મિનિટનો પણ ટાઈમ નથી?" ટેબલ પરનાં બધા જ લોકો કાવ્યાનું આવું રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આજુબાજુના બીજા ટેબલ પરના લોકો પણ આ બાજુ જોવા લાગ્યા. દેવે કાવ્યાના ખભે હાથ મુક્યો. એનાથી કાવ્યા થોડી શાંત થઈ.

"આઈ એમ સોરી, મારાથી ખોટું સહન નથી થતું એટલે બોલાઈ ગયું. પ્રોબ્લેમ શું છે, ચિરાગ? જો તારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો અમે મદદ કરીશું. આફ્ટરઓલ, આ તમારી જિંદગીનો સવાલ છે." કહીને કાવ્યા ફરી બેસી ગઈ.

"મને આ લગ્ન મંજુર નથી. હું મારી મરજીથી નથી કરી રહ્યો. આ લગ્ન મારે મજબુરીમાં કરવા પડી રહ્યા છે." ચિરાગે જવાબ આપ્યો.
આ સાંભળીને ચારેયજણા ચિરાગ સામે આશ્ચર્યથી જોવા લાગ્યા.

"ગ્રેટ!" કાવ્યાએ કટાક્ષમાં તાળી પાડતા કહ્યું.

"અને શું છે તારી આ મજબૂરી?" અત્યાર સુધી ચૂપ બેઠેલો દેવ બોલ્યો.

"મારી મજબૂરી એ છે કે, જો મેં આ લગ્ન નહીં કર્યા તો મારા પપ્પા એમની મિલકત માંથી મારુ નામ કાઢી નાખશે. મને એક ફૂટી કોડી નહીં આપે એવી એમણે મને ધમકી આપી દીધી છે." કહીને માથે હાથ દઈને ચિરાગ બેસી ગયો.

"અને એટલા માટે તે આ છોકરીની લાઈફ બરબાદ કરવાનું વિચાર્યું? જે બિચારીનો કોઈ વાંક જ નથી આમાં." કાવ્યા ફરી ચિરાગ પર તાડૂકી.

"તું હવે ચૂપચાપ બેસ, હું વાત કરું છું ને." દેવે કાવ્યાને કહ્યું.

"પણ તેં આ વિશે તારા પપ્પાને વાત કરી ખરા?" દેવે પૂછ્યું.

"ના. એમની સામે મારાથી કેવી રીતે આ વાત કરાય, કોઈની હિંમત ના થાય એમના નિર્ણયની વિરુદ્ધમાં જવાની. આ લગ્નની વાત હજી સુધી મેં કામિનીને પણ નથી કરી." ચિરાગે કહ્યું.

"હવે આ કામિની કોણ છે?" કાવ્યાએ અકળાઈને પૂછ્યું.

"શીટ! એ..એ.. કોઈ નથી. ફ્રેન્ડ છે." ચિરાગે અચકાતા જવાબ આપ્યો.

"દેવ આને સમજાઈ દે કે જો મારા ગુસ્સાનો ભોગ ના બનવું હોય તો જે હોય એ સીધી વાત કરે નહીં તો આજે એને તું પણ પછી નહીં બચાવી શકે. હું જૂઠું જલ્દી પકડી લઉં છું. આઈ હેટ લાયર્સ." કાવ્યાએ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું.

ચિરાગ ગભરાઈ ગયો. "કામિની મારી ગર્લફ્રેન્ડ છે. પાંચ વર્ષથી અમે રિલેશનશિપમાં છીએ. હજી સુધી એને આ વાતની ખબર નથી કે મારા લગ્ન થઈ રહ્યા છે. પ્લીઝ ગાઈઝ, મારી કંઈક હેલ્પ કરો. હું શું કરું મને કંઈ સમજાતું નથી." ચિરાગ કરગરવા લાગ્યો.

આ સાંભળીને બધા અચંભામાં પડી ગયા. કાવ્યાનો હાથ ઉપડ્યો અને અડધે જઈને અટકી ગયો." અત્યારે પહેલા તને બે લગાવી દેવાની ઈચ્છા થાય છે અને પછી તમારા બંનેનાં બાપાઓને. એક બાપ કોઈનું સાંભળતો નથી અને એક બાપ કોઈને કંઈ કરવા દેતો નથી. આ કંઈ મજાક ચાલી રહી છે અહીંયા? એક સાથે ત્રણ જિંદગી દાવ પર લાગી ગઈ છે. તમે બંને કંઈ નાના દૂધ પીતાં બચ્ચા નથી હવે. સાચા ખોટાની પરખ કરતા તમને બરાબર આવડે છે. પણ નહીં તમારા બંનેનાં મોઢામાં તો મગ ભર્યા છે. કોઈને બોલવું નથી." કાવ્યાએ ગુસ્સામાં કહ્યું.

"કાવ્યા, કામ ડાઉન. આ વાત જાણવાનો કામિનીને હક બને છે. અને રહ્યો સવાલ આ પ્રોબ્લેમનો તો આનું એકજ સોલ્યુશન છે કે તમારે બંનેએ તમારા પેરેન્ટ્સને મનાવવા પડે, વાત કરવી પડે." દેવે સોલ્યુશન આપતા કહ્યું.

