બાની- એક શૂટર
ભાગ : ૫૫
બાનીએ ઈશારો કરતાં કહ્યું, "ક્રિશને લઈને આવો."
કેદાર ઝડપથી અડ્ડાનાં મુખ્ય દરવાજામાંથી પસાર થઈને બહારની તરફ ગયો.
એ થોડી જ મિનીટોમાં ક્રિશને લઈને આવ્યો.
"એહાન...!! ક્રિશને તો ઓળખે છે ને?" બાનીએ પૂછ્યું.
"કેવી વાત કરે છે બાની...!!" એહાન અકળાયો.
"ક્રિશ....!! પોલિટિક્સ કે.કે રાઠોડનો પુત્ર છે. જેમણે આપણા ગ્રુપનાં ફ્રેન્ડ્સ કમલ અંકલનાં નામે ઓળખતા હતાં. ક્રિશને પણ એના ડેડના કારનામા વિષે જાણ ન હતી. પરંતુ ક્રિશના ડેડના બોડીગાર્ડ વિરેનસિંગનાં મૂખેથી કે.કે રાઠોડના ગુનાખોરીના બધા જ રાઝ એને જાણ્યા...!! સાથે જ વિરેનસિંગે તારો ઉલ્લેખ કર્યો કે એમને અભિનેત્રી પાહી એ જ બાની છે એની જાણ એહાન દ્વારા થઈ...!! કે.કે રાઠોડ અને આરાધના બંને મળીને ગુનાખોરીનાં તમામ કામ કરી ચુક્યા છે." બાનીએ કહ્યું.
"ઓહહહ... બાની....!! મેં એવો કશો પણ ખુલાસો નથી કર્યો અભિનેત્રી પાહી એ જ બાની છે...!! અને મને મારા મોમ વિશે કશું નથી સાંભળવું.... પ્લીઝ....!!" એહાન ચીખી ઉઠ્યો.
"એહાન....અત્યારે જે તારી હાલત થઈ રહી છે એવી જ સ્થિતિ ક્રિશ માટે પણ સર્જાઈ હતી. જેમ તું આરાધના એટલે કે તારી મોમને માસ્ટરમાઈન્ટ નથી સ્વીકાર કરી રહ્યો એમ ક્રિશ પણ એના ડેડ કે.કે રાઠોડની ગુનાખોરીના કારનામા વિશેની સચ્ચાઈ જલ્દીથી સ્વીકારી શક્યો નહીં. ખૈર....!! ક્રિશ તારે કશું બોલવું છે...??" બાનીએ કહ્યું.
"નહીં...!! ફક્ત એટલું જ કે એહાન મારી જેમ જેટલી જલ્દી સચ્ચાઈ સ્વીકારી લે એટલું મનદુઃખ કમી થશે. મને એટલું જ કહેવું છે કે આપણાને બધાને મળીને બાનીના કેટલા વર્ષોની પ્રતિશોધની તપસ્યાને વેગ આપવો જોઈએ. જેથી એ માસ્ટરમાઈન્ટ સુધી જલ્દીથી પહોંચી શકે...!!" ક્રિશે પોતાની વાત પુરી કરી તે સાથે જ એહાન બરાડી ઉઠ્યો, "ક્રિશ....!! તમે બધા જ...!! બધા જ એકસાથે ભળી ગયા છો..... તમે ભળીને ચક્રવ્યું રચી રહ્યાં છો."
"ક્રિશ તું જઈ શકે છે." બાનીએ કહ્યું. ક્રિશ ત્યાંથી ઝડપથી જતો રહ્યો.
"કેદાર....!! આપણી પાસે સમય ઘણો ઓછો છે...!! જા તું એને....!!" બાનીના કહેતાંની સાથે કેદાર ફરી એકવાર અડ્ડાની બહાર ગયો અને થોડી જ મિનિટોમાં પાછો ફર્યો.
"એહાન...!! આ મહિલાને ઓળખે છે??" કેદાર સાથે લાવવામાં આવેલી ડોસી સામે હાથનો ઈશારો બતાવતાં પૂછ્યું.
"બાની....!! તારી સામે તો હું જ ગુનેગાર છું એમ તું મારી સાથે વર્તી રહી છો....!!" એહાને આંખ બંધ કરતાં દુઃખી થતા કહ્યું.
