લવ રિવેન્જ
પ્રકરણ-41(અંતિમ પ્રકરણ)
“મારો પ્રેમ એક તરફી હતો....!” પોતાનાં બંને પગ ઉપર ધિમાં પગલે ચાલતાં-ચાલતાં આરવ લાવણ્યાના બેડની નજીક આવીને બોલ્યો.
એક નજર સિદ્ધાર્થ તરફ જોઈ આરવે નેહા સામે જોયું. આરવને તેનાં પગ ઉપર “ઊભો” જોઈને ચોંકી ગયેલી નેહા ભીની આંખે તેની સામે જોઈ રહી હતી. આરવે રૂમમાં હાજર બધાં તરફ વારાફરતી જોયું.
પ્રેમ, કામ્યા, અંકિતા, વિવાન, ત્રિશા બધાંજ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યાં હતાં. સુભદ્રાબેન પણ સ્ટૂલ ઉપરથી ઊભાં થઈ ગયાં અને લાવણ્યાની સામે જોઈ આરવ સામે જોઈ રહ્યાં.
આરવે બેડમાં બેઠી થઈ ગયેલી લાવણ્યા સામે જોયું. પછી ફરી બધાં સામે જોઈને હળવું સ્મિત કરીને મલકાઈ રહ્યો.
“અમ્મ... હું અ....! હજી ગઈકાલેજ આયો…!” આરવ મજાકીયા સ્વરમાં બોલ્યો “લાવણ્યાને જોવાં...! અ....આઈ મીન....! યૂથ ફેસ્ટિવલ જોવાં...!”
આરવની મજાકને અવગણીને બધાં, ખાસ કરીને લાવણ્યા હજીપણ તેની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહી હતી.
“Prosthetic legs….!” છેવટે રૂમમાં હાજર બધાંનાં “પ્રશ્ન”નો જવાબ આપતો હોય એમ આરવ બોલ્યો અને તરતજ બેડમાં લાવણ્યાનાં પગ પાસે બેસી ગયો.
“આરવ.....! તું....!” લાવણ્યાએ એકનજર આરવનાં પગ સામે પછી તેનાં ચેહરા સામે જોઈ ભીની આંખે કાંપતા સ્વરમાં કહ્યું.
તે વધુ કશું બોલી નાં શકી અને તેણીની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી.
કેટલીક સેકન્ડ સુધી બધાં મૌન થઈ ગયાં. લાવણ્યા આરવ સામે બે ઘડી જોઈ રહી. એજ માસુમિયતથી એ તેની સામે જોઈ રહ્યો. હજી પણ તેની આંખોમાં એવીજ બાળકો જેવી ઇનોસંન્સ હતી. ચેહરા ઉપર સહેજ આછી દાઢી અને લાંબા વ્યવસ્થિત ઓળેલાં વાળને લીધે લાવણ્યાને આરવ છેલ્લે જ્યારે જોયો તેનાંથી સહેજ જુદો આજે લાગી રહ્યો હતો.
તેનાં ચેહરા ઉપર બાળકો જેવી એ મસુમિયતની સાથે સાથે હવે એક અદ્ભુત ચમક હતી અને તેનાં સ્મિતમાં આત્મવિશ્વાસ હતો.
“એવું લાગ્યું કે....! વર્ષો વીતી ગ્યાં.....!” સહેજ ભીની આંખે આરવ લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.
ફરીવાર એવુંજ મૌન રૂમમાં પથરાઈ ગયું. બંને એકબીજાંની સામે જોઈ રહ્યાં.
લાવણ્યાની આંખ વધુને વધુ ભીની થતી ગઈ. આરવ સાથે વિતાવેલાં ભૂતકાળનાં દ્રશ્યનો કોઈ ફિલ્મની પટ્ટીની જેમ ઝડપથી તેણીની આંખ સામે પસાર થવાં લાગ્યાં.
પહેલીવાર જ્યારે આરવે તેણીને કોલેજ જવાં માટે લિફ્ટ આપી ત્યારથી માંડીને કોલેજની કેન્ટીનમાં પોતાનું ગિટાર લઈને લાવણ્યાને ઇમ્પ્રેસ કરવાં સોંન્ગ ગાતો આરવ હોય કે એક કપ કોફી પિવાં માટે તેને મનાવાં લાવણ્યાની આગળ-પાછળ નાનાં બાળકોની જેમ ફર્યા કરતો આરવ. યશ, પાર્થ જેવાં ફાલતુ છોકરાંઓ જોડે “ફરતી” જોઈને પીડાથી ભરેલો આરવનો એ ચેહરો પણ તરવરી તેની નજર સામે ઉઠ્યો. છેલ્લી મુલાકાત વખતે આરવે રેલ્વે સ્ટેશનનાં બાકડા ઉપર બેસીને જે સોંન્ગ ગાયું હતું તેનાં શબ્દો પણ લાવણ્યાના કાનમાં ગુંજવાં લાગ્યાં.
“લેકિન જબ યાદ કરોગે તુંમ.....! મેં બનકે હવાં આ જાઉંગા.....!
મેં ફીરભી તુમકો ચાહુંગા....! મેં ફીરભી તુમકો ચાહુંગા....!”
સોંન્ગનાં એ લિરિક્સની જેમજ આરવ જાણે વગર કીધેલું પ્રોમિસ નિભાવતો હોય એમ આજે અચાનક આવી ગયો.
“બ.....બવ......મ્મ....મિસ…..કર્યો તને....!” માંડ-માંડ એટલું બોલીને લાવણ્યા ભાંગી પડી અને બેડમાં બેઠાં-બેઠાંજ આરવને વળગી પડી “બવ..મિસ કર્યો....!”
આરવની ચેસ્ટમાં માથું ભરવી ડૂસકાં ભરતી-ભરતી લાવણ્યા સહેજ મોટેથી રડી પડી અને ક્યાંય સુધી રડતી રહી.
રૂમમાં હાજર અંકિતા અને પ્રેમની આંખ ભીંજાઈ ગઈ. સુભદ્રાબેન પણ ભીની આંખે તેમની તરફ જોઈ રહ્યાં.
લાવણ્યાનાં માથે હાથ મૂકી આરવે તેનાં વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો.
-----
“હજી પણ કોઈ-કોઈવાર પડી જવાય છે...!” થોડીવાર પછી જ્યારે લાવણ્યા શાંત થઈ ત્યારે તેણી જોડે બેડમાં બેઠેલો આરવ તેનો પગ હવામાં હલાવીને બોલ્યો.
“છ સર્જરી અને ઘણાં મહિનાની “પ્રેક્ટિસ” કરવી પડી....!” લાવણ્યા સામે જોઈને આરવ મલકાઈને બોલ્યો.
લાવણ્યા ભીની આંખે તેની સામે જોઈ રહી.
બેડમાંજ બેસી રહી નીચાં નમીને આરવે તેનો જમણો પગ ઊંચો ઉઠાવી પેન્ટની સ્લીવ ઊંચી કરી. લાવણ્યા સહિત બધાં હવે આરવનાં પગ સામે જોઈ રહ્યાં. આરવે હવે તેનો પગ ઘૂંટણથી સહેજ વાળીને જમણા પગે પહરેલો શૂ કાઢી નાંખ્યો. શૂ કાઢીને આરવે અંદર પહેરેલો મોજૂ પણ કાઢી નાંખ્યું.
લાવણ્યા સહિત બધાં આંખો મોટી કરીને આરવનો “પગ” જોઈ રહ્યાં.
“ટાઈટેનિયમ ધાતુમાંથી બનેલો છે....!” આરવે સ્મિત કરીને તદ્દન સ્વાભાવિક સ્વરમાં કહ્યું.
કુદરતી પગથી જુદો આરવનો પગ સહેજ ચમકતી ધાતુનો બનેલો હોય એવો હતો. કુદરતી પગનાં શેપની જેવોજ તેનાં પંજાનો શેપ બનાવવામાં આવ્યો હતો. જોકે તેને એકેય આંગળી કે અંગુઠો નહોતો. તેની જગ્યાએ ચારેય તરફની તેની ધારને સ્મૂધ બનાવી લંબગોળાકાર પંજાનો શેપ બનાવાયો હતો. જેની ઉપર આરવે મોજો ચઢાવીને શૂઝ પહેર્યા હતાં. અત્યારે જોકે બધાંને પોતાનો પગ બતાવાં આરવે એક પગનું શૂ અને મોજૂ કાઢ્યું હતું.
“એકદમ ઓરિજિનલ લાગે છે ને...!?” આરવે નાના બાળક જેવુ મોઢું બનાવીને લાવણ્યા સામે જોયું.
ટાઈટેનિયમ ધાતુંનો એ “પંજો” પગનાં લાંબા જે હાડકાં સાથે પંજો જોડાયેલો હોય એવુંજ કુદરતી હાડકાં જેવું એજ ધાતુનું બનેલું હાડકું તેની સાથે ગોળ મિજાગરા વડે જોડવામાં આવ્યું હતું. જે છેક ઢીંચણ સુધી લંબાતું હતું. આખો પગ એકદમ કુદરતી લાગે એના માટે ધાતુના એ “હાડકાં” ઉપર હ્યુમન સ્કીન જેવી નકલી સિન્થેટીક રબરની સ્કીન ચઢાવવામાં આવી હતી. સિન્થેટીક સ્કીનને લીધે આરવનાં પગ જાણે સહીસલામત હોય એવું લાગતું હતું. આરવે એ નકલી સ્કીનનું પડ સહેજ ઊંચું કરીને ટાઈટેનિયમ ધાતુનું “હાડકું” બતાવ્યું.
મૌન થઈને બધાં આરવના પગને જોઈ રહ્યાં. થોડીવાર સુધી આરવ પોતે પણ તેનાં પગના પંજા તરફ જોઈ રહ્યો.
“પણ ચ....ચાલતી વખતે ક....કશું ફીલ નઈ થતું લાવણ્યા....!” આરવનો સ્વર કાંપી ઉઠ્યો અને તેણે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું.
“આરવ.....! સ...સોરી....!” લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુની ધાર વહી ગઈ “મેં ત.....તને બવ હર્ટ કર્યો...! બવ હર્ટ કર્યો....! મ્મ...મારોજ વાંક હતો....! સોરી....!”
“તારો કોઈ વાંક નો’તો ….!” એક હળવું સ્મિત કરી આરવે પ્રેમથી લાવણ્યાની વાળની લટ તેણીનાં કાન પાછળ ભરાવીને કહ્યું “મારો પ્રેમ એક તરફી હતો...!”
નેહા સહિત બધાં બંનેને સાંભળી રહ્યાં.
“તે તો મને પે’લ્લેથી જ કઈ દીધું હતું...!” થોડીવાર લાવણ્યા સામે જોઈ રહી મૌન રહ્યાં બાદ આરવ બોલ્યો “હું આગળ વધી ગ્યો...! ઘણો.....આગળ વધી ગ્યો...!”
“મેં અક્ષયની જોડે તારો નંબર માંગ્યો’તો....! કેટલીયવાર રિકવેસ્ટ કરી....!” લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી “પણ એણે ના આપ્યો....! સ્ટેશન ઉપર પણ મેં તને રોકવાનો બવ ટ્રાય કર્યો...!પણ....પણ....! તું જતો ‘ર્યો.....! જતો ‘ર્યો....!”
આરવ ભીની આંખે તેણી સામે જોઈ રહ્યો.
“બ....બવ મિસ કર્યો મેં તને....!” લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઈ “મારાં બેસ્ટફ્રેન્ડને...! મેં....મેં બવ મિસ કર્યો...! તું...તું....એકવાર તો મ્મ ...મારી સાથે સરખી વ...વાત કરતો....!”
આરવ ઢીલું મોઢું કરીને નીચું જોવાં લાગ્યો.
“તને એકવાર પણ પાછું આવાની ઈચ્છા ના થઈ...!?” લાવણ્યાએ આરવના ગાલે પ્રેમથી હાથ મૂકીને પૂછ્યું “એકવાર પણ મને મળવાની કે....કે....મારી જોડે સરખી વાત કરવાની ઈચ્છા ના થઈ....!? બોલ...!?”
“મારાં માટે પાછું ફરવું શક્ય નો’તું લાવણ્યા....!” ફર્શ સામે તાકી રહી આરવ બોલ્યો પછી લાવણ્યા સામે જોઈ રહ્યો “તને પ્રેમ કરવાંમાં ...અ....હું ....હું...બવ આગળ વધી ગ્યો’તો....! ઘણો આગળ....! ત્યાંથી પાછાં આવવું શક્ય નો’તું...!”
પોતાની આંખો બંધ કરી આરવે એક ઊંડો શ્વાસ ભર્યો.
“તારો વાંક નો’તો લાવણ્યા....!” પ્રેમાળ નજરે લાવણ્યા સામે જોઇને આરવ બોલ્યો “તારો કોઈજ વાંક નો’તો લાવણ્યા....!”
“તારો કોઈજ વાંક નો’તો લાવણ્યા....!” આરવના એ શબ્દો લાવણ્યાના હ્રદયને જાણે ઠંડક આપતાં હોય એમ તેણીનાં કાનમાં ગુંજી રહ્યાં.
ભીની આંખે લાવણ્યા આરવ સામે જોઈ રહી. રૂમમાં ફરીવાર નીરવતા છવાઈ ગઈ.
“કોઈ ગમે તે કે’....!” થોડીવાર પછી રૂમની શાંતિ ભંગ કરતાં નેહા બોલી “વાંક તારોજ હતો લાવણ્યા....!”
આરવ સહીત બધાં તેણી સામે જોઈ રહ્યાં.
“તે જે લાવણ્યા સાથે કર્યું.....! એ ખોટું કર્યું...!” આરવે બેડમાંથી બેઠાં થઈ બીજી તરફ ઉભેલી નેહા સામે જોઈને કહ્યું.
“એણે તારાં પગ છીનવી લીધાં....!” નેહા તેનાં ભાવુક સ્વરને કઠોર કરતી હોય એમ બોલી “આખી જીંદગી બરબાદ કરી નાંખી મારી....!”
છેવટે નેહાની આંખમાંથી પાણી વહેવા લાગ્યું અને તે ડૂસકાં ભરતી-ભરતી બોલવા લાગી.
“તને છીનવી લીધો....મારાંથી....!”
આરવ સહાનુભૂતિપૂર્વક નેહા સામે જોઈ રહ્યો.
“મેં જે કર્યું....! એનો મને અફસોસ નથી....!” નેહા માથું ધુણાવીને બોલી “કોઈજ અફસોસ નથી....! એ એનાંજ લાયક હતી....!”
“એને નો’તી ખબર....કે તું મને લવ કરે છે...!” આરવ નેહાને સમજાવતો હોય એમ બોલ્યો.
“એટલે એને હક મલી ગ્યો....! તારાં જેવાં ઇનોસંન્ટ છોકરાંને હર્ટ કરવાનો....! બોલ...!?” નેહાએ વેધક સ્વરમાં પૂછ્યું.
આરવ મૌન થઈને તેણી સામે જોઈ રહ્યો.
“મેં ફક્ત બદલો લીધો છે...!” નેહા ભારોભાર નફરત સાથે બોલી “મારી સાથે જે થયું એનો...! અને તારી સાથે જે થયું એનો....!”
“મારી સાથે....!?” આરવ વ્યંગ કરતો હોય બોલ્યો “તું મારો બદલો લેવાં નીકળી પડી....! પણ તે મને પૂછ્યું...!?”
આરાવે કઠોર સ્વરમાં નેહાને પૂછ્યું પછી સિદ્ધાર્થ સામે જોયું.
