Open doors in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | ખુલ્લા દરવાજા

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ખુલ્લા દરવાજા

સ્મીત નો અવાજ સાંભળીને શીના ચોંકી પરણ્યાં ને ત્રીજા દિવસે તેનો પતિ તેને મોટા અવાજે બોલાવી રહ્યો હતો. તે અવાજની દિશામાં એકદમ દોડી ગઈ. અને સ્મીત ને પૂછવા લાગી કંઈ કામ છે? શું થયું? તેણે નરમાશ અને સાવ ધીમા અવાજે પ્રશ્નો કર્યા. પરંતુ સ્મીત સખત ગુસ્સામાં હતો. શીના ને જોતા જ મોટેથી બોલ્યો. તને લગ્ન પહેલાં જકહ્યું હતું કે પરણીને મારા ઘરે આવે ત્યારે જેઠની લાજ કાઢવી પડશે. જેઠ બહાર ગયા હોય ત્યારે માથે ના ઓઢીશ કે ઘુંઘટ ના કાઢીશ. પણ તારે અહી  હોય તો આ મારી શરત છે. નહિતર અત્યારે જ તારા ઘરે મૂકી આવું. શીના સ્મીત ની વાત સાંભળી ત્યાં જ જડાઈ ગઈ. તે મૂક થઈ ગઈ હતી. તેને સ્મીત ને આટલો જૂનવાણી કહો કે અવિશ્વાસુ કે પછી થોડો ગાંડો ન્હોતો ધાર્યો. તેને હતું કે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. અમે સ્મીત એ ખાલી કહ્યું હતું કે જેઠની લાજ કાઢવી પડશે. પરંતુ જ્યારે આજે સ્મિતે ધડાકો કર્યો ત્યારે તેનું હૃદય પણ ધબકાર ચૂકી ગયું. કારણ કે આ એ જ જેઠ હતાં કે જે મારે ઘરે સ્મિતનું માંગુ લઈને આવ્યા હતાં. અને શીના નાં પિતાને બાયેધરી આપી હતી કે પરણીને તમારી છોકરી અમારા ઘરે દુઃખી નહી થાય અને કોઈ એની પાસે કશી બાબતમાં શરત નહી મૂકે. અને જેઠે શીના નાં માથા પર હાથ મૂકી ને વચન આપ્યું હતું કે આજ થી શીના મારી નાની બહેન અને હું તેને જિંદગીભર નાની બહેન ની જેમ રક્ષણ કરીશ. ત્યાં જો લગ્નના ત્રીજા દિવસે સ્મીત નાં આ વર્તનથી સ્મીત નાં મમ્મી પપ્પા તેના જેઠ સુધીર અને સુધીરની બે દીકરીઓ જે સમજુ થઈ ગઈ હતી તે ડઘાઈ ગઈ. સુધીર ની પત્ની શીલા. શીલા અને શીના તો બે બહેનપણીઓ પર ખરી. શીલા ના પિયરની બાજુનું ઘર શીનાનું હતું. અને શીલા અને સુધીર સ્મીત નું માંગુ લઈને શીના નાં ઘરે ગયા હતા. પણ આજે જ્યારે સ્મીત એ શીના પર ગુસ્સો કર્યો ત્યારે સુધીર નું મન ખાટું થઈ ગયું.

