*અનુકરણ* ટૂંકીવાર્તા.... ૪-૭-૨૦૨૦... શનિવાર...
એક વિશાળ બંગલામાં પ્રિયા અને ઝરણાં આજે સાવ એકલાં થઈ ગયા....
સગાંવહાલાં પંદર દિવસ આકાશ ની ઉત્તરક્રિયા પૂરી કરવા રોકાયા હતા...
ધીમે ધીમે બધાં પોતાના કામકાજ અને ઘર પરિવાર, બાળકો ની જવાબદારી કહીને બધાં એક પછી એક જતાં રહ્યાં...
રહી ગયાં મા દિકરી એકલાં અને નોકર ચાકર...
પ્રિયા ની ઉંમર ત્યારે બત્રીસ વર્ષની હતી અને ઝરણાં ની ઉંમર દસ વર્ષની હતી..
આકાશ ને પિતાનો ધંધો હતો એટલે રૂપિયા પૈસા ની કોઈ તકલીફ પ્રિયા ને નહોતી..
બંગલામાં અધતન રાચ રચીલુ અને સુખ સગવડો હતી..
આકાશ નો નાનપણનો એક ખાસ દોસ્ત હતો પરાગ...
પરાગ વકીલ હતો...
આકાશ નાં મૃત્યુ પછી આજે સોળમાં દિવસે પરાગ એની પત્ની રાધિકા ને લઈને પ્રિયા ને મળવા આવ્યો...
પ્રિયા સાથે ધંધાની આંટીઘૂંટી અને વ્યવહારીક વાતો કરીને એ લોકો ગયા...
ધીમે ધીમે પરાગ એકલો આવવા લાગ્યો અને ઝરણાં માટે ચોકલેટ, ગીફ્ટ, કેક વગેરે લઈને આવતો...
ઝરણાં ને પરાગ અંકલ બહું ગમવા લાગ્યાં...
પરાગ આવે એટલે ત્રણેય સાથે હરવાફરવા જતાં અને બહાર આઈસ્ક્રીમ ખાઈને આવતાં...
પરાગ આવે એટલે સીધો જ પ્રિયા નાં બેડરૂમમાં જાય અને પછી બન્ને નો હસવાનો અવાજ બહાર આવે આ સાંભળીને ઝરણાં વિચારો માં ખોવાઈ જતી...
હવે તો પરાગ અંકલ આવે એટલે બન્ને એકલાં જ બહાર જતાં રેહતા અને કેહતા કે ધંધાકીય વાટાઘાટો કરવાની છે અને ઓફિસ નાં અમુક કાગળો તૈયાર કરવાનાં છે...
અને બંગલામાં એ રમા બા કોદર કાકા નાં હવાલે એકલી રેહતી...
આમ કરતાં ઝરણાં પંદર વર્ષની થઈ...
હવે એ થોડું ઘણું સમજવાં લાગી હતી...
મોબાઈલમાં જોઈને એને ઘણી બધી વાતો સમજાતી અને એટલે જ એનાં મગજમાં અનેક સવાલો ઉદભવતા અને મન હવે બળવો પોકારતું હતું આવી અસમંજસ માં એને છોકરાઓ જોડે વાત કરવાની મજા આવતી...
એક દિવસ એ સ્કૂલે થી છૂટીને ઘરે આવી તો મેઈન દરવાજો ખાલી જ બંધ કરેલો હતો એણે દરવાજા ને ધક્કો માર્યો અને એ અંદર આવી તો પ્રિયા નાં બેડરૂમમાં થી અવાજ આવતો હતો એણે સીધી દોટ જ મૂકી અને એ દરવાજો પણ અડધો ખુલ્લો હતો એણે દરવાજા ની આડાશ થી અંદર નજર કરી તો....
પરાગ પ્રિયા ને બાહોમાં લઈને ઉભો હતો અને પ્રિયા રડતાં રડતાં બોલતી હતી કે પ્રિય આ વખતે તો પંદર દિવસ સુધી મારી યાદ જ ના આવી..
આવો તારો પ્રેમ ???
પરાગ અરે નાં મારી વહાલી પ્રિયતમા તું તો મારાં દિલની ધડકન છે પણ શું કરું કોર્ટમાં કેસ વધી ગયાં છે અને રાધીકા હવે શક કરે છે એટલે નિકળવું મુશ્કેલ થઈ જાય છે..
પ્રિયતમા તને મળવા તો હું આતુર જ હોઉં છું...
અને આમ કહીને પ્રિયા ને રડતી બંધ કરાવી અને કહ્યું કે તું તૈયાર થઈ જા આપણે આજે એક પિક્ચર જોવા જઈએ..
ઝરણાં આ સાંભળીને દાંત ભિસીને પોતાના રૂમમાં ગઈ અને એણે એની સાથે ભણતાં સંકેત ને ફોન કર્યો અને કહ્યું કે તું મારાં ઘરે આવી જા મારે તારું કામ છે...
