પરાગિની ૨.૦ - ૦૩
રિલેશનશીપને ઓફિસમાં ના બતાવવા બાબતે વેકેશન પછીના બે દિવસમાં જ ઝગડા ચાલુ થઈ જાય છે. પરાગ તેના ઘરે માનવ અને સમર સામે બબડતો હોય છે અને આ બાજુ રિની એશા અને નિશા સામે બબડતી હોય છે. ભૂખ લાગતા પરાગ કિચનમાં કંઈ બનાવવા જાય છે. સમર માનવને કહે છે, મારી પાસે એક આઈડીયા છે જેનાથી બંને શાંત થઈ જશે...!
માનવ- અને એ આઈડીયા શું છે?
રિની બબડતી હોય છે કે કોઈના ફોનમાં મેસેજની રીંગટોન વાગે છે. રિની નિશાને કહે છે, નિશાડી તું મેસેજનો ટોન બંધ કરી દેને...!
નિશા- પણ મારો ફોન તો સાયલેન્ટ જ છે.
રિની- ઓહ... તો મારા ફોનમાં જોવ છું કોઈ મેસેજ તો નથી આવ્યોને?
એશા- મારો ફોન પણ ચેક કરી લઉં...
રિની તેના ફોનમાં જોઈ છે, તેના ફોનમાં જ મેસેજ આવ્યો હોય છે.
રિની- મારા ફોનમાં જ આવ્યો છે મેસેજ.. એ પણ પરાગનો..
પરાગનો મેસેજ જોતા રિની ખુશ થઈ જાય છે.
એશા- જલ્દી વાંચ શું લખ્યું છે...?
રિની મેસેજ વાંચવાનું ચાલુ કરે છે, આપણે બેસીને આ ટોપિક પર વાતચીત કરીએ... કાલે સાંજે સાથે ડિનર પર જઈએ અને વાત કરીએ... માય લવ..♥️
મેસેજ વાંચીને રિની બ્લ્શ કરવા લાગે છે..
માનવ- સમર... પરાગ માય લવ આવું બધુ ક્યારેય કોઈને કહેતો નથી... બરાબર તો રહેશેને?
સમર- અરે... માનવ.. ચીલ.. આપણે ભાઈની મદદ કરીએ છીએ....
એટલામાં પરાગના ફોનમાં જે સમરના હાથમાં હોય છે તેના પર રિનીનો મેસેજ આવે છે, ઓકે જાન..! ડન..!♥️
માનવ અને સમર બંને મેસેજ વાંચે છે અને સમર કહે છે, કામ થઈ ગયું...
એટલામાં પરાગ ત્યાં આવે છે અને પૂછે છે, શું કામ થઈ ગયું? સમર... મારો ફોન તારી પાસે?
સમર- ભાઈ.... એ બધુ નહીં પૂછવાનું... વાત એમ છે કે ભાભી એટલે કે રિની એ ડિનર માટે હા કહી છે..
પરાગ ખુશ થઈ જાય છે અને પછી તરત કહે છે, વેઈટ એક મિનિટ... મેં તો રિનીને ડિનર માટે પૂછ્યુ પણ નથી..?
આ બાજુ રિની બહુ જ ખુશ હોય છે કે પરાગે તેને ડિનર માટે મેસેજ કર્યો..!
નિશા- તું એને કોઈ કારણ વગર જ ગમે તેમ બોલતી હતી...
રિની- હા... એ મને પ્રેમ તો કરે જ છે... હું પણ શું... કંઈ પણ બોલતી હતી....!
એશાનાં મોબાઈલમાં માનવનો ફોન આવે છે... એશા રૂમની બહાર બાલ્કનીમાં જઈ માનવ સાથે વાત કરે છે જેમાં માનવ મેસેજ વાળી વાત કહે છે... એશા ખુશ થઈ જાય છે. થોડીવાર વાત કરી એશા ફોન મૂકી રૂમમાં જાય છે.
ટીયાનાં બોલાવા પર નમન તેને મળવા જાય છે.
ટીયા- સોરી.. આટલી રાત્રે મેં તને અહીં બોલાવ્યો...
નમન- કંઈ વાંધો નહીં...
ટીયા- પરાગ અને રિની ઓફિસીયલી કપલ બની ગયા છે..
નમન- હા, મને ખબર છે...
ટીયા- તો તું રિનીની મદદ નહીં કરે?
