Astitva - 21 in Gujarati Fiction Stories by Aksha books and stories PDF | અસ્તિત્વ - 21

The Author
Featured Books
Categories
Share

અસ્તિત્વ - 21

આગળના ભાગમાં જોયું કે અવની હવે ગમે એમ કરીને યુવરાજની કેદમાંથી છૂટવા માંગતી હતી પણ કંઈ રીતે એ નીકળશે કેમ કે મમ્મી પપ્પાને જાણ કરવા માટે કોઈ ઉપાય ન હતો કે ન હતો મોબાઇલ.....

હવે આગળ....

અવનીને બસ એ દિવસનો બહુ આઘાત લાાગ્યો હતો, ઘરના કોઈ પણ વ્યક્તિને જરાય દુઃખ ન હતું બાળક ખોવાનું... પણ હવે અવનીએ મનમાંં જ નક્કી કરી લીધુું હતું કેે એ ગમે એમ કરી અહીંયાંથી નીકળી જશે.... એ રાત તો વિચારોમાં ગઈ અને નક્કી કર્યું કે કાલે પાડોસમાં રહેતા માસીને કહું કે પપ્પાને ફોન કરી આપે અને માત્ર એટલું કહે કે તમારી દીકરીને કોઈ પણ બહાનું બનાવી લઇ જાય... હા એ યોગ્ય રહેશે...પણ શું બાજુમાં રહેતા માસી મારો સાથ આપશે??? હું કોશિશ તો કરું શાયદ મારી એ મદદ કરે અહીંયાથી નીકળવામાં....
અવની બસ હવે રાહ જોઈ રહી હતી કે ઘરમાં કોઈ હોય નહીં તેથી એ માસી પાસે જઈ આવે... અવનીના સસરા અને યુવરાજ બંને બહાર કામથી જાય છે અને અવનીની સાસુ બાજુની સોસાયટીમાં આવેલા મંદિરએ ગયા બસ હવે રાહ હતી તો બાજુવાળા માસી પાસે જવાની....
અવની એનું કામ પડતું મૂકીને બાજુવાળા પાસે ગઈ અને પાંચ દસ મિનિટ આમ આડા-અવળી વાતો કરી અને પછી અવનીએ માસીને કહ્યું કે મારી એક મદદ કરશો ત્યારે માસી કહે બેટા એમાં શું પૂછવાનું મદદ માટે..તું માત્ર કહે શુ જરૂર છે મારી..,? અવનીને માસીનો જવાબ સાંભળીને થોડી રાહત થઈ... એટલે એને હળવેકથી માસીને કહ્યું કે મારા પપ્પાને ફોન લગાડીને માત્ર એટલું કહો કે મને અહીંયાંથી લઈ જાય... કોઈ પણ બહાનું કરી મને અહીંયાંથી લઈ જાય...
માસી કહે હું હમણાં જ ફોન કરી દઈશ તું ઘરે જા નિરાંતે... અવની થોડી હરખાતી હરખાતી ત્યાંથી પોતાના ઘરે આવી ગઈ. અને મનમાં કહેવા લાગી કે હું આ નર્કમાંથી બહાર આવી જઈશ.... એક બાજુ અવની ખુશ હતી ત્યાં માસી એ ફોન કર્યા ......
હેલ્લો યુવરાજ તારો શક સાચો પડ્યો અવની આવી હતી મારી પાસે એના પપ્પાને ફોન કરવાનું કહ્યું..... મે એમની જગ્યાએ તને ફોન કર્યો.... તું તારી રીતે હવે જોઈ લેજે.... યુવરાજ માત્ર હા કહી ફોન મૂકી દે છે...

બપોરે યુવરાજ જમવા નથી આવતો.... એટલે અવની બપોરે પોતાના રૂમમાં આવી સુઈ જાય છે.... આગલી રાતના નીંદર થઈ ન હતી એટલે બપોરે અવનીને તરત જ નિંદર આવી જાય છે...

