Paragini 2.0 - 1 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 1

Featured Books
Categories
Share

પરાગિની 2.0 - 1

નમસ્કાર વાંચક મિત્રો,


મારી આગળની તમામ રચનાઓને તમે આટલો સારો આવકાર આપ્યો તે બદલ દિલથી ધન્યવાદ.

પરાગિની ના પહેલા ભાગને આટલો સારો પ્રતિસાદ મળ્યા બાદ મેં બીજો ભાગ લખવાનું નક્કી કર્યુ.. પરંતુ એ પહેલા મેં ‘ખીલતી કળીઓ’ નામની નવલકથા પ્રસ્તુત કરી એને પણ તમે વધાવી.. દિલથી આભાર..! તો હવે પરાગિનીનો બીજો ભાગ હું રજૂ કરુ છુ.. આશા રાખું આ ભાગ પણ તમને પસંદ આવશે.



પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર હોય છે, માનવ... બંને એકબીજાને ડેટ કરતા હોય છે. પરાગનો નાનો ભાઈ સમરને પણ રિનીની બીજી ફ્રેન્ડ નિશા ગમતી હોય છે. તો હવે ત્રણેયની લવ સ્ટોરી કેવી રહેશે તે જોઈશું..! પરાગ અને રિનીનાં મેરેજ થશે કે નહીં તે જોઈશું અને સાથે શાલિની તેના કાવાદાવા ચાલુ રાખશે નહીં તે પણ જોઈશું..!



પરાગિની ૨.૦ - ૧


રિનીના બર્થ ડેની રાત્રે જ પરાગ રિનીને પ્રપોઝ કરે છે અને તેઓ પરાગિની બની જાય છે. બર્થ ડે બાદ બીજા ત્રણ દિવસ તેઓ સેશેલ્સ રોકાય જાય છે. આ ત્રણ દિવસમાં પરાગ અને રિની એકબીજાની પસંદ-નાપસંદ જણાવે છે, ઘણી વાતો, મોજ-મસ્તી કરે છે. આજે તેમનો છેલ્લો દિવસ હોય છે વેકેશનનો... કાલ સવારે દસ વાગ્યે તેમની ફ્લાઈટ હોય છે બોમ્બેની..!

પરાગ અને રિની બંને આખી રાત એકબીજા સાથે રહેવાનું નક્કી કરે છે. પરાગે બીચ પર બધી અરેન્જમેન્ટ પણ કરાવી દીધી હોય છે. રાત્રે ડિનર કરી તેઓ બીચ પર આંટો મારવા નીકળે છે અને વાતો કરે છે. પરાગ રિનીને બીચ પર સૂવાની અરેન્જમેન્ટ કરી હોય છે ત્યાં લઈ જાય છે. બીચ પર મજબૂત વુડનનો નીચો મોટો બેડ મૂક્યો હોય છે, ઉપરથી પારદર્શક સફેદ કપડાંથી આખો બેડ ઢંકાયેલો હોય છે, બે તકીયા અને ઓઢવા માટે મોટો સફેદ જાડો બ્લેન્કેટ હોય છે.

પરાગ રિનીને બેડ પાસે લઈ જાય છે.

રિની- વાઉવ... હાવ રોમેન્ટિક ધીસ ઈસ...

પરાગ- તને ગમ્યું?

રિની- હા... એટલે આપણી માટે છે?

પરાગ- હા.. ચાલ અંદર બેસીને વાતો કરીએ...

બંને અંદર બેસી જાય છે.

પરાગ- તો... આપણે મેરેજ પછી હનીમૂન પર ક્યાં જઈશું?

રિની- હેં... હનીમૂન..?

રિની થોડી શરમાઈ જાય છે..

પરાગ- ઓહ... કમોન એમાં શું શરમાવાનું?

રિની- તમે જ નક્કી કરી લેજોને..!

પરાગ- ઓકે... ચાલ પછી નક્કી કરીશું.. પણ હવેથી તું મારી પર્સનલ સેક્રેટરી તરીકે કામ નહીં કરે..!

રિની- કેમ?

પરાગ- અફકોર્સ.. હું જેને પ્રેમ કરું એ સેક્રેટરીનું કામ થોડી કરે કઈ? અને પછી તું મારી વાઈફ પણ બનીશ.. તારી પોઝીશન હવે મારી સાથે હશે..!

