WILD FLOWER - 34 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-34

Featured Books
Categories
Share

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-34

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-34
મસ્કી અને કબીર દમણથી વડોદરા પાછા ફરી રહેલાં અને વાતો કરતાં હતાં કબીરે સ્પષ્ટ કહી દીધું મસ્કીને કે હું તો તને કંપની આપવાંજ આવેલો. તે મને એવી રીતે કીધેલું કે કબીર યાર હું બાય રોડ એકલો દમણ જઊં છું યાર પાંચ કલાકનાં રસ્તો છે તું ચાલને કંપની આપવા વાતો કરીશું ત્યાં પછી પોતાની હોટલ છે થોડું પીશું ખાઇશું. અને બીચ પર મજા કરીશું... સાચુ કહું મસ્કી મને આ છોકરીઓનાં પ્રોગ્રામની ખબરજ નહોતી મેં એવી કોઇ ડીમાન્ડ કરી નહોતી મારી હેસીયત પણ નથી મેં ભૂલ એ કરી કે હાથીના પેગડામાં મારો પગ મૂકવા ગયો....
ત્યાંજ મસ્કીનાં ફોનમાં રીંગ આવે છે. એણે ઇયરફોન પહેરેલાં છે એણે સ્વીચ દબાવીને ફોનમાં ધોધરાં અવાજ આવ્યો વાહ ભાઇ તું તો વડોદરા પહોચી જવા આવ્યો વાતો કરતો કરતો ડ્રાઇવ કરે છે થોડું ધ્યાન રાખ ક્યાંક ભટકાઇ ગયાં તો જીવથી જઇશ. અને મસ્કીએ જોયુ કે કોઇ ટ્રક ત્યાંજ ગંદી રીતે ઓવરટેક કરી એણે અચાનક જોરથી બ્રેક મારવાની ફરજ પડી ફુલ એસી કારનું હતું. છતાં એને પરસેવો વળી ગયો ફોનમાં ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને ફોન કપાઇ ગયો.
મસ્કી કહે આવી મારી મજાક કોણ કરે છે ? અને હું ક્યાં પહોચવા આવ્યો એને કેવી રીતે ખબર ? મને ચેતવણી આપે છે ત્યાંજ આ પેલી ટ્રક મને ઓવરટેક કરે છે ? એને આખા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઇ. કબીરે પૂછ્યું કોનો ફોન હતો ? તારાં કપાળ પરસેવો કેમ વળી ગયો ? શું છે ? કહે ને ?
મસ્કીએ કહ્યું કંઇ નહીં યાર કોઇ ફોન પર મને ધમકી આપે છે હેરાન કરે છે ખબર નહીં ગઇ રાત પછી આ મોંકાણ મંડાઇ છે પેલી બે રાંડો આવેલી પછીજ આ તક્લીફ શરૂ થઇ છે હું વળી મજા લઇએ એમ કરીને બોલાવેલી પણ... બધુ જાણે ઊંધુ થઇ ગયું.
કબીરના મોઢામાં શબ્દો અટકી ગયાં કે ખાડો કરે તેજ પડે એ કહેવત સાચીજ પડી રહી છે. ફસાવવાનો ત્રાગડો મારો રચ્યો હતો પણ ફસાઇ તું ગયો અને કબીર મસ્કીનાં ચહેરા સામે જોઇને હસી રહ્યો......
************
સુરેખનાં ઘરે બપોરનાં સમયે બધાં ભેગાં થવાનાં હતાં. ફાઇનલ રીહર્સલ માટે આવતી કાલે તો પ્રોગ્રામ માં નાટકમાં પરફોરમન્સ આપવાનું હતું આટલાં દિવસથી સ્ક્રીપનો અભ્યાસ અને એકટીંગનું રીહર્સલ બધું ચાલી રહેલું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શર્મા સર સાથે ચર્ચા કરી લેતાં.
શર્મા સરે 20 દિવસથી સમય આપેલો આજે 20મો દિવસ દિવસ હતો કાલે સવારે વહેલાં યુનીવર્સીટી હોલમાં પહોચી જવાનું હતું. સુરેખનાં ઘરે પહેલીજ સુરેખા આવી ગઇ. સુરેખે બારણુ ખોલતાંજ એને પ્રેમથી આવકારી આવો આઓ ઠાકુર આપકા હી ઇન્તજાર થા... સુરેખા હસી પડી.... ઠાકુર ? ઠાકુર જેવો તો તું છે. પેલા દિવસે પાપા અને રૂપા પાછા આવ્યાં ત્યાં સુધી મારાં છાલ ન છોડ્યો ખબર નહીં મને ચૂસી લેવાનાંજ મૂડમાં હતો. લુચ્ચો સાવ.
