Vicious - 16 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | શાતિર - 16

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

શાતિર - 16

( પ્રકરણ : ૧૬ )

હરમન પાગલ થયો હતો. કબીરે તેને બે હેન્ડબેગમાં ભરાયેલા પચાસ કરોડ રૂપિયા બતાવ્યા હતા, એટલે એણે ટેકસીની ડીકી પર પેટ્રોલ છાંટી દીધું હતું.

હરમન ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીને સળગાવી મારવા માંગતો હતો, એ સમજી ગયેલો કબીર હરમનને રોકવા માટે હરમન તરફ દોડયો હતો. પણ હરમને કબીરના પગમાં ગોળી મારી દીધી હતી, ને છતાંય કબીર એની તરફ ધસી ગયો હતો, તો હરમને કબીરને પગમાં જ્યાં ગોળી વાગી હતી, ત્યાં પોતાનો નકલી પગ જોરથી માર્યો હતો.

કબીર પીડાથી ચીસ પાડતો પાછળની તરફ ફેંકાયો હતો, ત્યાં જ કબીરના કાને હરમનની ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીની ધીમી ચીસ સંભળાઈ હતી.

કબીર પગની પીડાને પચાવતાં પાછો ઊભો થયો હતોે, અને ‘નહિ, હરમન !’ બોલતાં હરમન તરફ ધસી ગયો હતો, પણ કબીર હરમનની નજીક પહોંચે એ પહેલાં જ હરમને હાથમાંનું સળગતું લાઈટર પેટ્રોલથી તર થયેલી ટેકસીની ડીકી પર ફેંકી દીધું હતું.

ડીકી-ટેકસી ભડ્‌-ભડ્‌ કરતાં સળગવા લાગી હતી અને સળગવા માંડેલી ટેકસીની ડીકીની અંદર પુરાયેલી કાંચી ચીસો પાડવા માંડી હતી : ‘ડેડી ! ડેડી ! મને બચાવ, ડેડી ! ! !’

તો અત્યારે હવે હરમન પાસે પહોંચેલા કબીરે હરમનને ધક્કો માર્યો અને ડીકી ખોલવા માટે ડીકી તરફ નમ્યો, ત્યાં જ હરમને કબીરને કોલર પકડીને પાછળની તરફ ખેંચ્યો.

‘બચાવ ! બચાવ, ડેડી !’ ડીકી સળગવા માંડી હતી, એટલે અંદર પુરાયેલી કાંચી તપારો અનુભવવા લાગી હતી. ‘બચાવ, ડેડી !’ એ ડીકી પર હાથ-પગ પછાડવાની સાથે જ વધુ જોરથી ચીસો પાડવા માંડી.

કબીરનો જીવ જાણે ગળે આવી ગયો હતો. તે ટેકસીની નજીક પહોંચીને જલદીથી ડીકી ખોલીને કાંચીને બહાર કાઢી લેવા માંગતો હતો, પણ પાગલ બનેલો હરમન તેને આમાં સફળ થવા દઈ રહ્યો નહોતો. અત્યારે હરમને તેને પોતાના મજબૂત હાથે પકડી લીધો હતો અને તેને ટેકસી નજીક જતો રોકી રહ્યો હતો.

અત્યારે કાંચીની જિંદગી બચાવવા માટે એક-એક પળ કીંમતી હતી. ડીકી પર લાગેલી આગ હવે પાછળ, આજુબાજુ અને ટેકસીની છત તરફ આગળ વધી રહી હતી.

કબીરે હરમનના હાથમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે પણ તે પોતાની જાતને હરમનના હાથમાંથી છોડાવી શકયો નહિ, એટલે કબીરે પેંતરો બદલ્યો. હવે તેણે હરમનના હાથમાંથી પોતાની જાતને છોડાવવાનું પડતું મૂકીને હરમનને પાછળની તરફ-સળગી રહેલી ટેકસી તરફ ધકેલ્યો.