“મારો બદલો લેતાં હતાંને....! તો કમસે કમ મને એકવાર તો પૂછવું’તું...!”
સ્ટ્રેસમાં આવી ગયેલાં સિદ્ધાર્થે તેની ભ્રમરો સંકોચીને ફર્શ સામે તાકવા માંડ્યું.
“જો એણે ખોટું કર્યું પણ હતું....! તો એ મારી સાથે કર્યું ‘તુંને....!?” આરવે નેહાને પૂછ્યું “તો એ હિસાબે એ મારી ગુનેગાર હતી....! તો એને સજા આપવાનો તને કોઈ હક નો’તો....!”
આગની જેમ તપી ઉઠેલી નેહા લાવણ્યા સામે નફરતપૂર્વક જોઈ રહી. રોતાં-રોતાં તે ઊંડા શ્વાસ ભરી રહી.
“એણે મારી માફી લીધી ‘તી....!” આરવે નેહાને કહ્યું “મારાં એક્સીડેન્ટ પછી પણ...! અને હું ઇન્ડિયા છોડીને જતો હતો ત્યારે પણ...! અને હું એને માફ કરી ચુક્યો છું...!”
“એનો જ વાંક હતો....! બસ....!” નેહા તેની આંખો લુંછતાં કઠોર સ્વરમાં બોલી “તે એને ભલે માફ કરી દીધી હોય...! પણ હું.....!”
એવીજ નફરતભરી નજરે નેહાએ લાવણ્યા સામે જોઈ પાછુ આરવ સામે જોયું –“હું એને કદી માફ નઈ કરું....! કદી માફ નઈ કરું....!”
નેહાએ હવે બોલતાં-બોલતાં સિદ્ધાર્થ સામે જોયું. અદબવાળીને ઉભેલો તે હજીપણ ફર્શ સામે તાકી રહ્યો હતો.
“સીડ.....! બેબી....!” લાવણ્યા દયાપૂર્વક મૂંઝાઈને ઉભાં રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી અને મનમાં બબડી.
સિદ્ધાર્થે જાણે લાવણ્યાનો “સ્વર” સાંભળી લીધો હોય એમ તેણી સામે કેટલીક ક્ષણો જોયું. લાવણ્યાએ તેને પોતાનાં ચેહરા ઉપરની મૂંઝવણ છુપાવવાનો પ્રયત્ન કરતો પારખી લીધો.
“પ્લીઝ....! તું આજે યુથ ફેસ્ટીવલમાં નાં આવતીને...!” લાવણ્યાને સવારે સિદ્ધાર્થે કહેલી એ વાત યાદ આવી ગઈ.
“મને ખબર છે...! તું એટલેજ નાં પાડતો ‘તોને...!” મુંઝાયેલો સિદ્ધાર્થ જાણે ઢીલાં ચેહરે લાવણ્યા સામે જોઈને એજ વાત કહી રહ્યો હોય એવું લાવણ્યાને લાગ્યું.
સિદ્ધાર્થે એક નજર આરવ, નેહા, સુભદ્રાબેન તરફ નાંખી અને પછી ફરીવાર લાવણ્યા સામે એજરીતે મૂંઝાયેલા ચેહરે જોયું.
કેટલીક ક્ષણો સિદ્ધાર્થે લાવણ્યા સામે જોયે રાખ્યું. લાવણ્યાને સિદ્ધાર્થ ઉપર દયા આવી ગઈ.
રૂમનાં દરવાજાનું હેન્ડલ પકડી સિદ્ધાર્થે દરવાજો અડધો ખોલ્યો અને ફરી એકવાર લાવણ્યા સામે જોયું પછી તરતજ દરવાજો ખોલીને રૂમની બહાર નીકળી ગયો.
“બેબી....!” સિદ્ધાર્થને રોકવા લાવણ્યાએ હાથ ઊંચો કર્યો પણ પછી અટકી ગઈ “નઈ...નઈ....! અત્યારે નઈ....!”
કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થને રૂમની બહાર જતો જોઈને અંકિતાનાં ચેહરાનાં ભાવો બદલાઈ ગયાં અને તેણીએ લાવણ્યા સામે જોયું.
લાવણ્યાએ પણ દયામણું મોઢું કરીને અંકિતા સામે જોયે રાખ્યું.
“નેહા....બેટાં....!” સુભદ્રાબેને નેહાને સમજાવાના સૂરમાં કહ્યું “જે થયું....! એને ભૂલીને આગળ વધો હવે....! જુનાં જખમો જેટલાં કોતરશો....! એટલી તકલીફ વધારે થશે....!”
“I’m sorry આન્ટી.....!” નેહાની આંખમાંથી ફરીવાર આંસુઓની ધાર વહી અને ધીરેથી બોલી “પણ હું લાવણ્યાને કદી માફ નઈ કરી શકું....! કદી નઈ...!”
નેહા એજરીતે માથું ધૂણાવતી- ધૂણાવતી બોલતી રહી અને પહેલાં આરવ અને પછી લાવણ્યા સામે રડતાં-રડતાં જોઈને દરવાજો ખોલી રૂમની બહાર નીકળી ગઈ.
-----
“તારાં મન ઉપર કોઈ ગિલ્ટ ના રાખતી લાવણ્યા....!” નેહા અને સિદ્ધાર્થના જતાં રહ્યાં પછી આરવ લાવણ્યા જોડે બેડમાં બેઠો હતો.
બાકીનાં બધાં પણ હજી રૂમમાંજ હતાં.
“આન્ટી સાચું કે’ છે....!” સુભદ્રાબેન સામે એક નજર જોઈ આરવ લાવણ્યા સામે જોઈ ભાવુક સ્વરમાં બોલ્યો “જૂની વાતો જેટલી યાદ કરીશું....! એટલી તકલીફ વધારે થશે...! હમ્મ...!”
“તું હવે ઘણો મજબૂત દેખાય છે...!” લાવણ્યા પોતાની આંખ લૂંછતા પરાણે સ્મિત કરતાં બોલી “પે’લ્લાં કરતાં....! અ....ઘણો સ્ટેબલ લાગે છે...!”
“when love breaks you…! Either you become weak or become stronger than you ever before….!” આરવ હળવું સ્મિત કરી શૂન્યમનસ્ક જોઈ રહેતાં બોલ્યો “શિવાની કહ્યું’તું....!”
“હમ્મ....! કોણ...!?” લાવણ્યાએ મલકાઈને નવાઈપૂર્વક પૂછ્યું.
“કઈં છોડ...!” આરવે માથું ધૂણાવી સ્મિત કર્યું અને વાત ઉડાવવાનો પ્રયત્ન કર્યો.
“અરે...!? તું તો બ્લશ કરતો થઈ ગ્યો...!” લાવણ્યાનું મન હવે હળવું થતાં તે આરવની ચેસ્ટ ઉપર પંચ કરતાં બોલી.
બંનેને હસતાં જોઈને રૂમમાં હાજર બીજાં બધાંનું મન પણ હળવું થયું અને બધાં પરાણે હસ્યાં.
“આન્ટી....! ચાલો આપડે ફ્રેશ થઈ આઈએ..!” અંકિતાએ સ્મિત કરીને સુભદ્રાબેનને કહ્યું.
સુભદ્રાબેને પણ લાવણ્યા સામે ભીની આંખે જોઈ સ્મિત કર્યું અને રૂમની બહાર જવાં લાગ્યાં.
ત્રિશા, કામ્યા, પ્રેમ સહિત બીજાં બધાં પણ રૂમની બહાર જવાં લાગ્યાં.
“તું ઈન્ડિયા પાછો ક્યારે આયો...!?” થોડીવાર પછી રૂમ ખાલી થઈ જતાં લાવણ્યાએ આરવને પૂછ્યું.
“ગઈકાલે....!” એક હળવું સ્મિત કરીને આરવે કહ્યું.
-----
“હું એને કદી માફ નઈ કરું....! કદી માફ નઈ કરું....!”
“એણે તારાં પગ છીનવી લીધાં....! છીનવી લીધાં....! લીધાં....!”
“મારી આખી જીંદગી બરબાદ કરી નાંખી....! કરી નાંખી.....નાંખી.....!”
“તને છીનવી લીધો....મારાંથી....! છીનવી લીધો....મારાંથી....! મારાંથી.....!”
લાવણ્યાના બેડની જોડે સ્ટૂલ ઉપર બેઠેલી અંકિતા વિચારે ચઢેલી હતી. તેનાં કાનમાં નેહાએ બોલેલાં એ શબ્દો પડઘાઈ રહ્યાં હતાં.
મોડી રાત્રે આરવ જતો રહ્યો હતો. તેના જતાં રહ્યાં પછી લાવણ્યા જોડે અંકિતા, સુભદ્રાબેન, પ્રેમ અને કામ્યા રોકાયાં હતાં, વિવાન સહિત રોનક વગેરે પોત-પોતાનાં ઘરે જતાં રહ્યાં હતાં.
લાવણ્યાની તબિયત સુધરતાં કામ્યા અને પ્રેમ હોસ્પિટલની કેન્ટીનમાં હળવો નાસ્તો કરવાં માટે ગયાં હતાં. રૂમની એક દીવાલને અડીને મુકેલાં સોફામાં સુભદ્રાબેન બેઠાં હતાં.
“મેં ફક્ત બદલો લીધો છે...! લીધો છે....!”
“મારી સાથે જે થયું એનો...! અને તારી સાથે જે થયું એનો....! એનો....!”
“હું લાવણ્યાને કદી માફ નઈ કરું....! કદી નઈ...! નઈ....!”
લાવણ્યાને એ બધું બોલતી વખતે નેહાનાં ચેહરા ઉપરનાં એ ભાવો અંકિતાએ જોયાં હતાં.
“મેં જે કર્યું....! એનો મને અફસોસ નથી....!”
“એ એનાંજ લાયક હતી....! હતી....હતી....!”
“હું લાવણ્યાને કદી માફ નઈ કરું....! કદી નઈ...! નઈ....!”
લાવણ્યાને બધું “સંભળાવતી” વખતે નેહાનો ચેહરો કઠોર થઈ ગયો હતો અને તેની આંખોમાંથી જાણે આગ વરસતી હોય એમ તે ભારોભાર નફરતથી બોલી રહી હતી.
“મેં ફક્ત બદલો લીધો છે...! લીધો છે....!”
“એણે તારાં પગ છીનવી લીધાં....! છીનવી લીધાં....! લીધાં....!”
“હું એને કદી માફ નઈ કરું....! કદી માફ નઈ કરું....!”
“મારી આખી જીંદગી બરબાદ કરી નાંખી....! કરી નાંખી.....નાંખી.....!”
“હું એને કદી માફ નઈ કરું....! “મારી આખી જીંદગી બરબાદ કરી નાંખી....!”
એકના એક વિચારોથી અંકિતાનું માથું દુખવાં લાગ્યું. તેની આંખો સામે નેહાનો એ નફરતથી ભરેલો અને આંખોમાંથી અંગારા વરસાવતો એ ચેહરો અંકિતાની નજર સામેથી હટતો નહોતો.
“બવ નફરત કરે છે એ તને.....!” અંકિતા બબડી.
“હમ્મ....! શું....!?” ફોલ્ડ કરેલાં બેડમાં બેઠેલી લાવણ્યાએ મૂંઝાઈને પૂછ્યું.
“નેહા....!” વિચારોમાંથી બહાર આવી અંકિતાએ લાવણ્યા સામે જોઈને કહ્યું “તને બવ નફરત કરે છે....!”
“મેં જે આરવ સાથે કર્યું....!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “એ પછીતો કોઈપણ હોય....! નફરત કરેજ ને...!”
“નઈ....નઈ....! હું નઈ માનતી....!” અંકિતા માથું ધૂણાવીને બોલી “આટલી વાતમાં....કોઈ....કોઈ....આટલી બધી નફરત ના કરે....!”
“આટલી વાત....!? આટલી વાત....!? આરવનાં પગ જતાંર્યા ....એ તને “આટલી વાત” લાગે છે....!?”
“હું એમ નથી કે’તી.....!” અંકિતા શાંતિથી સમજાવતી હોય એમ બોલી “તું જ વિચાર....! નેહા તને આટલી બધી નફરત કેમ કરે છે....!?”
“અરે કેમ...!? એણે કીધું’તું તો ખરાં....! એ આરવને લવ કરતી’તી....!” લાવણ્યા બોલી “અને હજીપણ કરે છે...!”
“મને નથી લાગતું વાત ખાલી એટલી જ છે....!” અંકિતા શૂન્યમનસ્ક તાકી રહીને બોલી.
“એટ્લે...!?” લાવણ્યા મૂંઝાઈ.
“વાત કઈંક બીજી છે....! યાદ કર....! નેહા બોલી’તી....! કે તે એની જિંદગી બરબાદ કરી નાંખી....!”
“હાં....! બોલી’તી....! તો...!?”લાવણ્યાએ મૂંઝાઈને એજરીતે પૂછ્યું.
“તો....!? તો એ તો આરવને ફક્ત લવ કરતી’તીને....! અને લવ કરતી હોય એમાં આરવનાં પગ જતાં રે’…..! એમાં....! નેહાની જિંદગી કેવીરીતે બરબાદ થઈ જાય...!”
“તું કેમ સમજતી નથી....! સીડને કંઈક થઇ જાય....તો મારી જીંદગી તો બરબાદ થઈજ જાયને...!?” લાવણ્યા દલીલ કરતાં બોલી “યાદ છે....! એનો એક્સીડેન્ટ થયો ત્યારે મારી કેવી હાલત થઈ ગઈ’તી..!?”
લાવણ્યાએ યાદ અપાવ્યું. તેની નજર સામે સિદ્ધાર્થનાં એક્સીડેન્ટ સમયના એ દ્રશ્યો તરવરી ઉઠ્યા.
“જાણે હું મારું બધું ખોઈ બેઠી હોઉ....!” લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહીને બબડી.
બંને થોડીવાર મૌન થઈ ગયાં. અંકિતા વિચારે ચઢી ગઈ.
“જેને પ્રેમ કરતાં હોવ....! એને નાની ટાંકણી પણ વાગે....! તો જીવ બળી જાય....!” થોડીવાર પછી લાવણ્યા અંકિતાના હાથ ઉપર હાથ મુકીને બોલી “તો પછી આરવના તો પગ...! અ...!”
બોલતાં-બોલતાં લાવણ્યા અટકી ગઈ અને અંકિતા સામે જોઈ રહી.
“એણે તારી જોડે કેટલી લાંબી “ગેમ” રમી...!” અંકિતા દલીલ કરતાં બોલી “આટલાં લાંબા સમય સુધી એણે કોઈનેય ખબર નાં પડવા દીધી કે એ આરવને લવ કરે છે....! તારાં માટેની એની નફરત એણે કેટલી ઈઝીલી છુપાવી રાખી....!”
અંકિતા થોડું અટકીને લાવણ્યા સામે જોઈ રહી પછી આગળ બોલી –
“એણે સિદ્ધાર્થ જેવાં છોકરાંને તારી જોડે બદલો લેવા મનાવી લીધો....! કોઈ પ્રેમમાં આટલું બધું કરે...!?”
“જો સીડ સાથે આવું કોઈએ કર્યું હોત...! તો....! તો હું કદાચ નેહા કરતાં વધારે કંઈક કરી બેસત.....!” અંકિતા સામે જોઈ રહીને લાવણ્યા બોલી.
“અંકિતા....! બેટા...!” સોફાંમાં બેઠાં-બેઠાં બેયની વાતો સાંભળી રહેલાં સુભદ્રાબેન હવે બોલ્યાં “આ બધી વાતો છોડો હવે....! એને આરામ કરવાં દે....!”
