One and half café story - 16 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 16

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 16

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|16|

“સો મીસ્ટર બોયફ્રેન્ડ.” કહીને એને મારી તરફ હાથ લંબાવ્યો. “જઇએ હવે.”

“હા....” મે જવાબ આપ્યો. ઘડીવાર હું એની સામે જોઇ રહ્યો. હોઠ બીડાવીને ને ઝીણી આંખે હાથથી ઇશારામાં મને કાંઇ પુછયુ. એના ચહેરાના એક-એક ભાવ અને આશ્ચર્ય અને વીશ્મયતામા સરતા નેણ મને કોઇ બીજી જ શાંત્વના આપી રહ્યા હતા.

એક ઉંચા પથ્થરના તળે અમે બેય ભાઇબંધ બેઠાં. અમારી સાઇકલો પણ હવે તો ભાઇબંધ થઇ ગઇ. એ નીચે વાતો કરે છે અને અમે થોડા ઉપર. ટેક્નોલોજીના ત્રાસથી સાવ દુર, જ્યાં પંખી ખુલ્લા ગગન માં રોક-ટોક વગર ઉડે, સાંભળી શકાય એવા અને અકલ્પનીય એવાં ન સંભળાતાં એવા લાખો કે કરોડો નહી અસંખ્ય એવા મધુર કલરવની વચ્ચે અમે બેઠાં છીએ. શહેરી લોકોમાં નસીબદાર હોય એને આવું સુખ માણવાનો મોકો મળે.




શહેરથી બહાર કે ન અંદર કહેવાય એવી આ ચોમેર પથરાયેલી નિર્જન વનરાજી. ખાડા ટેકરા વાળી પાતળી ધુડીયા મારગ જેવી કેડી. વહેલી સવારના અજવાળામા
દીવ ફરવા આવેલા હોય અને પાછા સાઇકલીંગના શોખીન હોય તો આ રસ્તે સામા મળી જ જાય. જગ્યાનો પ્રભાવ જ કાંઇક એવો છે કે માનવ મનને ખબર પડે એટલે એ રોક્યો ન રોકાય.

પાકી સડકે જોતા પર્વતને વીંટળાયેલા અજગર જેવી કેડી માંડ નજરે પડે છે. એની ઉપર હવામાં ઉડતુ હોય એવુ અંધારામાં ટમટમીયા કરતુ અજવાળું દેખાયા કરે છે. ઘડીક દેખાયને ઘડીક વાદળાંની પાછળ સંતાઇ જાય છે.

કેડી ચાલુ થાય ત્યાં ખબર પડે દુરથી રંગબેરંગી એવો જોતા જ ધ્યાન ખેંચે એવા મકાન જેવુ કાંઇક છે. ધુમ્મસના પાણીને નીચે ઢોળતા એવા છાપરાની અંદરનુ ટમ-ટમ કરતું અજવાળું ટેકરીના ચઢાવને રમણીય બનાવે છે. એની તરત બાજુમા જ એક સાંકડો પથ્થર વાળો રસ્તો ઉપર જવા નીકળીને થોડે આગળ ડાબે વળીને ધુમ્મસ મા કયાંક ગાયબ થઇ જાય છે. નજરે દેખાય એટલા રસ્તામા નાનકડી લટકતી ફાનસ દેખાય છે. કેડીની આગળ દરવાજા જેવું કાંઇ નજરે પડે છે; ત્યાં અજવાળુ વધારે રેલાય છે. નીચલી પાકી સડકથી આવતા અધવચ્ચેથી નીચે ટમટમીયા કરતી જગ્યા ઘડીક દેખાય છે અને વણાંક આવે ત્યા ગાયબ થઇ જાય છે.

ગાડી નીચે ઉભી રાખીને હાથથી કાચની ધુમ્મસ સાફ કરી ત્યાં સડકથી થોડુ ચઢાણ છે એવુ દેખાયુ. મે પહેલા દરવાજો ખોલ્યો. “ઠં....ડી.....મારી નાખશે આપણને.....ચલ પાછા જતા રહીએ.” દરવાજો બંધ કરવા મે ધક્કો માર્યો. “બઉ ઉતાવળ આને તો બાબા પાછા જવાની.” દરવાજો અંદરથી ખોલીને મને પાછો જતો અટકાવ્યો. “ચલો, આપણે આમ જવાનુ છે.” કહીને મારી સામે જોઇ રહી. હુ એની સામે જોઇ રહ્યો. ત્યાં મારો હાથ પકડીને મારી તરફ આગળ ચાલવાનુ શરુ કર્યુ.

“ઠંડી તો જો અને આ પથ્થરા આપણી ઉપર પડે તો.” મે કહ્યું. આટલી વહેલી સવારે ગાડીના ગરમ હીટરમાંથી બહાર નીકળીને આટલુ પણ ચાલવાનો મારો વીચાર નહોતો. “તને કાંઇ થઇ ગયુ તો. હુ રીસ્ક ના લઇ શકુ બાબા.” મે ફરી એને ગાડી તરફ લઇ જવા પ્રયત્ન કર્યો પણ કાંઇ ફાયદો થયો એવુ મને જરાય લાગ્યુ નહી.

“તને નથી આવવું?” એણે નિખાલસતાથી પુછયું. એનું બ્લેક સ્વેટશર્ટ, બ્લેક ટીશર્ટ, બ્લેક ટ્રેક પેન્ટ, બ્લેક આઇવોચ અને બ્લેક આઇફોન એના માટે જ બન્યા છે. એની વચ્ચે એનો ચંદ્રમાંના અજવાળા જેવો ખીલતો ચહેરો એને કાંઇક અલગ જ સુંદરતા આપી રહ્યા છે. હું એના ચહેરા પર મોહીત તો થઇ જ ગયો હતો. એ મારી હા સાંભળવા માટે જ રાહ જોવે છે. જો એને એકલા જવું હોત તો મારી સાથે આવી જ ન હોત.

“હું તો જઇશ તારે આવવુ હોય તો વીચારી લે.” કહીને પાછળ મારી સામે હમણાં પાછો આવશે એવી આશાથી જોયુ. હું કાંઇ વીચારી નહોતો શકતો. ન કરવાની પરીસ્થિતી જ મારાથી કાયમ ઉભી થઇ જાય છે.