બાનીએ એહાનની વાતને પડતી રાખતા કહ્યું, " એહાન....!! આ મીની છે. સમય હું બગાડવા માંગતી નથી. આખી દુનિયા એમ જ માની રહી છે ને કે અમન આરાધનાનો પુત્ર છે?? પરંતુ સચ્ચાઈ અને સાબિતી આ મીનીના મૂખેથી તારે સાંભળવું પડશે." બાનીએ કહ્યું અને મીની તરફ બોલવાનો ઈશારો કર્યો.
"અમન એ ચાલાક ઓરત આરાધનાનો પૂત્ર નથી...!! આરાધના....!! ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જેની વખાણ કરતાં થાકતા નથી એ "આરાધના પ્રોડક્શન હાઉસ" ની માલકીનનો પુત્ર અમન નથી. એ કપૂત હત્યારો અમન મારો દીકરો છે... મારો...!!" વિલાપ કરતી મીનીએ કહ્યું.
એહાન સાંભળી શકતો ન હતો.
"અમન હત્યારાએ મીરાને મારી નાંખી હતી...!! મીરાને મારી નાખી હતી...!! આ બધા જ ષડ્યંત્રમાં કે.કે રાઠોડ અને એ ચાલાક ઓરત આરાધના શામિલ છે....!!" મીની મોટા ડોળા કાઢી કહેવા લાગી.
"કેદાર....!! મીનીને લઈ જાઓ...!!" બાનીએ હુકમ આપતાં કહ્યું.
"બાની...બાની... અભિનેત્રી પાહી....!! ભૂલી ના જતા... ભૂલી ના જતા... તું મારા હત્યારા દિકરાને ફાંસીના માંચડે લઈ જવાની છો.... મારા દીકરાને ફાંસીના માંચડે...!!" એ મીની ડોહી બાની તરફ ફરીને કહી રહી હતી પરંતુ કેદાર એને ઝડપથી લઈને જતો રહ્યો. બધાના કાનમાં છેલ્લે સુધી મીનીના શબ્દો ગુજવા લાગ્યા, "મારા દીકરાને ફાંસીના માંચડે....!!"
"બાની....!!" અચાનક મોટી રાડ પાડીને એહાન રડી પડ્યો.
"તારે હજુ પણ સાબિતી જોઈતી હોય તો તને વિરેનસિંગને ત્યાં લઈ જવામાં આવશે. વિરેનસિંગને તાબામાં રાખ્યો છે. એ ચાલાક તેમ જ મજબૂત આદમી છે. અહીં સુધી લાવતા એ કોઈપણ જાતની ચાલાકી કરીને ભાગી છૂટવાનો ભરચક પ્રયત્ન કરવા વગર રહેશે નહીં. તેમ જ મને એની જાન લેવી પણ નથી."બાનીએ કહ્યું.
મીનીને મૂકીને કેદાર ઝડપથી ફરી અડ્ડામાં આવી પહોંચ્યો.
બાની એહાનની નજદીક ગઈ. ખુરશી સાથે એહાનને બાંધવામાં આવેલા દોરડાની ગાંઠોને એ પોતે જ ઝડપથી ખોલવા લાગી. એહાનને દોરડાના બંધનથી છૂટો કર્યો. કેદારે ઝડપથી એહાનને પાણીની બોટલ ધરી. એહાન પાણી ગટગટાવી ગયો. થોડી વાર અડ્ડામાં શાંતિ છવાઈ ગઈ. એહાન કશું બોલવા જતો હતો. પરંતુ એના મૂખેથી જેમ તેમ શબ્દો નીકળી રહ્યાં હતાં, " મને શું કરવું છે બાની??"
" મારા સાગીરતો દ્વારા પત્તો લગાડવામાં આવ્યો પરંતુ આરાધના શહેરમાં નથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે. એહાન તારે હવે એટલું જ કરવું છે કે આરાધના સાથે મારી મૂલાકાત થાય એવી ગોઠવણ કરવી." બાનીએ કહ્યું.
****
"એહાન યાર...!! આપણે ક્યાં આવી પહોંચ્યા છે??" બાનીના આંખની પટ્ટી ખોલતાં જ બાનીએ ધીમેથી કહ્યું.
એહાન તેમ જ બાનીને એક કારમાં બેસાડી આંખ પર પટ્ટી બાંધી એક અણજાણ જગ્યેથી લાવવામાં આવ્યાં. તેઓ બંનેને અત્યારે એક બંગલાના ડ્રોઈંગ રૂમમાં ખુરશી પર બેસાડવામાં આવ્યા.