“હાં આન્ટી...!” પાછુ વળીને અંકિતાએ એક નજર સુભદ્રાબેન સામે જોયું પછી ફરી લાવણ્યા સામે જોયું.
અંકિતા ફરી મૌન થઈને શૂન્યમનસ્ક જોઈ રહી અને વિચારી રહી.
“તે મારી જીંદગી બરબાદ કરી નાંખી....! કરી નાંખી....!”
નેહાના એ શબ્દો ફરીવાર અંકિતાના કાનમાં પડઘાવા લાગ્યાં.
“તું ગમે તે કે’ લાવણ્યા...!” અંકિતા મનમાં વિચારી રહી “પણ વાત ફક્ત આટલીજ નથી...! તારાં માટેની નેહાની નફરતનું કારણ બીજું કંઈક પણ છે...!”
-----
“શું જોવે છે તું....!?” બેડની જોડે સ્ટૂલ ઉપર બેઠેલી અંકિતાએ ફોલ્ડ કરેલાં બેડના ટેકે સૂતેલી લાવણ્યાને પૂછ્યું.
“હવે સૂઈજાને .....!” ક્યારની બેચેનીપૂર્વક રૂમનાં દરવાજા સામે તાકી રહેલી લાવણ્યાને અંકિતાએ ચિડાઈ હોય એમ નકલી ગુસ્સો કરતાં કહ્યું “આરામ કર.....!”
અંકિતાના કહેવાં છતાંપણ લાવણ્યા બેચેનીપૂર્વક રૂમનાં દરવાજામાં વચ્ચે બનેલી નાની કાંચની બારીમાં આમતેમ મ્હોં ફેરવીને જોઈ રહી.
“કોની રાહ જોવે છે તું...!? કઈશ મને....!?” અંકિતા ફરીવાર એજરીતે પૂછ્યું.
“મને તો ડર લાગે છે....! કે....કે....! આરવ જોડે મેં જે કર્યું....!” લાવણ્યા ફરીવાર રડી પડી “સિડ....સિડ....! મ્મ...મને માફ નઈ કરે તો.....!”
“એ શેનો માફ નઈ કરે....!?” અંકિતા અકળાઈ “અને તું શેની માફી માગીશ...!? તે કશું ખોટું નથી કર્યું....ઓકે...! અને માફી તો એ માંગશે...! એણે તને ચિટ કરી છે...!”
અંકિતા ભારપૂર્વક બોલી.
“પ્રેમનું નાટક કર્યું છે તારી જોડે....! ચીટર...!” અંકિતા મોઢું બગાડીને બોલી.
“આવું નાં બોલને....! એને આવું શું કામ કે’છે તું....!?” લાવણ્યા આંખમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યાં “એણે મને ચિટ નઈ કરી...! નઈ કરી....! એનો મ્મ...મારાં માટે પ્રેમ ખોટો નો’તો...!”
સોફાંમાં બેઠેલાં સુભદ્રાબેન દયાપૂર્વક લાવણ્યા સામે જોઈ રહ્યાં.
“એણે કોઈદિવસ....! કોઈદિવસ મને એ વાતનો એ અહેસાસ નઈ થવાં દીધો....! કે..કે..એ મારી જોડે બદલો લેવાં પ્રેમનું નાટક કરતો’તો....! મને કોઈ દિવસ હર્ટ નઈ કરી....! હાં...! એ...એ...મ્મ....મને રાહ બવ જોવડાવતો....! બ...બધી વાતે....! પ...પણ...મને હર્ટ ન’તો કરતો...!”
“એણે તને કેટલી હર્ટ કરી તો પણ તું ગણકારતીજ નથી...!” અંકિતા માથું ધૂણાવીને બોલી.
લાવણ્યા અંકિતા સામે જોઈને કઈંક બોલવાજ જતી હતી ત્યાંજ રૂમનો દરવાજો ખૂલ્યો અને બંનેએ તરત એ તરફ જોયું.
“સિડ....!” દરવાજામાંથી અંદર સિદ્ધાર્થને એન્ટર થતાં જોઈ લાવણ્યા ખુશ થઈને બોલી પડી “હું ક્યારની....!”
“તું શું કરવાં આયો અહિયાં....!” સ્ટૂલ ઉપરથી ઊભાં થઈને અંકિતા ચિડાઈને વચ્ચે બોલી પડી “હજી શું બાકી છે...!?”
....આ જોતો નથી....!” અંકિતાએ એક નજર લાવણ્યા સામે હાથ કરીને જોયું અને પાછી સિદ્ધાર્થને બોલવા લાગી “આ છોકરીની શું હાલત થઈ ગઈ છે...!”
“અંકિતા....!આવું ક...કેમ બોલે છે તું..!?” અંકિતાને ટોકી લાવણ્યાએ રડમસ સ્વરમાં પોતાની આંખો લૂછતાં તેણીને ધમકાવાના સૂરમાં કહ્યું “એ બિચારો એકલો-એકલો કેવો મૂંઝાતો હશે...!”
“શું મૂંઝાતો હશે...! હેં...!?” અંકિતા વધુ ચિડાઈ “એણે તારી જોડે આટલું ખરાબ કર્યું....! આટલી ચિટ કરી...! આ...”
“એણે મને ચિટ નઈ કરી ....ઓકે....! કીધુંને તને...!” બેડમાં બેઠાં થતાં-થતાં લાવણ્યાએ સહેજ વધુ નારાજ સ્વરમાં અંકિતા સામે હાથ કરીને કહ્યું “અને...અને.... ત...તારે અમારી વચ્ચે બ....બોલવાની કોઈ જરૂર નથી...!”
“બોલવાની જરૂર નથી એટ્લે....!?” અંકિતા હવે વધુ ચિડાઈ “અમે તારાં માટે કશું નથી....!? એમ...!? તને અમારી કઈં...”
“અંકિતા....! શાંત થા....!” સિદ્ધાર્થને જોઈને સોફાંમાં બેઠેલાં સુભદ્રાબેન પણ ઊભાં થઈ ગયાં હતાં અને વચ્ચે બોલ્યાં “એમને વાત કરી લેવાંદે...! ચાલ....!”
“પણ આન્ટી....! આ...!”
“અંકિતા....! ચાલ....! એને વાત કરી લેવાંદે...! હમ્મ..!” સુભદ્રાબેને ફરીવાર અંકિતાને ટોકી.
ચિડાયેલી અંકિતાએ એક નજર સિદ્ધાર્થ તરફ નાંખી પછી લાવણ્યા સામે જોયું.
“તો મને બધુંક કે’જે....! મારે પણ જાણવું છે....!” એટલું બોલીને અંકિતા પગ પછાડતી-પછાડતી મોઢું બગાડીને રૂમની બહાર જવાં લાગી.
સિદ્ધાર્થની જોડેથી પસાર થતી વખતે તેણીએ એક નજર દરવાજે ઊભાં રહીને ફરી એકવાર લાવણ્યા સામે જોયું અને પછી દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.
“હું એને લઈને નાસ્તો કરી આવું....! કેન્ટીનમાં...!” સુભદ્રાબેને વારાફરતી સિદ્ધાર્થ અને લાવણ્યા સામે જોયું અને પરાણે નકલી સ્મિત કરીને બોલ્યાં.
લાવણ્યાએ ડોકી હલાવી દેતાં સુભદ્રાબેન પણ રૂમની બહાર જતાં રહ્યા. હાઈડ્રોલીક સ્ટોપરવાળો દરવાજો ધીરે-ધીરે બંધ થયો ત્યાં સુધી સિદ્ધાર્થ દરવાજા પાસે ઊભો-ઊભો લાવણ્યા સામે જોઈ રહ્યો.
લાવણ્યા પણ મૌન થઈને તેની સામે ભીની આંખે જોઈ રહી. તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી.
“મને ખબર હતી....!” સિદ્ધાર્થ સામે ભાવભીની આંખે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી “વાત કર્યા વગર …..તને પણ ચેન નઈ પડે...!”
લાવણ્યા સામે જોતાં-જોતાં સિદ્ધાર્થની આંખ પણ ભીની થઈ ગઈ. તે જાણે નજર ચૂરાવતો હોય એમ આડું જોવાં લાગ્યો.
“બેયબી.....!” છેવટે બેડમાં બેઠાં-બેઠાંજ લાવણ્યાએ પોતાનાં બંને હાથ ફેલાવીને રડતી આંખે સિદ્ધાર્થ સામે જોયું “આવને પ્લીઝ....!”
બે-ત્રણ ડગલાં ધીરે-ધીરે ચાલીને સિદ્ધાર્થ છેવટે ઉતાવળે ચાલીને લાવણ્યાના બેડ પાસે દોડી ગયો.
“સોરી લવ.....!” બેડમાં જોડે બેસીને સિદ્ધાર્થે લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી “સોરી...!”
“શશ....શ..શ...કઈં ના બોલ....! ક...કઈં ના બોલ....!” લાવણ્યાએ પણ સિદ્ધાર્થને મજબૂતીથી આલિંગનમાં જકડી લીધો “મને બ....બધી ખબર છે...! ખબર છે....! એણેજ તને મજબૂર કર્યો હશે...!”
“લાવણ્યા....! હું....! હું....ફસાઈ ગ્યો’તો....!” લાવણ્યા સામે જોઈને સિદ્ધાર્થે ભીની આંખે કહ્યું “હું....હું....!”
“ત..તારે કશું એક્સપ્લેઈન કરવાની જરૂર નઈ...!” ભાંગી પડેલી લાવણ્યા સિદ્ધાર્થના ગાલે પ્રેમથી હાથ મૂકીને રડતાં-રડતાં બોલી “મ્મ...મને ટ્રસ્ટ છે તારી ઉપર....! તારો પ્રેમ સાચો હતો મ્મ....મારાં માટે …સાચો હતો....!”
“લાવણ્યા....! પ્લીઝ....! સોરી...!” સિદ્ધાર્થ ફરીવાર ભીની આંખે તેણી સામે જોઈને બોલ્યો “હું...!”
“સોરી તો મારે કેવું જોઈએ...!” સિદ્ધાર્થના હોંઠ ઉપર હાથ મૂકીને લાવણ્યાએ ભીની આંખે કહ્યું “આરવ....! આરવ...! મ્મ...મનેતો એમ હતું કે ….કે....તું...તું....મ્મ....મોઢું પણ નઈ જોવે....!”
“ડર તો મને લાગતો ‘તો....!” સિદ્ધાર્થ બોલ્યો “તને ખોઈ બેસવાનો...! લાવણ્યા મેં...મેં...બવ ટ્રાય કર્યો’તો....! એને સમજાવાનો....! પ..પણ એ માનીજ નઈ....!”
“મેં...કીધું તો ખરા....! મને ટ....ટ્રસ્ટ છે તારી ઉપર....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “તું કઈં એક્સપ્લેઈન ના કર...!”
“જે રીતે તું એ સોંન્ગ ગાતો ‘તો.....!” લાવણ્યા યૂથ ફેસ્ટિવલમાં સિદ્ધાર્થે ગાયેલાં એ સોંન્ગને યાદ કરીને બોલી “મને લાગ્યું કે...! કે...તું...તું... મને નફરત કરે છે....! નફરત કરે છે....!”
“તારી આંખોમાં મારાં માટે એ નફરત સહન ના થઈ...! ના થઈ જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો ફરીવાર તેણી હથેળીઓમાં પકડી લીધો “તું મને નફરત કરે....! એ મારાંથી સહન નઈ થાય.....! નઈ થાય...!”
“ઇચ્છવા છતાંય તને નફરત ના કરી શક્યો...!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો “તારો પ્રેમ સુનામી જેવો છે....! તારાં માટે જે થોડીઘણી નફરત હતી.....! એ બધી એમાં તણાઈ ગઈ.....! તણાઈ ગઈ...!”
“સિડ....!” લાવણ્યાની આંખ વધુ ભીંજાઈ.
“લાવણ્યા....! પ્લીઝ....! મને માફ કરીદે....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો “પ્લીઝ...!”
“સિડ....! જાન....! તે એવું કઈં નઈ કર્યું .....! જો હું તારી જગ્યાએ હોત....! તો...તો...કદાચ હું પણ એજ કરત....! એજ કરત....!”
“તું તારાં મન ઉપર કોઈ ગિલ્ટ ના રાખ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનું માથું પકડી લઈને તેણીનાં ઉરજોમાં દબાવી દીધું “જે થયું એને ભૂલીજા.....! ભૂલીજા...! તારું મન ખાલી કરી નાંખ....! જે કેવું હોય.....એ કઈદે...!”
નાનાં બાળકની જેમ સિદ્ધાર્થ લાવણ્યાને ક્યાંય સુધી વળગીને ઊંડા શ્વાસ ભરતો રહ્યો.
થોડીવાર પછી સિદ્ધાર્થે આંખો લૂછતાં-લૂંછતાં પોતાની વાત કહેવાની શરૂ કરી.
“તને તો ખબર જ છે …! કે હું અહિયાં એને મેરેજ માટે મનાવા આયો ‘તો....!”
ભીની આંખે લાવણ્યા સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી અને સિદ્ધાર્થની વાત સાંભળી રહી.
------
“હું તને હર્ટ કરવાં નો’તો માંગતો....!” પોતાની વાત પૂરી કરતાં-કરતાં સિદ્ધાર્થ રડી પડ્યો અને ફરીવાર લાવણ્યાનાં ઉરજો ઉપર માથું મૂકીને તેણીને જકડી લીધી.
“ક.....કોઈ વાંધો નઈ જાન....! કોઈ વાંધો નઈ....!” સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવી લાવણ્યા તેને શાંત કરવાં લાગી “હવે તો બધું પતી ગ્યુંને....! બોલ....!?”
....હવ...હવે તો એ તને હેરાન નઈ કરેને....!?” સિદ્ધાર્થનો ચેહરો હાથમાં પકડી લઈને લાવણ્યા વ્હાલથી બોલી “હવેતો એનો બદલો પૂરો થઈ ગ્યોને....! બોલ..!? એને આપેલું વચન....તે પૂરું કરી દીધુંને....!? હવે તો...હવે તો એ તને ટોર્ચર નઈ કરેને....! જાન....!? બોલ...!?”
“મેં તને ચિટ નઈ કરી લવ....! નઈ કરી....! તારાં માટે મને જે ફીલિંગ છે...! એ બધી સાચી છે... લવ...સાચી છે....! મેં....તને જેટલો લ....!”
“મને ટ્રસ્ટ છે....! મને ટ્રસ્ટ છે તારી ઉપર...! જાન....!” લાવણ્યા ભાવુક સ્વરમાં વચ્ચે બોલી પડી “ક....કોઈ ગમે તે કે...જાન.....મને ખબર છે.....! ત....તે મને ચિટ નઈ કરી....! નઈ કરી....!”
....પણ...પણ તે...તે તો મને માફ કરી દીધીને...!? આરવ માટે...!?” લાવણ્યા દયામણું મોઢું કરીને પૂછવા લાગી “સિડ...મ્મ....મેં તને બધું કીધું’તું....! યાદ છેને...!? આરવ વિષે....! ભ...ભલે મેં એ વખતે તને એનું નામ ન’તું કીધું....! પ..પણ આપડે વાત કરી’તીને યાદ છેને....!? રિવરફ્રન્ટ ઉપર આપડે ગ્યાં’તાં....!?”
“હાં...!” સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કરીને કહ્યું “તું પેલ્લેથી મારી જોડે ઓનેસ્ટ રઈ...! અને મેં તને કાયમ ચિટ...!”