રિની- ના... એટલે.. હું તમારા જેટલી ક્વોલીફાય અને અનુભવી નથી અને હા, એટલી એલિજીબલ પણ નથી કે તમારી પોઝીશન પર બેસી શકુ... હુ અત્યારે જે પોઝીશન પર છું તે બરાબર છું...

પરાગ- નો... તું સેક્રેટરીનું કામ તો નહીં જ કરે...

રિની- તો શું કરીશ હું?

પરાગ- હું તને પ્રમોશન આપી દઈશ..

રિની- શેના બેઝીઝ પર? હજી જોઈનીંગ કર્યુ એના ફક્ત આઠ જ મહીના થયા છે મારે... મારા કરતાં પણ જૂના એમ્પલોય છે એમને હજી પ્રમોશન નથી મળ્યુ અને મને મળી જાય?

પરાગ- હા.. એતો છે...

રિની- અને હા... જો તમને પ્રોબ્લમના હોય તો ઓફિસમાં આપણે બોસ- એમ્પલોય તરીકે જ રહીશું?

પરાગ- વોટ? કેમ પણ?

રિની- ઓફિસમાં આપણા રિલેશન વિશે ખબર પડશે તો લોકો કેવી વાતો કરશે... તમને ખબર જ છે... અને...

રિની થોડી વાર ચૂપ થઈ જાય છે.

પરાગ- અને શું??

રિની- ન્યૂઝપેપર અને મીડિયાને તો તમારા અને તમારા ફેમીલી વિશે ન્યૂઝ બતાવવાની આદત પડી ગઈ છે.. તમે આ મેટરને હેન્ડલ પણ કરી લેશો... પરંતુ મારા ફેમીલીનું શું? જુઓ પરાગ... મારુ ફેમીલી નાનું, સુખી અને પૈસે ટકે થોડુ સારુ છે પણ એમને આવી ન્યૂઝની આદત નથી... અને આપણે રિલેશનમાં છીએ એ વાત ન્યૂઝમાં આવી જશે અને મારી ફેમીલી આ ન્યૂઝ જોઈને તૂટી જશે... એટલે હું તમને ના પાડુ છું... હા, મેરેજ પછી મને આ મીડિયાથી કે ન્યૂઝપેપરથી કંઈ વાંધો નહીં આવે.. હું એડજસ્ટ કરી લઈશ..

પરાગને રિનીની વાત બરાબર લાગે છે અને તે હા કહે છે પણ સાથે કહે છે, હા... પણ જ્યારે ઓફિસમાં કોઈનાં હોય ત્યારે તો થોડો રોમાન્સ થઈ શકે છેને...!

આટલું કહી પરાગ રિનીનાં હાથ પકડી તેની તરફ ખેંચી લે છે... રિની પણ શરમાતા કહે છે, શું તમે પણ પરાગ..

પરાગ રિનીનાં ગાલ પર કીસ કરે છે અને હગ કરી લે છે.

રિની- તમારા ઘરે તો દાદીને ખબર છે પણ મારા ઘરે કોઈને આપણા વિશે ખબર નથી.. હું મારી રીતે વાત કરી જોઈશ પણ તમે ચિંતા ના કરતા તેઓ આપણા પ્રેમને સમજશે..!

પરાગ- સમજવું જ પડશે... નહીંતર તને હું ભગાવીને લઈ જઈશ.... આખી લાઈફ હું તારી સાથે જ રહેવા માગું છું રિની... આઈ લવ યુ...

રિની- આઈ લવ યુ ટુ..

બંને આમ જ વાતો કરતાં કરતાં એકબીજાનો હાથ પકડી સૂઈ જાય છે.


પરાગ અને રિનીની આ સૂકુન વાળી નીંદર ઉડાડવા માટે ટીયાએ ખાસ તૈયારી કરી રાખી હોય છે. પરાગ અને રિનીનાં ગયા બાદ તે નમનને મળવા ગઈ હોય છે. તે નમનને પરાગ વિશે ખરાબ બોલી તેની વિરુધ્ધ ભડકાવે છે. તે નમનને કહે છે, પરાગ હજી મારી સાથે બોલે છે અને તે રિનીને ફસાવે છે, રિની તો ભોળી છે, તે રિનીનો ફાયદો ઊઠાવશે... જો તને મારા પર વિશ્વાસ ના આવે તો તારી આંખે જ પરમદિવસે જોઈ લેજે..! નમન પણ ટીયાની વાત માની જાય છે અને તે રિનીની આવવાની રાહ જોતો હોય છે કે રિની આવે ત તેને તે પરાગની બધી સચ્ચાઈ કહે..!


