What is love? in Gujarati Motivational Stories by Meera Soneji books and stories PDF | પ્રેમ એટલે શું?

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે શું?

દોસ્તો, તમે તો જાણો જ છો કે ૧૪ ફેબ્રઆરીના "વેલેન્ટાઇન ડે" ના દિવસે આપણે પ્રેમ દિવસ તારીખે ઉજવીએ છીએ. જો કે આપણા ગુજરાતીઓ માટે તો વસંતપંચમીનો દિવસ એટલે પ્રેમનો દિવસ ગણાય. પરંતુ અત્યારના ટીનેજર છોકરા છોકરીઓ પ્રેમ એટલે શું એ સમજતા જ નથી. અત્યારના છોકરા છોકરીઓ teenagers ની ઉંમરે થતાં વિજાતીય આકર્ષણ ને જ પ્રેમ સમજી, જીવન ભર પસ્તાય છે. પ્રેમ એ આકર્ષણ નથી એ તો સંવેદના છે જેને ખાલી ફીલ કરવાની હોય છે. પ્રેમ તો એક એવો મીઠો અહેસાસ છે જે જીવનભર ના ભુલાય. પ્રેમ એટલે હું ને તું મળી ને એક થઈ જઈએ. પ્રેમ એટલે બે શરીરનું મિલન નહિ પરંતુ એ તો બે આત્માઓનું મિલન છે જે મનની લાગણીઓના તાંતણે બંધાય છે. પ્રેમ એટલે ફક્ત પામી લેવું જ નહિ. પ્રેમમાં તો જેટલું આપીએ એટલું પણ ઓછું પડે એ છે પ્રેમ પછી એ સમય હોય કે લાગણી હોય. પ્રેમ જતાવવાની વસ્તુ નથી. પ્રેમ તો બસ મહેસસુ કરવો પડે. પ્રેમ એટલે એ કોઈ જાતનું બંધન નથી. પ્રેમ તો એક સ્વતંત્ર એહસાસ છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની દરેક લાગણી તેની દરેક ઇચ્છાઓને માન આપવું, તેની કાળજી રાખવી તે જ પ્રેમ છે. કદાચ સામે વાળી વ્યક્તિ તમને પ્રેમ ના પણ કરે તો પણ તેને સતત ચાહતા રેહવુુ એ જ છે પ્રેમ. જ્યારે ખરેખર કોઈ વ્યક્તિની ચિંતા થવા લાગે ને સાહેબ એ જ તો વિશુદ્ધ પ્રેમ છે...

પ્રેમમાં તો નિસ્વાર્થ ભાવે એકબીજા પ્રત્યે સમર્પણ હોવું એ જ સાચો પ્રેમ છે. દરેક વ્યક્તિમાં કંઈક સારા તો કાંઈક ખરાબ ગુણ હોય જ છે. આપણે હંમેશા વ્યક્તિ મા રહેલા સારા ગુણ ને જ પ્રેમ કરીએ છીએ પરંતુ સાચો પ્રેમ તો એને કહેવાય કે જે વ્યક્તિમાં રહેલા ખરાબ ગુણોને પણ સ્વીકારી લે છતાં તેના માટે નો પ્રેમ ભાવ ક્યારેય ના બદલાય. પ્રેમ એટલે આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય અને એ જ્યારે આપણી પાસે હોય ને ત્યારે આપણે આપણી જાતને fully complete ફીલ કરતા હોઈએ અને જ્યારે એ દૂર હોય ને ત્યારે કંઈક અધૂરું અધૂરું લાગે એ જ છે પ્રેમ. જેની એક સ્માઈલ જોઈને જ આપણે આપણા તમામ દુઃખો ભૂલી જઈએ એ જ છે પ્રેમ. તેની એક ઝલક માટે સતત ઝંખતા રહેવું એ જ પ્રેમ છે...

પ્રેમમાં કોઈ વ્યક્તિને જોઇને તેના માં ભળી જવાનું મન થાય કે તેનામાં અટકી જવાનું મન થાય એમ લાગે કે બસ આ એજ વ્યક્તિ છે જેની સાથે હું મારા જીંદગીની અમુલ્ય પળો વિતાવવા માંગું છું એ જ છે પ્રેમ. તમે ગમે તેટલા ચંચળ કેમ ના હોવ પરંતુ એ વ્યક્તિને જોઈને તમારી અંદર એક ગજબની સ્થિરતા આવે તમને તમારી જવાબદારીનું ભાન કરાવે એ જ છે પ્રેમ.જેને મળીને આપણું જીવન પરિપૂર્ણ થઈ જાય એ જ છે પ્રેમ.