આ બાજુ પ્રિયા અને પરાગ ઝરણાં જોડે જુઠ્ઠું બોલી ને નિકળી ગયા....
થોડીવારમાં જ સંકેત આવ્યો એટલે ઝરણાં એને પોતાના રૂમમાં લઈ ગઈ...
અને બહાર આવી ને રમા બા અને કોદાર કાકા ને એમનાં આઉટહાઉસ માં જવાનું કહ્યું કે હું ફોન કરીશ એટલે આવજો મારે પરીક્ષા નજીક આવી છે તો આ સંકેત જોડે હું થોડું શિખી લઉં...
એ લોકો ગયા એટલે મેન દરવાજો અંદરથી ઝરણાં એ બંધ કરી દીધો...
આ બાજુ રમા બા ને આ વાત અયોગ્ય લાગી એટલે એમણે પ્રિયા ને ફોન કર્યો અને બધી વાત કરી ....
પ્રિયા આ સાંભળીને પરાગ ને કહ્યું કે જલ્દી ઘરે લઈ લે....
પરાગે ગાડી પાછી બંગલા તરફ લીધી...
બંગલો આવી ગયો એટલે પ્રિયા એ પરાગ ને કહ્યું કે તું ઘરે જા હું કોઈ કામ હશે તો ફોન કરીશ...
પરાગ પણ દલીલ કર્યા વગર પરિસ્થિતિ પારખી ને પ્રિયા ને મૂકીને જતો રહ્યો...
પ્રિયા એ દરવાજામાંથી અંદર જોયું પણ કંઈ દેખાતું નહોતું એટલે બેલ મારી...
સંકેત કહે અત્યારે કોણ હશે???
ઝરણાં તું ચિંતા ન કર...
હું જોઈ લઉં...
સંકેત કહે તારી મમ્મી તો આવી નહીં હોય ને???
ઝરણાં તું બેફિકર રહે એને તો પાછાં આવતાં ત્રણ ચાર કલાક થશે... આ તો કદાચ રમા બા કે કોદર કાકા હશે કંઈ યાદ આવ્યું હશે...
એમ કહીને એણે દરવાજો ખોલ્યો જોયું તો મમ્મી..
એ રૂમ તરફ દોડી એ પેહલા પ્રિયા ઝરણાં ની રૂમ પાસે પહોંચી ગઈ...
જોયું તો સંકેત પલંગમાં સૂતો હતો...
સંકેત પ્રિયા ને જોઈને દોડીને રૂમની બહાર નીકળી ભાગી ગયો...
પ્રિયા એ ઝરણાં ને પૂછ્યું આ શું છે???
અને કોણ છે આ???
ઝરણાં ગુસ્સામાં એ મારો દોસ્ત છે સંકેત...
પ્રિયા કહે તો બહાર બેઠકરૂમમાં બેસાડવો જોઈએ ને ???
અહીં રૂમમાં શું કરતો હતો???
ઝરણાં ... મેં જ બોલાવ્યો હતો...
તું પેલાં પરાગ અંકલ ની પ્રિયતમા બને તો હું પણ મારા દોસ્ત ની પ્રિયતમા બનું ને???
અને તું પણ અંકલ ને તારાં બેડરૂમમાં જ લઈ જાય છે ને???
તો હું કેમ નહીં???
પ્રિયા એ ઝરણાં ને સમજાવી કે કોઈ અનુકરણ નાં કરાય...
એણે ઝરણાં ને હૈયાં સરસી ચાંપી ને વ્હાલ કર્યુ અને કહ્યું બેટા હું રસ્તો ભૂલી ગઈ હતી તે મારી આંખો ખોલી દીધી...
હું અત્યારે જ પરાગ ને કહી દઉં છું કે હવે આપણાં ઘરમાં નાં આવે હવે તો ખુશ ને???
ઝરણાં એ પ્રિયા ની સામે જોયું અને માથું હલાવ્યું..
પ્રિયા રડતી હતી એને પસ્તાવો થયો કે મેં ખુબ મોટી ભૂલ કરી અને ખોટી દિશામાં પરાગ ની પ્રિયતમા બનવા ગઈ ...
એ તો સારું થયું કે રમા બા એ ફોન કર્યો નહીંતર .....
હું મારી જાતને કદી માફ નાં કરી શકત...
પ્રિયાએ પરાગ ને ફોન કર્યો અને હવેથી ઘરે નાં આવે એવી તાકીદ કરી અને એક નિર્ણય એણે એ લીધો કે હવેથી એ ઝરણાં જોડે જ સૂઈ જશે...
અને એ આકાશ નાં ફોટા પાસે ઉભી રહી અને આકાશની પણ માફી માંગી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....