" વરસાદનું એક બુંદ "
રહીને ઘણું બધું કહી જાય છે તું.
વગર કહ્યે ઘણું બધું સમજી
જાય છે તું.
ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું.
ભીની માટીની સુગંધ અને શીતળતાનો...
અહેસાસ છે તું.
ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું.
જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું...
જ્યારે આમ અચાનક આવી
જાય છે તું.
~ જસ્મીન
" નાનકડો હું બાળ તમારો "
ખુલ્લા આકાશમાં ઉડવા દો મને
મસ્ત બનીને જીવવા દો મને
ભણતરનો બોજ ખૂબ ઉપાડ્યો
એમાંથી બાદ થવા દો મને
સ્કૂલ અને હોમવર્ક છોડી
મિત્રો સાથે રમવા દો મને
ન જોઈએ મોબાઇલની ગેમ કે
ટીવી નું કાર્ટુન
થોડું શેરીમાં તો રમવા દો મને
ખુલ્લા આકાશમાં ઉડવા દો મને
-જસ્મીના શાહ
" અલ્લડ છોકરી...!! "
તોફાની વાયરા સમી, એક અલ્લડ છોકરી...
ચાલાક હરણી સમી ભાગતી,
સુંદર સુંવાળી એક છોકરી...
અણિયાળી આંખ વાળી..
નાજુક નમણી એક છોકરી...
આંખોમાં વસાવી દુનિયા આખી...
એક જુવાન ધબકતા હૈયામાં હિલોળે ચઢે...
છાની ન રહે હાજરી તેની...
વાતોમાંમગ્ન ને મનમાં મલકાતી એક છોકરી..
હૈયાના હાર સમી છોકરી...
ઉછળતા દરિયાના મોજાં સમી ને,
મધદરિયાના શાંત નીર સમી..
કદીક બનતી નાની બાળ કદીક
વ્હાલના વરસાદ સમી..
નટખટ નાદાન એક છોકરી...
- જસ્મીન
" તું છે..@પ્રેમ.કોમ "
બંધ નયનોની પાંપણમાં....
મારા આંસુને સરનામે તું છે.
દૂર જાય છતાં...મહેસૂસ
તારી યાદોમાં તું છે....
મારા હોઠનું મીઠું-મધુરું અચાનક મલકાવું..
તારી વ્હાલસભર વાતોનું સંભારણું છે.
તારા સ્પર્શનું સાન્નિધ્ય જળવાએલું
અકબંધ વર્તાય મારી લાગણીને સરનામે છે..
સર્વસ્વ મારાપણું લુંટાવી ચાલી....
બસ, મારે માટે તું છે @પ્રેમ.કોમ.
-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
" ગામડાનું ઘર "
શહેરના કોલાહલથી વસતુ દૂર,
મારું એ ગામડાનું ઘર
દરવાજા નાના ને ઓરડા છે મોટા ભોળપણની ઝલક દેખાય ત્યાં,
મન સૌના મોટા....
ઝરૂખે મૂક્યું છે પાણીનું કૂંડુ
ત્યાં પક્ષીઓનો કલરવ સંભળાય...
પરસાળ ચોક ને આવે પછી ઓરડો રસોડે ચૂલો ફૂંકાય...
રાત પડે વહેલી ને સવાર
પણ વહેલી...
ફાનસની વાટ ટમટમ થાય...
માટીનું ઘર ને પ્રેમની છે ભીંતો
હથેળીની ભાત જ્યાં
લીંપણ બની જાય
સ્મૃતિમાં નજરાય ને પાંપણે ભીંજાય
મારું એ ગામડાનું ઘર...
શહેરના કોલાહલથી વસતુ દૂર મારું એ ગામડાનું ઘર...
-જસ્મીના શાહ
દહેગામ
" પિતા-પુત્રી "
વેકેશન પડતું એટલે દીકરીની પિયરમાં રાહ જોવાતી...
ભાભીના હાથની ગરમ રોટલી ને મમ્મીનો પ્રેમ..
થાળીમાં પિરસાતો....
ભાઇની સાથે ઘણીબધી વાતો ને સમય ક્યાંય...પૂરો થઇ જાતો....
બેન જેવી કોઈ બહેનપણી નથી હોતી, એ ત્યારે સમજાતું....
પપ્પાના પ્રેમની તો વાત જ
ન્યારી છે.!
'મારા ઘરે બધું જ છે પપ્પા'
કહી કાઢેલું,
છલોછલ ભરેલી બેગમાં મીઠું સંભારણું લઇ જાતી..
પપ્પાનું ઘર એટલે મારા ભૂલેલા બાળપણની...યાદોનું ઘર...
પપ્પા માથે હાથ મૂકતાં અને વ્હાલભરી નજરે પૂછતાં..
'વળી પછી ક્યારે આવીશ બેટા ?'
'જલ્દી આવીશ પપ્પા' કહેતી આંખમહીં..આંસુ છૂપાવતી..
પાછી પોતાના ઘરે ચાલી જાતી.....
" કાળે વિતાવી હદ "
કલ્પના બહારનું બની ગયું...!!
આ કાળ વિશ્વને ભરખી ગયું...!!
કુદરતનું કેવું આ કહેર થયું...!!
ઇશ્વરના દ્વારને પણ બંધ થવાનું થયું...!!
માનવ ક્યાં જઈ માંગે મદદ...!!
આ કાળે વિતાવી હવે હદ...!!
- જસ્મીન
" મિત્ર "
સાચો અને સારો મિત્ર જો હોય તો,
મેડીટેશનની શું જરૂર...?
હરેક દુઆ કબૂલ મિત્રની ત્યાં,
દવાની શું જરૂર...?
સાથ સાથે મિત્રોનો તો,
હરેક દુઃખ ભાગે હંમેશ દૂર...!
ઉંમર ભૂલાઇ જાતી ત્યારે,
મિત્ર મળતો હમઉમ્ર જ્યારે...!
-જસ્મીના શાહ.