સવાર પડતા ઉઠતાની સાથે જ જેની યાદ આવે અને જેની યાદોથી રાતોની ઊંઘ હરામ થઈ જાય એ જ છે પ્રેમ. પ્રેમ એ તમારી અંદર રહેલો એક અતૂટ વિશ્વાસ છે. પ્રેમ કરવો તો સહેલો છે પરંતુ પ્રેમ ને જીવનભર એક જ વ્યક્તિ સાથે નિભાવવો ખૂબ જ અઘરો છે. આજકાલના આધુનિક અને મોર્ડન જમાનામાં પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી છે. આજકાલના પ્રેમમાં વિશ્વાસ તો રહ્યો જ નથી. આજકાલના લોકો પ્રેમને મોંઘી મોંઘી ગિફ્ટ ના તોલે માપે છે. પરંતુ પ્રેમમાં માંગણી હોય જ નહીં એમાં તો ફક્ત લાગણી જ હોય છે. આજકાલના લોકો પ્રેમમાં પોતાનું પ્રિય પાત્ર પોતાને પ્રેમ કરે છે કે નહિ તે બાબતે સતત અસલામતી અનુભવતા હોય છે.અને એવું ઇરછતા હોઈ છે કે પોતાનું પ્રિય પાત્ર પોતાને I love you કહીને સતત પ્રેમ મહસુસ કરાવે જતાવતા રહે. પરંતુ તમારું પ્રિય પાત્ર તમારાથી દુર રહીને પણ આખા દિવસમાં એક વાર પણ ફોન દ્વારા કે msg દ્વારા " તું કેમ છે?" એમ પૂછે ને તો એ પણ પ્રેમ જ છે. તમારી નાની નાની બાબતો નું ધ્યાન રાખવું,તમારી ઇચ્છાઓ નું માન રાખવું, તમારી કાળજી લેવી એ પણ I love you કહેવા બરાબર જ છે. પ્રેમમાં જો કોઈ મોંઘામાં મોંઘી ગિફ્ટ હોય ને તો એ સમય જ છે. એકબીજા સાથે જેટલો પણ સમય મળે છે તેને મન ભરીને માણી લો તેની સાથે મળેલા સમયને એ અમૂલ્ય પળો ને જીવી લો એ જ અમૂલ્ય ભેટ છે. જે જીવનભર મીઠી યાદો બનીને તમારી સાથે જ રહેશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સમયની સાથે પ્રેમ ઓછો થવા લાગે છે. પરંતુ ના હું તો કહું છું કે સમયની સાથે પ્રેમ વધુને વધુ ગાઢ અને પાકટ થતો જાય છે. એકબીજા ની સારી ખરાબ આદતોને જાણતા હોવા છતાં પણ એકબીજાની જરૂરતોને સમજીને આ જીવન ચાહતા રહેવું એ જ તો પ્રેમ છે. પ્રેમ એટલે તમે જેવા છો તેવા જ તમને સ્વીકારે. પ્રેમ એ એક એવી અદભુત લાગણી છે જે કહેવાની કે જતાવાની ના હોય એ તો ફક્ત મહેસૂસ કરવાની હોય,અનુભવવાની હોય...

પ્રેમ એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. પ્રેમ એ કોઈ વ્યવહારિક ક્રિયા નથી કે તું કરે તો જ હું કરું,ને હું કરું એટલે જ તું પણ કરે. પ્રેમ તો કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે વહેંચવાની કાળા છે. પ્રેમમાં કોઈ પામવાનો ભાવ નથી હોતો એમાં તો બસ સમર્પણનો ભાવ હોય છે. અને તમે કોઈને નિસ્વાર્થ ભાવે પ્રેમ આપશો તો તે બેગણો થઈને પાછો તમારી પાસે જ ચોક્કસ આવશે. પ્રેમ શબ્દમાં જ એટલી તાકાત હોય છે જે તમારા જીવનને ખુશીઓ થી ભરી દે છે. પ્રેમ કરવો નથી પડતો એ બસ થઈ જાય છે. પ્રેમ ના તો રંગ જોવે છે કે ના રૂપ જીવે છે. એ તો બસ શુદ્ધ આત્મા સાથે જ થઈ જાય છે...

_Meera soneji



મારી બુક વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 તમારા કીમતી રેટિંગ અને પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...