પોકેટમાં બે હાથ રાખીને કદાચ એ મારા આવવાની જ રાહ જોતી ઉભી રહી. થોડીવાર મારી સામે જોઇ રહી અને “ના આવવુ હોય તો ઇટસ ઓકે. બાઇ ધી વે આ સારો બોય ફ્રેન્ડ ન હોવાની નીશાની કહેવાય.” મને તરત જ જાટકો લાગ્યો. હુ એ વીચારુ એ પહેલા એને મારી તરફ હાથ આગળ કર્યો. મને એજ વીચાર સતાવ્યા કરે છે કે આજસુધી કોઇએ આવું મારા માટે નહી કર્યું હોય. “તને આવવુ હોય તો ચલ.” કહીને એવો ચહેરો બનાવ્યો ને કે એના ભોળાપણ પર હું કાંઇ પણ હારવા તૈયાર થઇ ગયો.

“ઇમોશનલ અત્યાચાર છે હો તારો.” કહીને હું ગાડીમાંથી ફરી બહાર આવ્યો અને પાછળનો દરવાજો ખોલીને મે મારુ બેગ કાઢયુ. એ એનુ બેગ લઇને ક્યારની તૈયાર ઉભી છે. મે કાર લોક કરી.

“ચલો. મીસ્ટર બોયફ્રેન્ડ.” કહીને ઘડીભર માટે મારી સામે હસીને જોઇ રહી.

“ચલો મીસ. ગર્લ ફ્રેન્ડ.” મારાથી એનીમેળે કહેવાઇ ગયુ. મને લાગ્યું મે એજ કહ્યું જે એને મારી પાસેથી સાંભળવુ હતુ. ઘડીવાર માટે એના ચહેરા પરનુ મારા માટેનુ સ્મિત હું જોઇ શક્યો.

મે પ્રેમથી એનો હાથ પકડયો અને આગળ જવા માટે કહ્યું. મારી અણગમા વાળી રીત ક્યારેક-ક્યારેક કામ તો કરે જ છે પણ આર.જે.ની વાત આવે છે ત્યારે વીચારીને થાકી જવાય છે કે પછી શું. અત્યારે એ વાત વીચારવાનો કોઇ મતલબ નથી પણ વાત મારા ગળેથી તો ઉતરતી જ નથી.

ખાડા ટેકરા વાળી ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલી ઢોળાવવાળી પગદંડીએ ઉપર એકબીજાનો હાથ પકડીને ચાલવાનુ અમે શરુ કર્યુ. મે એનો હાથ બરોબર રીતે પકડી રાખ્યો. કદાચ ચઢતી વખતે પહેલાની જેમ એનો પગ લસરે તો હું એને કાંઇ જ નહી થવા દઉ.

“એન્ડી....” મારા કાન પાસે ધીમેકથી મને સંભળાયું. એના શ્વાસની હુંફ મને અથડાઇ રહી. કાનની નજીક આવીને એને મારુ નામ કહ્યું; ત્યારે જે અનુભવાયુ એવો અનુભવ મે પહેલા ક્યારેય નથી કર્યો.
“તુ તો સ્વિટહાર્ટ નીકળો યાર.” એને ફરી મારા કાન પાસે આવીને કહ્યું.
“મારા આટલુ કહેવાથી તુ સ્વિટ હાર્ટ થઇ જઇશ એ નહોતી ખબર નહીતર પહેલા દીવસે જ કહી દેત.” બોલી મારી આંખમાં જોઇ રહી. એને મારી કમર પર હાથ રાખ્યો એને મે એની. હું કાંઇ બોલી ન શક્યો બસ એની સામે જોઇને થોડુ સ્મિત
કર્યુ. અમારા બે વચ્ચેની મજાક-મજાકમાં થઇ રહેલી વાતોમાંથી ઘણું બધું માન્ય હતુ જે ક્યારેય એકબીજાંને સમજાવવાની જરુર નથી.

એની આ વાત નો મતલબ સમજવો હોય તો અત્યારે સમજાય પણ ખરેખર શું થાય એ સમજવા માટે મારે કોણ જાણે બીજી કેટલી રાતો જાગવી પડે.

“જલ્દી. સન રાઇસ પહેલા પહોંચવાનુ છે આપણે.” એણે મારા માથા પર પ્રેમથી મારીને હોઠ બીડાવ્યાં. “ફરી ખોવાઇ ગયોને સપનામા ચલ જલ્દી.”

હું કાંઇ ન બોલ્યો.

બેય વાતોડીયાં વાતો કરતા-કરતાં ક્યારે ઉપર પહોંચી ગયા એ ખબર જ ન પડી. “એ તને કઇ રીતે ખબર આ જગ્યા વીશે.” મે પુછયુ.
“એક ટ્વીટમા જોયુ હતુ.” એને તરત જ જવાબ આપ્યો.
“ટ્વીટ? કોની.”
“અફકોર્સ આર.જે. ની જ હોય ને યાર.” મને કોણી મારીને કહ્યુ. “ઇડીયટ.”
થોડીવાર પછી મને યાદ આવ્યુ મારી ટ્વીટ વીશે. “બેસ્ટ પ્લેસ ટુ ટ્રાવેલ ઇન દીવ.” હું મનમા બોલ્યો.
“ઓહ સીટ.” મારાથી બોલાઇ ગયુ.
“વોટ?” પીયા એ મને પુછયુ.
“કાંઇ નહી.” મે કહ્યુ. “વાંધો નહી ન કે.” મને ઉંધો જવાબ મળ્યો.

વર્કશોપ સુધી પહોંચતા રસ્તો થોડે સુધી પહોળો છે. રસ્તાની બેય બાજુ જાડી-જાંખરા એટલા છે કે નીચે રસ્તો ક્યાં ઉતરે છે અને નીચે શું છે કાંઇ ખબર પડે એમ નથી. રસ્તાની બેય કોર નજર પડે ત્યાં સુધી થોડા-થોડા અંતરે થાંભલા છે. વચ્ચે-વચ્ચે લેમ્પના વજનથી વણાંક લઇને જુકેલી અને પવનમા જોલા ખાતી દોરી અને જુનવાણી લેમ્પની હારમાળા હીંચકા ખાય છે. ધુમ્મસમા ઘડી-ઘડી ચાલુ લાઇટો ટમટમીયા કરે છે. જોનારાને એની તરફ બાંધી રાખે એવુ રમણ્ય દ્રશ્ય અમે જોયુ.

“વાવ. નાઇસ...ના....” મારી પહેલા તો પીયા બોલી ગઇ. “ઇટસ સો બ્યુટીફુલ યાર.” બોલીને એ મારા કાંઇ બોલવાની રાહ જોઇ રહી. હું કાંઇ વીચારમા જ હતો.

“હા.” હુ બોલ્યો.
“જસ્ટ લાઇક યુ.” મારાથી એની જાતે બોલાઇ ગયું.

