Life cycle in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | જીવનનું ચક્ર

Featured Books
Categories
Share

જીવનનું ચક્ર

કેમ ડેડ તમે હવે આ ઉંમરે ઇન્ડીયા જવાની જીદ લઇને બેઠા છો. ત્યાં હવે એવું શું છે કે તમે એકદમ જ ત્યાં વસવાનું મન બનાવી લીધું. જ્યાં સુધી મમ્મી જીવિત હતી ત્યાં સુધી તો તમે નામ ન હોતું લીધું. .... ન્યુ જર્સીનાં એક આલીશાન ફ્લેટમાં સની એના ફાધર ડૉ નીલેશ સાથે વાત કરે છે અને એમને ઇન્ડીયા નાં જવા સમજાવવા છેલ્લા બે કલાક થી કોશીશ કરે છે. અને અમેરિકામાં વકીલ બનેલા સનીની એક પણ દલીલ ડૉ નીલેશનાં માઈન્ડ ને ચેન્જ કરતી ન હતી એ જોઈને સની થોડુક ગુસ્સામાં બોલવા લાગ્યો. પણ ડૉ નિલેષ કઈ જવાબ ન આપ્યો તો સની એમની નજીક ગયો અને કહ્યું કે પાંચ વર્ષ પહેલા તમે જ્યારે ઇન્ડીયા ગયા હતા ત્યારે તમે બીમાર થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે મને અને મમ્મી ને ત્યાં આવવા માટે કેટલી મુશ્કેલીઓ ઉઠાવી હતી એ ખબર છે તમને? એ વખતે તો મમ્મી મારી સાથે હતા પણ આજે એ નથી. ત્યાં તમને કઈ કઈ થાય અથવા મને અહિયાં કઈ થાય તો આપને શું કરીશું એ તો વિચારો . ડૉ નિલેષ સની ને જોઈ રહ્યા. અમેરિકામાં જન્મ થયો અને ત્યાજ ઉછેર થવા છતાં ભારતીય સંસ્કાર સની માં જોઈ ને મનોમન ગર્વ અનુભવવા લાગ્યા. સની એમની સામે જોઈ રહ્યો પછી સામેના સોફા ઉપર બેઠેલ પોતાની ગર્લફ્રેન્ડ જેનીફર ને કહ્યું જેની હવે તુજ આમને સમજાય એ મારી તો એક વાત સાભળતા નથી. અત્યાર સુધી બાપ દીકરાની વાતચીત માં પ્રેક્ષક તરીકે બેઠેલી જેનિફરે ગમે એવી ગુજરાતી માં કહ્યું .મિસ્ટર પટેલ તમે કેમ નથી સમજતા, જો તમને એહિયા એકલું લાગતું હોય તો અમારી સાથે સીકાગો માં રહેજો. આમ પણ અમને ત્યાં તમારી ચિંતા તો રહે જ છે.. ત્યાં મારું ફ્લેટ છે એવું હોય તો રેન્ટ ઉપર લઇ લેજો. સની અને જેનીફર બંને સાથે કોલેજમાં હતા. બંને ને લગ્ન કરવા હતા પરતું સનીની મમ્મીને અલગ ધર્મની પુત્રવધુ હોય એ ગમતું ન હતું એટલે સની અને જેનિફરે બંને એ લગ્ન વગરજ સાથે રહેવાનું નક્કી કર્યું. અને બંને શીકાગો માં રહેવા લાગ્યા. સનીએ આગળ કહ્યું કે આપણે અમેરિકામાં હજારો કિલોમીટર દુર હોઈએ તો પણ ચાર – પાંચ કલાકમાં એકબીજા પાસે પહોંચી શકીએ છીએ. પણ ઇન્ડીયા પહોચવું કે ઇન્ડીયાથી અમેરિકા આવવું મુષેક થઇ જાય.

હવે ડોક્ટર નિલેષ વિચારવા લાગ્યા કે આમ પણ ગઈ કાલે જે વાત કહેવાની છે એ આજે જ કહી દેવી જોઈએ એટલે જો કોઈ પ્રોબ્લેમ થાય તો એ આજે રાત્રે નિવારી શકાય. ડોક્ટર નીલેશે કહેવાનું શરુ કર્યું. એમને કહ્યું કે હું કાઠિયાવાડનાં ગામ જન્મ થયો ખેડૂતનો દીકરો હતો પણ મારા પિતા પહેલાથી જ ઇચ્છતા હતા કે હું ડોક્ટર બનું એટલે એમને મને ભણવા ઉપર જ ધ્યાન રાખવાનું કહ્યું હતું. જ્યારે બાર સાયન્સમાં સારી ટકાવારી આવી ત્યારે હું અમદાવાદ મેડીકલ કોલેજ માં એડમીશન લઇ ભણવા લાગ્યો. મારી સાથે એક છોકરી ભણતી હતી તેનું નામ તન્મયી હતું. મેડીકલનાં પાંચ વર્ષ ક્યા વીતી ગયા એ ખબર જ ન પડી. જ્યારે ઘરમાં લગ્ન ની વાત આવી ત્યારે મેં તન્મયીની વાત કહી પરતું આપના ઘરમાં ચુસ્ત વાતાવરણ હોવાથી ઘરના બધા લોકોએ વિરોધ કર્યો. મારે અને તન્મયીને અલગ થવું પડ્યું અને મારા લગ્ન તારી મમ્મી સાથે થયા. એ પછી મારે અને તન્મયી વચ્ચે કોઈ સંબધ ન રહ્યા. હું ડોક્ટર હતો તારી મમ્મીએ મને ખુબ જ સાથ અને પ્રેમ આપ્યો આપ્યો. એ પણ ભણેલી હતી એટલે એને જ કહ્યું કે તમે આગળ નો અભ્યાસ અમેરિકામાં કરો જેથી તમારી કેરિયર સારી બને. અને અમે બંને અમેરિકા આવી ગયા. અને અહીયાજ વસી ગયા. તારું જન્મ થયું અને તને ઉછેરવા માટે તારી મમ્મી હાઉસવાઈફ જ રહી અને આપણને બંને ને સાચવવા લાગી. હું ડોક્ટર હતો અને અમેરિકા હોવા છતાં હું કે ટેકનોલોજી તારી મમ્મીને બચાવી શક્યા નહિ. છેલ્લા ચાર વર્ષથી હું અહિયાં એકલો જ રહું છે. પંદર દિવસ પહેલા હું એક ઇન્ડીયન કલ્ચરલ પ્રોગ્રામમાં ગયો હતો ત્યાંથી પાછા ફરતી વખતે કોઈએ મને પાછળથી બોલ્યાવો અને પૂછ્યું કે તમે ડૉ નિલેષ છો? હું એને જોતો રહ્યો મને વિશ્વાસ ન થયો કે એ તન્મયી જ છે. થોડીક વાતચિત માં મને ખબર પડી કે એ એની ભત્રીજી સાથે આ પ્રોગ્રામમાં આવી છે અને એના ત્યાજ રહે છે. એને મને એની ભત્રીજી નો એડ્રેસ આપ્યું. અને કાલે મળીએ એમ કહ્યું. કેમ ખબર નહિ પણ મારે એની સાથે બહુ બધી વાત કરવી હતી એટલે મને મેં એને કહ્યું કે ચાલો મારા ઘરે ત્યાં આરામથી વાતો થશે. એની ભત્રીજીએ પણ કહ્યું કે ફઈ જતા આવોને તમને સારું લાગશે. આમ હું અને તન્મયી આપના ઘરે આવ્યા. વાત વાતમાં ખબર પડી કે એના પતિ દસેક વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા. અને ત્યાર બાદ એના પતિનો હોસ્પિટલ એ જ સંભાળે છે. એને મને કહ્યું કે તું અમેરિકામાં સર્જન છો જો તમને ફાવે તો મારા હોસ્પિટલમાં તમારી સેવા આપો. આ એક સારું સમાજસેવાનું કામ થશે. મને પણ આ વિચાર ગમ્યું . એટલે જ મેં તન્મયી સાથે જ ઇન્ડીયા જઈ ત્યાં રહેવાનું વિચાર કર્યો. કાલે મેં એ બધાને અહિયાં બોલાવ્યા છે તારી અને જેનીફરની સાથે ઓળખાણ કરાવવા. અને હવે મારું માનો તો તમ્મે બંને પણ લગ્ન કરી લેજો વર્ષમાં એક વાર ઇન્ડિયા આવી જજો. અને જેનીફર હવે તું મને મિસ્ટર પટેલ કહેવાનું બંધ કર અને ડેડ કહેતી થઇ જા.

બીજા દિવસે સાંજે બધા ડોક્ટર નિલેષનાં ત્યાં ભેગા થયા. અલગ અલગ વાતો કરતા કરતા ડીનર પૂરું કયું. પછી સનીએ કહ્યું કે ડેડ મેં અને જેનિફરે નક્કી કર્યું કે તમે ઇન્ડિયા નહિ જાવો. બધા એકદમ શાંત થઇ ગયા. અને એકબીજા સામે જોવા લાગ્યા. ડૉ, નિલેષતો એકદમ ગુસ્સે થઇ ગયા. પણ એ કહી કહે એ પહેલા જેનિફરે કહ્યું કે ડેડ મેં તન્મયી આંટીનાં બધા પેપર તૈયાર કરી લીધા છે. તમારે ઇન્ડિયા જવાની જરૂર નથી તમે બંને લગ્ન કરી લો એટલે આંટી ને પણ અહીયા રહેવામાં કોઈ અડચણ થશે નહિ. અને રહી વાત હોસ્પિટલ ની તો તમે બંને તમારી મેડીકલ સર્વિસ ની અને સમાજ સેવાની તો એ અહિયાં અમેરિકામાં પણ થઇ થશે. તન્મયી તો આ સાંભળીને ચુપ જ થઇ ગઈ અને કહી દીધું કે મારે આ ઉંમરે લગ્ન નથી કરવા. એટલે એની ભત્રીજીએ કહ્યું કે કેમ નથી કરવા ? અહિયાં તો લોકો નેવું વર્ષે પણ લગ્ન કરે છે એ હિસાબે તો તમે યંગ કહેવાવો. અને તમે અહિયાં રહેશો તો મને પણ તમારી ચિંતા નહિ થાય તમને ખબર છે ને કે મમ્મી પાપાનાં ગયા પછી મારા માટે તમે જ બધું છો.

ત્યાર પછીનાં રવિવારે ન્યુજર્સીમાંમાં બે લગ્ન લેવાયા. .