આ બાજુ બીજા દિવસે સવારે બધા ચેકઆઉટ કરી એરપોર્ટ રવાનાં થાય છે. પરાગ રિનીનો હાથ પકડીને જ્યાં જાય ત્યાં લઈ જતો..! આ વખતે જાણી જોઈને તેની અને રિનીની સીટ અલગથી જ લે છે.

પ્લેન ટેકઓફ થાય છે. પરાગ અને રિની પરાગનાં ફોનમાં બધા ફોટોસ જોતા હોય છે..

રિની- પરાગ...

પરાગ- હા...

રિની- થેન્ક યુ મારી બર્થ ડેને આટલી સ્પેશિયલ બનાવવા માટે...

પરાગ- બસ.... હવે મારે થેન્ક યુ નથી જોઈતું... કંઈ બીજુ જોઈએ છે...

રિની- શું?

પરાગ પોતાના હોઠ પર આંગળી મૂકીને ઈશારો કરી કીસ માંગે છે.

રિની- પરાગ... શું તમે પણ...

પરાગ- હા.. પણ મારી આ કીસ ઉધાર રહી હા... ગમે ત્યારે આપવી પડશે...

રિની- હા... આપી દઈશ.. આમ પણ ઉધારી મને નથી ફાવતી...

પરાગ- ઓહ... એવું... તો તો બીજુ ઘણું હું ઉધાર પર લઈ શકુ છું....

રિની- એટલે તમે કહેવા શું માંગો છો?

પરાગ- તું એટલી સમજદાર તો છે જ હા.... બીજુ એટલે હનીમૂન પર કરીએ તે....

રિની પરાગને ખભા પર ટપલી મારતાં કહે છે, પરાગ... તમે તો કંઈ વધારે પડતાં જ નોટી છો..

પરાગ- જસ્ટ કિડીંગ... પણ એક વાત પૂછવી હતી...

રિની- હા, બોલો...

પરાગ- મને લાગે છે કે નમનને કદાચ તું પસંદ છે...

રિની- એટલે?

પરાગ- નમન.. તારો ફેક બોયફ્રેન્ડ... એ કદાચ સાચેમાં જ તને પસંદ કરે છે...

રિની- એવું કંઈ નથી... એ મારી હેલ્પ કરતો હતો એ પણ અમારા કહેવા પર...

પરાગ- પણ એની આંખોમાં તારી માટે પ્રેમ સાફ દેખાય છે..

રિની- મને તો ના લાગ્યું એવું...

પરાગ- ઓકે... પણ હવે મને એ તારી આજુબાજુ ના દેખાવો જોઈએ... ફિલીંગ્સ ક્યારે બહાર આવી જાય ખબર નહીં...!

રિની- ડોન્ટ વરી.... મારી માટે ફક્ત તમે જ છો... બીજું કોઈ નહીં... અને એવું હશે તો હું ક્લીયર કરી દઈશ..!

પરાગ- હમ્મ... ઓકે... હવે થોડો આરામ કરી લે...

રિની- હા...

રિની પરાગનો હાથ પકડી સૂઈ જાય છે. પરાગ પણ તેને કપાળ પર કિસ કરી સૂઈ જાય છે.

પાંચ કલાક બાદ પ્લેન બોમ્બે એરપોર્ટ પર લેન્ડ થાય છે. ઈમીગ્રેશન પતાવી સાતેય જણા અમદાવાદની ફ્લાઈટ માટે બીજા ગેટ પાસે જાય છે. બે કલાકનાં વેઈટીંગ બાદ ફ્લાઈટ ટેકઓફ થાય છે અને કલાકમાં તેઓ અમદાવાદ પહોંચી જાય છે.

રિની, એશા અને નિશા ઘરે જઈ નાહીને થોડું કંઈક ખાઈને સૂઈ જાય છે. જૈનિકા પણ તેના ઘરે જઈ આરામ કરે છે.