નમન- રિની જેને પ્રેમ કરતી હતી.. હવે તેની સાથે છે અને તે ખુશ છે તો એનાં હવે શું કરું...?
ટીયા- રિનીને અત્યારે બધુ સારું જ લાગશે પણ પછી પરાગનું મન ભરાઈ જશે એટલે છોડી દેશે રિનીને...!
નમન- એવું કંઈ જ નહીં થાય... પરાગ જેન્યુઅન અને કેરીંગ માણસ છે.. હું ઓળખું છું...
ટીયા- જેવું દેખાય એવું નથી હોતું... મારું જ ઉદાહરણ જોઈ લે... પહેલા હું એની ગર્લફ્રેન્ડ હતી.. મારાથી મન ભરાઈ ગયું એટલે રિની પાસે ગયો... રિની વિખરાય જશે તો એવું ધ્યાન તારે જ રાખવું પડશે..!
નમનને ખબર નથી કે ટીયા તેના સાથે ગેમ રમે છે... નમનને ટીયાના બેકગ્રાઉન્ડ વિશે પણ નથી ખબર... નમન ટીયાની વાતોમાં આવી જાય છે. ટીયા પણ તેનું કામ બરાબર કરી રહી હોય છે, તેને ખબર હોય છે કે નમનને રિની ગમે છે તેથી તો જાણી જોઈને નમનને રિની તરફ જવા ની વાતો કરતી હોય છે... જેથી તેનો રસ્તો સાફ થઈ જાય... રિની નમન સાથે જતી રહે અને તે પરાગ પાસે...!
*********
બીજા દિવસે સાંજે પરાગે તેની ડિનર ડેટ માટે સારી એવી તૈયારી કરી હોય છે. એક ફાઈવ સ્ટાર હોટલમાં તેણે ટેરેસ પર બધી ગોઠવણ કરાવી હોય છે.
પરાગ રિનીને લેવા તેની સોસાયટી આગળ ગાડી લઈને ઊભો હોય છે. રિની આવીને ગાડીમાં બેસે છે. રિની બ્લેક ઘૂંટણ સુધીના કોલ્ડ શોલ્ડર ફ્લેર ડ્રેસ અને રેડ હિલ્સમાં ખૂબ જ સુંદર લાગતી હોય છે. પરાગ તો રિનીને જોતો જ રહી જાય છે.
રિની- પરાગ... નીકળીશું આપણે?
પરાગ- હા... હા કેમ નહીં..!
ગાડી હોટલના ગેટ પાસે આવી ઊભી રહી જાય છે. પરાગ સિક્યોરિટીને ગાડીની ચાવી આપી પાર્કીંગ કરવા કહી રિનીને લઈ હોટલમાં પ્રવેશે છે. લિફ્ટમાં તેઓ ચોથા ફ્લોર પર જાય છે અને પછી ત્યાંથી ટેરેસ પર જાય છે.
રિની તો ડેકોરેશન જોઈને જ છક થઈ જાય છે... અને કહે છે, સો બ્યુટીફૂલ..!
પરાગ- તને ગમ્યું ને?
રિની- બહુ જ....
પરાગ રિનીનો હાથ પકડી તેને ચેર પર બેસાડે છે અને પછી તે સામે બેસે છે. પરાગનો ઈશારો થતાં જ વેઈટર આવી જમવાનું પીરસે છે, જેમાં મેક્સિકન અને કોન્ટિનેટલ બેક્ડ ડિશ હોય છે.
બંને ડિનર કરી વાતો કરે છે.
આ બાજુ ટીયા ફરી નમનને મળવાં તેના ઘરે જાય છે. ટીયાને નથી ખબર કે નમન તેની કઝીનનાં ઘરે રહે છે. તે ગેટ બંધ કરીને અંદર જ આવતી હોય છે કે આશાબેન બહાર આવે છે અને તેઓ ટીયાને જોઈ છે. ટીયાને જોતા આશાબેન તરત ઓળખી જાય છે... કે આ તો એ જ છોકરી છે જેનું રિનીના બોસ સાથે અફેર ચાલે છે.
આશાબેન- તું કોણ? કોઈનું કામ હતું?
ટીયા- હા... મારે નમનનું કામ હતું... અમે બંને એક સાથે કામ કરીએ છે...
આશાબેન- ઓહ... તો તું મોડેલ છેને? રિનીનાં બોસ એટલે કે તારા પણ બોસ જ થાય.. તેની સાથે મેરેજ કરવાની તે જ ને?