સુધીર અને સ્મીત રાકેશભાઈ અને સ્નેહાબેન નાં બે પુત્રો. તેને કોઈ દીકરી નહી. આ બે દીકરા એ એમનો નાનો અને સુખી સંસાર. બન્ને ભાઈઓ વચ્ચે પાંચ વર્ષનો ફરક. બંન્ને નાં સ્વભાવમાં પણ ઘણો તફાવત હતો. મમ્મી- પપ્પા સાથે બંને ના વાતચીત અને વ્યવહારમાં પણ ફરક હતો. સુધીર ઉંમરમાં મોટા હતો. શાંત, સમજુ અને વ્યવહારું. જ્યારે સ્મીત નાનો દીકરો હોવાથી મમ્મી પપ્પા નો ખુબ લાડકવાયો. આખો દિવસ મમ્મી તો સ્મીત મારો સ્મીત કર્યા કરતી.ઘરમાં કંઈ પણ તોડફોડ થાય કે સ્મીત તોફાન કરે અને વસ્તુ તૂટે તો નામ આવે સુધીરનું. મમ્મી નું વર્તન ન સમજાય તેવું હતું. વાતવાતમાં સુધીરને ઉતારી પાડે. તું ભણવામાં નબળો છે, તને કંઈ ના સમજ પડે, તને કશું ના આવડે, ખાલી ખાલી પપ્પાને સુધીર ની ફરિયાદ કર્યા કરે. રાકેશભાઈ ને નાનો ધંધો હતો આખો દિવસ રમુળપાટ કરવાની રાત્રે થાકીને ઘરે આવે ત્યારે સ્નેહાબેન સુધીર ની ફરિયાદો ની યાદી લઈને ઉભા હોય એટલે રાકેશભાઈ સુધીર પર ગુસ્સો , મારે પણ ખરા. આથી સુધીર નું મન આળું થઈ જાય. પણ તે કંઈ બોલે નહી. તેનું ભણવામાં મન ના લાગે . ઘરમાં મમ્મી ની ટિકટિક ને લીધે બહાર દોસ્તો સાથે રમ્યા કરે. તેમાય મમ્મી ને વાંધો પડે. સ્મીત ને નવા કપડાં નવા રમકડાં મળે. સુધીર ને દર ત્રણ વર્ષે કપડાં અપાવે. આમ , મમ્મી- પપ્પા નું વર્તન સુધીર તરફનું અણગમા વાળું જોઈને સ્મીત નાં મગજમાં તોર ચડી ગયેલો. દરેક વાતમાં મમ્મી- પપ્પા ની મુક સંમતિ , ખોટા લાડ મળવાથી તે જિદ્દી અને ઘમંડી થઈ ગયો હતો. મોટો થતાં તે બધું વધતું ગયું. ભણતર માં તો બંને ભાઈ ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ લીધું. પપ્પા ને ધંધામાં મદદ કરતા પણ નહિવત. સુધીર નાં મનમાં નાનપણથી ખરાબ વર્તન ની અસર ને લીધે ઘર બહાર મિત્રો સાથે ફર્યા કરતો. તમાકુ ખાય , સિગારેટ પીવે , દારૂ પીતો થઈ ગયો. જ્યારે સ્મીત મમ્મી નો દીકરો હતો , આથી તે કામકાજ માં ધ્યાન પણ ન્હોતો સમય તો અને ઘરે બેસીને ટીવી જોયા કરતો. રાકેશભાઈ અને સ્નેહાબેન બંને દીકરાને નોકરી- ધંધો કરવાનું સમજાવતા, પણ સ્મીત તો હવે મમ્મી પપ્પા સામે બોલતો થઈ ગયો હતો. જ્યારે સુધીર નાનું મોટું કામ કરતો હતો. ઘરમાં તેની મમ્મી ને રસોઈ અને ઘરકામ માં પણ મદદ કરતો. છતાં સ્નેહાબેન ને તો સ્મીત પર જ વહાલ ઉભરાતું અને ઢોળાતુ.

સુધીર ૨૨ વર્ષ નો થતાં સ્નેહાબેન એ તેને પોતાની જાત ની છોકરી જોડે પરણાવી દીધો. કારણ કે હવે તેમનાથી ઘરકામ થતું નહોતું. સુધીર ની આનાકાની છતાં તેમણે તેને પરણાવી દીધો. ઘરમાં શીલા આવી તે ખૂબ સમજુ હતી. આવતાની સાથે જ સ્નેહાબેને તેણીને ઘરની સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી અને પોતે આરામ કરતાં. શીલા મૂંગા મોઢે ઘરનું કામ કરતી. તેણીને ખ્યાલ આવી ગયો હતો કે સુધીર કામ મળે ત્યારે કામે જાય છે. બાકી મિત્રો સાથે ફર્યા કરે છે. નાનો દિયર આખો દિવસ ઘરમાં ટીવી જોયા કરે છે. આથી મારે જ બધું કામ કરવું પડશે. તેણી પોતાની જવાબદારી શાંતિથી નિભાવવા માંડી. સમય પસાર થતા બાળકોનો જન્મ થયો તેણી એ બે બાળકીઓને જન્મ આપ્યો. જોડીયા દીકરીઓ આવવાથી રાકેશભાઈ ખુશ હતાં. પરંતુ સ્નેહાબેન ને દીકરો જોઈતો હતો. છતાં પણ ઘરમાં થોડી શાંતિ હતું,  સ્નેહાબેન નું ધ્યાન સ્મીત માં હોવાથી તેણી વધારે મગજમારી કરતી નહી. આમને આમ સ્મીત ૩૦ વર્ષ નો થઈ ગયો. છેલ્લા બે વર્ષથી તેને ઘરમાં તોફાન કરી મૂક્યું હતું. મારાં લગ્ન કરાવી આપો પરંતુ તે કંઈ કામ કરતો ન હોવાથી કોઈ પોતાની દીકરી આપતું નહી. શીલા ને તો શીના ઘણા વખત થી પોતાની દેરાણી બનાવવી હતી. પરંતુ દિયરના સ્વભાવ ને લીધે ઘરમાં કશું બોલતી નહી. પરંતુ સ્નેહાબેનએ  સામેથી એક દિવસ કહ્યું કે શીલા તારી બહેનપણી ને ત્યાં તું અને સુધીર, સ્મીત નું માંગુ લઈને જાઓ. શીના નાં પિતાએ ઘણાં વ્યવહારું તેમને  સ્મીત પર વિશ્વાસ હતો અને તેમણે પોતાની વહાલસોયી દીકરીનું લગ્ન સ્મીત સાથે કર્યું. તેઓને સ્મીત નાં સ્વભાવ ની જાણ નહોતી.

