Sapna Ni Udaan - 12 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 12

આજે પ્રિયા બીજી વાર ' ગૌતમ અરોરા ' ને મળવા જવાની હતી. પ્રિયા સાથે અમિત પણ આવવાનો હતો. રોહન થોડા કામ માં વ્યસ્ત હોવાથી તે આવી શકે તેમ નહોતો. પ્રિયા અને અમિત બંને કંપની માં જાય છે. અમિત પ્રિયા સાથે ઓફિસ માં દાખલ થવા જતો હતો ત્યાં ' ગૌતમ અરોરા' ની પીએ એ તેને કહ્યું," તમે અંદર નઈ જઈ શકો. ગૌતમ સર એ માત્ર પ્રિયા મેડમ ને જ અંદર આવવા કહ્યું છે. તમે નીચે પ્રતીક્ષા રૂમ માં બેસો". અમિત બોલ્યો," પણ એમ કેમ ? મને એક વાર મી.ગૌતમ સાથે વાત કરવા નો મોકો આપો." પીએ બોલી," સોરી સર આ સર નો જ આદેશ છે." તો પ્રિયા બોલી," ડૉ. અમિત તમે મારી રાહ જોવો હું જ મળીને આવું, અને એમ પણ વધુ સમય નહિ લાગે થોડાક પેપર માં સાઈન જ કરવાની છે." અમિત તેની વાત માની જાય છે.

હવે પ્રિયા ' ગૌતમ અરોરા ' ને મળે છે. થોડીક કામ ને લઇ વાતો કરે છે . હવે ગૌતમ તેને થોડાક પેપર માં સાઈન કરવા કહે છે. તે બધા પેપર વાચે છે. પછી જ સાઈન કરે છે. હવે તે ત્યાંથી જાય છે. પણ તે બહાર આવી ને જોવે છે કે પોતે પર્સ ત્યાં જ ભૂલી ગઈ છે. તે પર્સ લેવા પાછી ગૌતમ અરોરા ની ઓફિસ તરફ જાય છે. તે જેવી અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં તેને અંદર થી હસવાનો અવાજ આવે છે. તે ગૌતમ અરોરા નો હતો તે હસતા હસતા બોલતો હતો કે,

" વાહ ! મયુર વાહ! ડૉ . પ્રિયા વિશે તે શું ઇન્ફોર્મેશન નિકાળી છે. તેનાથી આપણું કામ પણ થઈ જશે અને તેને કોઈ શક પણ નહિ થાય. આપણી જાળ માં ફસાઈ જ ગઈ ભોળી અને પ્યારી ડૉ. પ્રિયા." આમ બોલી તે હસવા લાગે છે.

પ્રિયા આ સાંભળતા જ ચોંકી જાય છે. તેને એટલો ગુસ્સો આવે છે કે તે કઈ પણ વિચાર્યા વગર ઓફિસ માં પ્રવેશી જાય છે. અને તાળી પાડી ને બોલે છે.

" વાહ! મી. ગૌતમ અરોરા શું નાટક કર્યું છે!!! હું તો તમને એક સારા વ્યક્તિ સમજતી હતી પણ તું તો એકદમ વાહિયાત વ્યક્તિ છે.બધાની લાગણી થી રમતા બોવ આવડે છે ને તને પણ હું તારો જે પ્લાન હશે તે પૂરો નહિ થવા દવ."

ગૌતમ અરોરા હસતા હસતા બોલ્યો," ઓહ ! તો તે મારી બધી વાત સાંભળી લીધી એમ. ચાલ હું પણ જોવ છું તું મને કઈ રીતે રોકે છે .' એમ બોલી તે ધીરે ધીરે પ્રિયા ની નજીક આવતો જાય છે. પ્રિયા બોલી," જો મારી પાસે ના આવ નહીતો સારું નહિ થાય!!" ગૌતમ કઈ પણ સાંભળ્યા વગર તેની નજીક આવી જાય છે અને તેનો હાથ જોર થી પકડી એને જકડી લે છે. પ્રિયા બોલી," પ્લીઝ! મને મૂક ! મે શું બગાડ્યું છે તારું? અને મારી લીધે તારો શું ફાયદો થશે."

ગૌતમ તેને મૂકે છે પછી બોલે છે," સારો પ્રશ્ન છે ચાલ તને એ પણ જણાવી જ દવ" . પછી તે કાલે પ્રિયા એ જે પેપર માં સાઈન કરી હતી તે લાવી પ્રિયા ને કહે છે," લે આ વાચ તારા બધા પ્રશ્નો ના જવાબ મળી જશે". પ્રિયા આ પેપર વાચે છે અને તે જોતાં તે ખૂબ આશ્ચર્ય પામે છે.

પેપર માં લખ્યું હતું કે ," હું ડોક્ટર પ્રિયા નવો એનજીઓ શરૂ કરું છું. તેમાં બધું ડોનેશન NTPC કંપની ના માલિક મી. ગૌતમ અરોરા આપશે. તે બદલ હું તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો હું લગ્ન નહિ કરું તો હું મી ગૌતમ અરોરા ને ૧૦ કરોડ રૂપિયાની ચુકવણી કરીશ એ પણ રોકડા." નીચે પ્રિયા ની સાઈન હતી.