“નઈ કરી....! કીધુંને...!” લાવણ્યા મીઠો ગુસ્સો કરતી હોય એમ છણકો કરીને બોલી “તે જે કર્યું....! એમાં કશું ખોટું ન’તું.....!”
“પણ લવ...!”
“તું આમ આવને...!” ફરી એકવાર છણકો કરીને લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાની બાંહોમાં ભરી લીધો “હવે કશું ના બોલ...! મને આમજ વળગી રે’…!”
સિદ્ધાર્થે પોતાનાં બંને હાથ લાવણ્યાની કમર ફરતે વીંટાળી તેણીને પોતાનાં આલિંગનમાં ભીંસી લીધી.
“હવે મને છોડીને ક્યાંય ના જતો....!પ્લીઝ....!” સિદ્ધાર્થનાં વાળમાં અને તેની પીઠ ઉપર પ્રેમ હાથ ફેરવીને લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “હું...હું...તરસી ગઈ’તી તને જોવાં....તારી જોડે વાત કરવાં....! તને આમ વળગી પડવાં...!”
“અમ્મ.....! તારી આ મહેક....!” એક ઊંડો શ્વાસ લઈ લાવણ્યા સિદ્ધાર્થનાં શરીરમાંથી એ મહેકને પોતાની અંદર ભરવાં લાગી.
આંખો મીંચી દઈને તેણીએ સિદ્ધાર્થને વધું જોરથી પોતાનાં આલિંગનમાં જકડી લીધો.
“તને વળગું છું....! તો બધો થાક અને સ્ટ્રેસ દૂર થઈ જાય છે....!” લાવણ્યાને વધુ જોરથી જકડતાં સિદ્ધાર્થ બોલ્યો.
“અમ્મ...! મારો પણ....!” લાવણ્યાએ સ્મિત કરીને સિદ્ધાર્થના કાને એક હળવી બાઇટ કરી.
“તમારાં લેડિઝમાં જબરો healing પાવર હોય છે....! નઈ...!?” લાવણ્યા સામે જોઈ આંખો માટી કરીને સિદ્ધાર્થ બોલ્યો “તમને વળગીલો....એટ્લે આખું બોડી રિલેક્સ થઈ જાય....!”
“તમારાં લેડિઝમાં એટ્લે...!? બીજાં કોને વળગ્યો તું...!?” સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર હળવો પંચ મારીને લાવણ્યાએ મીઠો ગુસ્સો કરતાં પૂછ્યું.
“અરે મારાં દાદી....!” સિદ્ધાર્થ નાનાં બાળકો જેવું મોઢું બનાવીને બોલ્યો “હું જ્યારે ગામડે જઉને...! ત્યારે કોઈ ટેન્શન હોય તો હું એમને વળગી પડતો...! એટ્લે બધું ટેન્શન દૂર...!”
“Aww….! માલું બેબી....!” લાવણ્યાએ જોરથી સિદ્ધાર્થના ગાલ ખેંચ્યાં.
“આહ.....! બસ....પણ...!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ છોડાવ્યો “તું બવ જબરી.....!”
“ધડ...!” ત્યાંજ રૂમનો દરવાજો ખૂલ્યો.
“પતી ગઈ વાત તારે....!” અંકિતાએ ઉતાવળા પગલે અંદર દાખલ થતાંજ ચિડાયેલાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું.
અંકિતાને જોતાંજ સિદ્ધાર્થ બેડમાંથી ઊભો થઈ ગયો.
“તો હવે તારે જવું હોય તો તું જા...!” અંકિતા એવીજરીતે રૂડલી બોલી “હું અને આન્ટી રોકાઈએ છે....!”
ત્યાંજ રૂમનો દરવાજો ખોલીને સુભદ્રાબેન અંદર દાખલ થયાં.
“નઈ...નઈ....! સિડ હજી હમણાંજ તો આયો છે...!” લાવણ્યા દલીલ કરતાં બોલી પછી અંદર આવેલાં સુભદ્રાબેન સામે જોઈને નાનાં બાળકની જેમ સિદ્ધાર્થનો હાથ પકડી લીધો “મમ્મી....! મમ્મી....! સિડ...સિડ...! મારી જોડે રોકાય છે....! ત...તું...ને અંકલી ઘરે જઈને ફ્રેશ થઈ આવો...!”
“ના....! કામ્યા અને પ્રેમ સવારે આવે પછી અમે જઈશું...!” અંકિતા ચિડાઈને બોલી.
“તો...તો..કામ્યા અને પ્રેમ આવે ત્યાં સુધી તો સિડને રોકાવાં દે....!”
“ના કીધુંને....!” અંકિતા વધુ ઊંચા સ્વરમાં બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈને એજરીતે રૂડ સ્વરમાં બોલી “તું હજી કેમ ઊભો છે...!?”
“તું આવી રીતે કેમ બોલે છે એને.....!?”રડું-રડું થઈ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થની હથેળી વધુ જોરથી દબાવીને પકડી.
“કેમ...!? ભૂલી ગઈ...!?” અંકિતાએ વેધક સ્વરમાં વ્યંગ કર્યો અને પછી સિદ્ધાર્થ સામે પાછું જોયું “જ્યારે એ દવાખાનામાં હતો...! ત્યારે ...ત્યારે....!”
બોલતાં-બોલતાં અંકિતાને ડૂસકું આવી ગયું અને તે ભાંગી પડતાં-પડતાં માંડી.
“તારી પણ કેટલી બધી ઇન્સલ્ટ કરી હતીઈઈ....!?”
છેવટે અંકિતા તેની આંખો લૂંછતાં-લૂંછતાં રડી પડી.
“કેવ...કેવી....કેવીરીતે જોતાં’તાં....! ટ્રસ્ટી સાહેબ તને....!? જાણે તું....જાણે તું...!”
અંકિતા વધુ ના બોલી શકી અને રડી પડી. સિદ્ધાર્થ દયાપૂર્વક અંકિતા સામે જોઈ રહ્યો.
“પ...પણ....એમાં સ..સિડનો શું વાંક.....!? એનેતો...કેટલું બધુ વાગ્યું’તું.....!?”
“તો એમાં...!”
“અંકિતા....!” અંકિતા બોલવા જતી હતી ત્યાંજ સુભદ્રાબેન વચ્ચે બોલી ઊઠ્યાં “બસ હવે....! શાંત થઈ જાઓ....!”
“સિદ્ધાર્થ.....! બેટાં.....!” સુભદ્રાબેને હવે સિદ્ધાર્થ સામે જોયું “તું શાંતિથી ઘરેજા...! હમ્મ....!”
સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું અને ડોકી ધૂણાવીને લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ અધિર્યા જીવે સિદ્ધાર્થની હથેળી પોતાનાં બંને હાથમાં રબ કરવાં માંડી.
“હું...હું...! સવારે ક....કોલેજમાં મલું તને...! હોં....!” ભીની આંખે દયામણા સ્વરમાં લાવણ્યા બોલી.
“તને કોણે કીધું કે તારે કોલેજ જવાનું છે...!?” અંકિતા ફરીવાર ચિડાઈ.
“મ્મ...મને હવે સારું થઈ ગ્યું છે...ત...તો...થોડું અહિયાંજ રે’વાનું કઈં...!?” લાવણ્યા નાનાં બાળકની જેમ ફરિયાદ કરતાં બોલી.
“તને કાલે રજા નથી આપવાની...! ઓકે...!” અંકિતા તેણી સામે હાથ કરીને ઉગ્ર સ્વરમાં બોલી.
“પણ...પણ...મમ્મી...!” લાવણ્યાએ એવાંજ દયામણા ચેહરે સુભદ્રાબેન સામે જોયું “મને...!”
“લાવણ્યા..! તને પરમ દિવસેજ રજા આપશે....! કાલે નઈ....!” સુભદ્રાબેન ઠંડા સ્વરમાં બોલ્યાં “તું આરામ કર હવે...! ચાલ....!”
“બાય લવ....!” સિદ્ધાર્થે પરાણે સ્મિત કરીને ધીરેથી કહ્યું અને પોતાની હથેળી છોડાવી જવાં લાગ્યો.
“મ્મ....બાય...!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ અને સિદ્ધાર્થને જતો જોઈ રહી.
રૂમનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ છેવટે રૂમની બહાર નીકળી ગયો.
સિદ્ધાર્થનાં ગયાં પછી લાવણ્યાએ નારાજ ચેહરે અંકિતા સામે જોયું. અંકિતાએ પણ સામે ચિડાઈને મોઢું મચકોડયું.
“ચાલ...! હવે સૂઈજા થોડીવાર...!” લાવણ્યાનો બેડ સીધો કરવાં લીવર બેડની નીચે નમી ફેરવતાં-ફેરવતાં સુભદ્રાબેન બોલ્યાં.
“ઊંઘ નઈ આવતી....!” લાવણ્યા મોઢું ફુલાવી રડમસ સ્વરમાં બોલી.
“સવારનાં ચાર વાગ્યા છે બેટાં....! હવે આરામ કર...!” સુભદ્રાબેન બોલ્યાં અને સ્ટૂલ ઉપર બેઠાં.
બેડમાં આડાં પડી લાવણ્યા રૂમનાં છતમાં લાગેલાં પંખા તરફ તાકવાં લાગી.
“એક આખો દિવસ તારાં વગર કાઢવાનો સિડ....! આખો દિવસ...!” ગોળ-ગોળ ફરી રહેલાં પંખા તરફ તાકી રહીને લાવણ્યા મનમાં બબડી.
-----
“મારો ફોન આપને....!” બપોરે જાગ્યા પછી લાવણ્યાએ સ્ટૂલ ઉપર બેઠેલી કામ્યાને કહ્યું.
કામ્યાના આવ્યાં પછી બપોરે અંકિતા સુભદ્રાબેનની સાથે જમવાં-ફ્રેશ થવાં માટે ઘરે ગયાં હતાં.
“લે....!” સ્ટૂલ ઉપરથી ઊભાં થઈ કામ્યાએ સોફાંમાં પડેલો લાવણ્યાનો ફોન ઉઠાવીને તેણી સામે ધર્યો.
લાવણ્યા ત્યાં સુધી બેડમાં બેઠી થઈ ગઈ હતી. ફોન હાથમાં લઈને લાવણ્યા તેમાં સિદ્ધાર્થનો નંબર કાઢવાં લાગી.
“અ....! કામ્યા....! મારાં માટે કેન્ટીનમાંથી ચ્હા લઈ આઈશ....!?” નંબર ડાયલ કરતાં પહેલાં લાવણ્યાએ કામ્યાને કહ્યું.
“હમ્મ..! બીજું કઈં લાવવું છે...!?” સોફાંમાં પડેલું પોતાનું હેન્ડબેગ હાથમાં લેતાં કામ્યાએ પૂછ્યું.
“અમ્મ...! ગૂડ ડે બિસ્કિટ લેતી આવજે...!”
“સારું....!”
એટલું કહીને કામ્યા રૂમમાંથી નીકળી ગઈ. રૂમનો દરવાજો બંધ થતાંજ લાવણ્યાએ ઝડપથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કરી દીધો.
“હાં....! બોલ લવ...!” બે-ત્રણ રીંગો વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉપાડી સામેથી કહ્યું.
“તું...તું...આયો નઈ આજે...!? મને મલવા...!?” મોઢું મચકોડીને લાવણ્યાએ નાનાં બાળકની જેમ ફરિયાદ કરતાં કહ્યું.
“હું આવનો હતો લવ...! પણ...પછી....અ...!” સિદ્ધાર્થ બોલતાં-બોલતાં અટકી ગયો.
“પછી...!? શું થયું...!? અંકિતા બોલે એટ...એટ્લે ના આયો....!?” લાવણ્યા ઈમોશનલ થઈ ગઈ “એ નઈ અત્યારે...! અહિયાં....! ઘરે ગઈ છે...! ને...આવે એટ્લે હું કઈશ...! કે..!”
“એવું કઈં નથી...!” સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “અંકિતાની પ્રોબ્લેમ નથી...!”
“તો...!?” લાવણ્યા મૂંઝાઈ ગઈ “ન...નેહા...!? એણે ન્ન.....ના પાડી...!?”
કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ મૌન થઈ ગયો. સિદ્ધાર્થનાં શ્વાસોછ્વસનો અવાજ લાવણ્યા ફોનમાં સાંભળી રહી. સિદ્ધાર્થ મૌન થઈ જતાં લાવણ્યાની આંખ સહેજ ભીની થઈ ગઈ.
“સિડ....!” બંને વચ્ચેનું મૌન તોડતાં છેવટે લાવણ્યા માંડ બોલી.
“હાં...! અ...હું અહિયાંજ છું...!”
“હું...ક...કાલે આઈશ કોલેજ...! હોંને...!?” લાવણ્યા ડરતાં-ડરતાં બોલી “ત..તું આઈશને...!?”
“હાં....! પાકકું આઈશ...! હમ્મ....! બાય...!” સિદ્ધાર્થ પરાણે બોલતો હોય એમ ધીરેથી બોલ્યો.
“અમ્મ...બાય કેમ..!? વાત કરને...!?” લાવણ્યા અધિરી થઈને સિદ્ધાર્થને કૉલ કરતાં રોકીને બોલી “આઈ મીન...તું...તું...ફ્રી છેને....!? વ...વાત થાય એવી છેને....!”
“હાં બોલને લવ....!”
“કેમ આવું ઢીલું-ઢીલું બોલે છે...!?” સિદ્ધાર્થના અવાજમાં ઉદાસી પારખી જઈને લાવણ્યા જીવ તાળવે ચોંટયો “શું થ્યું...!? કે’ને...!? પ્લીઝ....!?”
“બસ....! કઈં નઈ.....! રાત્રે તને મળીને લેટ ઘેર આયો...! એટ્લે સરખું ઊંઘ્યો નથી....!”
“સારું....! તો...તું આરામ કર....! પછી સાંજે વાત કરીએ....!” લાવણ્યાએ છેવટે કમને કૉલ કટ કર્યો.
“શું થયું હશે...!?” કૉલ કટ કરીને લાવણ્યા વિચારે ચઢી ગઈ.
----
“સ...સારું..! તો...તો કાલે મલીએ ...કોલેજમાં....!” એટલું કહીને લાવણ્યાએ સિદ્ધાર્થનો કૉલ કટ કર્યો.
સાંજે લગભગ છએક વાગ્યે સિદ્ધાર્થે લાવણ્યાને ફોન કર્યો હતો. જોકે રૂમમાં અંકિતા અને સુભદ્રાબેનની હાજરીને લીધે લાવણ્યાએ ટૂંકાણમાંજ વાત પતાવી હતી.
“તને ડિસ્ચાર્જ આપી દીધું....!?” કૉલ કટ કરતાં-કરતાં સિદ્ધાર્થે સામેથી પૂછ્યું.
“હાં....! આપી દીધું....!” લાવણ્યા ઢીલા સ્વરમાં બોલી “અમે લોકોએ હમણાં ઘરેજ જઈએ છે....!”
“ઓકે....! તો કાલે મલીએ....! બાય...!” સામેથી સિદ્ધાર્થે એવાંજ ઢીલા સ્વરમાં કહ્યું.
“ઘરે જઈને હું કૉલ કરીશ તને હોં....!” લાવણ્યા અધિર્યા સ્વરમાં બોલી.
“હાં.....! સારું....! પણ તું આરામ કરજે...! હમ્મ...! બાય...!” છેવટે સિદ્ધાર્થે એટલું કહીને કૉલ કટ કર્યો.
-----
“તે દવા લીધી....!?”સુભદ્રાબેને લાવણ્યાને પૂછ્યું.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધાં પછી તેઓ ઘરે આવી ગયાં હતા.
