Kavya sangrah - 3 in Gujarati Poems by Jasmina Shah books and stories PDF | કાવ્ય સંગ્રહ - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાવ્ય સંગ્રહ - 3

" બાકી બધું છે...! "
પહેલા ઓટલે બેસી વાતો કરતાં...
હવે પબ્જી રમાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા પ્રભુ આરતી કરી વાળું કરતાં..
હવે રાત આખી મોબાઇલમાં જાય છે
બાકી બધું ઠીક છે...
પહેલા પત્ર લખી‌ પત્રની રાહ જોતાં..
હવે Whatsapp, sms થાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા વગર જોયે લગ્ન કરતાં...
હવે જોઈને પણ છૂટાછેડા થાય છે.
બાકી બધું ઠીક છે...!
પહેલા પ્રેમ કરીને દુઃખ થાતું...
હવે ખુશીથી ' બ્રેકઅપ‌ " કહેવાય છે.
બાકી બધું ઠીક છે...!
~ જસ્મીન


" વેલેન્ટાઈન સ્પેશ્યલ "

પ્રેમનો દિવસ કોઈ હોય નહીં ખાસ...!!
બસ, પ્રેમ થાય એ દિવસ જ છે ખાસ..!!
પ્રેમની કંઇ હોય નહીં સાબિતી...
તેની તો હોય બસ અનુભૂતિ...!!
પ્રેમમાં લેવાની કંઇ હોય નહીં ખેવના..
બસ, પ્રેમમાં તો આપવાની જ ભાવના..!!
પ્રેમ થકી આ દુનિયા છે સુંદર...
બસ, પ્રેમ એક ગહન સમંદર..!!
પ્રેમનો દિવસ કોઈ હોય નહીં ખાસ..!!
બસ, પ્રેમ થાય એ દિવસ જ છે ખાસ..!!

- જસ્મીના શાહ 'જસ્મીન'


" ગઝલ છે...! "

તારી આંખોની ચંચળતા મારી ગઝલ છે,
તારી નટખટ માસૂમિયત મારી ગઝલ છે.
તારા ગાલ પર પડેલ ખંજન મારી ગઝલ છે.
તારા ગાલને અડતી વાળની લટ મારી ગઝલ છે.
તારી મટકતી ચાલ મારી ગઝલ છે
મારી ગઝલમાં આવતો તારો જીક્ર મારી ગઝલ છે.
અંતે કહું તો તુજ મારી ગઝલ છે.
~ જસ્મીન

" રાહતની નિંદ્રા "
વિચારોના વમળમાંથી બહાર આવી,
રાહતની નિંદ્રામાં પોઢી જવું છે.
મનના મહેલોને છોડી,
કબરની અંદર દફનાઇ જવું છે.
દ્રઢ કુરિવાજો આસપાસ સભા ભરીને બેઠા છે.
એકાંતમાં ક્યાંક ખોવાઈ જવું છે.
તારા મનના વિચારો મારી કરે છે ચોકી,
ક્યાંક અજાણ્યા બની સંતાઈ જવું છે.
તારા આંસુઓથી કબરને ભીંજવ્યા ન કર,
તારા આંસુઓથી કબરને ભીંજવ્યા ન કર..
મારે આઝાદીની મસ્તીમાં મસ્ત...
કોરા ધાકોર બનીને પોઢી જવું છે.

- જસ્મીન

"તું... "
એની યાદ વિશે જો વાત કરતાં હોઈએ તો પાનખર હોય કે વસંત તેની યાદ બારેમાસ છે..

મૌન રહીને ઘણુંબધું કહી જાય છે તું.
ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું.
જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું,
જ્યારે આમ, અચાનક આવી જાય છે તું.
પાનખરને વસંત બનાવી જાય છે તું.

-જસ્મીના શાહ

" મારી દીકરી "

સમય વીતી ગયો પણ..તારી યાદ ખૂબ સતાવે છે.
પોતાનાને પારકા કરી ચાલી.....
એ વાત મને હચમચાવે છે....!!
તારું એ નિર્દોષ હાસ્ય....
નજર સામે દેખાય છે તું.
તને કેમ કરીને ભૂલવી મને પૂછું છું હું...?
કોણ કહે છે..? તું પારકી છે..?
મારું જ પ્રતિબિંબ છે.
અહીં આવજે જરા તને મન ભરીને જોઈ લઉ,
ચાલી જજે પાછી..નહીં રોકુ..તને
બાથમાં તો ભીડી લઉ....
મારા ભાગની બધી જ ખુશી તને મળી જાય.
મારી દીકરી....મારી લાડલી....
હંમેશા ખુશ રહેજે તું....
-જસ્મીના શાહ

" બી માય વેલેન્ટાઇન..!! "

આંસુઓ કિનારે આવીને અટકી ગયા ને...!
લાગણીઓ છલકાઈ ગઈ....
નજર એક થતાં જ હરખાઇ ગઇ.
સદીઓ પુરાણી પ્રીતને નવું સરનામું આપતી ગઇ.
સ્વિકારીશ મારી પ્રીતને પૂછતાં અચકાઇ ગઇ...?
"હા" માં "હા" મળતાં જ શરમાઈ ગઈ.
દ્રષ્ટિ એક થતાં આમ અમથી જ, મલકાઇ ગઇ.
ઇશારામાં સઘળી વાત સમજાઇ ગઇ.
છાનું છપનું કંઇ કહેતા અટકાઇ ગઇ.
આવજે પાછી સપનામાં કહેતા, અટવાઈ ગઇ.
દિન રાત પિયાની રાહ જોતી શરમાઈ ગઈ.
-જસ્મીના શાહ

" શોધું છું...! "

માણસની અંદર રહેલા માણસનું
સરનામું શોધું છું....!!
કહીને બધા સમજે વગર કહ્યે સમજે
તેવું એક જણ શોધું છું....!!
સઘળો દબદબો અહીં " અહમ્ " નો છે....!!
" હું " પણું ન કરે તેવું મન શોધું છું....!!
નફરત, અદેખાઈ, ઈર્ષા છે તરબતર....
સતત પ્રેમનું ઝરણું વહાવતું હ્રદય શોધું છું.
એકાંત અને મૌનને બહુ ગાઢ સંબંધ છે....!!
હું તો બસ તમારી અંદર મને શોધું છું.
માણસની અંદર રહેલા માણસનું
સરનામું શોધું છું....!!
શોધું છું ફક્ત માણસની " માણસાઈ "
ને શોધું છું....!!

- જસ્મીન