Major Nagpal - 9 in Gujarati Detective stories by Mittal Shah books and stories PDF | મેજર નાગપાલ - 9

Featured Books
Categories
Share

મેજર નાગપાલ - 9




મેજરે બોમ્બે જવાનું નક્કી કર્યું. એ પહેલાં તે ટીના જોડે વાત કરવામાગતાં હતા.

રાત્રે ડીનર કરતાં મેજરે ટીનાને પૂછયું કે, "શું તું મને તારા વિશે કંઈ જણાવીશ?"

ટીના એ મેજર ની સામું જોયા કર્યું પણ જવાબ ના આપ્યો.

જવાબ ના મળતાં મેજરે કહ્યું કે, " તારે કંઈ ના બોલવું હોયતો તારી મરજી. હું કાલ સવારે બોમ્બે જવાનો છું."

ટીના ગભરાટ ની મારી ચીસ પાડી ઊઠી કે,
" ના'

મોહન, રાધાબેન ટીનાને આશ્ચર્ય થી જોવા લાગ્યા. જાણે કોઈ અજૂબો ના જોયો હોય.

જયારે મેજર ના ચહેરા પર એક નાની શી હંસી આવી ગઈ. મેજર બોલ્યા કે," આખરે તું બોલી ખરા!"

ટીના પહેલાં તો રાધાબેન ને મોહનને જોઈજ રહી. મેજરે પૂછતાં જ ડરની મારી બોલી ઊઠી કે, "પ્લીઝ, તમે ત્યાં ના જાવ."

મેજર બોલ્યાં કે, "શું કામ ના જાવ? હું તો મારા મિત્ર ને મળવા જવા માગું છું."

ટીના બોલી કે, " મને ખબર છે તમારા એ મિત્રો કોણ છે. પ્લીઝ મને એકલી મુકી ના જાવ."

મેજર તરતજ બોલ્યાં કે, "કોણ છે મારા મિત્રો ? નામ ખબર હોય તો જણાવ.તારું નામ શું છે? તે લોકો તને કેમ શોધે છે?"

ટીના સજળ આંખે બોલી કે," મને ખબર નથી. મને કશું ના પૂછો. બસ એટલું જ કહીશ કે તે લોકો ખતરનાક છે."

મેજર બોલ્યા કે,"હું પણ ખતરનાક જ છું. પણ નવાઈ ની વાત એ નથી કે તને તારું નામ જ ખબર નથી."

ટીના રડતી રહી પણ બોલી નહીં. બોલી તો ફકત વિનવણી કરતી હોય તેમ એટલું જ કે, "પ્લીઝ, બોમ્બે ના જાવ. નાની બહેન સમજી ને મારી વાત માની લો."

મેજરને દયા આવી ગઈ. તેથી બોલ્યા કે,
" જયારે ભાઈને નાની બહેન નું નામ ખબર ના હોય એ કેવું? વળી,અહીં તું એકલી નથી. મોહન, રાધાબેન, સિક્યુરિટી અને ઈ.રાણા તો છે જ. ચિંતા ના કર."

ટીના રડતી રડતી બોલી કે," મને કંઈ થઈ જશે તો."

"અહીં તું સુરક્ષિત છે. કંઈપણ હશે તો મોહન ને ઈ.રાણા સંભાળી લેશે." મેજરે ટીનાને કહ્યું.

રડતી ટીના ને મુકી મેજર પેકિંગ કરવા પોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. મેજરે પોતાનું કામ પતાવી ને રાધાબેનને, મોહનને બોલાવ્યા ને સાવચેતી રાખવાની તાકેદી કરી. ટીના નું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું. કંઈપણ હોય તો ઈ.રાણાને ફોન કરવાનું કહ્યું.

* * *
મોહન સાથે ટેકસી માં મેજર સવાર ના પહોરમાં બોમ્બે જવા નીકળ્યા. તેઓ રેલ્વે સ્ટેશન પહોંચી ને પોતાની ટ્રેન આવી એટલે ચડી ગયાં.

મોહન ટેકસી માં ડ્રોપ કરીને ઘરે જતો રહ્યો.

આ બધું જોયા પછી મેજરનો પીછો કરતો માણસે પ્રવાસીઓ નું લીસ્ટ ચેક કર્યું. તેમાં પણ મેજર નું નામ જોઈને તે માણસે પોતાના બોસને ફોન કર્યો. "સર, તે તો દિલ્હી જવા નીકળ્યા છે." તે બોલ્યો

સામેથી ફોન માં બોલ્યા કે, "તે બરાબર ચેક કર્યું છે ને. મેજર ને બોમ્બે આવવું જોઈએ ના કે દિલ્હી. તારી ભૂલ તો નથી થતીને."

તે બોલ્યો કે, "ના સર, હું બરાબર ચેક કરીને જ તમને ફોન કરૂં છું."

"ઓ.કે. ટીના પર બરાબર ધ્યાન રાખજે." કહીને પેલા માણસે ફોન મુકી દીધો.

પેલો માણસ સ્ટેશન પરથી રવાના થઈ ગયો.
મેજરે બધું બરાબર જોયું ને ટ્રેનમાં થી ઉતરી ગયા. એમને લાગતું હતું જ કે કોઈ તેમનો પીછો કરી રહ્યો છે. એટલે જ રેલવે સ્ટેશન આવ્યા હતા. તેમણે પીછો કરનાર ને ચકમો આપી દીધો. બીજા રસ્તે થી મોહને બુક કરાવેલી ટેકસી માં બેસીને એરપોર્ટ પહોંચ્યા ને ફલાઈટ પકડીને તે બોમ્બે પહોંચી ગયા.

