The Corporate Evil - 57 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-57

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-57

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-57
નીલાંગનાં મોબાઇલ પર નીલાંગીનો ફોન આવ્યો અને પછી અચાનક કટ થઇ ગયો. નીલાંગ ખ્યાલ આવી ગયો નીલાંગી જે રીતે બોલી એ ચોક્કસ કોઇ તકલીફમાં છે. એલોકો કાંબલેસર સાથે કારમાં એવીડન્સ લેવા પરાંજપે પાસે પહોચી રહેલાં.
કાંબલે સરે પૂછ્યું "એનાં ઘરે ફોન કર્યો શું કહ્યું એની આઈ એ ? "પહોચી ગઇ છે ? શું થયું ? એણે ક્યાંથી ફોન કર્યો હતો ?
નીલાંગ કહે સર ઘરે નથી પહોચી એની આઇતો એવું સમજે છે કે એ મારી સાથે છે પણ હવે એમને ચિંતા પેઠી.. મને પણ હવે ટેનશન થયું છે કે એ ક્યાં હશે ? છેલ્લે દાદર સ્ટેશનથી અમે છૂટા પડ્યાં હતાં.
કાંબલેએ કહ્યું પરાંજપેને મળીને એવીડન્સ લઇ લઇએ કારણે કે એ પણ ગભરાયેલો અને ઉતાવળમાં લાગતો હતો આમેય આપણે દાદરજ જવાના છીએ પછી ત્યાં તપાસ કરીએ.
નીલાંગ અવઢવમાં મૂકાયો હવે શું કરવું ? નીલાંગીને પહેલી શોધવી ? પણ ક્યાં ? સ્ટેશન પર થોડી હોય ? ત્યાંજ એ લોકો પરાંજ્યેની પાસે પહોચી ગયાં. ચાની કીટલીને બંધ થઇ ગઇ હતી પરંતુ લારીની પાછળ બાંકડા પર પરાંજ્પે અને દેશમુખ બંન્ને બેઠાં હતાં. બંન્ને જણાં રાહજ જોઇ રહેલાં.
નીલાંગ પહોચ્યો એટલે તુંરતજ પરાંજપે એ દેશમુખ કાર પાસે પહોચી ગયાં નીલાંગે કારમાં એ લોકોને બેસાડી દીધાં દેશમુખનાં હાથમાં એક બેગ હતી પરાંજયે ખાલી હાથ હતો. પરાંજયે એ કહ્યું કાર જવા દો આગળ વાત કરીએ અમારો કોઇ પીછો કરતો હોય તો ખ્યાલ નથી.
નીલાંગ કહે ચિંતા ના કરો અને પીછો કરનારતો તમે બેઠા હતાં અહીં ત્યાં સુધીમાં આવીજ જાયને. પરાંજયેએ કહ્યું ના અમે લોકો પણ હમણાંજ આવ્યાં.
નીલાંગનાં મનમાં એવીડન્સ જોવાની તાલાવેલી હતી અને બીજી બાજુ નીલાંગીની ચિંતા હતી એનાં કામમાં નીલાંગીના બૂમનાં પડઘા સંભળાતા હતાં. થોડે આગળ જઇને કામ્બલે સરે કાર સાઇડમાં ઉભી રાખી. નીલાંગને કહ્યું "ભાઉ પાસેથી એવીડન્સ લઇને જોઇ લો. કાંબલે એ દેશમુખને પૂછ્યું પણ તમે અચાનક બોલાવ્યા એવું તો શું થયું ?
પરાંજપે એ કહ્યું સર કાકા સાહેબનાં બંગલે જે માણસ કામ કરે છે એને કામ સોંપેલું એણે એની લોગાઇને એટલે કે એની બૈરીને કામ સોપેલું એની બૈરી કાકા સાહેબની પથારી ગરમ કરે છે બધી જાતનાં સંબંધ છે એણેજ પૈસા માંગેલા અને સીસીટીવી ફુટેજ અને ફોટા આપવા વચન આપેલું...
કાંબલે સરે વચમાં પૂછી લીધુ તો શું થયું એવીડન્સ નથી મળ્યા ? પરાંજપે એ કહ્યું ના સર એવીડન્સ તો મળી ગયાં. પેલીએ એનાં હસબંડ દ્વારા મોકલી દીધાં પછી પેલાં કાકાસાહેબને બૈરી પર શંકા ગઇ છે એમણે પેલીને ખૂબ મારી અને કાઢી મૂકી પોલીસમાં આપવા ધમકી આપી પેલી પોપટની જેમ બધું બોલી ગઇ છે કે એણે પુરાવા ત્યાં કામ કરતાં સીક્યુરીટીને આપ્યાં છે.
