love trejedy - 35 in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ ની ભવાઈ - 35

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 35

હવે આગળ ,
દેવ રોજ સવારે ઉગતા સૂર્યને જોતો હતો આ તેનો નિત્યક્રમ બની ગયો હતો આમ ને આમ રોજ સવારનો નિત્યક્રમ બની ગયો .આમને આમ દેવને અમરેલીમાં આઇટીઆઈના બે વર્ષ પૂર્ણ થવા આવે છે દેવ રોજ ઘરથી બસ સ્ટોપ અને બસ સ્ટોપ થી અમરેલીને અમરેલી થી આઈટીઆઈ આ બે વર્ષ સુધી ચાલે છે તે તેના જીવનમાં કોઈ ને આવવા દેતો નથી તે હવે પોતાનું જીવન એકલા જ વિતાવવા માંગે છે તે બસ પોતાની જ ધૂનમાં મગ્ન રહે છે આમને આમ બે વર્ષ ક્યાં પૂર્ણ થાય ગયા દેવને પણ ખબર પડતી નથી વર્ષ 2010 નું હતું .અમરેલીની આઇટીઆઈમાં બહાર થી પ્લેસમેન્ટ માટે જુદા જુદા શહેરની કંપની અમરેલીમાં આવે છે દેવ પણ આઈટીઆઈ પૂરું થવા આવ્યું છે એટલે તે પણ આ પ્લેસમેન્ટ માં જોડાય છે દેવ અને તેના મિત્રો આ પ્લેસમેન્ટ માં જોડાયા આગળ પ્રોસેસ વધતી જતી હતી દેવને તેના મિત્રોના હૃદયના ધબકારા વધતા જતા હતા . દેવ કે તેના મિત્રો ને તે ખબર ના હતી કે ઇન્ટરવ્યૂ કેવો હોય પેલી જ વાર તે આ ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર .
થોડી જ વાર માં બધા ને એક હોલ માં ભેગા કરવામાં આવે છે અને સૂચના આપવામાં આવી કે પહેલા બધાની એક 25 માર્ક ની ટેસ્ટ લેવામાં આવશે અને તેમાં જે પાસ થશે તેને આગળની એક ટેસ્ટ લેવામાં આવશે અને લાસ્ટમાં એક ઇન્ટરવ્યૂ આપી તમારું સિલેકશન કરવામાં આવશે .
આ સૂચના સાંભળી બધા એક બીજાના મોઢા તરફ નજર કરે છે દેવ પણ તેના મિત્રો સાથે વાત કરવા લાગી ગયો .થોડી જ વારમાં ફરી બધાને થોડે થોડે દુર બેસાડી દેવમાં આવે છે દેવ અને તેના મિત્રો એક બીજાની નજીક જ બેસી ગયા .દેવને તેના મિત્રોની હૃદય ની ધડકન વધતી જાય છે તે બધા એવો વિચાર કરે છે કે જો સિલેકટ થઈ જાય તો નોકરી મળી જશે અને બધા પરીક્ષા માટે તૈયાર થાય છે થોડી જ વારમાં કંપનીના 4 થી 5 માણસો એક પેપર લઈને આવી ગયા.
આખા હોલ ની નજર તે પેપર ઉપર હતી અને બધાનું ભવિષ્ય પણ .દેવ પણ આ ભવિષ્યમાં પોતાનું લક અજમાવવા કૂદી પડ્યો હતો તે આ બે વર્ષમાં જે કાંઈ ભણ્યો હતો તેમાંથી જ પૂછવાનું હતું એટલે દેવને વધુ ટેન્શન ના હતું .થોડી સૂચના બાદ કંપનીના માણસો બધાને પેપર વહેંચી દે છે અને 30 મિનિટનો સમય આપે છે 25 સવાલ છે અને તેના બધા જવાબ આપવાના છે તમને બધા ને 30 મિનિટ નો સમય આપવામાં આવે છે બધા ને પેપર મળી ગયા એવું પૂછીને બધાને best of luck કહે છે અને તમારો સમય સરૂ થાય છે એમ કહીને પેપરની શરૂવાત થાય છે.
બધા પોતપોતાના પેપરમાં જોવા લાગે છે અને તેમાં જ ટિક કરવાનું હોવાથી કોઈ મુશ્કેલી ના હતી તે સવાલ પૂરો થતાં તેની બાજુમાં જ એક બોક્સમાં ટિક કરવાનું હતું બધા પેપરમાં ઊંધું માથું નાખીને વાંચવા લાગ્યા અને ટિક કરવા લાગ્યા પણ દેવ એવું કરતો નથી પેપર આપ્યા પછી અને સૂચના આપ્યા પછી દેવ ફરી એકવાર આખા હોલ માં નજર ફરવે છે પણ તેને કોઈ ઊંચું માથું જોવા મળતું નથી તે એકવાર બધા સામે જોઇને તે પેપર માં નજર ફેરવે છે નજર ફેરવતા જ બધા સવાલોના જવાબ તેને મળવા લાગે છે .
શુ દેવ આ કંપનીમાં સિલેક્ટ થઈ જશે? શુ દેવ આ નોકરી કરશે? શુ દેવ બધી પરીક્ષામાં પાસ થઈ જશે? શુ દેવ પોતાનું વતન છોડી બીજી જગ્યા પર નોકરી માટે જશે ? વધુ વાંચવા માટે વાંચતા રહો લવની ભવાઇ.