Chamadano naksho ane jahajni shodh - 13 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 13

Featured Books
  • પરિવર્તન

    ગરમીની તીવ્ર ગરમીમાં, વડીલ દાદા જી એક ઢાંઢલોના છાંયા હેઠળ ગમ...

  • નિતુ - પ્રકરણ 49

    નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધ...

  • ભીતરમન - 52

    તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

Categories
Share

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 13

પીટર ખામોશ હતો. એ પેલા ખડકો તરફ જોઈને કંઈક વિચારી રહ્યો હતો. જ્યોર્જ પોતાના ખિસ્સામાંથી જાડા કપડાનો એક ટુકડો કાઢીને એના ઉપર શેકાયેલી માછલીના નાના-નાના ટુકડા કરવા લાગ્યો.


"હવે આ માછલીને ખાઈશ કે પછી એ ખડકોને જ જોતો રહીશ.!! જ્યોર્જ બોલ્યો.


"શેકાઈ ગઈ.!' ખડકોના વિચારોમાંથી બહાર આવતા પીટર બોલ્યો.


"હા ખાઈ લે પહેલા પછી આ ખડકોમાં જો તને કોઈ બોલાવી રહ્યું હોય તો જતો રહેજે.' જ્યોર્જે ફરી પીટરની મશ્કરી કરી.


પીટર હસતો હસતો શેકેલી માછલીના નાના-નાના ટુકડાઓ મોંઢામાં મુકવા લાગ્યો.ભૂખ બહુજ લાગી હતી એટલે કંઈ મસાલો નાખ્યા વગરની માછલી પણ એમને ખુબ જ સ્વાદિષ્ટ લાગી રહી હતી. ભૂખ લાગે ત્યારે ગમે તેવું સૂકું ભોજન હોય તો પણ આપણને સ્વાદિષ્ટ લાગે જ. માછલીનું ભોજન આરોગ્યા બાદ પીટર ઉભો થયો અને પેલા કુંડાળાકાર ખડકો તરફ જવા લાગ્યો. છેલ્લો વધેલો માછલીના માંસનો ટુકડો બન્ને દાઢો વચ્ચે ચાવી રહેલો જ્યોર્જ ખડકો તરફ જઈ રહેલા પીટરને પાછળથી તાકી રહ્યો.


પીટર કિનારા પાસેના પાણીમાં થઈને પેલા કુંડાળાકાર ખડકો તરફ જવા લાગ્યો.


"પીટર પેલા બધા આવી રહ્યા છે.' પીટર કુંડાળાકાર ખડકો પાસે પહોંચ્યો ત્યારે એને પાછળથી જ્યોર્જની બુમ સંભળાઈ.


પીટરે પાછળ જોયું તો કેપ્ટ્ન તથા પ્રોફેસરની સાથે એન્જેલા,ક્રેટી,ફિડલ અને રોકી આ તરફ આવી રહ્યા હતા. પીટરે એ લોકો તરફથી ધ્યાન હટાવીને આ કુંડાળાકાર ખડકની ફરતે ચક્કર લગાવવા માટે પાણીમાં પગ ઉપાડ્યા.
આ ખડકોની વચ્ચે પાણી ઘસારા સાથે કોઈક ખાડામાં પડી રહ્યું હોય એવો અવાજ હજુ પણ આવી રહ્યો હતો. પીટર આગળ વધવા એ તરફ આગળ વધવા લાગ્યો.


*****


બે-ત્રણ કલાક વીતી ગયા છતાં માછલી પકડવા ગયેલા જ્યોર્જ અને પીટર પડાવમાં પાછા ફર્યા નહોતા એટલે ક્રેટીએ જ્યોર્જ અને પીટરને શોધવાની જિદ કરી. ક્રેટીની જિદ આગળ ઝુકીને હેરી તથા સમગ્ર કાફલો જ્યોર્જ અને પીટર જે તરફ માછલી પકડવા ગયા હતા એ તરફ એમને શોધવા માટે રવાના થયો.


"પેલો રહ્યો જ્યોર્જ.' દરિયા કિનારે ઉભેલા જ્યોર્જને જોતાં જ રોકીએ બધાનું ધ્યાન દોર્યું.


"હાશ મળી ગયા.!' ક્રેટીના મોંઢામાંથી ખુશીભર્યા શબ્દો નીકળી પડ્યા.