હુ એની સામે જોઇ રહ્યો. એ પણ મારી સામે જોઇ રહી. એની આંખોમા અને ચહેરા પરનુ હાસ્ય ઘડીભર માટે હું વાંચી શક્યો. મને લાગ્યુ કે એ મારા માટે જ છે. થોડી સેકન્ડમા હસીને એ શરમાઇને કદાચ નીચે જોઇ ગઇ.

“તુ કોમ્પલીમેન્ટ બી આપી શકે?” કહીને નીખાલસતાથી હસીને મારી તરફ જોયુ. હુ શરમમાં નીચે જોઇ ગયો. “મને નહોતી ખબર.”
“પણ મને બઉ ગમ્યું.”
આ વાત મારા દીલની આરપાર થઇને નીકળી ગઇ. હું અંદરથી એટલો હરખાતો હતો પણ બહાર ન લાવ્યો.
મને લાગ્યું હતુ કે મારાથી ખોટું બોલાઇ ગયું પણ; મે સામેથી કહ્યું એ એને વધારે ગમ્યું.

મારા હદયના ધબકારા સાવ વધી જ ગયા અને મન ઉત્સાહ ને ઉમંગમા નાચે છે. જોઇને એને ખબર તો પડી જ ગઇ પણ મે કીધુ જેમ ચાલે એમ ચાલવા દઇએ.

લાઇટની નીચે અને બાજુમા કપલની જેમ અમે બઉ બધા ફોટોસ અને સેલ્ફી ક્લીક કર્યા. સારો એવો ટાઇમ નીકળી ગયો. વર્કશોપ જેવી દેખાતી જગ્યામાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી સાઇકલ જ સાઇકલ છે. રંગબેરંગી રંગોથી પથરાયેલી ચાદર પાથરી હોય એવુ દુરથી જોતા લાગે. અંદર ચાલીને જતા પહેલા એક ટીકીટ બારી આવે છે જયાં બે-ત્રણ કપલ લાઇનમા ટીકીટ આવવાની રાહ જોવે છે.

એને જોઇને પીયા એ મને કોણી મારી ને ઇશારો કર્યો. મારે એવુ સમજવાનુ હતુ કે કપલ હાથમાં હાથ નાખીને ચાલે આ બધાની જેમ. હુ સમજ્યો ય ખરો પણ આ બધુ એટલુ ઉતાવળે થઇ રહ્યુ છે કે મને શાંતીથી વીચારવાનો ટાઇમ જ નથી મળ્યો. હુ વારે-વારે એજ વીચારુ છુ કે જે થાય છે એ બરોબર છે કે મારે આમ ન કરવુ જોઇએ. હું ખુલ્લામાં એનો હાથ પકડતા અચકાતો હતો. મને શરમ આવે છે. એના વીશે વીચારવાને બદલે બાકી બધા શું કહેશે આવા વીચારો મને શાંતી નથી લેવા દેતા.

“ઓહ ગોડ તે ફરી કાંઇક વીચાર્યુ.” મને વીચારતા જોઇને મને પાછળથી થપાટ મારી. “બીચાડા તારા જેવા બોયઝનું શું થશે.”
હું થોડો ખચકાયો. એની સામે જોઇ રહ્યો.
“આહા તને શરમ આવે છે.” હું કાંઇ વિચારુ એ પહેલા તો એને ખબર પડી ગઇ. “આયહાય કેવો મસ્ત શરમાય છે મારો બોયફ્રેન્ડ. વેઇટ ફોટો ક્લીક કરીએ.”
“એવું કાંઇ નથી.” મારાથી બોલાઇ ગયું. હું થોડો વધારે અસ્વસ્થ થઇ ગયો.
“એમ....” એ ખાલી એટલું જ બોલી.
“હાં....”
“ચલ મારો હાથ પકડ હવે.” એ એના મુડમાં આવી ગઇ છે. મારી સામે તોફાનભરેલી નજરે જોયા કરે છે ખાલી મને હેરાન કરવા માટે. એ મારા મનની હાલત સમજે છે એટલે કદાચ મારી મદદ કરવા માટે આવું કર્યા કરતી હશે. મને ખબર નથી પડતી.

હું એમનમ ઉભો રહ્યો. “ચલો. બાબા આઇ.એમ વેઇટીંગ. ગર્લફ્રેન્ડ રીસાઇ જશે પછી.”
મે મારો હાથ બે ત્રણ વાર ઉપાડીને એની તરફ જવા પ્રય્ત્ન કર્યો પણ એમ ન કરી શક્યો.
“આટલી શરમ શેની આવે હેં.” એને કમર પર બે હાથ રાખીને હોઠ બીડાવ્યાં.
“એમજ.” હું બોલ્યો. એને મારા મનની વાત સમજાઇ ગઇ. મને એ પણ ખબર છે એને મારી પાસે જે કરાવવું છે એતો એ કરાવીને જ રહેશે.

એ મારી સામે જોતા થોડીવાર ઉભી રહી. ટીકીટ લેવા વળેલું ટોળું આગળ ચાલ્યું. હું ન ચાલ્યો એટલે મારી પહેલા એને મારો હાથ ખેંચ્યો. “કુલ ડાઉન. હું ખાઇ નઇ જાઉ તને. ચીલ.” એને મારા કાન પાસે આવીને કહ્યું. મને થોડી શાંતી થઇ. મે વીચાર્યું મારા વધી ગયેલા ધબકારાના લીધે એને ખબર પડી કે શું?.

અને અમે કપલની જેમ ચાલવા લાગ્યા. એના સ્પર્શમાં કોઇ અલગ જ પ્રકારની વીશ્મયતા છે. એની સાથે જેટલો સમય ખરેખર એની સાથે હું હોય ત્યારે મનની અશાંતી સાથે લડવુ મારા માટે સહેલુ થઇ જાય છે.

બધા સાથે વાતો થાય ત્યારે વખોડી કાઢતો હોય કે મને બધી ખબર છે અને મને બધો અનુભવ છે એ મીથ્યાભીમાનનુ ખંડન હવે થઇ રહ્યુ છે. એને મળ્યો ત્યારે મને લાગ્યુ કે મારી ઘણી બધી સમજણ મીથ્યા છે અને એની સમજણ આગળ મારે બધુ જ નવેસરથી શીખવાનુ બાકી રહ્યું.

પતરાના ડબ્બા આગળની કાચની બારીમાંથી ટીકીટ લઇ અમે દરવાજા અંદર ગયા. લાઇનમા સાઇકલો જ સાઇકલો ગોઠવી છે જાણે માનવ મેળો. નાની-મોટી અને અનેક રંગની. હું વીચારતો હતો ત્યાં એ તો ઉત્સાહી સાઇકલ શોધીને બેસી પણ ગઇ. એનો ઉત્સાહ જોઇને જ મને તો મજા આવવા લાગી.