“હું આપી દઉં છું આન્ટી...!” સોફાંમાં પડેલી લાવણ્યાનાં દવાનાં ડબ્બામાંથી દવાઓનાં રેપર કાઢતાં-કાઢતાં અંકિતા બોલી.
“તારે ઘરે નઈ જવું....!? તું થાકી ગઈ હોઈશને...!?” લાવણ્યાએ અંકિતાને કહ્યું.
“નાં....! હું અને કામ્યા આન્ટીનાં હાથનાં પૌંઆ ‘ને ચ્હાનો નાસ્તો કરીનેજ જઈશું....!” દવાનાં રેપર વાંચતી-વાંચતી અંકિતા બોલી.
અંકિતાનું ધ્યાન દવાનાં ડબ્બામાં હોવાથી સિદ્ધાર્થ જોડે વાત કરવાનો “ચાન્સ” ગોતતી લાવણ્યા પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર કાઢવાં લાગી.
ત્યાંજ રૂમમાં કામ્યા અને પ્રેમ દાખલ થયાં.
તેમણે જોતાંજ લાવણ્યાએ તેનો મોબાઈલ નીચો કરી દીધો.
“આ લે દવાઓ....!” ચાર-પાંચ ગોળીઓ કાઢીને અંકિતાએ લાવણ્યા તરફ પોતાની હથેળી ધરી.
લાવણ્યાએ કોઈ જાતની આનાકાની કર્યા વગર દવાઓ લઈ લીધી.
દવાઓ પછી બધાંએ ચ્હા-નાસ્તો કર્યો. અંકિતાની હાજરીને લીધે લાવણ્યાએ સિદ્ધાર્થ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું.
રાત્રે લગભગ દસેક વાગ્યે અંકિતા, કામ્યા અને પ્રેમ પોત-પોતાનાં ઘરે જવાં નીકળી ગયાં.
“બેટાં…..! જમ્યા પછીની દવાઓ લીધી....!?” સીડીઓ ચઢી રહેલી લાવણ્યાને સુભદ્રાબેને પૂછ્યું.
“નાં....! રૂમમાં જઈને લઈ લઉં છું.....!” કહેતાં-કહેતાં લાવણ્યા બેડરૂમ તરફ જતી સીડીઓ ચઢી ગઈ.
રૂમમાં આવતાંની સાથેજ લાવણ્યા પોતાનાં મોબાઈલમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં લાગી.
“The number you have dialled is currently busy….!”
“બીઝી બોલે છે...!?” ફોન કાનેથી હટાવીને લાવણ્યાએ સ્ક્રીન સામે જોયુ.
“થોડીવાર પછી ટ્રાય કરું....!” મનમાં બબડીને લાવણ્યાએ પોતાનો મોબાઈલ બેડ ઉપર ઘા કર્યો અને વૉર્ડરોબ તરફ ચાલી.
વૉર્ડરોબમાંથી કપડાં-ટોવેલ લઈને લાવણ્યા સીધી બાથરૂમમાં ભરાઈ ગઈ.
-----
“The number you have dialled is currently busy….!”
“હજી બીઝીજ બોલે છે” વીસેક મિનિટ પછી પણ લાવણ્યાએ જ્યારે સિદ્ધાર્થનો ફોન બીઝી આવતાં લાવણ્યાને અચરજ થયું.
“The number you have dialled….!”
દસેક મિનિટ પછી ફરીવાર પણ જ્યારે લાવણ્યાએ સિદ્ધાર્થને ફોન ટ્રાય કર્યો તો એજ રેકોર્ડેડ મેસેજ સંભળાયો.
“કોની જોડે વાત કરતો હશે આ છોકરો...!?” લાવણ્યાનું મન ચિંતાથી ભરાઈ આવ્યું.
“લાવણ્યા....!” ત્યાંજ રૂમમાં સુભદ્રાબેન દાખલ થયાં “તે દવા લીધી....!?”
“ના....! બ...બસ લઉં છું....!” પોતાનો ફોન પાછળ નીચે કરી લાવણ્યા ખચકાઈને બોલી.
“ચાલ....જલ્દી દવા લઈલે અને સૂઈજા...!” સુભદ્રાબેન બોલ્યાં અને બેડની જોડે મુકેલાં ડ્રોઅર ઉપર પડેલાં ડબ્બામાંથી દવા કાઢવાં લાગ્યાં “હું પણ તારી જોડેજ ઉંઘું છું....!”
“પ..પણ.....મને સારુંજ છે હવે...તો...!”
“કેમ...!? તને શું વાંધો છે...!?” સુભદ્રાબેન ચિડાઈને બોલ્યાં “હું જોડેજ સુવાની ....! મારે આ બાબતે કોઈ માથાકૂટ ના જોઈએ...!”
બેડની બીજી બાજુ ઊભેલી લાવણ્યાએ મોઢું ફુલાવીને સુભદ્રાબેન સામે જોયે રાખ્યું.
રેપરમાંથી ગોળીઓ કાઢતાં-કાઢતાં સુભદ્રાબેન લાવણ્યાની જોડે આવીને ઊભાં રહ્યાં.
“લે....ચલ...!” રેપરમાંથી દવાઓ કાઢી સુભદ્રાબેને લાવણ્યા સામે હથેળી ધરી.
“મારે સિડ જોડે વાત કરવી છે...!” સુભદ્રાબેનની હથેળીમાંથી ગોળીઓ લેતાં-લેતાં લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.
“આટલાં મોડાં કોઇની જોડે વાત નથી કરવાની...!” બેડની બાજુના ડ્રોઅર ઉપર પડેલાં જગમાંથી સુભદ્રાબેન પાણીનો ગ્લાસ ભરવાં લાગ્યાં “કાલે સવારે વાત કરી લેજે....!”
“પણ કાલેતો હું કોલેજ જવાની જ છું....! મારે અત્યારે વાત કરવી છે..!”
“કોણે કીધું તારે કાલે કોલેજ જવાનું છે...!?” સુભદ્રાબેન ચિડાઈને બોલ્યાં “હમણાં થોડાં દિવસ આરામ કરવાનો છે તારે....!”
“હું તો કાલે જવાની એટ્લે જવાની..!” લાવણ્યા જીદ્દે ચઢી હોય એમ બોલી.
“ના કીધુંને મેં...!”
“મારે કોઈ માથાકૂટ ના જોઈએ...!” લાવણ્યા ચિડાઈને બોલી “હું જવાની બસ...!”
“પણ ડોક્ટરે ...!”
“પછી દિવાળી વેકેશન ચાલુ થઈ જશે તો સિડ જતો રે’શે મમ્મીઈ....!” બોલતાં-બોલતાં લાવણ્યા ડૂસકાં ભરવાં લાગી.
સુભદ્રાબેન દયપૂર્વક તેણી સામે જોઈ રહ્યાં.
“હાં સારું...! બસ...!” છેવટે તેમણે હાં પાડી “હવે દવા લઈલે...! અને સૂઈજા...!”
દવા ગળીને લાવણ્યા બેડમાં સુવાં લાગી. સુભદ્રાબેન પણ તેણી જોડે આડાં પડ્યાં.
“સિડનો ફોન આવે તો મને ઉઠાડજે...” ઓશિકાં ઉપર માથું સરખું કરતાં-કરતાં લાવણ્યા બોલી.
સુભદ્રાબેને હકારમાં ડોકી ધૂણાવી દીધી.
પડખું ફેરવીને લાવણ્યાએ એ તરફ દેખાતાં વૉર્ડરોબ તરફ તાકવાં માંડ્યુ. થોડીવારમાંજ તેણીની આંખ ઘેરાઈ ગઈ.
-----
“અરે વાહ....! મસ્ત લાગે છે...!” સવાર-સવારમાંજ ઘરના કમ્પાઉન્ડનાં ગેટમાંથી લાવણ્યાને બહાર આવતાં જોઈને એક્ટિવાં ઉપર બેઠેલી અંકિતા બોલી.
લાવણ્યાએ સિદ્ધાર્થનો ફેવરિટ એજ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો અને અંકિતા સાથે કોલેજ જઈ રહી હતી.
“અંકિતા...! એને યાદ કરીને દવા આપી દેજે..!” ઓટલાં ઉપર ચાલતાં-ચાલતાં આવી રહેલાં સુભદ્રાબેન બોલ્યાં.
લાવણ્યા અંકિતાની પાછળ એટકિવાની સીટ ઉપર બેસી ગઈ.
“હાં... સારું આન્ટી....! આપી દઇશ...!” અંકિતા બોલી અને એક્ટિવાંનો સેલ માર્યો “બાય....!”
એક્સિલેટર ઘુમાવી અંકિતાએ એક્ટિવાં સોસાયટીનાં ગેટ તરફ જવાં દીધું.
“જલ્દી...! સ્પીડ વધારને...!” પાછલી સીટ ઉપર બેઠાં-બેઠાં લાવણ્યાએ પોતાનો મોબાઈલ મંતરતાં- મંતરતાં કહ્યું.
“હાં...પણ એટલી બધી શું ઉતાવળ છે...!” અંકિતા સ્મિત કરીને બોલી અને એક્ટિવાં સોસાયટીનાં ગેટની બહાર વળાવી લીધું.
“સિડ આવવાંનો છે...!?” એક્ટિવાં ચલાવતાં- ચલાવતાં અંકિતાએ પૂછ્યું.
“એનેજ કૉલ કરું છું..!” લાવણ્યા બોલી અને મોબાઈલમાં સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કરવાં લાગી.
“The number you have dialled….!”
“અરે….!? અત્યારે પણ બીઝી જ બોલે છે...!?” લાવણ્યાને નવાઈ લાગી.
“હેં ...શું..!? શું થયું...!?” એક નજર લાવણ્યા સામે જોઈને અંકિતાએ એક્ટિવાં ચલાવતાં- ચલાવતાં પૂછ્યું.
“કઈં નઈ...!” લાવણ્યાએ વાત ટાળી “તું જલ્દી જવાંદેને..! એ કોલેજમાં મારી વેટ કરતો હશે તો...!?”
“તો કરવાંદે....! અત્યાર સુધી તે કરીજ છેને....!” અંકિતા મોઢું બગાડીને બોલી.
“જો તું એને કઈં બોલતી નઈ હોં....! નઈ તો તારી અને મારી ફ્રેન્ડશીપ પૂરી....!” લાવણ્યા ધમકી ભર્યા સૂરમાં બોલી.
“હાય...હાય...! તું સિદ્ધાર્થ માટે મને છોડી દઇશ...!?” અંકિતા નારાજ થવાનું નાટક કરતી હોય એમ બોલી.
“હાં...! છોડી દઇશ....!”
મીઠો ઝઘડો કરતાં-કરતાં બંને જણાં કોલેજ જવાં લાગ્યાં.
----
“કેન્ટીનમાં જઈ‘ને કઈંક નાસ્તો કરીએ....!” કોલેજ બિલ્ડીંગ તરફ જતાં પેવમેન્ટ ટ્રેક ઉપર ચાલતાં-ચાલતાં અંકિતાએ જોડે ચાલી રહેલી લાવણ્યાને કહ્યું.
“પણ...સિડ...!” લાવણ્યાએ પાર્કિંગ તરફ એક નજર જોઈને બાળક જેવુ મોઢું બનાવીને અંકિતા સામે જોયું.
“ઉફ્ફ..! આ છોકરી..!” અંકિતાએ માથું ધૂણાવ્યું “એ આવે ત્યારની વાત ત્યારે...!”
લાવણ્યાનું બાવડું પકડીને અંકિતા તેણીને ખેંચીને કોલેજ બિલ્ડીંગ તરફ લઈ જવાં લાગી.
“હું એને મેસેજ કરીને કવ કે હું કેન્ટીનમાં હોઈશ....!?” લાવણ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું.
ત્યાંજ સામેથી બંનેએ નેહાને આવતી જોઈ.
નેહાને પોતાની તરફ આવતી જોઈને બંને કોરિડોરમાં અટકી ગયાં. બંનેએ ગભરાઈને એકબીજાં સામે જોયું.
“તું ચિંતા ના કર...!”
“સટ્ટાક.....!” અંકિતા આગળ બોલે એ પહેલાંજ લાવણ્યાની પાછળથી કોઈએ લાવણ્યાનાં નિતંબ જોરથી હાથ ફટકાર્યો.
“આહ....!” ગભરાઈને લાવણ્યા બૂમ પાડી ઉઠી અને તરતજ પાછું ફરી.
અંકિતાએ પણ અટકીને પાછું જોયું.
“બવ મિસ કરી તને....!” ગંદુ સ્મિત કરતો-કરતો યશ નફફટાઈપૂર્વક લાવણ્યા સામે આંખ મારીને બોલ્યો “આખી નવરાત્રિ “કોરી” કાઢી...!”
હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા તેની સામે જોઈ રહી. યશની જોડે તેનાં બીજાં બે-ત્રણ લફંગા મિત્રો પાર્થ અને વિજય પણ હતાં. તેઓ પણ લાવણ્યા સામે જોઈને ગંદુ સ્મિત કરી રહ્યાં હતાં.
“તને શરમ નથી આવતી....!” ગુસ્સાથી લાલ થઈ ગયેલી અંકિતા મોટેથી બોલી “બધાંની વચ્ચે આ રીતે લાવણ્યાની છેડતી કરતાં.
“અરે ચીલ બેબી...!” યશે અંકિતાનાં ગાલે ચૂંટલી ખણવા હાથ ઉગામ્યો.
“હટને અવે...!” અંકિતાએ તરતજ પોતાનો હાથ વચ્ચે લાવી યશનો હાથ ઝાટક્યો.
“અરે હું તો એને આરીતે કેટલીયવાર મારતોજ હોવ છું...!” યશ એજરીતે નફફટાઈપૂર્વક બોલ્યો પછી લાવણ્યા સામે જોયું “તો...! યાર...સિદ્ધાર્થ શું આઈ ગ્યો...! તે તો અમારી સામું પણ નઈ જોતી.....! એટલો બધો “ભાવ” વધારી દીધો તે...!? કેટલાં” લીધાં સિદ્ધાર્થ જોડે....!?”
લાવણ્યા મોઢું દબાવીને રડી પડી અને આજુબાજુ ઉભેલાં બધાં સામે જોઈ રહી. નેહા પણ હવે તેમની જોડે આવીને ઊભી રહી હતી.
“એ હરામી....!” અંકિતા મોટેથી યશ સામે આંગળી કરીને બોલી “ભાવ વાળા...! માર ખાઈશ તું...!”
“અરે અમારે “રોજનું” છે...!” યશ હજીપણ એજરીતે બોલી રહ્યો હતો.
“બોલને હવે...!?” યશે હવે પાછું લાવણ્યા સામે જોયું “કેટલાં લેવાનાં...!? અને ક્યારે “મેળ” પડશે મારો....!?”
“તું....!” અંકિતાએ ફરીવાર હાથ ઉગામ્યો.
“સારું...સારું...!” લુચ્ચું સ્મિત કરતો યશ ત્યાંથી જવા લાગ્યો “એવું હોય તો મને ફોન કરીને “નક્કી” કરી લેજે...!”
એટલું કહીને યશ કેન્ટીન તરફ જતો રહ્યો. નેહા સહિત કોરિડોરમાં ઉભેલાં સ્ટુડન્ટ્સ લાવણ્યા સામે જોઈ રહ્યાં. સોયની જેમ જાણે બધાંથી નજર પોતાનાં શરીર ઉપર ભોંકાતી હોય તેમ લાવણ્યા પોતાનું મોઢું નીચું કરીને ઊભી રહી.