 

સ્મીત નો ગુસ્સો સાંભળીને સુધીર , રાકેશભાઈ , સ્નેહાબેન , શીલા પણ ત્યાં દોડી ગયા. જ્યારે ગુસ્સાનું કારણ જાણ્યું ત્યારે સુધીર તો લગભગ અવાક થઈ ગયો. રાકેશભાઈ કશું ન બોલી શક્યો. જ્યારે સ્નેહાબેને સ્મીત નું ઉપરાણું લીધું  કે સ્મીત બરાબર કરે છે છે. શીના એ જેઠની લાજ કાઢવી જોઈએ. પાંચ મિનીટ બીજી પસાર થઈ ક્ષણમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી સુધીર ગુસ્સામાં બોલ્યો " તું શું કરે છે તને ભાન છે? " શીના મારી નાની બહેન સમાન છે. તેણીએ મારી લાજ કાઢવાની ના હોય. તને મારા પર વિશ્વાસ નથી. અને ગુસ્સાથી સ્નેહાબેન તરફ જોયું. સ્નેહાબેન ચૂપ હતાં. રાકેશભાઈ એ પણ કહ્યું તને કંઈ ભાનબાન છે? . ત્યાં તો સ્મીત એ ફરી ગુસ્સામાં કહ્યું કે શીના એ ઘરમાં ઘુંઘટ કાઢીને રહેવું પડશે. અને જ્યારે ઘરમાં શીના એકલી હોય ત્યારે સુધીરે ઘરે નહી આવવવાનું? આ સાંભળી સુધીર નું માથું ફરવા લાગ્યું. છતાં પણ શાંત અવાજે સ્મીત ને કહેવા લાગ્યો. તને ભાન નથી તું શું બોલે છે અને તારી ભાભી તો પરણીને ૧૧ વર્ષ થી આ ઘરમાં છે અને તું આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે. મેં તો કોઈ દિવસ તારા પર અવિશ્વાસ કર્યો નથી. અને તું મારા અવિશ્વાસ કરે છે મારી બે દીકરીઓ આઠ વર્ષ ની છે. તેમની સામે તું ઘરમાં આવું બોલે છે .

રાકેશભાઈ સ્મીત ને સમજાવવાની કોશિશ કરી પણ સ્મિતે એકનો બે ના થયો. આજે સ્નેહાબેન ને પોતાની ભૂલ સમજાઈ ગઈ સ્મિતને ખોટા લાડ કરીને તેના સ્વભાવ , વાણી , વર્તન બગાડી નાખવામાં પોતાનો મોટો ફાળો છે. નાનપણમાં કે તેના મોટા થયાં પછી ક્યારેય રોક્યો નહિ. આથી આજે આ પરિણામ આવ્યું. તેઓ મનોમન દુઃખી થઈ ગયા. રાકેશભાઈ ને ચક્કર આવી ગયાં અને તેમનું બી. પી. વધી ગયું. શીલા તો દિયર ના આ વર્તન થી મુક થઈ ગઈ હતી. સુધીર વાત ને સાંભળી લીધી તેને મમ્મી પપ્પા ને વધારે દુઃખી નહોતાં કરવાં અને પોતે ગુસ્સો કર્યા વગર ઘરની બહાર જતો રહ્યો.

બીજે દિવસે સવારે ટેબલ પર રાકેશભાઈ અને સ્નેહાબેન સાથે સુધીરે વાત ચા પીતા જણાવી દીધું કે શીના ભલે મારી લાજ કાઢે , અને હું ઘરમાં શીના એકલી હોય ત્યારે નહી રહું હવે આ બાબતમાં કકળાટ ન થવો જોઈએ. આપણે સમાજમાં રહીએ છીએ અને જ્યારે મારી પાસે રૂપિયાની સગવડ હશે ત્યારે શીલા અને બે દીકરીઓ ને લઇ અલગ રહેવા જતો રહીશ. તમારે મારી સાથે મારા ઘરે રહેવું હોય તો આવજો તમારા માટે મારા ઘર નાં દરવાજા કાયમ ખુલ્લા રહેશે. તમારા મનના દરવાજા મારે માટે કાયમ બંધ રહ્યાં. પણ મારે માટે મારા મમ્મી પપ્પા એ ભગવાન બરાબર. બંધ દરવાજા ખોલી ને મારા ખુલ્લા દરવાજા માં પ્રવેશી શકો છો.