પેલાં કાકા સાહેબ સુધી વાત કબૂલાય ત્યાં સુધીમાં સીક્યુરીટી દેશમુખ સરને બધું આપી ગયો પાછી જતાં એને ખબર પડી કે કાકા સાહેબને ખબર પડી ગઇ છે એટલે એ સીધો ગામડે ભાગી ગયો મને ફોન પર માહીતી આપતો ગયો. એ તો આ લોકો ગમે તેટલું ખોળશે હાથમાં નહીં આવે પણ ન કરે નારાયણ કંઇ ઓડનું ચોડ થાય પહેલાં તમારાં સુધી પુરાવા પહોચતાં કરીયે પછી ગંગા નહાયા હવે તમને સોંપી દઉ પછી અમારાં સુધી એ લોકો પહોચે તોય ફરક નથી પડતો ફોડી લઇશું પણ અમે તમને પુરાવા આપ્યા છે એ કદી એ લોકો જાણી નહીં. શકે...
નીલાંગ અને કાંબલે સરે ખૂબ આભાર માન્યો પછી કવરમાંથી પેન ટ્રાઇવ અને ફોટા કાઢ્યાં.... ફોટા જોઇને નીલાંગ ચમક્યો... ઓહો. નીલાંગી ? રોકડા પૈસાની બેગ ચેક થાય છે બધુજ જોઇ લીધુ નીલાંગ કંઇ બોલ્યો નહીં.. પરાંજપે અને દેશમુખે કહ્યું હવે અમે જઇએ હમણાં સાથે ફરવું ઠીક નથી તમે અહીંથી નીકળો અમે અમારી જગ્યાએ જઇએ પછીથી મળીને આગળનું નક્કી કરીશું આ પુરાવા સાચવીને રાખજો આની હવે કોઇ કોપી નથી આજ છે. નીલાંગે એમનો આભાર માન્યો અને દેશમુખ અને પરાંજયે કારમાંથી ઉતરી ગયાં.
************
નીલાંગી ફલોર પર પડી ગઇ એનાં માથામાંથી ખૂબજ લોહી વહી રહ્યું હતું જોસેફ ગભરાયો એ રૂમની બહાર દોડ્યો અને મોટું સતરાઉ કપડું લઇને પાછો આવ્યો નીલાંગીનાં માથા પર બાંધવા પ્રયત્ન કરવા લાગ્યો આખુ કપડું લોહી લોહાણ થઇ ગયું પણ લોહી બંધ નાં થયું નીલાગી બેહોશ તો હતી હવે ધીમે ધીમે એનું શરીર જાણે ઠડું થતું જતું હતું.
જોસેફે એની નાડી તપાસતા હાથ ઉઠાવ્યો તો હાથ ઠંડો થઇ ગયેલો લાગ્યો એણે બૂમ પાડી સર... સર... અને અમોલ દોડી આવ્યો એ પણ લથડીયા ખાતો આવ્યો એણે પૂછ્યુ શું બૂમ પાડે છે ? આને તે શું કરી નાંખ્યુ ? સાલા વાત ક્યાંથી ક્યાં જતી રહી ? અને બહાર પેલા એમની બબડ્યો, નીલાંગીનો હાથ પકડીને એણે જોયો તો એમાં જાણે જીવજ નહોતો, અમોલે નાક પાસે આંગળી ધરીતો બોલ્યો શ્વાસ તો ચાલુ છે. ચાલ ચાલ આને ઉઠાવ કોઇ હોસ્પીટલ માં લઇ જઇએ તાત્કાલીક સારવારથી બચી જશે.
જોસેફ એને ઉઠાવવા પ્રયત્ન કર્યો. હજી લોહી દદડતુ હતું જોસેફનાં કપડાં લોહી વાળાં થઇ ગયાં. રૂમમાં હજી આછુ અજવાળું હતું. જોસેફે નીલાંગીને ઊંચકી ને જવા લાગ્યો ત્યાં ઓય ઓય કરતો પગ ઉચક્યો બેલેન્સ ગુમાવ્યુ અને નીલાંગી હાથમાંથી ફરીથી ફલોર પર સરકી ગઇ અને ફલોર પર ફરીથી માથુ પછડાયું અને નીલાંગીનાં મોઢામાંથી છેલ્લી ચીસ નીકળી ગઇ...