“લાવણ્યા...તું...!” વિલાં મોઢે અંકિતાએ લાવણ્યાના ખભે હાથ મૂક્યો.
હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા ડઘાઈને કોરિડોરની દીવાલનાં ટેકે ઊભી રહી ગઈ.
“કેટલાં” લીધાં સિદ્ધાર્થ જોડે....!?” જોર-જોરથી શ્વાસ લેતી લાવણ્યાનાં કાનમાં યશનાં એ શબ્દો પડઘાવાં લાગ્યાં.
“કેટલાં” લીધાં સિદ્ધાર્થ જોડે....!?” પોતાનાં કાન દબાવીને લાવણ્યાએ એ શબ્દોનાં ધ્વનિને કાનમાં પ્રવેશતો રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો.
અંકિતા સહાનુભૂતિપૂર્વક તેણીનાં ખભે હાથ મૂકીને ઊભી રહી. નેહા સહિત આજુ કેટલાંક સ્ટુડન્ટ્સ હજીપણ ત્યાંજ ઊભાં હતાં.
“તું ચિંતા નાં કર....!”અંકિતાએ લાવણ્યાનો હાથ પકડીને કહ્યું “ આપડે કમ્પ્લેન કરશું એની....!”
ડઘાયેલી લાવણ્યા હજીપણ કોરિડોરની દીવાલનાં ટેકે ઊભી-ઊભી જોર-જોરથી શ્વાસ લઈ રહી હતી.
“નઈ..નઈ...નઈ....!” લાવણ્યા ગભરાઈ ગઈ હોય એમ માથું ધૂણાવી રહી “મ્મ....મારે કઈં નઈ કરવું...!”
“પણ લાવણ્યા...!”
“લવ....!” અંકિતા આગળ બોલે ત્યાંજ તેમને સિદ્ધાર્થનો અવાજ સંભળાયો
લાવણ્યા અને અંકિતા બંનેએ એ તરફ જોયું. વ્હાઈટ શર્ટ બ્લ્યુ જીન્સ પહેરેલો સિદ્ધાર્થ કોરિડોરમાં ઉભેલાં સ્ટુડન્ટ્સની વચ્ચેથી તેમની નજીક આવ્યો.
“શું થયું...!?” આજુબાજુ ઉભેલાં સ્ટુડન્ટ્સ અને નેહાની સામે એક નજર જોઈને સિદ્ધાર્થે લાવણ્યાને પૂછ્યું.
“કેટલાં” લીધાં સિદ્ધાર્થ જોડે....!? સિદ્ધાર્થ જોડે...!”
સિદ્ધાર્થને જોતાંજ ફરીવાર એજ શબ્દો લાવણ્યાનાં કાનમાં પડઘાવાં લાગ્યાં. પોતાનું રડવું રોકી રાખવાં લાવણ્યા ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગી.
“સિડ...!મ્મ.....હું...એવી નઈ...!” બોલતાં-બોલતાંજ લાવણ્યા છેવટે ભાંગી પડી અને સિદ્ધાર્થને વળગી રડી પડી.
“અરે....! શું થ્યું...!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક જોડે ઊભેલી અંકિતા સામે જોયું.
અંકિતાની આંખ ભીની થઈ ગઈ.
“આમ જો...! મારી સામું જો...!” સિદ્ધાર્થ લાવણ્યાની દાઢી પકડી તેણીનું મ્હોં ઊંચું કરવાં ગયો.
“હું એવી નઈ...હું એવી...!” લાવણ્યાએ બળપૂર્વક પોતાનું મોઢું સિદ્ધાર્થની ચેસ્ટમાં દબાવી રાખ્યું અને ડૂસકાં ભરતી-ભરતી રડતી રહી.
“શાંત થા લવ...! શું થયું..!? મને કે’તો ખરી...!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને પૂછવાનો પ્રયત્ન કર્યો.
“નેહાએ કઈં કીધું...!?” સિદ્ધાર્થે એક નજર નેહા સામે જોઈને લાવણ્યાને પૂછ્યું.
“હું એવી નઈ....!” એકની એક વાત બોલતી લાવણ્યા સિદ્ધાર્થને વળગીને રડતી રહી.
“અંકિતા....! શું થયું કે’ને...!?” સિદ્ધાર્થે છેવટે અંકિતા સામે જોઈને પૂછ્યું.
“સિડ...! ય...!”
“નઈ...ના....નઈ..!” લાવણ્યાએ ઝડપથી માથું ધૂણાવીને અંકિતા સામે જોયું “ના...!”
“પણ લાવણ્યા...! સિડને તો..!”
“સિડ...નઈ...ક....કઈ નઈ થ્યું....! ચ...ચલ...!” સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યા તેને ખેંચવાં લાગી “આપ...આપડે રિવરફ્રન્ટ જઈએ....!”
“એક મિનિટ...!” સિદ્ધાર્થે તેનો હાથ ખેંચીને લાવણ્યાને ઊભી રાખી પછી અંકિતા સામે જોઈને કઠોર સ્વરમાં પૂછ્યું “અંકિતા...! શું થયું બોલ..!?”
“સિડ...સિડ....યશ...! યશે....!” બોલતાં-બોલતાં અંકિતાની આંખ ભીંજાઈ ગઈ “લાવણ્યાને પ....પાછળ...!” અંકિતાએ પોતાનો એક હાથ પોતાનાં નિતંબ ઉપર મૂક્યો અને સંકોચપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈ રહી “એને...પ...પાછળ હાથ માર્યો...! જ...જોરથી...!”
“અંકિતા રે’વાંદેને...!” લાવણ્યા ફરીવાર રડી પડી.
“ને...ને…! એણે બધાંની વ...વચ્ચે લ....લાવણ્યાને “ભ....ભાવ” પૂછ્યો...! અને કીધું...કે...સિદ્ધાર્થ જોડેથી કેટલાં લીધાં...!”
સિદ્ધાર્થનો ચેહરો તરતજ ગુસ્સાંથી લાલ થઈ ગયો.
“ક્યાં છે એ...!?” દાંત દબાવીને સિદ્ધાર્થે અંકિતાને પૂછ્યું.
“ન...નઈ....સિડ...!”
“અંકિતા બોલ ક્યાં છે એ...!?” લાવણ્યા સિદ્ધાર્થનું બાવડું પકડીને બોલવા જતી હતી ત્યાંજ સિદ્ધાર્થે અંકિતા સામે જોઈને કઠોર સ્વરમાં પૂછ્યું.
“ક....કેન્ટીન બાજુ...!” અંકિતા ડરતાં-ડરતાં બોલી.
“સિડ...સિડ...!”
લાવણ્યા હજીતો સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકવા જતીજ હતી ત્યાંજ સિદ્ધાર્થ બાવડું પકડેલો તેણીનો હાથ છોડાવીને કશું પણ બોલ્યાં વગર ત્યાંથી ઉતાવળાં પગલે કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.
“સિડ...!” ગભરાઈ ગયેલી લાવણ્યા બૂમ પાડી ઉઠી અને સિદ્ધાર્થની પાછળ દોડી.
“સિદ્ધાર્થ ઊભોરે....!” અંકિતા અને નેહા પણ તેનાં નામની બૂમો પાડતાં-પાડતાં સિદ્ધાર્થ પાછળ દોડ્યા.
“સિદ્ધાર્થ.....સિદ્ધાર્થ.....!”
કોઈનું પણ સાંભળ્યા વિના સિદ્ધાર્થે પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી.
“સિદ્ધાર્થ....! ઊભો રે...!” કોરિડોરમાં સામેની બાજુથી સિદ્ધાર્થનાં મામા અને કોલેજનાં ટ્રસ્ટી સુરેશસિંઘ તેમની કેબિન બાજુથી સિદ્ધાર્થ તરફ ઉતાવાળાં પગલે આવી રહ્યાં હતાં.
તેમણે પણ સિદ્ધાર્થને બૂમ પાડીને રોકવાનો પ્રયત્ન કર્યો.
તેઓ નજીક પહોંચે એ પહેલાંજ સિદ્ધાર્થ કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં ડાબી બાજુ વળી ગયો.
સિદ્ધાર્થ હજીતો કેન્ટીનનાં એન્ટ્રન્સ નજીક પહોંચવાંજ આવ્યો હતો, ત્યાંજ તેણે કેન્ટીનમાંથી યશને તેનાં બે-ત્રણ મિત્રો સાથે નીકળતાં જોયો.
સિદ્ધાર્થ બાજુ વળી રહેલાં યશે જેવો સિદ્ધાર્થને અને તેની પાછળ દોડતાં-દોડતાં આવી રહેલાં લાવણ્યા, અંકિતા, નેહા વગેરેને જોયાં કે તરતજ તે પાછો ફરીને ઊભી પૂંછડીયે ભાગ્યો.
“ય....આ....શ....!” બરાડો પાડીને સિદ્ધાર્થ પણ તેની પાછળ ભાગ્યો.
“સિદ્ધાર્થ....! પ્લીઝ...! ઊભોરે...!” નેહાએ ફરીવાર બૂમ પાડી.
ઉતાવળે દોડતી નેહા હવે લાવણ્યાની આગળ નીકળી ગઈ અને સિદ્ધાર્થ રોકવાં બૂમો પાડી રહી.
કોરિડોરમાં વળી જઈને યશ દોડતો-દોડતો પ્રિન્સિપાલની કેબિન તરફ ભાગ્યો. જોકે કેબિન તરફ જવાં તે જેવો કોરિડોરમાં વાળ્યો કે તરતજ એ તરફથી આવતાં એક સ્ટુડન્ટ જોડે અથડાઈ ગયો. ઝડપને લીધે યશ લથડાયો અને નીચે પડ્યો. તે ઊભો થાય એ પહેલાંજ સિદ્ધાર્થ ત્યાં આવી પહોંચ્યો અને આધડુંકાં ઊભાં થયેલાં યશની છાતી ઉપર સવાર થઈને તેને પાછો નીચે પાડી દીધો.
યશના બંન્ને હાથની કોણીઓ ઉપર પોતાનાં ઘૂંટણ ટેકવીને સિદ્ધાર્થ બેસી ગયો. એક હાથ વડે યશનાં શર્ટનો કોલર પકડી બીજાં હાથની મુઠ્ઠીવાળી સિદ્ધાર્થ યશનાં ચેહરા ચેહરા ઉપર પંચ મારવાં લાગ્યો.
“તારી....!”
“હિમ્મત”
“કેમની થઈ....!”
એક પછી એક પછી ધડાધડ સિદ્ધાર્થે યશના મોઢા ઉપર ખુન્નસપૂર્વક અનેક પંચ ઝીંકી દીધાં.
યશનું નાક તૂટી જતાં તેની નસકોરીમાંથી લોહીનાં છાંટાં ઊડ્યાં. સિદ્ધાર્થ એટલાં જોરથી વાર કરે જતો કે બે-ત્રણ પંચમાં તો યશના મોઢું લોહીથી ભરાઈ ગયું. અધમૂઆં થઈ ગયેલાં યશનો આખો ચેહરો લોહીથી ખરડાઈ ગયો હોવાં છતાંપણ સિદ્ધાર્થ અટકવાનું નામ નહોતો લેતો.
“સ્ટોપ ઈટ સિદ્ધાર્થ....!” સૌથી પહેલાં નેહાએ સિદ્ધાર્થની જોડે પહોંચી જઈ તેનો હાથ પકડી તેને રોકવાનો પ્રયત્ન કર્યો.
નેહાને હડસેલીને સિદ્ધાર્થે વધુ બે-ત્રણ પંચ યશના ચેહરા ઉપર ઝીંકી દીધાં.
“સિદ્ધાર્થ.....! એ મરી જશે છોડ એને...!” નેહાએ ફરીવાર સિદ્ધાર્થનો હાથ પકડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો “સિદ્ધાર્થ પ્લીઝ....! સ્ટોપ ઈટ...!”
“સિડ....! સિડ...!” ત્યાંજ લાવણ્યા અને અંકિતા પણ આવી પહોંચ્યા.
તેઓ હજી સિદ્ધાર્થ પાસે પહોંચે એ પહેલાંજ સિદ્ધાર્થનાં મામા તેમની પાસેથી નીકળી સિદ્ધાર્થ પાસે પહોંચી ગયાં.
“સિદ્ધાર્થ....! ઊભોથા...!” સુરેશસિંઘે પણ સિદ્ધાર્થનું બાવડું પકડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો “શું કરે છે …!? સાવ જંગલીવેડાં કરે છે...! તું...!”
“ઊભો થા...!” સુરેશસિંઘનો ચેહરો ગુસ્સાંથી લાલ થઈ ગયો અને તે બરાડી ઉઠ્યો.
તેમની ઓફિસનો પ્યૂન પણ સુરેશની મદદ માટે આવ્યો અને કોલેજનાં કેટલાંક બોયઝ સ્ટુડન્ટ્સ પણ સિદ્ધાર્થની પીઠ ફરતે હાથ વીંટાળી તેને ખેંચવાં લાગ્યાં.
“આજ પછી એની સામે આંખ ઉઠાવીને નાં જોતો...!” તરફડિયાં મારી રહેલાં યશનાં શર્ટનો કોલર પકડીને સિદ્ધાર્થે તેનો ચેહરો ઊંચો કર્યો “She is mine….!”
કઠોર સ્વરમાં બોલેલાં એ વાક્યને નેહા સહિત બધાંએ સાંભળ્યુ. નેહાનું મોઢું પડી ગયું અને કોરિડોરની દીવાલમાં ડઘાઈને ઊભી થઈ ગઈ. લાવણ્યા અને અંકિતા બે ડગલાં પાછળજ ઊભાં હતાં.
“ઊભો થા...! ઊભો થા....!” બરાડો પાડતાં-પાડતાં સુરેશસિંઘે અને બીજાંએ ભેગાં મળીને સિદ્ધાર્થને માંડ-માંડ યશ ઉપરથી ઊભો કર્યો.
“મગન...! જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ...!” સુરેશસિંઘે ઓફિસનાં પ્યૂન સામે જોઈને સખત સ્વરમાં કહ્યું.
લોહીલુહાણ હાલતમાં તરફડિયાં મારતાં યશને જોઈને હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા અને અંકિતાએ પોતાનાં મોઢા દબાવી દીધાં. લાવણ્યાએ એક નજર યશની હાલત જોઈને સિદ્ધાર્થ સામે જોયું. તેનો આખો ચેહરો યશનાં લોહીથી ખરડાઈ ગયો હતો અને તેનાં વ્હાઈટ શર્ટ ઉપર લોહીનાં અનેક છાંટાંનાં ધબ્બા પડી ગયાં હતાં. જે હાથ વડે સિદ્ધાર્થે યશને માર્યો હતો એ હાથના પંજા પણ લોહીથી ખરડાઇ ગયાં હતાં.
“સિડ...!” મોઢું દબાવી રાખીને લાવણ્યા સિદ્ધાર્થનું એ વિકરાળ સ્વરૂપ જોઈ રહી.
કાયમ શાંત અને સીધાં દેખાતાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપર તેણે આટલો ગુસ્સો કદી નહતો જોયો.
“She is mine….! Mine….!” સિદ્ધાર્થનાં એ શબ્દો લાવણ્યાનાં કાનમાં ગુંજવાં લાગ્યાં.
“ઓહ સિડ...!” વિખરાયેલા વાળમાં લોહીથી ખરડાયેલાં સિદ્ધાર્થનાં ચેહરા સામે જોઈને લાવણ્યા રડી પડી.
“અને તું...!” સુરેશસિંઘે હવે સિદ્ધાર્થનાં શર્ટનો કોલર પકડીને ખેંચ્યો “ચાલ...! ચાલ...! મારી જોડે...! ચાલ....!”
