MUDER IN HYDRABAD PART-3 in Gujarati Short Stories by Vijay vaghani books and stories PDF | મર્ડર ઈન હૈદરાબાદ - ભાગ-૩

Featured Books
Categories
Share

મર્ડર ઈન હૈદરાબાદ - ભાગ-૩

અર્જુન ચા પીધા પછી થોડો ફ્રેસ ફિલ કરી રહ્યો હતો.
રાજેશ અરોરા ના ઘર નો પત્તો મળી ગયો હતો. કોલ ડીટેઈલ પણ આવી ગઈ હતી. રાજેશ ના લાસ્ટ કોલ નું લોકેશન સર્વોત્તમ હોટેલ બતાવતું હતું. તો અર્જુને સબ ઇન્સ્પેકટર વાઘલે ને સર્વોત્તમ હોટેલ માં જઈ ને તપાસ કરવા કહ્યું.આ બાજુ બુશ નો કઈ પત્તો નતો મળ્યો. હવે પોલીસે બુશ અને મહેશ વચ્ચે શું કનેક્શન છે તે શોધવા માટે બંને પરિવાર જનો પાસે થી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે આજથી 5 વર્ષ પહેલાં બુશ અને મહેશ કોલેજ માં સાથે જ ભણતા હતા. બંને કોલેજ માં ત્રણ વર્ષ સાથે ભણ્યાં હતા ને તેમના વચ્ચે સારી મિત્રતા પણ હતી. કોલેજ પૂરી કર્યા પછી બુશ શેર બજાર માં સેટ થઇ જાય છે જ્યારે મહેશ નું બ્રેક-અપ થવાથી
તેને દારૂની લત લાગી જાય છે. આ બાજુ વાઘલે ની ટીમ સર્વોત્તમ હોટેલ માં જઈ ને રિસેપ્શનિસ્ટ ઉપર બેઠેલા મેડમ ને વાઘલે મોબાઈલ માંથી એક ફોટો બતાવે છે પૂછે આ માણસ તમારી હોટેલ માં આવેલ છે ? હા સર આ માણસ રૂમ નંબર 56 માં રોકાયેલ છે , પરંતુ બપોર પછી થી આ ભાઈ ક્યાં એ બહાર નથી નીકળ્યા . મેડમ વાઘલે ના પ્રશ્ન નો જવાબ આપે છે.
આમની સાથે બીજી કોઈ વ્યક્તિ હતી?
ના સર આ ભાઈ એકલા જ આવ્યા હતા.
વાઘલે હવાલદાર ને કહે છે, તમે રૂમ નંબર 56 માં જાવ અને જોવો કે ત્યાં કોઈ છે.

. હવાલદાર રૂમ નંબર 56 માં જોવા જાય છે તો રૂમ બંધ અંદર થી બંધ હોય છે. હવાલદાર આવીને વાઘલે ને જણાવે છે કે સાહેબ રૂમ અંદર થી બંધ છે, ડોરબેલ વગાડી પણ કોઈ દરવાજો નથી ખોલતું. વાઘલે મેડમ ને પૂછે છે કે તમારી પાસે રૂમ ની ડુપ્લીકેટ ચાવી છે? ના સર ડુપ્લીકેટ ચાવી મેનેજર સર પાસે હોય છે ને તે ત્રણ દિવસ થી આવ્યા નથી. ત્રણ દિવસ થી તમારા મેનેજર આવતા નથી ને તમે કઈ જાણવા ની કોશિશ ના કરી કે કેમ નથી આવતા? વાઘલે કડકાઈ થી કહ્યું. સર મેનેજર સર પર્સનલ લીવ નું કારણ બતાવી ને છૂટી લઈ ગયા છે, વાઘલે હવાલદાર ને કહે છે કે દરવાજો તોડી નાખો આપણી પાસે એક જ વિકલ્પ બચ્યો છે. હવાલદાર સીનુ દરવાજો તોડી નાખે છે, અને અંદર જઈ ને જોવે છે તો રાજેશ અરોરા જમીન પર પડ્યો હતો ને તેના મોઢા માંથી ફીણ નીકળતી હતી.વાઘલે તેના હાર્ટ બીટ ચેક કરે છે આતો મરી ચૂક્યો છે. ત્યાં બાજુ ના ટેબલ પર એક કૉફી નો કપ પડ્યો હતો , કૉફી અડધી પીધેલી હતી. વાઘલે અનુમાન લગાવી રહ્યો હતો કે રાજેશ ને કૉફી માં ઝેર આપવામાં આવ્યું હસે, આથી તેના મોઢા માંથી ફીણ નીકળતી હતી અને હોઠ ભાગ લીલો પડતો જઈ રહ્યો હતો. વાઘલે અર્જુન ને ફોન કરી ને રાજેશ અરોરા નું ખૂન થયું હોય તેવું લાગી રહ્યું છે એવી માહિતી આપે છે. અર્જુન કહે છે તમે Dr. જયેશ પનારા ને ત્યાં બોલાવી લો હું ત્યાં પોહચું છું.વાઘલે રિસેપ્શનિસ્ટ ને પૂછે છે કે રાજેશ માટે કૉફી કોણ લઈ ગયું હતું?કૉફી તો રાજુ સોલંકી લઈ ગયો હતો સર તેવું રિસેપ્શનિસ્ટ જણાવ્યું.અત્યારે આ રાજ ક્યાં હસે?
તેને બોલાવો અહીંયા વાઘલે ગરમ થઇ ને કહ્યું.રિસેપ્શનિસ્ટ કહ્યું હા સર

વધુ આવતા અંકે

BY VIJAY R VAGHANI