“ચલ રોમીયો જલ્દી કર ટાઇમ નથી મારી પાસે.” બધો સામાન મને આપીને પોતે સાઇકલ લઇને નીકળી પડી. મારુ બેગ તો મારી પાસે હતુ અને ઉપરથી એનુ પણ મારે સાચવવાનુ. “એ ઉભી રે.” મે કહ્યુ. પણ સાંભળે કોણ. મારા ઘરમાંથી કે કોઇએ કામ કરવાનુ કહ્યુ હોય અને મે આવુ કામ ક્યારેય કર્યુ હોવાનુ આજ સુધી મને યાદ નથી.

“મને હરાવી દે તો બ્રેક લાગશે.” કહીને બીજા ગેટ પાસે પહોંચી ગઇ. ત્યાં એક માણસ સાઇકલનો કોડ સ્કેન કરે છે અને કીચન જેવુ કંઇ આપે છે. જેનાથી એ ટાઇમ નોટ કરી ને પૈસા લઇ શકે. પીયાની સાઇકલ રેડ કલરની છે મે બધામાંથી જોઇને બ્લેક કલરની જ પસંદ કરી. એ તો બહાર નીકળીને ક્યારની મને બોલાવવા બુમા-બુમ કરે છે. મારો કોડ સ્કેન કાળા કપડાવાળો માણસ કરે છે. મારા ખભ્ભાની બેય બાજુ બેગ લટકે છે. ચેક કરવા વાળો માણસ મારી હાલત સમજી રહ્યો છે. “મેડમજી તો કબ કે ગયે.” મે બેગ બતાવીને “પર હમકો લટકાતે ગયે.” મે જવાબ આપ્યો.

પેડલ પર પગ માર્યો અને ઢાળ ઉતરીને સીધો ટમટમીયા મારતા આકાશમાં. મારો હાથ સીધો ખીસ્સામા ગયો અને મે ફોટો ક્લીક કર્યો. “તુ આમા જ વડીલ થઇ જઇશ. તુ સારો બોય ફ્રેન્ડ ક્યારેય નઇ બની શકે. નેવર.” કહીને એને મારી સામે જોયુ. મને ખબર છે કે મને ચીડવવા માટે એ આવુ બોલી રહી છે. મે એની બાજુમા જ સાઇકલ ઉભી રાખી. “કેમ પણ હવે મે શું કર્યુ?”હું બોલ્યો અને મારા માથામા જોરથી એનો હાથ વાગ્યો. “કાંઇ નહી.” એને રીસ ચઢાવી. એને બેય હોઠ બીડાવીને માથુ બીજી તરફ ફેરવી નાખ્યું હવે મને એના હેલ્મેટનો પાછળનો ભાગ જ દેખાય છે. હું ગભરાઇ ગયો. મને લાગ્યુ કે મે કાંઇ કર્યુ છે પણ મને ખબર નથી. બે-ત્રણ વાર સોરી પણ કહી નાખ્યુ. તોય એને મોઢુ બીજી તરફ ફેરવી નાખ્યુ.

“શું થયુ યાર પીયા. આવુ કેમ કરે છે મારી સાથે. મે શું કર્યુ એ તો કઇ દે એટલીસ્ટ.” હુ સાવ ગભરાઇ ગયો. તોય થોડીવાર એ કાંઇ જ ન બોલી. મે મનાવવાની કેટલી કોશીશ કરી પણ એ માનવા જ તૈયાર નથી. હું પાછળ ફરીને વીચારમાં પડયો કે હવે શું કરવુ. ત્યાં જ મને જોરથી હસવાનો અવાજ સંભળાયો એટલે હું પાછળ ફર્યો. “અરે મારો ક્યુટી પાઇ કેટલો સેન્ટી થઇ ગયો.” કહીને મને ભેટી પડી અને પછી મારી આંખમાં જોઇને મારુ નાક ખેંચ્યુ. “સ્વીટેસ્ટ બોયફ્રેન્ડ એવર.” હુ કાંઇ જ બોલી ન શક્યો. મારી પાસે કાંઇ બોલવા જેવુ રહ્યુ જ નહી. પણ મને મજા આવી.

“ઇડીયટ.” મે પણ એને પ્રેમથી માર્યુ. “બીવડાવી દીધો મને તો.”
“ચેક કરતી તી જસ્ટ.”
“શું?”
“કાંઇ નહી.”
પછી આવો નાનો-મોટો ઝઘડો ચાલુ સાઇકલે ચાલ્યાં કર્યો. ઢોળો ચઢતા બે-ત્રણ વારતો હું પડતા-પડતા બચ્યો. પછી મારુ અને એનુ ધ્યાન એકસાથે મેપમા એક જગ્યા એ પડયુ. હુ બોલવા જતો હતો એ પહેલા જ એ બોલી ગઇ. “લેટ્સ ગો. યાર. ચલ રેસ લગાવી.” એક બેગ મારી પાસેથી લઇને પેડલ માર્યુ. પાછળ હું પણ જોડાયો. એ જગ્યા જોવાનો હરખ તો મને અંદરથી કેમ ન હોય; અને વળી અહીં સુધી આવ્યો ને ત્યાં ન જઉ તો નકામુ ને. ચાલુ સાઇકલે મે હેલ્મેટ પહેર્યો અને ઝડપથી પેડલ મારીને અમે બેય સાથે થઇ ગયા.

ઉપર જવા અને નીચે ઉતરવાનો રસ્તો મને અલગ-અલગ લાગે છે કારણકે આ કેડી માર્ગ પર બે કે ત્રણ સાઇકલ એકસાથે માંડ ચાલી શકે એટલો સાંકળો છે. કેડીની ડાબે પહાડનો ઢાળ છે અને જમણે ખાડી છે. રસ્તાનો એ છેડા મા ઠેઠ નજર પડે ત્યાં સુધી રેલીંગ દેખાય છે. વણાંક આવે ત્યાં રેલીંગ ગોળ ફરીને વાદળાંમાં ગાયબ થઇ જાય છે. વધારે ખાડા હોય એવા ભાગમા પાકી સડક બનાવેલી છે અને બાકીનો આખો રસ્તો ખાડા ટેકરા વાળો હોય એવુ લાગે છે. સીધુ ચઢવામાં કહેવડાવે છે પણ ઉતરતી વખતે મજા પડશે એવુ લાગે છે.

વચ્ચે ક્યાંક-કયાંક હોલ્ટ માટે સમતળ જગ્યા આવે ત્યાં અમે થોડી-થોડી વાર ઉભા રહેતા જઇએ છીએ. એકાદ વાર ચા અને નાસ્તો પણ કર્યાં. એકવાર ચા માટે ઝઘડો પણ કર્યો.