સુરેખ કહ્યું આજે પણ એવોજ મૂડ છે મારી રાણી.. માત્ર ઘર બદલાયુ પેલું તારુ ઘર હતું. આ મારું બાકી મૂડતો એજ છે. સુરેખાએ કહ્યું ઘર શા માટે જુદા કરે છે ? એકજ રાખને એ પણ આપણું આપણા આપણું આપણાં ઘરમાં આપણે સાથે હોવાનો એહસાસજ કંઇક જુદો છે બસ તારી પર નજર પડતાંજ પ્રેમ ઉભરાય છે. પણ મંમી ક્યાં છે ? કીચનમાં કે આરામમાં ?
સુરેખે કહ્યું બપોરે કીચનમાં હોય ? તું પણ ... સુરેખાએ કહ્યું તારાં જેવો છોકરો હોય તો વારે વારે કોફી-ગરમ નાસ્તો ની ફરમાઇશ કર્યા કરે તો કીચનમાં પણ હોઇ શકે... ઓકે આરામમાં છે.
સુરેખે કહ્યું ક્યાંય નથી મંમી બાજુવાળા આંટીનાં ઘરે ગયાં છે આજે આપણે રીહર્સલ માટે ભેગા થવાનાં હતાં એટલે સમજીનેજ જતાં રહ્યા છે સ્પેસ અને એકાંત આપવા.. મારાં માં ખૂબ સમજુ છે.
સુરેખાએ કહ્યું ઓહો એટલે આટલી બધી લુચ્ચાઇ સ્ફ્રુરે છે સમજી ગઇ. વાહ તો તો મેદાન મોકળું છે ને કંઇ ?
સુરેખે કહ્યું યપ.... એકદમ મોકળું મેદાનજ એમ નહી. સુરેખાને બાહોમાં ભરી લીધી અને હોઠ પર હોઠ ચંપાયા.. સુરેખાએ હસતાં હસતાં કહ્યું એય લુચ્ચા હવે એજ રીતે નહીં કંઇક જુદી રીતે પ્રેમ કરને... પ્લીઝ મજા આવે. સુરેખે કહ્યું એટલે ? ઓકે ઓકે નવા યોગનાં દાવ કરું. એમ કરીને સુરેખાને આખી ઊંચકી લીધી એનાં ચહેરાં પાસે આટોપી જઇને ચૂમી લીધી પછી એનાં બેડરૂમમાં લઇ ગયો ત્યાં બેડ પર સૂવાડી દીધી અને સારેગામા માં રોમાન્સ મોડ સીલેક્ટ કરીને ગીતો ચાલુ કર્યાં.
સુરેખા બેડ પર સૂતી હતી અને સુરેખ એની નજીક આવ્યો અને એનાં ચહેરાં પર આંખો કાન ગાલ ચીબુક પર એકદમ હળવે હળવે ના જુક સ્પર્શથી આંગળીઓ ફેરવવા માંડ્યો. માત્ર આંગળી , ટેરવું એનું ચહેરા હોઠ પર ફરી રહેલું અને એકદમ અનોખો સ્પર્શ કરીને પ્રેમ કરી રહેલો.
સુરેખાને ખૂબજ આનંદ આવી રહેલો સ્પર્શથી ઉત્તેજના વધી રહેલી અને એણે સુરેખ તરફ હાથ લંબાવ્યાં અને સુરેખને પોતાના તરફ આવકાર્યો અને બાહોમાં ભરી લીધો એનાં ચહેરા પાસે કાન કરડીને બોલી આવાં પ્રેમ માટે ખૂબજ સમય જોઇએ ક્યારનાં મને ટેરવે ટેરવે સળી કરીને ગાંડી કરે છે અને મને બાહોમાં નથી લેતો ખૂબ સમય હોય ત્યારે આવું કરજે ખૂબ ગમે છે પણ હમણાં બધાં આવી જશે એ પહેલાં....