કાવ્યા થોડી સ્વસ્થ થઈ અને તેણે શાંતિથી કહ્યું," ઇશીતા અને ચિરાગ તમે બંને સાંભળો, આ આખી લાઇફનો સવાલ છે. આવી રીતે મજબુરીમાં લગ્ન કરીને આખી જિંદગી ના નીકળે અને કામિનીનું શું? એ પણ તો તારા વિશે ઘણુંબધું વિચારીને બેઠી હશે. પાંચ વર્ષની રિલેશનશિપ એમ જ તોડી નાખીશ તું, માત્ર તારા પપ્પાની એક જીદ ના કારણે. પ્રેમ કર્યો છે તો એના માટે લડવાની પણ તાકાત રાખ. હું માત્ર એટલું કહું છું કે પ્રયત્ન કર્યા વગર કશું નહીં થાય. હવે શું કરવું એ તમારા હાથમાં છે." વાત પતાવીને કાવ્યાએ ગુસ્સાને શાંત કરવા પાણી પીધું.

"ઇશીતા જો તું એકવાર કહીશ કે તારે નથી કરવા લગ્ન તો તને લગ્નના મંડપ માંથી પણ ભગાડી દઈશું. તારા આ બેસ્ટફ્રેન્ડ હજી બેઠા છે. અને ચિરાગ તું કહીશ તો તારા લગ્ન કામિની સાથે અમે કરાવી દઈશું, પણ એ પહેલાં તમારા પપ્પાનો સામનો તો કરો." દેવે કહ્યું.

"એટલું આસન નથી મારા પપ્પાને માનવવાનું. એ કોઈનું સાંભળતા જ નથી. બસ પોતાનું જ ધાર્યું કરાવે છે. છતાં પણ હું એકવાર ટ્રાય કરીશ." કહીને ચિરાગ ત્યાંથી નીકળી ગયો.

"હવે શું કરશું?" ઇશીતા ચિંતાતુર થઈ ગઈ.

અને ચારેયજણા અવાક થઈને બેસી રહ્યા.

******************************

દિવસો વીતતા ગયા, પણ ચિરાગે ના કામિનીને વાત કરી કે ના એના પપ્પાની વિરુદ્ધમાં જવાની તેની હિંમત ચાલી. તે કમને લગ્ન કરવા તૈયાર હતો અને બીજી તરફ ઇશીતાએ પણ લાખ પ્રયત્નો કર્યા પણ તે પોતાના પપ્પા આગળ વાત ના કરી શકી. વાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ અટકેલી હતી.

બીજી બાજુ લગ્નની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી હતી. કાવ્યા દર વખતની જેમ આ વખતે પણ કંઈજ કસર બાકી રાખવા નહોતી માંગતી. તેણે અને દેવે મળીને એકદમ ટોપ કલાસ અરેન્જમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. કાવ્યા માટે આ પહેલો મોટો ઓર્ડર હતો અને ઇશીતાના મેરેજ હતા એટલે માટે એ વ્યક્તિગત રીતે વધારે ધ્યાન આપીને બધું કરી રહી હતી. પણ મનમાં એક ખૂણે એપણ એવું ઇચ્છતી હતી કે આ લગ્ન ના થાય.એકદમ ભપકાદાર ગોઠવણ થઈ રહી હતી. બસ લગ્નને હવે માત્ર એક દિવસની વાર હતી.

કાવ્યા આખરી કામ પતાવીને ઘરે આવી. આવીને આંખો બંધ કરીને સોફા ઉપર બેસી ગઈ. દેવ તેની પાસે આવીને બેઠો અને એના માથે હાથ ફેરવવા લાગ્યો.

"કેમ આટલી ઉદાસ છે?" દેવે કહ્યું.
"ઇશીતાની ચિંતા થાય છે, એની સહનશક્તિને સલામ છે. કાલે એના લગ્ન છે અને એના માટે આપણે કંઈજ કરી નથી શકતા બસ આ વાતનું બહુ દુઃખ થઈ રહ્યું છે. આ લગ્નથી એ ક્યારેય ખુશ નહીં રહે. અને બીજી બાજુ પેલો ચિરાગ પણ કંઈ કરવા તૈયાર નથી." કાવ્યાએ ચિંતા વ્યક્ત કરી.
"કાવ્યા આપણે આપણાંથી બનતો પૂરો પ્રયત્ન કર્યો, હવે બાકીનું ભગવાન ઉપર છોડી દે. આપણે કોઈને સમજાવી શકીએ, એને સપોર્ટ કરી શકીએ પણ જ્યાં સુધી માણસને પોતાના મનથી નહીં સમજાય કે મક્કમ નહીં હોય તો એ નિર્ણય નહીં લઈ શકે. ભગવાન ઇશીતાને સદબુદ્ધિ આપે. બાકી પછી પરિસ્થિતિ કંટ્રોલમાં નહીં રહે તો કરીશું આપણે પણ કંઈક કાંડ." કહીને આંખ મારીને દેવ હસવા લાગ્યો.
એટલામાં કાવ્યાના દિમાગમાં કંઈક આઈડિયા આવ્યો અને એક સ્મિત તેના ચહેરા પર રેલાયું. "તું ખાલી જોતો જા, શું થાય છે એ." કહીને કાવ્યા પોતાના મગજમાં કંઈક યોજના ઘડવા લાગી.

(ક્રમશઃ)