24 hours - 2 in Gujarati Science-Fiction by Hitesh Parmar books and stories PDF | 24 કલાક - 2 (અંતિમ ભાગ )

Featured Books
Categories
Share

24 કલાક - 2 (અંતિમ ભાગ )

24 કલાક - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

કહાની અબ તક: એક સ્પેસ એજન્સી માં કામ કરતો હોવાથી ઘણા અનુભવો થયા છે પણ જે આં થયલું એ બહુ જ અજીબ હતું! હજી હું સમજી નહિ શકતો કે કોઈ બે અલગ ઘટનાઓ આટલી હદ સુધી કેવી રીતે સમાનતા ધરાવી શકે છે! એક દિવસ મારા એક કલીગ એ મને કમ્પ્યુટર સ્ક્રીન પર કંઇક બતાવ્યું, હું બહુ જ ગભરાઈ ગયો! એક ઉલ્કા તેજીથી પૃથ્વી તરફ જ આવી રહી હતી! હું ગભરાઈને મારા સિનિયર ને કોલ કરવા લાગ્યો! મારા કલીગ ના કહ્યા પ્રમાણે બસ ચોવીસ કલાકમાં તો એ ઉલ્કા આવી પણ જશે! મારા એક સિનિયર એ મને કહ્યું કે એ સ્પેસ નો કોઈ કચરો હોય શકે છે! એક અન્ય સિનિયર એ કહ્યું કે આપને એની ઉપર એક મિસાઈલ ફાયર કરી દઈએ! પણ જો એ લોખંડ સિવાય કોઈ અન્ય મજબૂત ધાતુની હોય તો મિસાઈલ વાળીને પાછું પૃથ્વી પર પણ તો આવી શકે એમ હતું!

હવે આગળ: હું મારી ટીમ સાથે આ એક અનોખી આફતથી એકલો જ જજુમી રહ્યો હતો ત્યારે જ એક અજાણ્યો કોલ મારી ઉપર આવ્યો.

"હેલ્લો કોણ?!" મે સ્વાભાવિક જ પૂછ્યું.

"હાઈ સર... હું તમારી જ જેમ એક સ્પેસ એજન્સી થી બોલું છું... એક અજીબ વસ્તુ તમારા આકાશમાં જોવા મળી રહી છે પણ ખબર નહિ એ શું છે... મને ખબર છે એ એક યુએફઓ (Unidentified Flying Object) છે... એમાં એલિયન્સ છે! એ લોકો આવી રહ્યા છે... સર... સર... સર..." જાણે કે કોઈ એને મારી નાંખતું હોય એમ એણે છેલ્લે કહેલું! હું તો વધારે ગભરાઈ ગયો!

"સુહાગ... ક્યાં છે તું?! હમણાં જ આવી જા અહી!" મેં સુહાગ ને બોલાવ્યો.

થોડીવાર માં સુહાગ પણ આવી ગયો. મારી માટે તો જાણે કે આશાનું કિરણ હતો!

"આ જો... ક્યારની આ વસ્તુ એ મને ઉલ્જાવી રાખ્યો છે!" મેં રડમસ રીતે જ કહ્યું.

સુહાગ કમ્પ્યુટર સ્ક્રીનને ધ્યાનથી જોવા લાગ્યો.

"હમમ... આ કેસ હેકિંગ નો છે!" સુહાગે કહ્યું. એને આખી સિસ્ટમ ને ધ્યાનથી જોઇને કહ્યું.

"તમારી સિસ્ટમ હેક થઈ ગઈ છે! બસ હેકર એ એટલી જ ભૂલ કરી કે..." સુહાગ એ કમ્પ્યુટર સ્ક્રીન પર એક નજર કરી!

"તો આ શું છે જે બતાવી રહ્યું છે?!" મેં કરગરતા અવાજે એની વાત પૂરી થાય એ પહલા જ લાચારીથી કહ્યું.

"કે આ એક રીપીટેડ વિડિયો છે... જુઓને ધ્યાનથી એક જ એક્શન થાય છે!" સુહાગ એ સમજ પાડી!

"પણ અમારી સિસ્ટમ હેક કરવાથી શું ફાયદો?!" મેં પૂછ્યું.

"એટલે એ લોકો ખોટી માહિતી ફેલાવવા માંગે છે કે એલિયન્સ હોય છે... તમારી પર કોલ આવ્યો ખરો?!" સુહાગે પૂછ્યું.

"હા... એક કોલ આવ્યો હતો!" મેં કહ્યું તો તુરંત જ સુહાગ બોલ્યો - "બસ તો તો નંબર ટ્રેસ કરવો હેકર પકડાઈ જ જશે! અને હા, ગભરાશો નહિ! આ કોઈ ઉલ્કા નહિ બસ હેકિંગ છે! સો ચિલ!"

"હા... પણ..." હું આગળ મારી શંકા વ્યક્ત કરું એ પહેલાં જ એને મારી શંકાનું સમાધાન કરી દીધું!

"જો ખરેખર જ આવું કંઇક હોત તો મીડિયામાં વાત આવે ને! આ બસ એક હેકરનું જ કામ છે! નંબર ટ્રેસ કરશો એટલે ખ્યાલ આવી જશે!" સુહાગે કહ્યું.

મેં પોલીસમાં કોલ કર્યો અને નંબર ટ્રેસ પણ કરાવ્યો... વાત ખરેખર સાચી હતી! એ એક હેકર જ હતો!

ઘલિયાળમાં મેં ટાઈમ જોયો તો ઠીક ચોવીસ કલાક થઈ ગયા હતા...

(સમાપ્ત)