બપોરે ત્રણ વાગે જાગી પાછું એનું રૂટિન કામ કર્યું રાત્રે યુવરાજ જમવા નથી આવતો.... એટલે અવની યુવરાજનું જમવાનું ઉપર રૂમમાં લઈ જાય છે... અવની થોડી વાર ટીવી જોઈ ફ્રેશ થઈ પછી સુવા જ જતી હતી ત્યાં જ યુવરાજે દરવાજો ખખડાવ્યો.... બાર વાગ્યા હશે જ્યારે યુવરાજ ઘરે આવ્યો...
અવનીએ દરવાજો ખોલ્યો ત્યાં જ યુવરાજ દારૂના નશામાં અવનીને ધક્કો માર્યો અને દરવાજો પોતાની જાતે બંધ કરી દીધો.... અને બોલવા લાગ્યો કે બહુ શોખ છે તને અહીંયાથી જવાનો તો જઇને બતાવ, માસી પાસેથી ફોન કરાવ્યો કે પપ્પાને કહો મને લઈ જાય એમ બોલતા બોલતા યુવરાજ અવનીને ગાલ પર બે થપ્પડ મારી દીધી,અ હાથ પકડીને ખેંચવા લાગ્યો અને દરવાજા સાથે અવનીને પછાડી..
અવની માર સહન કરતી રહી અને રડતી રહી..... પણ ક્યાં સુધી આમ ચાલશે.... યુવરાજ જેવો બેડરૂમ તફર જાવા લાગ્યો ત્યાં જ અવની ઉભી થઇ એક ફૂલદાની લઇ ને યુવરાજના માથામાં મારી દીધી એટલે યુવરાજ પડી ગયો ત્યાં જ અવની પોતાનો મોબાઈલ લઈ ત્યાથી ભાગી નીકળી અને બહારથી દરવાજો બંધ કરી દીધો....
એક તો યુવરાજ નશામાં હતો અને ઉપરથી માથામાં ઘા વાગવાથી ઉભો જ ન થઈ શકયો અને આ બાજુ અવની ભાગીને સોસાયટી બહાર આવી ગઈ અને મેઈન રસ્તો પકડી લીધો અને વિચાર્યું કે હવે ફોન કરું પપ્પાને અવની જેવો ફોન હાથમાં લીધો ત્યાં પાસવર્ડ માંગ્યો જે એને ખબર ન હતી... હવે કરે તો કરે શું....?
થોડું આગળ ચાલી ત્યાં જ એક નાની કેબિન જેવું દેખાણું ત્યાં રાત હોવાથી બહુ અવર-જવર ન હતી.. માંડ બે કાર હતી અને થોડા માણસોનું ટોળું બેઠા બેઠા સિગારેટની ચૂસકી મારી રહ્યા હતા... જગ્યા સુરક્ષિત તો ન હતી પણ અવની પાસે કોઈ રસ્તો પણ ન હતો..
અવની થોડું વિચારી ને કેબિન તરફ જવા લાગી એમ થયું કે કોઈક પાસે મોબાઇલ લઈ અને પપ્પાને ફોન કરું.....
અવની ધીમા પગે યુવકોના ટોળા પાસે જાય છે , પણ કોઈ જ યુવકનું ધ્યાન ન હતું કે પાછળ કોઈ ઉભું છે...
અવની એક બ્લેક જેકેટ વાળા યુવકને બોલાવે છે... હેલ્લો સર... એ યુવક પોતાની વાતોમાં મશગુલ હતો.. તેથી અવની બીજીવાર થોડા મોટા અવાજથી કહે છે... હેલ્લો સર...... અને જેવું એ યુવક પાછું વળીને જોવે છે એટલે બંને એક બીજાને જોવા જ લાગે છે..બંને માત્ર એકબીજાને જોઈ જ રહ્યા હતા અને એકદમ સ્તબ્ધ... બંને માંથી કોઈ કાઈ બોલી જ નથી શકતું...બસ આંખો માંથી આંસુ વહે છે જાણે વર્ષો પછી પાછું કોઈ પોતાના વ્યક્તિનું આગમન થયું હોય.........
( કોણ હશે એ વ્યક્તિ? શુ એકબીજાને ઓળખતા હશે?...)
* ક્રમશ........





.