"નથી જાણતો બાની...!!" એહાને આંખ ચોળતા કહ્યું.
"આવી ગયો મારો દિકરો...!!" એક સ્પષ્ટ સ્વર એહાન થતા બાનીને સંભળાયો.
બાનીએ ધીમેથી પોતાની આંખ ખોલી. એને અસ્પષ્ટ દેખાતું હતું. ધીમે રહીને એને સ્પષ્ટ દેખાવા લાગ્યું.
"થોડી તકલીફ તો થઈ જ હશે અહીં આવતા..!!" એ સ્પષ્ટ સ્વર ફરી સંભળાયો.
બાની તેમ જ એહાન હવે સારી રીતે જોઈ શકતા હતાં.
"મોમ....!!" એક ઊંડો નિસાસો નાંખતા એહાને કહ્યું.
"બોલો બેટા....!!" જાજરમાન લાગતી ઓરતે કહ્યું.
"બાની જે કહી રહી છે એ સાચું છે મોમ....!!" એહાને ઝડપથી કહ્યું.
"બેટા...!! શ્વાસ તો લઈ લે. બોલો શું લેશો તમે..લાંબી સફર ખેડીને આવ્યાં છો.!!" જાજરમાન લાગતી ઓરતે બાનીના વાળમાં હાથ ફેરવતાં પ્રેમથી કહ્યું.
બાનીનો અણગમો સીધો મોઢાથી નીકળ્યો, "હાથ નહીં લગાડતા મને....ભસ્મ થઈ જશો."
"અરે રે એહાન....!! આપણી વહુ આટલી તીખી...!!" કહીને એ જાજરમાન ઓરત ખડખડાટ હસી પડી.
"મને મોમ કહેવામાં તકલીફ પડી રહી છે મિસીસ આરાધના....!!" એહાને કહ્યું.
"ઠીક છે. મુખ્ય મુદ્દા પર વાત કરી લઈએ." આરાધનાએ કહ્યું.
"મારે ફક્ત એટલું જ જાણવું છે કે મિસીસ આરાધના તમે મારી ફ્રેન્ડ જાસ્મિનનું ખૂન કેમ કર્યું...!!" બાનીએ દાંત ભીંસતા કહ્યું.
"ફક્ત જાણવું જ છે?? મેં તો સાંભળ્યું છે કે બાનીમાંથી અભિનેત્રી પાહી બનવાનું ષડ્યંત્ર ફક્ત જાસ્મિનનાં ખૂનનાં પ્રતિશોધ માટે જ તૈયાર કર્યું હતું." કહીને આરાધના અટહાસ્ય હસી.
"મિસીસ આરાધના...!! જાસ્મિનનું ખૂન તમે કર્યું હતું....??" એહાને ક્રોધિત થતાં પૂછ્યું.
"પૈસા અને પાવર બધું જ કરાવી શકે એહાન...!! સોરી બાની...!! મને જાસ્મિનનું ખૂન કરાવા પડ્યું. પણ મેં તમારા બંને માટે એક ઓપ્શન છોડ્યો છે. જે ઓપ્શન મેં જાસ્મિનને પણ આપ્યો હતો. તમે એટલું તો જાણી જ ગયા હશો કે તમે બંને મારા તાબામાં છો. ના તમે અહીંથી જઈ શકશો. ના તમને કોઈ અહીં બચાવા માટે આવી પહોંચશે...!! ખૈર...!! એ વિકલ્પ એટલે તમે બંને મરવાનું પસંદ કરશો કે પછી આ અનંત ગુનાખોરીમાં શામિલ થશો...?? વિચારી લેજો...!!" આરાધનાએ ખૂબ જ સમજદારીથી સમજાવતાં કહ્યું.
એહાન અને બાની થોડી મિનિટો માટે શાંત થઈ ગયા. તેઓ જાણી ચુક્યા હતાં કે બંને એક એવી જગ્યે આવી પહોંચ્યા હતાં જ્યાંથી આસાનીથી નીકળી ન શકાય.
"મારે જાણવું છે મિસીસ આરાધના...!! મારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનનું ખૂન કેમ કરવામાં આવ્યું??" એવું કયું કારણ હતું કે મારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનને જાનથી જ મારી નાખવામાં આવી...!!" બાની ક્રોધની આગમાં ચીખી ઊઠી.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)