સુરેખ સુરેખાની વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો ઓકે ઓકે સમજી ગયો અરે હું ટેરવે ટેરવે કરુ પ્રેમ પણ ક્યારનો કાબૂ રાખી બેઠો છું. હવે તો આ બંધ તૂટ્યો એમ કહીને સુરેખાને દાબી દીધી બંન્ને જણને એકેમેકને સહકાર આપ્યો વસ્ત્રો ઉતેજનમાં ક્યારે દૂર થયાં ખબર ના પડી અને બંન્ને કોરાં તન એકમેકમાં પરોવાઇ ગયાં ભીંજાયા અને તૃપ્ત થયાં.
સુરેખાએ કહ્યું સુરેખ આજે રેખા પાર કરી ગયાં કાબુ ના રહ્યો સોરી હું તને ટોકતી પણ આજે મેંજ બાંધે તોડી દીધો. લવ યુ મારાં સુરેખ પણ હવે હું માત્ર તારી છું પહેલાં પણ તારી હતી પછી પણ ફક્ત તારીજ રહીશ અને ત્યાં ડોરબેલ વાગ્યો....
સુરેખ પહેલાં ઉભો થયો. વસ્ત્રો સરખાં પહેરીને પછીએ વાળ ઓળીને બહાર નીકળી ગયો સુરેખા કપડા લઇને પછી ડ્રેસીંગ કમ વોશરૂમમાં ઘૂસી ગઇ.
સુરેખે જઇને દરવાજો ખોલ્યો સામે અભી અને સ્વાતી ઉભા હતાં. સુરેખે બંન્નેને વેલકમ કર્યા અને સ્વાતી બોલી ઉઠી કેમ સુરેખા હજી નથી આવી ? એકલોજ છું ? આંટી ક્યાં છે ? સુરેખે કહ્યું "પહેલાં ઘરમાં તો આવ કેટલાં સવાલ કરે છે ? મંમી બાજુમાં ગયાં છે. સુરેખા આવી ગઇ છે અંદર છે આવે છે... આવે છે.. એવી રીતે બોલ્યો કે અભી અને સ્વાતી બંન્ને સમજી ગયાં...
અભીએ કહ્યું "અરે કંઇ નહીં કંઇ નહીં શાંતિથી સમજી ગયો ભલે શાંતિથી આવે... એતો એવુંજ હોય ને અમે હોસ્ટેલ પર બધું પતાવીનેજ આવ્યા. પણ એવું લાગ્યું થોડાં વહેલાં આવી ગયાં.
સુરેખે હસતાં હસતાં કહ્યું સાલા... હવે સાચું બોલ્યો થોડોક મોડો આવ્યા હોત તો ? માંડ એક તો ... અભીએ કહ્યું કેમ અધુરુ રહ્યું ? પણ છેલ્લે સ્ટ્રોકમાં થોડો જ્યુસ રહી ગયો છેક સુધી ના પીવાયો.
ત્યાં સુરેખા પણ આવી ગઇ છેલ્લુ વાક્ય સાંભળી એકદમ હસુ આવી ગયું બધાંજ એક સાથે હસી પડ્યા. સુરેખા કહે તમે લોકો એટલાં નાલાયક છો ને કે કંઇ કહેવાયજ નહીં પૂછાય નહીં...
સ્વાતીએ માર્ક કર્યુ કે સુરેખા આજે કંઇક જુદીજ દેખાઇ રહી હતી એનાં ચહેરાં પર સંતોષનું સ્મિત હતું તૃપ્તિનો ઓડકાર એની આંખો અને ચહેરાં પણ સાથે ચાડી ખાતો હતો. સ્વાતીએ કહ્યું ભલે સ્ટ્રોમાં જ્યુસ રહી ગયો હોય પણ રસ પૂરો કાઢીને પીવાઇ ગયો છે.
બધાં એક સાથે ફરીથી ખડખડાટ હસી પડ્યાં અને સુરેખ સુરેખાની નજરો મળી અને સંતોષ અને પ્રેમનું સ્મિત હોઠો પર આવી ગયું ત્યાં ફરીથી ડોરબેલ વાગ્યો અને સુરેખે ડોર ખોલ્યો અને આગુંતકને જોઇ બોલ્યો તું હૈ…
વધુ આવતા અંકે --- પ્રકરણ-35