અંધારુ તો ઓછુ થવાનુ નામ નથી લેતુ. સાઇકલમા હેડલાઇટ પણ છે એ મને અત્યારે ખબર પડી. “કુલ....લાઇટ.....” લાઇટના અજવાળે રસ્તો ફંફોળીને હું બોલ્યો. “નક્કી એન્જીનીયર જ છે તુ.” પીયાને ફાઇનલી મારી સામે જોવાનો સમય મળ્યો. “એ જ તો મીસ્ટરી છે. હુ ડીટેકટીવ પણ હોય શકુ. લાઇક ડીટેક્ટીવ આનંદ ક્રીમીનલ પીયાનુ સ્ટીંગ ઓપરેશન કરી રહ્યો છે.” મે થોડા ઉતાવળે પેડલ મારતા કહ્યુ. “એમ. તો તમે મારુ સ્ટીંગ ઓપરેશન કરવા આવ્યા એમને, હું ક્રીમીનલ એમને, એ પણ પેલા દીવસે બસમા તો જબરી ફાઇટ કરી ક્રીમીનલ પીયા સાથે. હોશીયારી. એ દીવસે બસમાં તો બીક લાગતી તી મારાથી તો પછી આટલુ કરેજ આવ્યું ક્યાંથી કે મારી આંખમાં આંખ નાખીને વાત કરવા લાગ્યા.” કહીને એ મારી સામે જોઇ રહી. લાગે છે કે હમણા હસી પડશે. મારી પોલ ખુલી ગઇ હતી.
“એ તો હું ખાલી એક્ટીંગ કરતો હતો. સેરલોક હોલ્મસની જેમ.” મારાથી બોલાઇ ગયુ. મારો ચહેરો એકદમ ગુલાબી થઇ ગયો. મને અંદરથી કાંઇ અલગ જ પ્રકારની ફીલીંગ આવી રહી છે. આવે ટાણે મારી સ્ટ્રેસમાં હોવુ જોઇએ પણ હુ સાવ રીલેક્સ હતો. અને એ વાતની પીયાને પણ ખબર હતી કે હુ એની સાથે કમફર્ટેબલ રહેવા લાગ્યો તોય એને એકવાર મને એવુ ફીલ થવા નથી દીધુ કે મારામા બદલાવ આવ્યો છે.

પથ્થરા પર બેસવાની મજા આવે છે. એમ લાગે છે કે આગળ જવું જ નથી. પણ પાછા ફરવાનો રસ્તો અલગ છે એટલે હવે ગમે તેમ તોય આગળ તો જવું જ પડવાનું. મારી બાજુમાં પીયા બેઠી છે અને વારંવાર ચા ના ઘુટડા માર્યા કરે છે. મારી ચા ક્યારની પતી ગઇ છે અને બીજી ચા હવે છે નહી એટલે મને લલચાવવા એ ઓવરએકટીંગ કરે છે.

“સરસ તો મીસ્ટર શેરલોક હોલ્મસ મારા આર.જે. ને પણ શોધી આપો.” એને સાઇકલ ચલાવતા-ચલાવતા અચાનક વાત આડી નાખી. કોઇવાર મને એવુ લાગે છે કે એને ખબર છે કે એને જેની શોધ છે એ એની સાથે જ છે. એના મોંહ પર ક્યારેય નથી આવ્યુ પણ એ મનથી જાણે છે પણ એને ક્યારેય પુછવાની કોશીશ નથી કરી. કદાચ એના મનમાં પણ કોઇ ડર હોય. એને મારી આટલી હેલ્પ કરી છે તો મારે પણ એની હેલ્પ કરવી જોઇએ. છેલ્લે તો કોણ કોને છેતરે છે એ મને ખબર છે. એને ખબર પડશે ત્યારે એના રીએકશન શું હશે એ વીચારી-વીચારીને ને થાક્યો એટલે એ વીચારને જ હવે પડતો મુકી દીધો છે.

“મળશે-મળશે, દીવમાં જ મળશે.” મારાથી વગર વીચાર્યે બોલાઇ ગયુ.

જેની રાહમાં દીવસો વીતતા હોય, રાતો ખોવાતી હોય અને નીંદર ચોરાઇ હોય; અને એ ખમતીધર કે જેને દીલની વાત કરવાની હોય છતા ખબર ન પડે કે સામે કોણ ત્યારે ખમતીધરના માથે જોખમ ઉભુ થાય છે.

“ક્યારે.” એને અચાનક બ્રેક મારી. હું પણ ઉભો રહ્યો.
“પીયા.” મે કહ્યુ. એને કોઇ જવાબ ન આપ્યો. “પીયા....” મે એનો હાથ હલાવીને કહ્યુ અને અચાનક ઉંઘમાંથી જાગી હોય એમ “હા....” ને સાઇકલમાંથી ઉતરીને મને જોરથી ભેંટી પડી. મારી પાસે કોઇ શબ્દ જ નહોતો બોલવા માટે. થોડીવાર માટે કોઇ કાંઇ ન બોલ્યુ. બસ એને આશરો જોઇતો હતો અને મે આપ્યો. મને ખાલી એટલી ખબર છે. આ સેકન્ડ એવી હતી જ્યારે મને પણ લાગ્યુ કે મારા કરતા વધારે કદાચ એને એક સારા દોસ્તની જરુર હતી અને એના માટે હું લાયક નહોતો. હું મારો એક હાથ એના ખભ્ભે અને બીજો એના માથા પર ફેરવીને એને શાંત કરતો રહ્યો. “રીલેક્શ. જસ્ટ કાલ્મ ડાઉન.” મે એના કાન પાસે જઇને કહ્યુ. “આઇ એમ હીઅર ફોર યુ. કેફે નજીક છે. ચા પીસને તું? હા કહી દે. ચલ. ત્યાં બેસીને વાત કરીએ.” મે કહ્યુ. એને તરત માથુ હલાવ્યુ. આજ દીવસ સુધીમે કોઇને શાંત્વના નથી આપી. મને લાગતું કે હું કેમ કરી શકું. પણ આજે મે મારી નજરે જોયુ. આ સમયે મને શીખડાવ્યું. જેનો હું આભારી છું.

“ચલ ચાલતા જઇએ.” સાઇકલ દોરતા અમે બેય ઉપર તરફ ચાલતા ગયા. મે એક હાથથી સાઇકલ પકડી છે અને બીજો હાથ એને વીંટાળીને ચાલ્યો. એ પણ મારી જેમ જ ચાલતી રહી.