એરપોર્ટ પર કમલનાથ તેમને પીકઅપ કરવા આવેલા.

' ગુડ મોર્નિંગ' વિશ કરીને હોટલ પહોંચ્યા. હોટલ પર પહોંચી ને મેજર ફ્રેશ થયા ને ચા-નાસ્તો કરતાં ઔપચારિક વાતો કરી.

મેજરે પૂછયું કે, "વિલિયમ ની હત્યા કેવી રીતે થઈ, તે જાણવા મળ્યું?"

"હા, વિલિયમ પૈસાનો લોભી જ નહીં, લંપટ પણ હતો, ચાલબાઝ પણ હતો. તેથી જ, તેને કેથરીનના ઘરે રહેલી છોકરી ગમી ગઈ. એને મેળવવા માટે, કિલોપેટ્રિયાની ખુશામત કરવા માટે બોમ્બે આવ્યો. કિલોપેટ્રિયા એ બધી ખબર પડતાં તેને મરાવી નાખ્યો." કમલનાથ બોલ્યા

"હમમમ, કિલોપેટ્રિયા અને તેના બિઝનેસ વિશે શું જાણો છો?" મેજરે પૂછયું.

કમલનાથે જવાબ આપ્યો કે," કિલોપેટ્રિયા એ કોલગર્લ હતી. અને હવે તે મીરાં રોડ પર 'બ્યુટી સેન્ટર' નામનું કોલગર્લ સેન્ટર ચલાવે છે. જેમાં અમીર ઘરાક ને કોલગર્લ પુરી પાડવામાં આવે છે."

કમલનાથ જેટલું કિલોપેટ્રિયા વિશે જાણતા હતા તે કહ્યું. આ સિવાય તેના નીજી જીવન વિશેની માહિતી પણ આપી.

બધું સાંભળીને મેજરે કમલનાથ ને ઘણા પ્રશ્નો કર્યા. બધી માહિતી ભેગી કરી મેજર પોતાની રૂમ પર ગયાં. કમલનાથ પોતાની ઓફિસે ગયા.

મેજર પોતાની રૂમ પર જઈને નાહી ને ફ્રેશ થયા એટલામાં રૂમની કોલબેલ વાગી. મેજરે રૂમ ખોલ્યો તો એક વેઈટર બુકે લઈને ઊભો હતો. વેઈટરે બુકે મેજર ના હાથમાં આપ્યો તો મેજરે પૂછયું કે, "કોણે આપ્યો છે?"

વેઈટર બોલ્યો કે, "મને ખબર નથી."

ઓ.કે. કહીને મેજરે રૂમ બંધ કરીને તેના પરનું લખેલું લખાણ વાચ્યું. જેમાં લખ્યું હતું કે,
' તમારા ઘરમાં રહેલી છોકરી ને અમારે હવાલે કરી દો.'

મેજરે મનમાં વિચાર્યું કે 'મારી બોમ્બે આવવાની ખબર છે એ લોકોને. સામે આવવાની તાકાત નથીને પાછા ધમકી આપે છે.' મેજર ના મનમાં હસવું આવી ગયું.

મોહન ને ફોન કરીને ત્યાં બધું બરાબર છે કે નહીં તે જાણી લીધું.

એવામાં મેજર ના ફોનમાં કોલ આવ્યો. સામેના છેડે રહેલી યુવતી બોલી કે," મેજર , પેલી છોકરી અમને સોંપી દો."

મેજરે પૂછયું કે," કોણ બોલો તમે?"

યુવતી બોલી કે, "મારું નામ જાણવાનું રહેવા દો."

"જેનું નામ ખબર ના હોય તેની સાથે હું વાત કરતો નથી. બાય ધ વે, તમે કિલોપેટ્રિયા છો કે તેની સેક્રેટરી?" મેજરે હસતાં કહ્યું.

યુવતી બોલી કે, "કહ્યું તો ખરા મેજર, મારું નામ જાણવાનું રહેવા દો. મને ખબર છે કે તમે બોમ્બે માં છો. હાલ જ તમે આઈ.જી.પી. કમલનાથ ને મળ્યાં છો. હવે તો ખબર પડી ને કે અમારાથી કંઈ છુંપુ નથી."

મેજર બોલ્યા કે, "તમે મારા વિશે માહિતી સારી રાખો છે. હું એક આર્મી ઓફિસર હતો. જે જીદ પર આવે તો કોઈનું કહેલું ના કરે. આ પણ માહિતી મેળવી જ હશે. તારા બોસને કહે કે હિંમત હોય તો મારી સામે આવે."

સામે ના છેડે અંદરોઅંદર વાત કરતાં હોય એવું લાગ્યું. પછી યુવતી બોલી કે," સારું મેજર, મારા બોસ તમને કાલે સવારે અગ્યાર વાગ્યે મળશે. મીરાં રોડ- બ્યુટી સેન્ટર" આટલું કહીને ફોન મુકી દીધો.

મેજરના મનમાં એક વિચાર આવ્યો કે , 'લાગે છે કે કાલ પહેલાં જ એકવાર તો કિલોપેટ્રિયા ની મુલાકાત લેવી જોઈએ'

શું મેજર ને કિલોપેટ્રિયા ની મુલાકાત થશે?
તે મુલાકાત કેવી રહેશે?
ફૂટેલો વ્યક્તિ કોણ હશે? આઈ.જી.પી. કમલનાથ કે બીજું કોઈ?
અગ્યાર વાગ્યા પહેલાં મુલાકાત થશે કે નહીં?
ટીના સેઈફ રહી શકશે કે નહીં?
જાણવા માટે ફોલો કરતાં રહો.

ગમે તો કોમેન્ટ અવશ્ય કરજો.