બધાને પાછળ મૂકીને ક્રેટી જ્યોર્જ જ્યાં ઉભો એ તરફ દોડવા લાગી. એન્જેલાને જ્યોર્જની આસપાસ પીટર દેખાયો નહી એટલે એના મનમાં અજ્ઞાત ભય પેદા થવા લાગ્યો.


"કેપ્ટ્ન પીટર ક્યાંય દેખાતા નથી.' એન્જેલાએ ચિંતિત અવાજે કેપ્ટ્નને કહ્યું. એના મોંઢાની રેખાઓ ચિંતાના કારણે ઝાંખી થવા લાગી.


"ચિંતા ના કર બેટી એ પણ ક્યાંક આજુબાજુમાં જ હશે.' કેપ્ટ્ન એન્જેલાને આશ્વાશન આપતા બોલ્યા.


કેપ્ટ્નને આટલું કહ્યું એટલે આશંકાનું પોટલું પાછળ છોડી દઈને એન્જેલા જે તરફ જ્યોર્જ ઉભો હતો એ તરફ ચાલવા લાગી. ક્રેટી દોડતી જ્યોર્જ પાસે પહોંચીને જ્યોર્જને ભેંટી જ પડી. જ્યોર્જ પોતાની પત્ની ભેંટીને વહાલપૂર્વક એની પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યો. પાછળ કેપ્ટ્ન અને આખો કાફલો આવી ગયો હતો એ લોકોની શરમ રાખ્યા વગર જ ક્રેટીએ પ્રેમાવેશમાં આવી જઈને જ્યોર્જના હોઢ ઉપર ચુંબન કરી દીધું.


"જ્યોર્જ પીટર ક્યાં ગયો ? દેખાતો નથી.!' કેપ્ટ્ન હેરીએ જ્યોર્જ પાસે પહોંચીને જ્યોર્જને પ્રશ્ન કર્યો. અને એમની આંખો પીટરને શોધવા ચારેય બાજુ ફરવા લાગી. પરંતુ એમને ક્યાંય પીટર દેખાયો નહિ. પીટરને આજુબાજુ ના જોતાં એન્જેલાની આંખોમાં ભય ડોકાવા લાગ્યો.


"અરે હમણાં તો અહીંયા હતો.' જ્યોર્જ કુંડાળાકાર ખડકો તરફ જોતાં બોલ્યો.


"ક્યાં હતો ? સરખી રીતે તો બોલ.' કેપ્ટ્ન બોલી ઉઠ્યા.


"આ ખડકો પાસે જ હતો. તમે લોકો આ તરફ આવી રહ્યા હતા એટલે હું તમને બધાને જોવામાં પડ્યો અને આ તો ગાયબથઈ ગયો.' જ્યોર્જ પોતાનો બચાવ કરતો બોલ્યો.


કેપ્ટ્ન અને પ્રોફેસર જ્યોર્જે બતાવેલા કુંડાળાકાર પહાડો તરફ વિસ્મય ભરી નજરે તાકી રહ્યા. કારણ કે એમણે ક્યાંય આવા પ્રકારના ખડકો જોયા નહોતા. પીટર અહીંયા હતો નહીં એટલે એન્જેલાની દડદડ આંસુઓ પડવા લાગ્યા. રડી રહેલી એન્જેલાના બન્ને હાથ પકડીને ક્રેટી એન્જેલાને દિલાસો આપવા લાગી. દુઃખી હૈયે એન્જેલાએ ક્રેટીની છાતી ઉપર પોતાનું માથું ઢાળી દીધું.


"જલ્દી ચાલો બધા મારી સાથે.' આમ કહીને કેપ્ટ્ન હેરી દરિયા કિનારાના પાણીમાં ઉતરીને પેલા કુંડાળાકાર ખડકો તરફ જવા લાગ્યા. આખો કાફલો કેપ્ટ્ન સાથે દરિયાના કિનારા પાસેના પાણીમાં ઉતરી પડ્યો.