પ્રિયા બોલી," પણ મે આવા પેપર માં સાઈન કરી જ નથી. આ મારી સાઈન નો હોય શકે. મે તો બધા પેપર વાંચ્યા હતા તેમાં આવું કઈ પણ લખ્યું નહોતું." ગૌતમ બોલ્યો," ડૉ. પ્રિયા આ એ જ પેપર છે જેમાં તમે કાલે સાઈન કરી હતી. અમારી પાસે પેપર તૈયાર જ હતા. બસ તમારી સાઈન જોતી હતી એટલે અમે નકલી પેપર બનાવ્યા અને આના ઉપર એવી રીતે ચોંટાડી દીધા કે કોઈને ખબર ના પડે , હવે આ નકલી પેપર વાંચીને તે સાઈન કરી દીધી." પછી તે પાછો હસવા લાગ્યો.

પ્રિયા બોલી ," પણ તું આ બધું શું કરવા કરી રહ્યો છે, આનાથી તને શું મળશે?". ગૌતમ બોલ્યો," મને તું માલિશ ને!! તને ખબર છે મે તને જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારે જ મે નક્કી કરી લીધું હતું કે હું લગ્ન તો તારી સાથે જ કરીશ. તું આ રીતે મારા વિશે જાણ એ હું ચાહતો નહોતો. પણ હવે જાણી જ લીધું છે તો બીજી વાત પણ જાણી લે , હું એક વાર કહી દવ કે આ મારું છે તો એ મારું જ છે અને ઈ મને ના મળે ને તો એ છીનવી લેતા પણ મને આવડે છે."

પ્રિયા બોલી," હું તારી આ જન્મ માં તો શું એક પણ જન્મ માં નહિ થાવ. અને હા તું પણ મારા વિશે એક વાત જાણી લે , હું પણ કંઈ પાછી પાની કરી ને બેસી રવ એવી નથી. આ સ્ત્રી નું રૂપ તે જોયું નથી. હવે પછી મારી સામું પણ જોયું ને તો વિચારી લેજે તારી શું હાલત કરું."

આ બાજુ પ્રિયા અને ગૌતમ અરોરા વચ્ચે બોલાચાલી થતી હતી અને બીજી બાજુ અમિત ને ટેન્શન થતું હતું કે પ્રિયા હજી આવી કેમ નહિ. તે હવે પ્રિયા ઠીક તો છે એ જોવા ઉપર આવી રહ્યો હતો.

પ્રિયા ની વાત સાંભળી ગૌતમ અરોરા ગુસ્સે થઈ પ્રિયા ની એકદમ નજીક આવી જાય છે અને તેની સાથે બત્તમીઝી કરવા લાગે છે. પ્રિયા તેની જકડ માંથી છૂટવા ની કોશિશ કરે છે પણ છુટી શકતી નથી.હવે અમિત ઉપર આવી ગયો હોય છે. તે જોવે છે કે તેની પીએ બહાર હતી નહી તો તે અંદર પ્રવેશે છે. અને ત્યાં જોવે છે તો શું...... ગૌતમ પ્રિયા સાથે જબરદસ્તી કરતો હતો. અમિત તો એકદમ ગુસ્સે થઈ દોડતો ત્યાં ગયો અને પ્રિયા ને તેના હાથ માંથી છોડાવી ને ગૌતમ નો કોલર પકડી ગુસ્સે થઈ બોલ્યો," તારી હિંમત કેમ થઈ પ્રિયા ને હાથ લગાડવાની!! તને તો આજે નહિ મુકું...... તેમ કહી તેને મારવા જ લાગ્યો . અમિત નો હાથ એટલો ભારે હતો કે ગૌતમ ના મોઢે થી ખૂન વહેવા લાગ્યું. ત્યાં તો આ અવાજ સાંભળી સિક્યોરિટી વાળા આવી ગયા. તે અમિત ને ગૌતમ થી દુર કરવાની કોશિશ કરે પણ અમિત એમ ગૌતમ ને મૂકે એમ હતો નહિ તે તો મારતો જ રહ્યો.

હવે પાંચ થી છ સિક્યુરિટી વાળા આવી પરાણે અમિત ને પકડી લીધો . અને તેને ઓફિસ માંથી દૂર કર્યો. પછી પ્રિયા ને અમિત કંપની ની બહાર પહોંચ્યા ત્યાં પ્રિયા એકદમ અમિત ને ભેટી ને રડવા લાગી. અમિત એ તેને પ્રેમ થી કહ્યું," પ્રિયા ! તમે રડો નહિ. શું થયું મને કહો. એ ભલે મોટો બિઝનેસમેન હોય એને તો હું છોડીશ નહિ." પછી પ્રિયા એ બધી વાત અમિત ને કરી. અમિત પ્રિયા ને ઘરે લઈ ગયો. તેને રોહન ને પણ બધી વાત ફોન કરી જણાવી. રોહન તેની ચિંતા કરતો દોડતો પ્રિયા ના ઘરે પહોંચ્યો.


To Be Continue...