મારી પ્રોબ્લેમ જોતા કાંઇ જ પ્રોબ્લેમ જ નહોતી મને એવુ લાગ્યુ. બધા માણસોના મગજ એકસરખા જ હોવા જોઇએ. માણસ જેટલા દેખાય એટલા જ અંદરથી ખુશ હોય એ વાત પર મોટો ઉદ્ગાર આવીને ઉભો રહે છે. બધાના જીવનમાં અમુક વાતો એવી હોય છેની ગાંઠ ક્યારે ઉકલતી નથી.

ટમટમીયા કરતી લાઇટને તો અમે ક્યાંય પાછળ છોડી દીધી.

“મેમ મારી જી.એફની સ્માઇલ ક્યાંક ખોવાઇ છે. શોધવામા હેલ્પ કરશો.” મે એને ખભ્ભેથી હચમચાવીને કહ્યુ.

“ઓફલાઇન થઇ ગઇ છે. નેટવર્ક નઇ મળતુ.” એને ધીમેકથી મારા કાનમા કહ્યુ. એની આંસુ ભરેલી આંખની ભીનાશમા મારા રહસ્યના બધા જવાબો હતા.

“તો એને પાછી લાવવા માટે શું કરવું પડશે હવે?” મે એના વાળની લટ કાનથી હટાવીને પાછળ કરીને નજીક જઇને કાનમાં કહ્યુ. એના ઘેરા કાળા અને બરોબર રીતે ઓળાયેલા વાળની પાછળના કાનમાં ચમકતી ઇયરરીંગ એને કાંઇ અલગ જ શોભા આપી રહી છે.

એણે એમનમ રહીને મારી તરફ નજર કરી. “તમે શું કરશો મારા માટે?” એના અવાજમાં નિર્દોષતા હતી.
“વોટએવર યુ વોન્ટ. જસ્ટ. એનીથીંગ ફોર યુ.”
“પણ હું તો ઓફલાઇન થઇ ગઇ.” બાળ સહજ વ્રુતિમાં એણે કહ્યું.
“ઇટસ ઓકે ના. મારી બી.એફ.એફ બધુ હીલ કરી નાખશે.” મે ચાલતા-ચાલતા કહ્યુ.
“કોણ?” એને નાના છોકરાની જેમ પુછયુ.
“છે એક.” મે ન કહ્યુ.
“કોણ?” એને ફરી પુછ્યું.
“કહી દઇશ તો સ્માઇલ મળશે પાછી?” મે શરત મુકી.
“યેસ.” એણે તરત હા પાડી દીધી.
“કઇ દઉ.” મે ફરી પુછ્યું?
“આવું શું કરે છે કેવું હોય તો કેને.” હું નાનો હતો ત્યારે જેમ રમકડાં માટે જીદ્દ કરતો અને ઘરેથી લઇ દેવાની ના પડી ગઇ હોય ત્યારે આવો ચહેરો બનાવતો. પીયાનો સ્વભાવ નીખાલસ નાના છોકરા જેવો છે એ સમજતા વાર નથી લાગતી. નાની-નાની વાતમાં રીસ ચડાવવી, મોઢું ચડાવવું, જે જોય એ જોય જ, જે માણસ ગમે એને હેરાન કર્યા જ કરવાનો, એને ગમતું કાંઇપણ થાય એટલે ક્યાં ગયો ગુસ્સો અને ક્યાં ગઇ તકલીફ, નાની-નાની વાતોમાં મોટી-મોટી ખુશીઓ શોધવાની, ધારે એને હસાવી કાઢે અને ધારે એને રોવડાવી પણ એટલી સહેલાઇથી શકે.

“ઇડીયટ. શું થશે તારુ. તું અને તારી ફીલોસોફી.” કહીને મને ધક્કો માર્યો અને હું સમજી ગયો કે હવે બધુ બરોબર છે.

“એ સોરી યાર. સાચે કેતો તો. ચા ની કસમ હું ખોટું નથી બોલતો. એ બધુ હીલ કરી નાખશે.” હું ધીમે-ધીમે સાઇકલ ચલાવવામાં પાછળ રહી ગયો એટલે બુમ મારી. “એ ઉભી તો રે સેલ્ફીસ.”

અંધારુ ઉતરતુ જાય છે. સુર્યોદય પહેલા ગમે એમ કરીને પહોંચવાનુ છે. ખાડા-ટેકરા વાળા રસ્તામાં એક તરફ થોડા પટ જેવું દેખાય છે. રસ્તો વણાંક વાળો છે એટલે નજર સામે હોય એટલુ દેખાય અને સામે રેલીંગ અને વનરાજીમા ઘેરાયેલી ખાડી દેખાય છે.

એની વાતમાં વારંવાર ઉદ્ગાર આર.જે. પર આવીને ઉભો રહી જાય છે. આમ કે તેમ એની આવી હાલતનો જવાબદાર તો છેલ્લે હું જ હતો. હું જ આઘાત અને હું જ એનો બચાવ જેવી પરીસ્થિતી મારી થઇ ગઇ છે.

અહીં સુધી આવ્યા અને હવે આ જગ્યા એ તો જવું જ રહ્યું ખાલી. પીયા ન માને તોય ખભે ઉપાડીને લઇ જઇશ પણ જઇશ તો ખરો એવી સપથ મે મનથી લઇ લીધી છે.

વણાંક વળ્યા ત્યાં ડાબે હાથે અજવાળું ટમટમવા લાગ્યું. એક-બે-ત્રણ અને વણાંક પત્યો ત્યાં તો દસ-બાર આગીયા જેવા ચમકતાં અજવાળા દેખાવા લાગ્યાં. માણસો તો દેખાણાં નહી. પીયાનો ચહેરો જોવા જેવો હતો. કીટલી હોય કે કેફે મારે તો ઝડપથી ત્યાં પહોંચવું છે. મે જોર-જોરથી પેડલો મારવાના ચાલુ કર્યા ને પીયાને ય પાછળ છોડી દીધી.

પછી કાંઇ સુજ્યુ નહી એટલે અમે સાઇકલ એક બાજુ પર રાખી અને ફાનસના અજવાળે જગમગતા કેફે કહેવાતી કીટલીની અજવાળા ભરેલી અંધારી રાતમાં એક જુનવાણી સુગંધી લાકડાના ટેબલ પર જઇ બેસ્યા. આજુ બાજુમાં ત્રણ ચાર ટેબલ છે અને બધા ટેબલની વચ્ચે ફાનસનો લટકાવેલો એવો થાંભલો છે. ફાનસ જગે એ ટેબલમાં અમારી જેમ બે લોકો બેઠાં છે. અમને આવતા જોઇને નેપાળી જેવો દેખાતો માણસ એક ટેબલ પર સળગતી ફાનસ બદલાવી ગયો. અજવાળા પાથરતી માયાનગરી અને ઘરો ના જંગલની વચ્ચે જંગલમાં ઘર નસીબદાર હોય એને જ હવે જોવા મળે એવો રમણીય આ નજારો છે.

