Prem Pujaran - 1 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧

કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને સામેથી આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને કહ્યું. આજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે.

ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક દિવસ તું મને જરૂર થી પ્રેમ કરીશ.

થોડા દિવસ પહેલા ની વાત છે જ્યારે સાગર કોલેજ ના દાખલ થયો હતો. તેના માટે કોલેજ નો પહેલો દિવસ હતો અને કોલેજ પણ નવી હતી. એમ કહુ તો બધું નવું નવું જ હતું. સાગર તેનો ક્લાસ શોધતો શોધતો ચાલ્યો જાય છે ત્યાં વળાંક માં એક દોડતી આવતી છોકરી સાથે તે અથડાઈ છે. જોર થી ટક્કર લાગતા સાગર નીચે પડે છે.
ત્યાં તે છોકરી નો અવાજ સાગરના કાને પડ્યો. આંધળી નો છો..? દેખાતું નથી કે શું..!!? નાલાયક....

સાગરે ઉંચી નજર કરીને જોયું તો એક ખુબ જ સુંદર બ્લુ જિન્સ અને લાલ ટોપ પહેરેલી છોકરી ઉભી હતી. તે કઈક બોલી રહી હતી પણ સાગર ની નજર તેના ગુલાબી હોઠ પર અટકી રહી. બે ઘડી તો સાગર તે છોકરી ને જોઈ રહ્યો. કે અપ્સરા જેવી યુવતી કોણ હશે..!

તે છોકરી ને લાગ્યું કે આ પાગલ કઈ સમજે તેમ નથી એટલે તેણે પોતાની સેન્ડલ હાથમાં લેવા નીચે નમી એટલે સાગરે તેની નજર તે છોકરી ના બ્રેસ્ટ પર પાડી. તે છોકરીએ તેનું લાલ ટોપ સરખું કર્યું અને કઈ બોલી નહિ પણ પોતાનું સેન્ડલ હાથમાં પકડી ફટાક કરતું તેના હાથ પર ફટકારી દીધું. અને ત્યાં થી ચાલતી થઈ. સાગર ઉભો થઇ હાથ ચોળતો ચોળતો તેના ક્લાસ રૂમ તરફ ગયો.

સાગર ને પહેલી નજર માં જ તે છોકરી ગમી ગઈ હતી. કોલેજ ના પહેલા દિવસે જ એક ધારણા બાંધી લીધી કે હું તે છોકરી ને પામીને જ રહીશ.

કોલેજના બીજા દિવસે સાગર તે છોકરીની કોલેજમાં આવવાની રાહ જોવા લાગ્યો. ક્યારે તે કોલેજ આવે અને હું તેનું નામ અને તે ક્યાં ક્લાસ માં ભણે છે તે જાણી લવ. આવા વિચારો કરવા લાગ્યો. સામે થી પૂછી લેવું સાગર ને યોગ્ય લાગ્યું નહિ. થોડા સમય પછી તે છોકરી કોલેજમાં એકલી દાખલ થઈ તેની સાથે બીજુ કોઈ હતું નહિ. તે છોકરી ધીરે ધીરે તેના ક્લાસ રૂમ તરફ જઈ રહી અને પાછળ ચૂપચાપ સાગર તેના ક્લાસ રૂમ માં જઈ પાછળ ની બેન્ચ પર બેસી ગયો.

તે ક્લાસ માં પ્રેફેસર ની હાજરી થઈ એટલે બધા ઊભા થઈ પ્રોફેસર નું સ્વાગત કર્યું અને ફરી બેન્ચ પર બેસી ગયા. પ્રોફેસરે નવા આવેલા વિધાર્થી ઓ પર નજર કરી. ને એક પછી એક બધા વિધાર્થી ઓ ને કહેવામાં આવ્યું કે તમારું નામ અને ક્યાંથી આવો છો તે જણાવો..?

આગળ થી શરૂઆત થઈ. એકપછી એક વિધાર્થી ઊભા થઈ તે ક્યાંથી આવે છે અને તેનું નામ જણાવવા લાગ્યા. પણ સાગર ની નજર પેલી છોકરી પર હતી. કે તે ક્યારે ઉભી થાય અને તે ક્યાં રહે છે અને તેનું નામ જણાવે. એક પછી એક કરતા તે છોકરી નો વારો આવ્યો એટલે સાગર થોડો ઉંચો થયો અને તેનો અવાજ સાંભળવા કામ તે તરફ રાખ્યા.

મારું નામ જીનલ છે અને હું આણંદ થી આવું છું. આટલું સાંભળતા જ સાગરે પેન થી હાથમાં જીનલ લખી નાખ્યું. અને તેના વિચારો માં ખોવાઈ ગયા. ત્યાં પ્રફેસરે સાગર ને એક ચોક નો ટુકડો તેની પર ફેકી ને કહ્યું તું તારું નામ અને ક્યાંથી આવે છે તે જણાવીશ.?

અચાનક પ્રોફેસર નો અવાજ કાને પડતાં હેબતાઈ જઈ ને ઉભો થયો..
મારું ના.....મ....
હજુ આગળ સાગર બોલે તે પહેલાં તો આખો ક્લાસ અને જીનલ ખડખડાટ હસવા લાગી.
થોડો સભાન થઈ સાગર બોલ્યો મારું નામ સાગર છે ને હું સુરેન્દ્રનગર થી આવું છું.
પછી પ્રોફેસરે ફરી એક સવાલ કર્યો.
તારો મુખ્ય વિષય કયો છે..?

સાગર ને ખબર હતી મારો મુખ્ય વિષય કયો છે પણ એ ખબર હતી નહિ હું ક્યાં ક્લાસ માં બેઠી છું.
સર મારો મુખ્ય વિષય ગુજરાતી છે..

ગુસ્સે થઈ પ્રોફેસર બોલ્યા તો અહી અર્થશાસ્ત્ર ના ક્લાસ માં શું કરે છે.!!!
ચાલ ઉભો થા સાગર અને અને મારી સાથે પ્રિન્સીપાલ ની ઓફીસમાં આવ.

ના ના... સર હું જાવ છું. અસલ માં સાચું કહું તો હું જીનલ ને જોવા આવ્યો હતો.
ત્યાં તો ફરી બધાએ જીનલ અને સાગર સામે નજર કરી હસવા લાગ્યા.

પ્રોફેસરે આખરી વોર્મિંગ આપી ને સાગર ને જવા દીધો પણ જીનલે આંગળી ના ઇશારે એટલું કહી દીધું બહાર નીકળ સાગર તારી ખેર નથી.

જોઈએ આગળ સાગર નું શું થાય છે.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ .....