આ એક કોઈ કાલ્પનિક વાર્તા નથી.કે કોઈ સપના માં લખેલી વાર્તા નથી.આ એક સાચી બનેલી એક ઘટના છે.
આ એક એવા કમનસીબ ની વાર્તા છે.જે કયારે પૂરું જ નથી થઈ.
એ એક ખાસ વાત. ..
કયારે પણ પ્રેમ પર આંધરો વિશ્વાસ રાખવો નઇ. આ વાત સૌથી વધારે મહત્વ ની છે.
આ વાત ત્યાર થી શરૂવાત થાય છે કે એક કોઈક હોસ્પિટલ હોય છે.ત્યાં ઘણા લોકો કામ કરતાં હોય છે.ત્યાં એક છોકરી જેનું નામ એકતા હોય છે.ત્યાં એક સારા હોદા પર કામ કરતી હોય છે.
ત્યાં હોસ્પિટલ માં એ છેલ્લા 5 કે તેના વધારે સમય થી કામ કરતી હોય છે.ત્યાં હોસ્પિટલ માં તેનું સારું એવું નામ હોય છે.પછી એ કામ ની બાબતે હોય કે પછી કોઈ પણ કામ હોય ત્યાં એક સારું કામ કરતી હોય છે.આ છોકરી ના લગ્ન થઈ ગયા હોય છે.તેના લગ્ન કરે અંદાજે એક વર્ષ થઈ ગયું હોય છે.પણ એના લગ્ન ના ગમતા છોકરા જોડે કરેલા હોય છે.એના કુટુંબ ને ઘર ના લીધે મજબૂરી માં કરેલા હોય છે.પણ એના લીધે હોસ્પિટલ માં કામ બાબતે કોઈ પણ પરેશાની નથી થઈ.એ એના અંગત કારણ છે.
હવે થાય છે એવું કે ત્યાં હોસ્પિટલ માં એક છોકરો કામ કરતો હોય છે.એનું નામ નીકુલ હોય છે.ત્યાં એ પણ એક સારા હોદા પર કામ કરતો હોય છે.ત્યાં પણ એનું સારું એવું નામ અને ઇજ્જત હોય છે.
પણ કામ ના લીધે આ એકતા અને નીકુલ ની ધીમે ધીમે પરિચય થાય છે.ત્યાં એકતા આ છોકરા ને પસંદ કરવા લાગે છે.અને નીકુલ પણ તેને ધીમે ધીમે પસંદ કરવા લાગે છે.
પણ નીકુલ ને ખબર છે કે એકતા ના લગ્ન થઈ ગયા છે.એના લગ્ન એકતા જોડે કોઈ પણ સજોગો માં થવા ના નથી.
એક સમય આવે છે ને નીકુલ એકતા જોડે વાત કરવા માટે મોબાઇલ માં થી એક મેસેજ મોકલે છે.અને એકતા સામે થી એને વાત કરે છે.આ રીતે ધીમે ધીમે વાર્તાલાપ થતી જાય છે.
આમ ને આમ ધીમે ધીમે બંને ના દોસ્તી ની સાથે સાથે એક સારો એવો ગાઢ મિલાપ થઈ જાય છે.
અને બન્ને ભેગા થઈ ને એક એવા અંતિમ નીરયણ પર પહોચે છે કે બન્ને લગ્ન કરીશું..
પણ સૌથી મોટો મુદો એ છે કે એકતા ના લગ્ન થઈ ગયા છે.અને એકતા ના જ્યાં સુધી છૂટાછેડા ના થાય ત્યાં સુધી એ નીકુલ જોડે લગ્ન કરવા અસંભવ છે.
તો હવે બન્ને વચ્ચે એમ નક્કી થાય છે કે જ્યાં સુધી એકતા ના છૂટાછેડા ના થાય ત્યાં સુધી આપડે પણ લગ્ન નથી જ કરવા.
હવે વાત માં એમ થાય છે કે એકતા એના ઘરે વાત કરી દેસે ક મારે છૂટાછેડા જોઇયે છે મને છોકરો ગમતો નથી.આમ પણ એના ઘર વારા બધા ને ખબર જ છે ક એને ઘર ના દબાવ ના લીધે જ લગન કર્યા છે..આના લીધે ઘર ના લોકો સમજી ને એને છૂટાછેડા આપવા નો પ્રયત્ન કરશે.અને વાત નો અંત પણ થઈ જાય એમ લાગે છે.પણ કોને ખબર હતી કે પછી શું થશે.
હવે બન્ને જણા એમના કામ માં ધ્યાન આપે છે.બન્ને લોકો એના કામ બાબતે ઈમાનદાર હોય છે.અને કામ ના સમયે ખાલી એ લોકો બપોરે જમવા ના સમયે જ જોડે ભેગા થતાં હોય છે.પણ બધી દુનિયા ના લોકો સરખા નથી હોતા. આ બન્ને લોકો એક બીજા ને પસંદ કરે છે એ બધા ને હોસ્પિટલ માં ખબર પડી ગઈ હતી અને લોકો પણ વાતો કરવા લાગ્યા હતા.પણ એમને લોકો ના વાતો થી કઈ ફેર પડતો નતો..એમને લોકો ને એમ હતું ક થોડો ટીમે વાતો કરશે પછી બંદ થઈ જસે પણ આવું બનતું નથી.લોકો ને આ વાત માં ખબર નથી કે શું મળવાનું છે તે વાતો કરતાં હશે.જેવા જેના નસીબ.
એક કહેવત છે.જે સાચા હોય એમની વાતો થતી હોય છે .અને એમના ગયા પછી પણ વાતો થતી હોય છે તો એમ સમજવું કે કઈક સારું થવાનું છે.
હવે, આમ જ સમજી ને એ લોકો એમનું કામ ચાલુ રાખવા લાગ્યા.
હવે, થાય છે એવું કે આ છોકરી ને નોકરી છોડી ને એના પતિ જોડે બીજા જગ્યાએ ઘર કરવાનું થાય છે તો નોકરી છોડવા નું ઘરે થી ખૂબ દબાણ આવા લાગી ગયું હોય છે.
અને એ છોકરી રૂમ કરી લે છે અને સાથે સાથે તકલીફ પડતી હોય છે તો પણ પેલા છોકરા ના લીધે નોકરી તો ચાલુ રાખે છે.અને કઈક કરીને સારું થાય એમ ભાવના હોય છે.
અત્યારે આવા સંજોગો માં બધુ સારું થાય છે એમ જ લાગતું હોય છે.પણ હકીકત શું થવા લાગુ છે એ કોઈ પણ ખબર નથી.