પરાગ, સમર અને માનવ તેમના ઘરે જાય છે. સમર પરાગનાં ઘરે જ રોકાય જાય છે કેમ કે તે હજી તેની મોમ સાથે નથી બોલતો હોતો..! સમર તો ફ્રેશ પણ નથી થતો અને બેગ સાઈડ પર મૂકી શૂઝ પહેરીને જ સૂઈ જાય છે. પરાગ નાહીને કીચનમાં જઈ ખાવાનું બનાવે છે. તે સમરને જમવા બોલાવા રૂમમાં જાય છે તો સમર સૂતો હોય છ. પરાગ તેના શૂઝ કાઢી સરખી રીતે સૂવડાવે છે અને ઓઢાડીને નીચે જઈને જમી લે છે. તેની રૂમમાં જઈ રિનીને મેસેજ કરે છે પણ રિનીનો રિપ્લાય નથી આવતો... તેને લાગે છે કે રિની કદાચ થાકના લીધે સૂઈ ગઈ હશે... કંઈ નહીં કાલે ઓફિસ પર મળીશું જ ને..! તે પણ તેના રૂમમાં જઈને સૂઈ જાય છે.


બીજા દિવસે રિની તૈયાર થઈ ઓફિસ જવા નીકળે છે. નમન પણ રિની સાથે ઓફિસ જવા નીકળે છે. બંને ચાલતા ચાલતા ઓફિસ જાય છે. રિની નમનને બધી વાત કહેતી હોય છે કે પરાગે કેવી રીતે તેને પ્રપોઝ કર્યુ..! નમનને ટીયાએ કહેલી વાત રિનીને કહેવી હોય છે પરંતુ તે કહેતો નથી.. પહેલા તે સ્યોર કરવા માંગતો હોય છે.

રિની અને નમન બંને સાથે ઓફિસમાં પ્રવેશે છે. એટલામાં જ પરાગની ગાડી આવે છે અને તે નીચે ઊતરીને જોઈ છે તો રિની અને નમન સાથે અંદર ઓફિસમાં જતા હોય છે. તેને નથી ગમતું કે હજી નમન રિની સાથે રહે..! પરાગ ફટાફટ અંદર જઈ તે બંને સાથે ઊભો રહી જાય છે. પરાગ બંનેને ગુડ મોર્નિગ કહે છે. રિની પરાગને જોઈ ખુશ થઈ જાય છે અને મોટી સ્માઈલ સાથે પરાગને ગુડ મોર્નિંગ કહે છે. નમન પણ પરાગને ગુડ મોર્નિંગ કહે છે. ત્રણેય લિફ્ટની રાહ જોતા હોય છે. લિફ્ટ નીચે આવતા ત્રણેય અંદર જાય છે. પરાગ રિની અને નમનની વચ્ચે ઊભો રહે છે. પરાગ અને રિની ફર્સ્ટ ફ્લોર પર જતા રહે છે અને નમન ઉપરનાં એટલે કે સેકન્ડ ફ્લોર પર જાય છે. નમન તેના ડેસ્ક પર જઈને કામ ચાલુ કરે છે ત્યાં જ ટીયા આવી ફરી નમનને ભડકાવાંનું ચાલુ કરે છે.

રિનીનાં કહેવા પર પરાગ પ્રોફેશનલ બિહેવીયર જ રાખે છે રિની માટે... પણ રિનીને હવે થોડું અજીબ લાગે છે.

દિવસ આમ જ નીકળી જાય છે. નિશા સમરને સમજાવે છે તેની મોમ સાથે વાત કરવા માટે..! સમર પણ માની જાય છે તેની મોમ સાથે વાત કરવા માટે... તે ફોન કરી તેની મોમ સાથે થોડી નોર્મલ વાત કરે છે. રિની ઘરે જઈ ફ્રેશ થઈ મેસેજથી પરાગ સાથે વાતો કરે છે કેમ કે આશાબેન ઘરે જ હોય છે.

નમન નક્કી કરે છે કે કાલે તે પરાગ સાથે નહીં તો રિની સાથે વાત કરવાનું નક્કી કરે છે.



શું ટીયાનું આ નવું નાટક કામ કરશે?

નમનની આ વાતથી રિની શું પ્રતિભાવ આપશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૨