***********


પીટર કુંડાળાકાર રીતે ગોઠવાયેલા ખડકોમાં ઘૂસવાની જગ્યા શોધતો આગળ વધી રહ્યો હતો. આ ખડકો એકદમ વર્તુળાકારે ગોઠવાયેલા હતા. કુદરતની આ અદ્ભૂત રચના જોઈને પીટરના મનમાં નવો જ રોમાંચ ઉભો થતો હતો.
પીટર થોડોક આગળ ચાલ્યો કે એકદમ વળાંક આવ્યો. કમર સુધી પહોંચી રહેલા પાણીમાં પીટર આગળ વધી રહ્યો હતો. ત્યાં એની નજર થોડેક દૂર રહેલી શેવાળના કારણે એકદમ લીલી થઈ ગયેલી શીલા ઉપર પડી. એ શીલાની ઉપર મોટા લોખંડના સળિયા જેવું કંઈક ખોસેલું હતું. પીટર એ શીલા તરફ જવા લાગ્યો. શીલા પાસે પહોંચ્યો ત્યાં એની નજર કુંડાળાકાર ખડકો વચ્ચે રહેલી જગ્યા ઉપર પડી. આ જગ્યા એટલી મોટી હતી કે એકસાથે ત્રણચાર જહાજ એ જગ્યામાં થઈને એ ખડકોની કિલ્લેબંધી જેવી રચનાનામાં ઘૂસી શકે.


આ કુંડાળાકાર ખડકો કોઈ કિલ્લાનો આજુબાજુ દીવાલ ચણવામાં આવી હોય એવી રીતે ગોઠવાયેલા હતા. દરિયા કિનારાના પાણીમાં કુદરતનું આવું અદ્ભૂત સર્જન અચરજ પમાડે તેવું હતું.


પીટર પાણીમાં આગળ વધતો વધતો ત્યાં આવી પહોંચ્યો. અને એ જગ્યાએ થઈને એ કુંડાળાકાર ખડકોની કિલ્લેબંધી જેવી રચનામાં જવા લાગ્યો. અંદર પ્રવેશતાની સાથે પીટરના મોંઢામાંથી ખુશીભર્યા શબ્દો આશ્ચર્ય સાથે નીકળી પડ્યા.


"જહાજ હશે કે બીજું કંઈ.' પીટરના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા.


કુંડાળાકાર ખડકોની આ કિલ્લા જેવી રચનામાં વચ્ચે મધ્યમાં પાંચ સાત મોટા સમતલ પથ્થર ઉપર મહાકાય જહાજ સ્થિર અવસ્થામાં પડ્યું હતું. પાણીના સ્તરથી ત્રણ સાડા ત્રણ મીટરની ઊંચાઈ પર આ જહાજ ઘણાબધા સમતલ પથ્થરો ઉપર ગોઠવાયેલું હોય એવું પીટરને લાગ્યું. દૂરથી જ પોલાદી રચના ધરાવતા આ જહાજને આટલી ઊંચાઈ ઉપર કેવીરીતે બનાવવામાં આવ્યું હશે એ વિચાર આવતા જ પીટર મોંમાં આંગળા નાખી ગયો. કુંડાળાકાર ખડકોની અંદરની બાજુના સામે છેડે કેટલીક શિલાઓને મજબૂત જાડા સળિયા વડે એકબીજા સાથે જોડી રાખી હોય એવું પીટરને લાગ્યું. એ શિલાઓ પાસેથી જોરદાર ઘસારા સાથે પાણી ત્યાં કોઈક ઊંડા ખાડામાં પડી રહ્યું હોય એનો તીવ્ર અવાજ આવી રહ્યો હતો. જહાજ મળી ગયું હતું પણ જહાજને દરિયામાં તરતું કેવીરીતે કરવું એ પ્રશ્ન પીટરના મનમાં ઉદભવ્યો. કારણ કે જહાજ દરિયાના પાણીની સપાટી કરતા ત્રણચાર મીટરની ઊંચાઈએ પથ્થરો ઉપર ગોઠવાયેલું હતું. અને અહીંયા દરિયાનું પાણી એકાદ મીટરની ઊંડાઈ સુધી હતું. જો જહાજને કંઈપણ કરીને એ પથ્થરો ઉપરથી નીચે ઉતારી દઈએ તો પણ આટલા પાણીમાં જહાજ તરી શકે નહીં.


"બીજું બધુ તો ઠીક પણ જહાજને પાણીમાં તરતું કેવીરીતે કરીશું.!! પીટર મૂંઝવણ સાથે મનોમન બબડ્યો.


(ક્રમશ)