આ સાંભળીને શું બોલવું તે ખબર નથી પડતી પણ તેના શૈતાની દિમાગમાં એક આઈડીયા જરૂર આવી જાય છે.
ટીયા- ના... ના.. એવું કંઈ નથી આંટી... ન્યૂઝપેપર વાળા તો કંઈ પણ છાપી દે છે.... તમે નમનને બોલાવશો?
આશાબેન- હા... જરૂર... ચાલ અંદર બેસ તું...
ટીયા- ના... હું અહીં ગાર્ડનમાં જ બેસું છું... ઓફિસનું જ કામ છે એટલે....
આશાબેન નમનને બોલાવા અંદર જાય છે.
ટીયા બહાર બેસે છે અને એકલી જ બોલતી હોય છે, તે રિનીએ તેના ઘરે નથી કહ્યું કે તે પરાગ સાથે ફરવા ગઈ હોય છે અને પરાગે તેને પ્રપોઝ કર્યું છે.... બંને રિલેશનશીપમાં છે એ પણ નથી કહ્યું... હવે તો ધમાકો કરવો જ પડશે...!
આ બાજુ પરાગ અને રિની ઘણી વાતો કરે છે, બંને ઓફિસમાં નોર્મલ રીતે જ વાત કરશે તેવું નક્કી કરે છે.
રિની- મને તો આપણે પહેલા કેવું લડતાં એ પણ બહુ ગમતું.. એટલે મજા આવતી...!
પરાગ- પણ મને નહોતી આવતી...
રિની- હા... તમે અકડૂની જેમ કામ જ કર્યા કર્યુ છે પહેલાથી તો ના જ મજા આવેને..! સિરીયસ પરાગ....
પરાગ- હા... છુ જ..!
બંને એકબીજા સાથે સારો સમય પસાર કરી પરાગ રિનીને ઘરે મૂકી જાય છે અને પછી તે તેના ઘરે જાય છે.
બીજ દિવસે સવારે રિની સમયસર ઓફિસ પહોંચી જાય છે. પરાગના આવતા જ તે પરાગ પાસે પહોંચી સિયાની જેમ પટ પટ બોલવા લાગે છે... આજે ફક્ત એક જ મીટિંગ છે.. બીજા કોઈ મીટિંગ નથી... બીજુ તંઈ કામ ગોઠવવાનું હોય તો તમે જણાવી દો હું સ્ટાફને કહી દઉં...
પરાગ- હમ્મ... સિયા નથી આવી?
રિની- આવી છેને... નીચે એચ.આરની ઓફિસમાં છે... કામ હોય તો બોલાવું...
પરાગ- ના.. કોફી મોકલાવો કેબિનમાં...
રિની- હા....
સમર ઓફિસ આવી જાય છે... માનવ તેને નીચે મળી જાય છે.
માનવ- ભાઈ... આજકાલ બહુ મગજ બગડી ગયું છે આ છોકરીઓના લીધે.... અને આજે શુક્રવાર છે... યાદ છેને... કેટલા બધા શુક્રવાર આપણે મીસ કરી દીધા... શું કહેવું તારું? આજે થઈ જાય...?
સમર- અરે... હા... માનવ... આપણે કેટલા શુક્રવારથી ભેગા જ નથી થયા..! હું ભાઈ સાથે વાત કરી લઉં... પછી તને કોલ કરું....
સમર સીધો પરાગની કેબિનમાં જાય છે.
સમર- ભાઈ... આજે પાર્ટી છે...
પરાગ- કંઈ ખુશીમાં?
સમર- ભાઈ.... આજે ફ્રિકી ફ્રાઈ ડે છે.... તમને ખબર છેને મહિનાના એક ફ્રાઈ ડે આપણે પાર્ટી કરીએ જ છે...
એટલામાં રિની કોફી લઈને પરાગની કેબિન તરફ જ જતી હોય છે અને દરવાજે આવી ઊભી રહી જાય છે ફ્રિકી ફ્રાઈ ડે સાંભળીને...!
પરાગ- તારી વાત બરાબર છે... પણ તને ખબર છે કે હવે હું સિંગલ નથી રહ્યો... તો ફ્રિકી ફ્રાય ડે કેમનો થશે?
રિની આ સાંભળીને ખુશ થાય છે અને કોફી લઈને અંદર આવે છે.
રિની- હાય.. સમર,.
સમર- હાય... રિની...