અમોલે કહ્યું શું કરે છે ? સરખી ઊંચકાતી પણ નથી ? અંદરથી પેલી વ્યક્તિએ બૂમપાડીને પૂછ્યુ શું થયું મારી નાંખી ? સાલા જોસેફમાં તો બુધ્ધીજ નથી આવો રાક્ષસ જેવો છે પણ આટલી છોકરી નથી ઉચકી શકતો.
અમોલ અને જોસેફ નીલાંગી પાસે બેઠાં એના શ્વાસ બંધ થઇ ગયાં હતાં. શરીર ઠંડુ પડતું જતું હતું અમોલે જોસેફ ને સૂચના આપી... જા એની તૈયારી કરી હવે એજ ઉપાય છે ત્યાં સુધી હું અહીં સાફ કરી લઊં. જોસેફ કહ્યું "સર આટલી વિકટ પરીસ્થિતિમાં તમને આઇડીયા સરસ આવે છે. હું એની તૈયારી કરું એજ આઇડીયા ઓકે છે. બહારની પેલી વ્યક્તિ બોલી..... એને કાયમ સારા આઇડીયા આવે છે.. કંઇ નહીં આનો વહીવટ અહીંજ પુરો કરો રાત્રે અહીંજ સૂઇ જઇશું સવારે ઘરે જઇશું.
*************
નીલાંગે ચાલુ ગાડીએ ફોટાં જોયાં અને નીલગીનાં ફોટાં જોયા એને ખૂબજ આધાત લાગ્યો પછી ગાડીમાં પડેલાં લેપટોપમાં પેન ડ્રાઇવ નાંખીને ફુટેજ જોઇ એ ખુશીથી પાગલ થયો વાહ પુરાવા જડબેસલાક છે અને માંગ્યા એનાંથી વધુ પુરાવા છે આમાંતો સર....
કાંબલેએ કહ્યું દાદાર સ્ટેશન કાર લઊ છું ત્યાં તપાસ કરીએ અને નીલાંગે કહ્યું હાં સર ત્યાં લઇ લો પછી ત્યાં જોઇ લઇએ નહીંતર પછી ક્યાં તપાસ કરીશું ?
કાંબલે સર ડ્રાઈવ કરી રહેલા નીલાંગ લેપટોપ પર બધાં સીસીટીવી ફૂટેજ જોઇ રહેલો.... નીલાંગી અને વિશ્વનાથ ..કાકા સાહેબનાં બંગલે સાથેજ આવેલાં અને કાકા સાહેબને આપેલા રોકડા પૈસા આમાં એનો વીડીયો પછી એ બધાંનાં પાડેલાં ફોટાં...
બીજો ફુટેજ ઓપન કર્યો તો કાકા સાહેબ અને પેલી કામવાળી બાઇનાં નગ્ન લીલાનાં વીડીયો હતાં જે વગર માંગે મળી ગયેલાં આ વીડીયો આપવા પાછળ પેલી બૈરીનો આશ્રય શું છે. એ જાણવાની ઇંતેજારી થઈ ગઇ. એક પછી એક ફુટેજ હતા એમાં છેલ્લી ફુટેજમાં કાકાસાહેબ અને અભ્યન્કરસાહેબની મીટીંગ બંન્ને જણાં સાથે દારૂ પીવે છે અને પછી ત્યાં શ્રોફ આવે છે બધાં દારૂ પીવે છે નીલાંગ તો આ જોઇને ખુશ થઇ ગયો સાથે સાથે ખૂબ ગુસ્સે થયો...હવે આ બધાંનો ટોટો પીસી નાખીશ.
કાંબલે સરે દાદર સ્ટેશન તરફ કાર લીધી છેક સ્ટેશનનાં પગથીયા નજીક કાર લીધી અને કાંબલે સર અને નીલાંગનાં આશ્ચર્ય વચ્ચે સામેથી નીલાંગી આવી રહી હતી નીલાંગને જોઇ હાથ કર્યો.....પણ હજી નિલાંગીને સામે હાથ કરી બોલાવે ત્યાંજ કાબલે સરે જોયું કોઈ મિલિટરી કલરની જીપ સામે આવી રહી છે અને એમાંથી..કોઈ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-58