થોડીવારથી અમારા બે માંથી કોઇ કાંઇ બોલ્યું નથી. બેય એકબીજાના બોલવાની રાહ જોતા રહ્યા. વાંસમાંથી બનાવેલી જુપડી જેવી જગ્યામાંથી અજવાળું બહાર રેલાય છે. કદાચ એ રસોડું છે. વારે-વારે વાત મનમાં આવે કે આ બધી જગ્યા એ નેપાળી જ કામ કરવા વાળા કેમ હોય. વળતી વેળાએ એ જગ્યા માણવાની મજામાં એ વીચાર મુકી દેવો પડે છે.

અમે બેય એકબીજાની સામે કાંઇ બોલ્યા વગર જોઇ રહ્યા હતા. ત્યાં નેપાળી ઝૂપડીમાંથી કાંઇક માટીના વાસણ લઇને આવ્યો અને અમારી સામે મુક્યા. “નમસ્થે સાહબ, નમસ્થે મેદમ, પાની સાહબ, પાની મેદમ.” એ વિનમ્રતાથી એને આવડતી કાલીઘેલી હિન્દીમાં બોલ્યો. એની પીતળની થાળીમાં ચાર માટીના વાસણ હતા. એમાંથી બે તો અમારી સામે મુક્યા અને બે એની થાળીમાં હતા. તરત જ એને એ બે વાસણ પણ અમારા ટેબલ પર મુક્યા અને હસીને ખાલી થાળી લઇ ને નીકળી ગયો. એ વાસણના નામ તો ખબર નથી પણ જોઇને મજા જ આવી ગઇ. હાથથી માટી ટીપીને બનાવેલા હોય એવું લાગે છે.

જગ્યાનો ભાવ અને માણસનો પ્રભાવ આવકારો નક્કી કરતો હોય છે. વગર કહ્યે સેવા થાય એને મહેમાનગતી કહેવાય એ ગુણ કાઠીયાવાડીના લોહીમાં અને સંસ્કારમાં ભળેલા હોય પણ સ્વગામથી દુર માયાના શહેરોમાં આવો આવકાર મળે તે કોને ન ગમે. હોટેલમાં ઓર્ડર કરીને બધા જમાડે પણ વગર કહ્યે જમાડે એને તો સાક્ષાત દેવતાનો આવકારો કહેવાય.

અમારા કહ્યા પહેલા જ ચા અને પાણીથી અમને આવકારો મળ્યો એ અમારા માટે કોઇ નાની શુની વાત નહોતી. હોટેલમાં પાણી માટે પણ જાતે કહેવું પડે છે. ભલે હોટલના માલીકો પાસે અમીરી હોય પણ આવી દાતારી નહી હોય. માટીના વાસણ મોઢે માંડીને પાણીનો જે સ્વાદ મે માણ્યો એ અમુલ્ય છે. છેક ટેકરીના તળથી પાણીના માટલાંનો વજન ઉચકીને વટેમાર્ગુની તરસ બુજાવે એને ખરેખર ભગવાન કહેવાય. આ જગ્યા અને આ વાતની મને ખબર છે પણ પીયાને કદાચ એ નથી ખબર.

પાણી પીધા પછી અમારા ચહેરા પરનો સંતોષ જ કાંઇક ગજબનો હતો. “એ પાણીમાં શું નાખે છે યાર આ લોકો. કેટલુ મસ્ત છે.” વાસણ નીચે મુકતા બોલી.

“એ એમની મહેનત નો અમુલ્ય સ્વાદ છે. આ નીર્જન ટેકરામાં ક્યાંય પીવાલાયક પાણી નહી હોય, માટે એ લોકો પોતાના માથા પર બેડાંના વજન ઉચકીને લાવે અને આપણને પાણી પીવડાવે છે. જો પાછળ.” કહીને મે નીચેથી માથે પાણીને ત્રણ-ત્રણ બેડા રાખીને આવતી મહીલા તરફ આંગળી ચીંધી. અત્યાર સુધી હું ડફોળની જેમ વાત કરતો હતો પણ અત્યારે મને એવું ન લાગ્યું.
“એ વાવ યાર કેટલી મહેનત કરે છે આ લોકો. થાકી નહી જાતા હોય. કેમ કરીને ઉપાડે યાર. આઇ કાન્ટ ઇમેજીન યાર.” એના ચહેરાની રેખાઓ તરત બદલાઇ. એ બીજાની સંભાળ રાખે છે એ ત્યાંથી ખબર પડે. બીજા કોઇને કીધુ હોય તો હસીને વાત કાઢી નાખે પણ એને ખરેખર માણસની કદર છે.

“તો એમનમ આ પાણી નો સ્વાદ નથી. એમની મહેનત નુ વળતર કહેવાય આ તો.” મે તરત કહ્યું.
હું બોલતો હતો ત્યાં એને ચાનો સ્વાદ માણવાનું શરુ પણ કરી નાખ્યું.
“એ યાર આ ચા મારે સાથે લઇ જવી છે. કેટલી યમી છે.” ઘુટડો મારતા એના મોંહમાથી અવાજ નીકળ્યો.
“યમી છે એમ.” મારાથી બોલાઇ ગયું. “ગુજરાતીમાં બોલો તો શું જાય તમારુ. ઇંગ્લીસ મીડીયમના પ્રોફેસરો.”
“શું બોલ્યો.” એને સંભળાયુ નહી એટલે એટલે નજીક આવીને ફરી પુછયુ. “ફરીથી બોલ તો ઇડીયટ.”
“કાંઇ નહી એમજ.” મારી ઉલટી ગણતરી શરુ થઇ ગઇ. હવે મહાકાય પીયાનુ પ્રચંડ રુપ જોવા મળશે.
“એમજ શું. લાવ આ કપ મને આપી દે.” કહીને મારા હાથમાંથી કપ લઇ લીધો. “ત્યારે જ મળશે જ્યારે ફરીથી કઇશ.”
“અરે બાબા કાંઇ નહોતું.” મે કહ્યુ.
“તો કઇ દે.” મારી સામે અણગમાથી હોઠ બીડાવીને “કાંઇ નથી તો કઇ દે ને. નહીતર ચા ભુલી જજે. ઓ નેપાળી કાકા હવે આ બીજી ચાં માંગે ને તો પણ ન આપતા. એને સુગરની બીમારી છે.”