રિની- આ ફ્રિકી ફ્રાઈ ડે શું છે?
પરાગ- આ અમારા ભાઈઓનું સિક્રેટ છે.
સમર- છોકરાઓની વાત છે...
રિની- ઓકે... કીપ યોર સિક્રેટ એઝ અ સિક્રેટ..!
પરાગનાં દિમાગમાં તરત જ રિનીને હેરાન કરવાનો આઈડીયા આવે છે.. તે સમરને કહે છે, એક કામ કર સમર.... જગ્યા અને અરેન્જમેન્ટ બરાબર હોવું જોઈએ એટલે તું જોઈ લેજે... તો રિલેક્સ થઈ શકાય અને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે આપણાને..!
સમર સમજી જાય છે કે ભાઈ રિનીને હેરાન કરવા કહે છે.
સમર- તો ભાઈ લાસ્ટ ટાઈમ જ્યાં ગયા હતા ત્યાં જ જઈશું ને?
પરાગ- ના... બહાર શું કરવા જવાનું.... મારૂં ઘર છેને...!
કોફી મૂકીને રિની બહાર જતી રહે છે પરંતુ પરાગ જોર જોરથી બોલે છે જેથી રિનીને સંભળાય..!
સમર- તો ટાઈમ શું રાખીએ ભાઈ?
પરાગ- હમ્મ... લેઈટ નાઈટ જ મજા આવશે....
રિની લેઈટ નાઈટ સાંભળી ફરી ઓફિસમાં આવે છે અને પૂછે છે, તમારી આ લેઈટ નાઈટ ગેધર પાર્ટી સ્પેશિયલ છે? એટલે એમાં કંઈ સ્પેશિયલ છે એમ?
પરાગ- ના... કેમ? કંઈ પ્રોબ્લમ છે?
રિની- ના.. આ તો જસ્ટ આમ જ પૂછ્યું..ઓકે... એન્જોય કરજો..!
રિની દરવાજો બંધ કરી જતી રહે છે. પરાગ અને સમર જોરથી હસી પડે છે.
સમર- વાહ... ભાઈ.. શું જોરદાર એક્ટીંગ કરી છે.
પરાગ- મેં કંઈ નથી કર્યુ.. આપણે વાત કરતા હતા અને એ સાંભળતી હતી તો મને થયું થોડી તો મજા લઉં ને..!
સમર- હા.. પણ તમને આનો ફાયદો જરૂર થશે... રિની જરૂર જોવા આવશે કે કેવી પાર્ટી આપણે કરીએ છીએ.
એશા સામેથી માનવને ફોન કરે છે. માનવ ફોન પર વાત કરે છે પણ સમરના કહેવા પર તે નોર્મલ જ વાત કરે છે. બીઝી હોય તેવી રીતે વાત કરી ફોન મૂકી દે છે. આ જોઈ એશાને અજીબ લાગે છે. માનવ ખુશ થઈ જાય છે કે એશા પણ તેને પસંદ કરે છે પણ કહેતી નથી.. ફોન મૂકી સીધો સમર પાસે જાય છે.
ડિઝાઈનીંગ ડિપાર્ટમેન્ટમાં પરાગ અને સમર લેપટોપ પર નવી ડિઝાઈન પર ચર્ચા કરતાં હોય છે.
માનવ ત્યાં આવી ને પરાગને કહે છે, પરાગ સોરી પણ મારે સમરની બે મિનિટ જ જોઈએ છે થેન્ક યુ કહેવા માટે..!
પરાગ- ઓહ.. શું વાત છે? કંઈ વાત પર થેન્ક યુ કહેવું છે.
માનવ- એશાની વાત છે.. સમર તુ તો લવ ગુરુ છે... તે જેવું કહ્યું એવું જ મેં કર્યું... એના રિએક્શન જોવા જેવા હતા...
એટલામાં જ રિની અને તેની સાથે બીજી છોકરી કેટલોગ્સ લઈ જતા હતા...
પરાગ, સમર અને માનવને એકસાથે જોઈ રિની બીજી છોકરીને કેટલોગ્સ આપી ત્યાં છુપાય જાય છે વાત સાંભળવા માટે...
સમર રિનીને જોઈ જાય છે, સમર પરાગને ઈશારો કરે છે કે પાછળ રિની છુપાય છે.
સમર- ભાઈ... માનવ પણ અહીં જ છે તો આપણે રાતનો પ્લાન માનવને જણાવી દઈએ....?
વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