સિદ્ધાર્થને ધક્કો મારતાં-મારતાં સુરેશસિંઘ તેને પોતાની કેબિન તરફ લઈ જવાં લાગ્યાં.
“સિડ....! સિડ...!” લાવણ્યા હાથ કરીને સિદ્ધાર્થની પાછળ જવાં ગઈ.
“નઈ...નઈ...!” અંકિતાએ તરતજ લાવણ્યાને તેનો હાથ પકડીને ખેંચી લીધી “નઈ....! અત્યારે નઈ...!”
“પ...પણ...!”
“લાવણ્યા....” ભીની આંખે લાવણ્યા સામે જોઈ અંકિતાએ નકારમાં માથું ધૂણાવે રાખ્યું “વાત વધારે બગડશે...!”
રડતાં-રડતાં લાવણ્યા સુરેશસિંઘની પાછળ ખેંચાઈને જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ સામે તાકી રહી.
“બેયબી.....!” તેણીની આંખમાંથી દડદડ આંસુ ટપકવાં લાગ્યાં.
“ધડ....!”
કોરિડોરના સામે છેડે આવેલી ટ્રસ્ટી સાહેબ સુરેશસિંઘની કેબિનમાં દરવાજો ખોલીને અંદર દાખલ થતાં બેયને લાવણ્યા સહિત બધાં જોઈ રહ્યાં. સિદ્ધાર્થના કેબિનમાં દાખલ થયાં પછી સુરેશસિંઘે જોરથી પછાડીને દરવાજો બંધ કર્યો.
-----
પાંચેક મિનિટ પછી તીવ્ર સાઈરન વગાડતી એક એમ્બ્યુલન્સ કોલેજના કમ્પાઉન્ડમાં દાખલ થઈ.
સિદ્ધાર્થે કરેલી મારઝૂડની ખબર આખો કોલેજમાં ફેલાઈ ગઈ. કોલેજના વાઈરલ ગ્રૂપમાં કોઈ સ્ટુડન્ટે મારઝૂડનો વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી દીધો. કોલેજના કોરિડોરમાં અને કમ્પાઉન્ડમાં સ્ટુડન્ટ્સ, ટીચર્સ વગેરેનું ટોળું એકઠું થઈ ગયું.
સ્ટ્રેચરમાં સૂવાડી યશને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં દાખલ કરાયો.
“મારઝૂડનો કેસ છે...!” એમ્બ્યુલન્સનો દરવાજો બંધ કરીને તેનાં ચાલક જોડે ઉભેલાં કોલેજના પ્યૂનને કહેવાં લાગ્યો “આ ભાઈની હાલત ખરાબ હોવાથી અમે એને વી.એસમાં ઈમરજન્સીમાં દાખલ કરીએ છે...! તમારાં પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી જે જવાબદાર વ્યક્તિ હોય એમને કો’ કે પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસ લઈને ત્યાં આવે....!”
એટલું કહીને એમ્બ્યુલન્સનો ચાલક એમ્બ્યુલન્સમાં બેઠો અને એમ્બ્યુલન્સ લઈને રવાનાં થયો.
ઓફિસના પ્યૂન તરતજ દોડાંદોડ સુરેશસિંઘની કેબિન તરફ ભાગ્યો.
લાવણ્યા સહિત બાકીના બધાં મૂક પ્રેક્ષકની જેમ બધો ઘટનાક્રમ જોઈ રહ્યાં.
-----
એમ્બ્યુલન્સના ગયાં પછી થોડીજ વારમાં પછી કોલેજના કમ્પાઉન્ડમાં એક પોલીસ જીપ આવીને ઊભી રહી. કમ્પાઉન્ડના ટોળાંને કોલેજનો પ્યુન હજીતો વિખેરી રહ્યો હતો.
લાવણ્યા, નેહા અને અંકિતા હજીપણ ત્યાંજ કોરિડોરમાં ઊભાં હતાં. પોલીસ જીપ જોતાંજ ત્રણેય ગભરાઈ ગયાં.
“બાપરે...!” લાવણ્યાની જોડે ઉભેલો પ્રેમ બોલી ઉઠ્યો.
પ્રેમ સહિત ત્રિશા, કામ્યા અને ગ્રૂપના બાકીનાં ફ્રેન્ડ્સ પણ ત્યાંજ આવી ગયાં હતાં. વાઈરલ ગ્રૂપમાં વિડીયો જોઈને વિવાન પણ ત્યાંજ આવી ગયો હતો. અંકિતાએ બધી વાત ટૂંકમાં તેમને કહી સંભળાવી હતી. બધાંની હાજરીને લીધે લાવણ્યાએ માંડ પોતાનું રડવું દબાવી રાખ્યું હતું.
થોડીવાર પછી સુરેશસિંઘ સિદ્ધાર્થનો હાથ પકડીને કોરિડોરમાં ચાલતાં-ચાલતાં તેમની તરફ આવવાં લાગ્યાં.
“સિડ....!” સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યાની આંખમાંથી તરતજ આંસુ વહેવાં લાગ્યાં અને તે ડૂસકાં ભરી રડવાં લાગી.
“એનો...એનો...એનો કોઈ વાંક ન’તો ....!” નજીક આવી ગયેલાં સિદ્ધાર્થનાં સખત ચેહરાને જોઈને બધાંની હાજરી ભૂલીને લાવણ્યા રઘવાઈ થઈ સિદ્ધાર્થ તરફ દોડી.
“લાવણ્યા ઊભીરે...!” અંકિતાએ તરતજ તેણીનો હાથ પકડીને ખેંચી લીધી.
પ્રેમ અને વિવાને પણ લાવણ્યાનું બાવડું પકડી રાખ્યું.
“અન....અંકિતા.....એનો વાંક ન’તોને...! તે...તે...જોયું’તું ને...!” નાનાં બાળકની જેમ માથું ધૂણાવીને લાવણ્યા અંકિતાને કહી રહી “એનો વાંક ન’તો..... એનો વાંક ન’તો...!”
“લાવણ્યા...! હમણાં શાંતિ રાખ...! હમ્મ...!” પ્રેમે લાવણ્યાને સમજાવના સૂરમાં કહ્યું.
લાવણ્યા કોઈનું પણ સાંભળ્યા વિના બધાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહી.
“સિડનો વાંક ન’તો....!” બધાં તેને ઘેરી વળતાં લાવણ્યાએ ઊંચા થઈને સિદ્ધાર્થની પીઠ જોતાં-જોતાં કહ્યું “મને જવાંદોને....! સિડનો વાંક ન’તો....!”
લાવણ્યા કરગરી ઉઠી અને વિનવણીનાં સૂરમાં અંકિતા સહિત તેને ઘેરીને ઉભેલાં બધાંને કહી રહી.
“સિડ....સિડ...!” લાવણ્યાએ પોતાનાં પંજા ઉપર ઊભાં થઈને જોવાનો પ્રયત્ન કર્યો.
સિદ્ધાર્થ હવે પોલીસની જીપમાં પાછળ બેસી ગયો હતો. સુરેશસિંઘ હજીપણ જીપની બહાર ઊભાં હતાં.
“હું વકીલને લઈને પોલીસ સ્ટેશન આવું છું...!” જીપ જોડે ઉભેલાં સુરેશસિંઘ બોલ્યાં અને પોતાનો મોબાઈલ કાઢવાં લાગ્યાં.
સિદ્ધાર્થને લઈને પોલીસજીપ ત્યાંથી રવાનાં થવાં લાગી.
“તમે બેય....!” ફોન ઉપર વાત કરીને સુરેશસિંઘ હવે કોરિડોરનું પગથિયું ચઢીને આવ્યાં અને લાવણ્યા અને અંકિતા સામે જોઈને વેધક સ્વરમાં બોલ્યાં “મારી કેબિનમાં આવો....! અત્યારેજ....!”
“નેહા તૂ પણ...!” જતાં-જતાં તેમણે નેહાને પણ કઠોર સ્વરમાં કહી દીધું અને પોતાની કેબિન તરફ ચાલવા લાગ્યાં.
રડી રહેલી લાવણ્યાની નજર હવે બે ડગલાં આગળ ઊભેલી નેહા ઉપર પડી. યૂથ ફેસ્ટિવલની રાત્રે અને બે-દિવસ પહેલાં હોસ્પિટલમાં જે રીતે આગ ઝરતી આંખે નેહા લાવણ્યાને જોતી હતી એવીજ અંગારા વરસાવતી આંખે તે ક્યારની લાવણ્યા સામે જોઈ રહી હતી.
નેહાની આંખોમાં ધસી આવેલું લોહી જોઈને લાવણ્યાનું આખું શરીર ધ્રૂજવા માંડ્યુ. પારેવાંની જેમ ફફડતી-ફફડતી તે નેહા સામે ભીની આંખે જોઈ રહી.
-----
પાંચેક દિવસ પછી....
“મૂડજ નથી આવતું હોં યાર...!” ત્રિશા મોઢું બગાડીને બોલી.
લાવણ્યાની છેડતી અને ત્યારપછી થયેલી આખી “ધમાલ”ને લગભગ પાંચેક દિવસ વીતી ગયાં હતાં.
જોકે બબાલ પછી શું બન્યું એ વિષે ઘણી ઓછી જાણકારી ગ્રૂપનાં ફ્રેન્ડ્સને કે કોલેજનાં અન્ય સ્ટુડન્ટ્સને હતી. યશને રાતો-રાત HL કોલેજમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ ઉપર પોલીસ કેસ થયો કે નઈ, એ જેલમાં છે કે ક્યાં છે, એનાં વિષે પણ કોલેજમાં કોઈને કશું ખબર નહોતી.
આટલું ઓછું હોય તેમ લાવણ્યા, અંકિતા અને નેહા ત્રણેય બબાલનાં દિવસ પછી કોલેજ આવ્યાંજ નહોતાં. જોકે અંકિતાએ ગ્રૂપનાં ફ્રેન્ડ્સને મેસેજ કરીને કહી દીધું હતું કે ટ્રસ્ટી સાહેબે તેને, લાવણ્યાને અને નેહાને કેબિનમાં બોલાવીને મામલો થાળે પડે ત્યાંસુધી કોલેજમાં રજા રાખવાનું કહી દીધું હતું.
આથીજ ત્રણેય જણાં એ દિવસથી ગેરહાજર હતાં. સિદ્ધાર્થ વિષે જોકે કોઈને કશું ખબર નહોતી. કેન્ટીન હોય કે ક્લાસરૂમ, કોલેજમાં રોજ જુદી-જુદી વાતો થતી. જેમકે લાવણ્યાએ કોલેજ ચેન્જ કરી લીધી, કે પછી સિદ્ધાર્થ પાછો બરોડાં જતો રહ્યો વગેરે.
દિવાળી વેકેશનમાં હવે ગણ્યાગાંઠયાં દિવસો બાકી રહ્યાં હોવાથી કેન્ટીનમાં રોજે ચિક્કાર ભીડ રહેતી.
“હાં યાર....! સિડ અને લાવણ્યા વગર તો જાણે ગ્રૂપજ બેકાર થઈ ગ્યું છે...!” પ્રેમ પણ મોઢું બગાડીને બોલ્યો.
“કામ્યા....! તને કોઈ ન્યૂઝ મળ્યાં...!? લાવણ્યા કે સિડનાં...!? બેયનાં ફોન બંધ આવે છે...!” ત્રિશાએ સામે બેઠેલી કામ્યાને પૂછ્યું.
ઉદાસ ચેહરે કામ્યાએ નકારમાં માથું ધૂણાવી દીધું.
કામ્યા પાછી મોબાઈલ મંતરવા લાગી. સ્ટુડન્ટ્સથી ભરેલી કેન્ટીનમાં કોલાહલ ચાલુજ હતો.
થોડીવાર પછી એકદમજ કોલાહલ શમી ગયો અને કેન્ટીનમાં નિરવતાં છવાઈ ગઈ.
“અરે બાપરે....!” ત્રિશાએ કેન્ટીનનાં એન્ટ્રન્સ તરફ આંખો મોટી કરીને જોયું “સિદ્ધાર્થ....!”
કામ્યા સહિત બધાંએ એ તરફ જોયું.
એકાદ-બે સેકંડ સુધી કેન્ટીનનાં એન્ટ્રન્સમાં ઊભાં રહીને પોતાની તરફ જોઈ રહેલાં સ્ટુડન્ટ્સ ઉપર એક નજર નાંખીને સિદ્ધાર્થ તેનાં ગ્રૂપનાં ટેબલ તરફ આવવાં લાગ્યો.
સિદ્ધાર્થને તેમની તરફ આવતો જોઈને સૌથી પહેલાં કામ્યા ત્યારપછી બીજાં ફ્રેન્ડ્સ પણ ઊભાં થઈ ગયાં.
સિદ્ધાર્થને જોતાંજ કામ્યાની આંખ ભીની થઈ ગઈ. માંડ-માંડ તેણીએ પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરી અને સિદ્ધાર્થને તેમની તરફ આવતો જોઈ સ્મિત કરી રહી.
“હાય...!” કેન્ટીનમાં કામ્યાની જોડે આવી ઊભો રહેતાંજ સિદ્ધાર્થ બોલ્યો.
“ક્યાં હતો તું...!?” વિહવળ સ્વરમાં કામ્યાએ પૂછ્યું પછી એકદમજ પોતાનો સૂર બદલ્યો “આઈ મીન...! બધુ ઠીક છે ને હવે...!?”
“પે’લ્લાં કઈંક મંગાવીએ...! નાસ્તો પાણી..!” સિદ્ધાર્થે મલકાઈને કહ્યું અને ટેબલ નીચેથી ચેયર ખેંચીને તેમાં બેઠો.
કામ્યા સિદ્ધાર્થની જોડેની ચેયરમાં બેસી ગઈ. બાકીનાં બધાં પણ આજુબાજુ ચેયરમાં ગોઠવાઈ ગયાં.
ચેયરમાં બેસીને સિદ્ધાર્થે એક નજર ફરીવાર આજુબાજુ જોયું. હજીપણ કેટલાંક સ્ટુડન્ટ્સ તેની તરફ જોઈ રહ્યાં હતાં. જોકે સિદ્ધાર્થે તેમની તરફ જોતાંજ તેમણે નજર ફેરવી લીધી.
“અમ્મ...! લાવણ્યા ક્યાં છે...!?” સિદ્ધાર્થે નાનાં બાળક જેવો ચેહરો બનાવીને વારાફરતી બધાં સામે જોઈને પૂછ્યું.
“એ અને અંકિતા હજી સુધી નઈ આવ્યાં કોલેજ...!” ત્રિશાએ વિલાં મોઢે જવાબ આપ્યો “અંકિતા કે’તી’તી....કે ટ્રસ્ટી સાહેબે બંનેને થોડાં દિવસ કોલેજ આવાની ના પાડી છે....!”
“ઓહ....! કોઈ વાંધો નઈ....!” સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભરી નીચું જોઈ લીધું.
“તું ઠીક છેને....!?” કામ્યાએ સિદ્ધાર્થના ખભે પ્રેમથી હાથ મૂકીને પૂછ્યું.
“હમ્મ...!” સિદ્ધાર્થે ખાલી હુંકારો કરી ઔપચારિક સ્મિત કર્યું.
“અમ્મ...! પછી....! એ દિવસે શું થ્યું’તું....!?” પ્રેમે થોડાં સંકોચ સાથે પૂછ્યું.
“બસ....! અ..!”
“પ્રેમ....! શું કામ તું એ બધું યાદ કરાવે છે....!” કામ્યાએ ચિડાઈને પ્રેમને કહ્યું “છોડને એ બધું..!”
“કઈં વાંધો નઈ..!” સિદ્ધાર્થે ફરીવાર એવુંજ ઔપચારિક સ્મિત કર્યું “હું કઉં છુ...!”
બધાં સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો.
“અમ્મ....! મને અ....પોલીસ સ્ટેશન લઈ ગ્યાં પછી...! મામાં વકીલ જોડે બેલ પેપર્સ બનાવાં ગયાં’તાં...! પણ....! અ...! અમારાં એ વકીલ આઉટ ઓફ ટાઉન હતાં....એટ્લે મેળ ના પડ્યો..! અને પછીનાં બે દિવસ સેટરડે-સન્ડે હતો....! એટ્લે...અ...અ......”
સિદ્ધાર્થે સંકોચપૂર્વક બધાં સામે જોયું પછી કામ્યા સામે જોયું. કામ્યાએ સિદ્ધાર્થની આંખોમાં રહેલો સંકોચ વાંચી લીધો.
“ચાલશે....! ના કઈશ....!” કામ્યા દયાપૂર્વક તેની સામે જોઈ મનમાં બબડી.
“બે દિવસ જેલમાં રહ્યો હું...!” કામ્યા તેને ટોકવાં જાય એ પહેલાંજ સિદ્ધાર્થ આગળ બોલી ગયો.
થોડું અટકીને સિદ્ધાર્થ બધાં સામે જોઈ રહ્યો. કામ્યાએ ટેબલ ઉપર સિદ્ધાર્થની હથેળી ઉપર પોતાનો હાથ મૂક્યો.
“મન્ડે કોર્ટ ખૂલ્યાં પછી મારાં જામીન થયાં અને તરતજ મામાં મને લઈને બરોડાં જતાં ‘ર્યા .....! ઘરે અ....! એવીજ બધી માથાકૂટ થઈ....! અને થોડાં દિવસ માટે મારો નંબર મામાએ બંધ કરાઈ દીધો.....!”
કેટલીક ક્ષણો અટકી સિદ્ધાર્થ ટેબલ સામે તાકી રહ્યો. એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થે આગળ બોલવાનું શરૂ કર્યું-
“બધાંએ ના પાડી’તી ….! અમદાવાદ પાછાં આવાની...પણ....અ...પણ...!”
સિદ્ધાર્થ અટકી ગયો અને બેચેનીપૂર્વક આમતેમ જોઈ રહ્યો.
“ઈટ્સ ઓકે સિડ....!” કામ્યાએ ફરીવાર સિદ્ધાર્થના ખભે હાથ મૂક્યો.
“મારે લાવણ્યા જોડે વાત કરવી છે...!” સિદ્ધાર્થે ઢીલું મોઢું કરીને કહ્યું “અ...મારી જોડે હજી ફોન મારો નથી...! તો...અ..!”
“સિડ...! લાવણ્યાનો નંબર બંધજ આવે છે...!” કામ્યાએ સહાણુંભૂતિપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “અમે બવ ટ્રાય કર્યો...!”
“હમ્મ…અને અંકિતા કે’તી ‘તી કે...! લાવણ્યા થોડાં દિવસ માટે આઉટ ઓફ ટાઉન રે’વાની છે...!” ત્રિશા પણ ઢીલું મોઢું કરીને બોલી.
સિદ્ધાર્થ પાછું ટેબલ ઉપર શૂન્યમનસ્ક તાકવાં લાગ્યો.
----
“હાય....!”
બપોર લંચમાં બધાં કેન્ટીનમાં બેઠાં હતાં ત્યાંજ પાછળથી કોઈનો અવાજ આવ્યો.
સિદ્ધાર્થ સહિત બધાંએ તરતજ પાછું ફરીને જોયું.
“અંકિતા....!” ત્રિશા ખુશીથી બોલી પડી અને ચેયરમાંથી ઊભી થઈને અંકિતાને વળગી પડી.
સિદ્ધાર્થ સહિત બાકીના પણ અંકિતાને જોઈને ચેયરમાંથી ઊભાં થઈ ગયાં.
“કામ્યા...! પ્રેમ....!” અંકિતાએ ઔપચારિક સ્મિત કરતાં-કરતાં વારાફરતી બધાં સામે જોયું, પણ સિદ્ધાર્થ સામે જોવાનું ટાળ્યું.
ત્રિશા જોડે ચેયર ખેંચીને અંકિતા ત્યાં બેસી ગઈ.
બધાં પાછાં પોત-પોતાની જગ્યાએ બેઠાં.
“અંકિતા...અ....!”
“પ્લીઝ.... ! મને “એ બધાં” વિષે કશુંજ ના પૂછતાં...!” સહેજ ચિડાઈને અંકિતાએ તરતજ ટેબલ ઉપર હથેળી ટેકવીને કામ્યાને રોકતાં કહ્યું “મારે કોઈ વાત નથી કરવી....!”
“અરે...અ...હું તો એમ પૂછું છું કે...!”
“લાવણ્યા ક્યાં છે...!?” કામ્યા પોતાની વાત પૂરી કરે એ પહેલાંજ સિદ્ધાર્થ બોલી પડ્યો.
“આઉટ ઓફ ટાઉન છે....!” અંકિતાએ એક અછડતી નજર સિદ્ધાર્થ સામે જોયું પછી પોતાનો મોબાઈલ મંતરવાનું નાટક કરવાં લાગી.
“મારી વાત કરાય એની જોડે...!” સિદ્ધાર્થે સપાટ સ્વરમાં કહ્યું.
“એનો નંબર બંધ છે...!” અંકિતા બોલી “સુભદ્રા આન્ટીએ ફોન બંધ રાખવાં કીધું છે..! અને હા...! એણે કીધું છે કે પાછી આવીને તને તરતજ કૉલ કરશે...!”
“ક્યારે પાછી આવશે એ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“વેકેશન પે’લ્લાં આઈ જશે....!” અંકિતાએ કોઈપણ જાતના હાવભાવ વિના કહ્યું.
સિદ્ધાર્થ ચેયરમાંથી ઊભો થઈ ગયો અને પાછો ફરીને ચાલવા લાગ્યો.
અંકિતાની હાજરીમાં “Awkward” થઈ ગયેલી સિચ્યુએશને લીધે કામ્યાએ સિદ્ધાર્થને રોકવાનું ટાળ્યું.
-----
વધુ ચારેક દિવસ વીતી ગયાં.
લાવણ્યા હજી સુધી કોઈપણ કોલેજ નહોતી આવી.
“હું એનાં ઘરે પણ જઈ આયો....!” કેન્ટીનમાં બધાંની જોડે બેઠેલો સિદ્ધાર્થ ઉદાસ સ્વરમાં બોલ્યો “પણ...! ત્યાં તાળું છે...!એ લોકો હજી નથી આયાં....!”
અંકિતાએ કહ્યાં પછી સિદ્ધાર્થ લગભગ ચારેક દિવસથી લાવણ્યાના ઘરે આંટા મારી રહ્યો હતો. જોકે લાવણ્યાના ઘરે કાયમ તાળું લટકતું જોઈને તે નિરાશ થઈને પાછો આવતો.
“અંકિતા...!”
“સિદ્ધાર્થ પ્લીઝ....! એકનો એક ક્વેશચન મને કેટલીવાર પૂછીશ...!?” અંકિતા ચિડાઈને બોલી.
અંકિતાના આવ્યાં પછી સિદ્ધાર્થ લગભગ રોજે તેણીને લાવણ્યા વિષે અને તેનાં પાછાં આવવાં વિષે પૂછ્યા કરતો. જોકે અંકિતા સિદ્ધાર્થ જોડે રૂદ બિહેવ કરતી અને ચિડાઈને વાત ટાળી દેતી.
“મેં કીધુંને...! એ આવશે ત્યારે તારી જોડે વાત કરી લેશે....!” અંકિતાએ ચિડાઈને મોઢું બગાડ્યું.
“તું આટલું ખરાબ રીતે શું કામ બિહેવ કરે છે એની જોડે....!?” સિદ્ધાર્થ જોડે અંકિતાના રૂડ બિહેવિયરથી કામ્યાએ વધુ એક વખત છંછેડાઈને અંકિતાને ખખડાવી.
“તું એની સાઈડ શું કામ લે’છે....!?” અંકિતા છેવટે વધુ ચિડાઈ “લાવણ્યા જોડે જેટલું ખરાબ બિહેવ થયું એટલું તો હું નઈ કરતીને...!?”
“અવે આમાં લાવણ્યા ક્યાંથી આવી ગઈ....!?” કામ્યાએ પણ ચિડાઈને જવાબ આપ્યો “સિદ્ધાર્થે થોડું ખરાબ બિહેવ કર્યું છે એની જોડે...!?”
બે-ત્રણ દિવસથી આવી લડાઈઓ લગભગ રોજની થઈ ગઈ હતી.
“કેમ...!? સિદ્ધાર્થે થોડું કર્યું એટ્લે...!?” અંકિતા ટોંન્ટમાં બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈને વધુ ઉદ્ધત રીતે બોલી “બધું એણે જ તો શરૂ કર્યું....! લાવણ્યા જોડે બદલો લેવાં અહિયાં આવ્યો....! એની જોડે પ્રેમનું નાટક કર્યું....! એને ચિટ કરી....!”
“અંકિતા તું...!”
કામ્યા બોલવા જતી હતી ત્યાંજ સિદ્ધાર્થે તેની હથેળી પકડી લઈને તેણીને અટકાવી દીધી.
“એની ફીલિંગ્સને હર્ટ કરી....!” અંકિતાનો સ્વર મોટો થઈ જતાં આજુબાજુના સ્ટુડન્ટ્સ પણ સાંભળવાં લાગ્યાં “એને માનસિક રોગી બનાવી દીધી...!”
અંકિતાની આંખ ભીંજાઈ ગઈ. જોડે બેઠેલાં પ્રેમની આંખ પણ ભીંજાઈ ગઈ.
“એણે પોતાનું આખું અસ્તિત્વ ઓગાળી નાંખીને તને પ્રેમ કર્યો...!” અંકિતાએ ચેયરમાં સીધાં થઈને સિદ્ધાર્થ સામે ભીની આંખે જોયું “અને બદલામાં તે શું આપ્યું...!?”
“અંકિતા બસ કર હવે....!” કામ્યા બોલી.
“બોલ...!? ચૂપ કેમ છે...!? તને એનાં માટે કશું ફીલિંગ નો’તી તો શું કામ એને આટલી હર્ટ કરી...!? શું કામ આટલી તકલીફ આપી...! બદલો લેવો તો ...તો...તારે એની વિરુદ્ધ પોલીસ કંપલેન કરવીતીને...!”
માંડ-માંડ પોતાનું રડવું રોકી રાખી અંકિતા બોલે જતી હતી.
“અને...અને...નેહા આરવને પ્રેમ કરતી’તીને...! તો બદલો એનો હતો...! એમાં તું શું કામ એનો સાથ આપતો હતો..! બોલ..!? આજે તારે કે’વુંજ પડશે....! કે’વુંજ પડશે....! ”
અંકિતાએ ટેબલ ઉપર હાથ પછાડયાં.
“તારાં ચેહરા ઉપર....તારાં બિહેવિયરમાં....! લાવણ્યા માટે જે ફીલિંગ દેખાય છે એ સાચી છે કે ખોટી....! બોલ….!? નેહાનો સાથ તે શું કામ આપ્યો...!? બોલ...!? તને આટલો પ્રેમ કરવાંવાળી લાવણ્યાને તું કેમનો હર્ટ કરી શક્યો....! બોલ...!? બધાંને કે’….! મને પણ કે’…! મારે પણ બધું જાણવું છે...! બોલ....! આજે તારું આ સાઈલેન્ટ બિહેવિયર નઈ ચાલે...! તારે આખી વાત કેવીજ પડશે...! મારે તારી સાઈડની વાત જાણવી છે...! બોલ...!”
ટેબલ પર વધુ એક-બેવાર હાથ પછાડીને અંકિતા ચૂપ થઈ ગઈ. રડતાં-રડતાં તે સિદ્ધાર્થ સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહી.
પોતાની આંખો બંધ કરી સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો પછી ફરીવાર આંખો ખોલીને શૂન્યમનસ્ક તાકી રહી પોતાની તરફની વાત કહેવાં લાગ્યો -
“મેં નેહાને પે’લ્લીવાર....! એક મેરેજ ફંક્શનમાં જોઈ’તી....!”
“ત્યારે અ...અ...હું એનાં પ્રેમમાં પડ્યો....!”
ભીની આંખે કામ્યા સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી અને સિદ્ધાર્થની વાત સાંભળી રહી.
“it was love at first sight….! love at first sight….!”
******
(વાર્તામાં ઉપયોગમાં લીધેલ સોન્ગ્સના લીરીક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી)
પ્રથમ ભાગ પૂર્ણ
લેખકની નોંધ:
આ સાથે લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ અહિયાં પૂર્ણ થાય છે. આખી નવલકથા લગભગ ત્રણેક ભાગમાં લખાયેલી છે. આ પહેલો ભાગ હતો.
હું મારાં વાચકો, જેમણે આ નવકથાને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો એમનો હ્રદયપૂર્વક આભાર માનું છું. વાચકોનાં સપોર્ટ અને ફીડબેકને લીધેજ હું આ નવલકથાને દરેક પ્રકરણે વધુ સારી રીતે લખતો ગયો.
વાચકોનાં સપોર્ટને લીધેજ આ નવકથા ટૂંક સમયમાં હાર્ડકોપીમાં રીલીઝ થવાં જઈ રહી છે.
લવ રિવેન્જ નવલકથાનો બીજો ભાગ એ પ્રથમ ભાગનાં હાર્ડકોપીમાં રીલીઝ થઈ ગયાં પછીજ રીલીઝ થશે, જેની વાચકોએ નોંધ લેવી.
આ નવલકથા મોટેભાગે વાસ્તવિક ઘટનાઓ ઉપર આધારીત હોવાથી તેમજ આ નવલકથાનાં મોટાભાગનાં પાત્રો વાસ્તવિક હોવાથી વાચકોએ ઘણા પ્રશ્નો પૂછ્યા.
શક્ય હોય તેટલાં પ્રશ્નોનાં જવાબ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. કેટલાંક પ્રશ્નો એવાં છે જેનો જવાબ આપવાથી મારી કે નવલકથાનાં અન્ય પાત્રોની ઓળખ છતી થઈ શકે એમ છે તેમજ વાસ્તવિક પાત્રોની dignity પણ hurt થઈ શકે એમ છે. આથી આવાં પ્રશ્નોનાં જવાબ આપવાનાં મેં ટાળ્યા છે. આમ છતાં પણ, હજીપણ જો કોઈ પ્રશ્ન વાચકોનાં મનમાં હોય તો તો મને મારાં ઇન્સ્ટાગ્રામ ઉપર પૂછી શકે છે.
વાચકો દ્વારાં સૌથી વધુ પૂછાયેલો એક સૌથી કોમન પ્રશ્ન હતો કે “આ નવલકથામાં મારું પાત્ર કયું છે.? “
ઘણાં વાચકોએ આ પ્રશ્નનો જવાબ “Guess” પણ કર્યો, જેમાનાં કેટલાંક વાચકોનો જવાબ સાચો હતો, તો કેટલાંકનો ખોટો.
આ પ્રશ્નનો ફાઇનલ જવાબ હું આજે આપી રહ્યો છું.
હાં.....હું જ “સિદ્ધાર્થ” છું.
*****
instagram : @sid_jignesh19