આટલી ખુલ્લા મીજાજની છોકરીને હું આજસુધી ક્યારેય નથી મળ્યો. એ કોઇ સાથે એટલે કોઇ સાથે વાત કરવામાં ક્યારેય નથી અચકાતી.
“સાવ આવુ કરવાનુ.” મે કહ્યુ. “ચાની મજાક નહી, જી.એફ. છે મારી પાછી આપી દે નહીતર તારી સાથે વાત નહી કરુ.”


“ના કર.” મારી વાત એને ધુળની જેમ ઉડાડી નાખી.
“કેમ?” મે પુછયુ.
“પેલા નક્કી કરી લે તારે મારી સાથે વાત કરવી છે કે નહી.” એ એકધારી મારી સામે એવી રીતે જોયા કરે છે. મને સમજાતુ નથી કે મારે શું કરવુ જોઇએ. થોડીવાર લાગે છે કે આ વગડામાં હું આવ્યો શું કરવા અને થોડીવાર માં એ મારી સાથે વાતો કરીને બધુ ભુલાવી દે છે.

“કાંઇ તો બોલ. પ્લીઝ યાર.” હું ગભરાઇ ગયો. એ મારી આંખોમા જોયા કરે છે પણ કાંઇ બોલતી નથી. એના હોઠ બીડાયેલા છે અને વારંવાર ચા પીધા કરે છે.

સારી એવી વાર સુધી બે માંથી કોઇ બોલ્યું નહી. બસ એકબીજાની સામે જોયા કર્યુ. હું એના બોલવાની રાહ જોતો રહ્યો અને એ મારા શાંત થવાની. હું એની આંખમાં થોડીવાર સુધી ખોવાઇ રહ્યો. “અલે માલુ......ઇમોશનલ ફુલ.....” અટકચાળા કરતા બોલીને હસવા લાગી.

“આઇ એમ જોકીંગ ઇડીયટ.” મારી સામે જોઇને મારા હાથમાં મારો કપ મુક્યો. “તારી ગર્લફ્રેન્ડને તારીથી અલગ કરવાનુ હું ક્યારેય વીચારી પણ ન શકુ.” મારા હાથ પર હાથ મુકતા એણે કહ્યું.
“તુ આવુ ન કરને યાર. મને ગભરામણ થઇ જાય છે તને ખબર ને પછી.” મારાથી બોલાઇ ગયું.
“હવે નહી કરુ બાબા.” કહીને મારો હાથ વધારે જોરથી પકડયો. “પ્રોમીસ.”
“રીઅલી?” બોલીને હું અટકી ગયો.
“તારી કસમ બસ.” મારુ નાક ખેંચી ને એ બોલી. આ સેકન્ડથી જ મારી એની સાથે વીતાવેલી એક-એક સેકન્ડ કીંમતી થઇ ગઇ. એને મારી કસમ ખાધી એ જ મોટી વાત હતી મારા માટે.
હું કાંઇ ન બોલ્યો.
“ચલ હવે જઇએ સનરાઇઝ પહેલાની વાત થઇ તી કાંઇ.” એની આઇવોચ મારી સામે કરીને ટાઇમ દેખાડીને બોલી.
“ચલ-ચલ, જલ્દી.” હું એનો હાથ પકડીને ઉભો થયો. “એક કામ કર તું બેગ ચેક કરીલે, હું ચા ભરી આવુ આમા.”
હું જડપથી ચાલ્યો ત્યાં “એન્ડી.....” મે પાછળ જોયું. “ગુડ બોય.” કહીને મારી તરફ સ્મિત કર્યુ અને નીચે જોઇ ગઇ.

ચંદ્રદેવ લીલા સમેટી રહ્યા છે. રાતનું કાળું અજવાળાની જગ્યાએ સોનેરી રંગો પુરાવાની શરુઆત થઇ ગઇ છે. ટેકરા પર સાઇકલ ચલાવવુ પહેલા તો ન ગમ્યું પણ હવે મજા આવવા લાગી. અમે બેય ભાઇબંધ વાતો કરતાં-કરતાં ટેકરીના સીમાડા સુધી લગભગ પહોંચવા આવ્યા એવું મને લાગે છે. જમણી તરફની રેલીંગ બસ પતવા જ આવી છે. અમારી પાછળ બે-ત્રણ છુટાછવાયા સાયકલ ચાલકો દેખાય છે. ઉપર જતા-જતા પવન વધતો જાય છે.

ડાબા હાથનાં ખુણે એક મોટુ ઝાડ દેખાયુ. અને ત્યાંથી રસ્તો લગભગ પતવા આવ્યો. જોઇને તરત તો હાસકારો થયો પણ એ વણાંક દેખાય છે એના કરતા દુર છે. હવે અમારા હેન્ડલ પકડેલા હાથે અને પેડલ મારતા પગે જવાબ દઇ દીધા છે. સેકન્ડોનો લાગતો રસ્તો મીનીટોમાં ફેરવાયો અને અમે અંતે પહોંચ્યા ખરા. જમીનની સપાટીથી જેમ-જેમ ઉપર જતા જાય એમ-એમ નજરમાં આખો નજારો ઉપર જતો દેખાતો આવે અને હવામાં ઉડવા લાગ્યાં હોય એવુ લાગે છે. છેલ્લે સાવ ઉપર પહોંચ્યા એટલે પહાડો અને ખાડી નો જેવા તેવા અજવાળામાં દેખાતો નજારો એટલે “ભાઇ-ભાઇ.” થઇ જાય. એ નજારો અને સાથે પહાડનો આશરો લેતા સુર્યનારાયણ અલગ જ લીલા રચે છે. આવો રમણીય નજારો મે આજ સુધી જોયો નથી.

ફરી એક રમણીય જગ્યા એ મારુ ધ્યાન ખેંચ્યુ. જુપડા જેવી દેખાતી ફરી એક જગ્યા અને હું સમજી ગયો. અમે સાઇકલો એક બાજુ મુકીને પહેલા રેલીંગ તરફ દોડી ગયા અને નીચે નો નજારો જોયા કર્યો. આ જગ્યાની હવા અને રોનક જ કાંઇ અલગ છે. અમારુ બોલવાનું બંધ થઇ ગયુ અમે પહાડોને બોલવા દીધા.

જોત-જોતામાં અજવાળુ વધવા લાગ્યું. અને પીયા એ સનરાઇઝ સેલ્ફી લેવા બુમ પાડી. “જલ્દી.” એકબીજાની ફરતે હાથ વીંટાળીને અમે સનરાઇઝને જોયા કર્યો જ્યાં સુધી ચા યાદ ન આવી ત્યાં સુધી.

એકબીજાને હાથ વીંટાળીને તડકો વધ્યો ત્યાં સુધી પ્રેમથી ચા પીતા રહ્યા.

ક્રમશ: