Nengyu no Maanas - 8 in Gujarati Science by પરમાર રોનક books and stories PDF | નેગ્યું નો માણસ - 8

Featured Books
Categories
Share

નેગ્યું નો માણસ - 8

Chapter : 8

F-7 એક સમય યાત્રાની ઘડિયાળ

મને ડર હતો કે તે બોક્સ ખુલશે કે નહીં ખુલે ? પણ મારો ડર સાચો ન થયો અને તે બોક્સ ખુલી ગયો. હું F-7 જોઈને આશ્ચયમાં પડી ગયો કારણે કે મેં જેવી તેને વિચારી હતી તેવી તે ન હતી. તે એકદમ સામાન્ય ડિજિટલ ઘડિયાળ જેવી હતી. આખી ઘડિયાળ કાળી હતી. ગજબની વાત તો એ છે કે F-7 આજકાલની ડિજિટલ ઘડિયાળ જેવી જ દેખાય છે. F-7 ને હવે કોઈ પણ વ્યક્તિ જોઈ શકતી હતી . આ દરના કારણે જ દાદાએ એ બોક્સમાં F-7 ને રાખ્યું હતું. પણ કઈ વાંધો નહિ. હું F-7 ને મારી પાસે જ રાખીશ. જેથી આ કોઈ ખતરનાક સ્વભાવ વાળા વ્યક્તિ પાસે ન જાય.

F-7માં એક A.I. સિસ્ટમ પણ છે. દાદા એ તે પેલી ફાઈલમાં આ A.I. ને F-7 નો A.I. કહ્યો છે. આ A.I. F-7 ના બધા નિર્ણયો લેતું નથી. નાના નાના નિર્ણયો જ આ A.I. લે છે. પણ જો આ A.I. ને F-7 માંથી કાઢી નાખીએ તો F-7 સમય યાત્રા કરી જ નહીં શકે. ટૂંકમાં કહું તો F-7 ના A.I. નું કામ ઓછું છે પણ તે કામ બહુ મહત્વનું છે.

F-7 નો ઉપયોગ સરળ રીતે કહું તો , પહેલા તો તેમાં તારીખ નાખવાની બાદમાં સમય અને પછી કઈ જગ્યાએ જાવવાનું છે તે વિચારીને સ્ટાર્ટ બટન દબાવવાનું. આ બધું કર્યા બાદ એ તારીખના એ જ સમયે અને એ જ જગ્યાએ તમે પહોંચી જશો. હું આ બધું તે પેલી ફાઈલમાં જોઈને સમજતો જ હતો કે મારા ફોનમાં શ્યામનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને અમારા બન્નેની વાતું શરૂ થઈ.

" શું  હું પ્રિન્સ પટેલ થી વાત કરું છું ? " શ્યામાએ પૂછ્યું .

'' હા , કોણ શ્યામા ? " મેં સામે પૂછ્યું .

" હા , હું શ્યામા બોલું છું. મેં તને અજયના બર્થડે પાર્ટીમાં જોયો હતો. "

" મેં પણ તને ત્યાં જ જોઈ હતી. " મેં હસીને કહ્યું.

" તો , અજયે મને કહ્યું હતું કે તું K.S.A. ( kopaya space agency ) માં કામ કરે છે."

" હા , હું K.S.A. માં કામ કરૂં છું. જો કે હું હજુ સુધી કોઈ મોટા સ્થાને પહોંચ્યો નથી પણ હું જલ્દી જ ત્યાં પહોંચી જઈશ ! " અજયને મેં શ્યામની વિશે કહ્યું હતું કે હું તેના વિશે શું વિચારું છું. તેથી અજયે મારા વિશે શ્યામાને બહુ મોટી મોટી વાતું કહી હશે. તેથી મેં પણ અત્યારે ખોટું કહી દીધું.

" સારું , કેદી મેં પણ વિચાર્યું હતું કે હું પણ K.S.A. માં જાવ પણ પછી મને જાણ થઈ કે મારે ડોકટર બનવું જોઈએ. તેથી હું અત્યારે ડોકટરી કરું છું. "

" ઓ... Good , આપણે જે ગમે તે જ આપણે કરવું જોઈએ. "

" સાચું કહ્યું. અ... હું તને કે પ્રશ્ન પૂછું ? "

" તું પૂછ તેની પહેલા હું તને એક પ્રશ્ન પૂછવા માગું છું. "

" હા , પૂછ ."

"  થોડો અલગ પ્રશ્ન છે . જો તારી પાસે એક એવી મશીન હોય જે સમય યાત્રા કરી શકે તો તું એ મશીન થી શું કરતી ? "

" ( હસીને ) બહુ અલગ જ આ પ્રશ્ન છે. થોડું વિચારવા દે... હા , હું ' the Grandfather Paradox ' ટ્રાઈ કરતી. તેમાં શું થાય કે જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં જાય અને ત્યાં પોતાના દાદાને મારી નાખે તો તેની સાથે શું થાય તે હું જાણવા માગું છું. "

જો the Grandfather Paradox ને સરળ રીતે કહું તો , જો કોઈ વ્યક્તિ ( માની લો કે C ) ભૂતકાળમાં જઈને પોતાના દાદા ( માની લો કે A ) ને તેમના લગ્ન ના સમયે જ મારી નાખે તો ...

તેના પપ્પા ( એટલે કે B ) જન્મશે જ નહીં.  જો તેના પપ્પા નહિ જન્મે તો તેનો જન્મ નહિ થાય. ( એટલે કે જો A નહિ હોય તો B કેવી રીતે જન્મે , જો B નહિ જન્મે તો C કેવી રીતે જન્મી શકે ? ) પણ જો તે વ્યક્તિ ( એટલે કે C ) જન્મતો જ નહીં. તો તે (C) તેના દાદા (A) ને કેવી રીતે મારી શકે ? આ પ્રશ્નને જ The Grandfather Paradox કહેવાય છે.

" અરે , વાહ . ખરેખર બહુ સારો પ્રયોગ થશે તે... " હું કઈ બીજું બોલું તેની પહેલા જ તેને કઈક કામ આવી ગયું તેથી તેને ફોન મૂકી દીધો.

અને હું ફરીથી F-7 વિશે વિચારવા લાગ્યો. મેં મનોમન સંકલ્પ લીધો કે હું એકવાર ' the Grandfather Paradox ' ટ્રાઈ કરીશ અને તેનો પરિણામ શ્યામાને જરૂર કહીશ જેથી શ્યામા ખુશ થઈ જશે.

પણ આ આખા સફરમાં હું તમને એ કહેતા તો ભૂલી જ ગયો કે હું શા માટે F-7 પાસે આવ્યો. F-7 ની ઈચ્છા હતી કે હું તેની પાસે આવું પણ હું તેને શા માટે ઈચ્છું છું તે તો તમને ખબર જ નથી. હું F-7 પાસે આવ્યો અથવા કહું તો મેં તેનું બોક્સ ખોલ્યું તેનું એક માત્ર કારણ કે મારા પપ્પા…

( આગળ નું પ્રકરણ જલ્દી જ આવશે. )

- સમયનું કામ એ જ સમય કરશે. -

* Thank you *