હરમનને ખ્યાલ આવ્યો કે, કબીર તેને સળગી રહેલી ટેકસી પર ધકેલી દેવા માંગે છે, એટલે એણે જમીન પર પોતાનો પગ મજબૂતાઈ સાથે જમાવવાનો પ્રયત્ન કર્યો, પણ એક પગ નકલી હોવાને કારણે એમાં એ સફળ થઈ શક્યો નહિ અને કબીરના ધકકાથી એ પાછળની તરફ ધકેલાતો રહ્યો. અને...

...અને કબીરે હરમનને ટેકસીની નજીક પહોંચાડીને જોરથી છેવટનો ધકકો મારી દીધો.

હરમન પીઠભેર સળગી રહેલી ટેકસી પર પડયો. હરમનના શરીર પર ઝાળ લાગવાની સાથે જ આગની જ્વાળાઓએ તુરત જ હરમનના કપડાંને પોતાના લપેટામાં લઈ લીધાં.

હરમન ચીસો પાડતો-પોતાના કપડાં પરની આગને ઓલવવાનો પ્રયત્ન કરતો જમીન પર આળોટવા લાગ્યો,

તો કબીર ટેકસીની ડીકી તરફ આગળ વધ્યો.

ડીકી સળગી રહી હતી ! આગની જ્વાળાઓ ઊંચે ઊઠી રહી હતી !

ડીકીમાંથી હજુ પણ કાંચીની ‘ડેડી બચાવો ! ડેડી બચાવો !’ની ચીસો સંભળાઈ રહી હતી.

‘કાંચી !’ કબીર મોટેથી બોલ્યો : ‘હિંમત રાખ ! હું ડીકી ખોલું છું !’ અને કબીરે પોતાના હાથની-પોતાની જાતની પરવા કર્યા વિના આગની જ્વાળાઓ વચ્ચે હાથ નાંખ્યો અને ડીકીને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ડીકી ખૂલી નહિ ને તેનો હાથ દાઝયો. તેણે હાથ પાછો ખેંચી લેવો પડયો.

તેણ આસપાસમાંથી સળિયા જેવી કોઈક વસ્તુ શોધી કાઢવા માટે નજર દોડાવી, તો તેની નજર હરમન પર પડી.

આગની જ્વાળાઓમાં લપેટાયેલો હરમન ચીસો પાડતો બન્ને ગોડાઉનના પાછળના ભાગ તરફ દોડી જઈ રહ્યો હતો અને આની બીજી જ પળે હરમને એક લાંબી છલાંગ લગાવી

છબ્‌ !

પાણીનો અવાજ આવ્યો અને હરમન પાણીમાં ડુબકીઓ લગાવતો-પોતાના શરીર પરની આગ ઓલવતો દેખાયો.

-ત્યાં પાણીથી ભરાયેલો મોટો ખાડો કે, એવું કંઈક હતું.

હવે કબીર ટેકસી તરફ વળ્યો.

‘ડેડી જલદી, ડેડી !’ કાંચીની ચીસો હજુ પણ સંભળાઈ રહી હતી : ‘મને બહાર કાઢો ડેડી !’

‘બસ, બેટા ! હવે હમણાં તને બહાર કાઢું જ છું !’ મોટેથી બોલતાં કબીરે ટેકસીનો ડ્રાઈવિંગ સીટ તરફનો દરવાજો ખોલ્યો અને અંદર સીટ પર બેઠો. સારા નસીબે અંદર ચાવી લાગેલી જ હતી. તેણે ચાવી ફેરવી. ટેકસી ચાલુ થઈ. તેણે એક આંચકા સાથે ટેકસીને સહેજ રિવર્સમાં લીધી અને પછી ગોડાઉનોના પાછળના ભાગ તરફ-જે તરફ સળગતો હરમન દોડી ગયો હતો એ તરફ ટેકસી વળાવીને દોડાવી.

તેણે ટેકસીની હેડલાઈટમાં જોયું તો એ પાણીથી ભરાયેલો મોટો ખાડો હતો ! ખાડો એટલો મોટો હતો કે, જાણે એ નાનું તળાવ ન હોય એવું લાગતું હતું.

કબીરે આગળ-પાછળનું વિચાર કરવા રોકાયા વિના જ એ પાણીવાળા ખાડામાં ટેકસી જવા દીધી.

છબ્‌ !

ટેકસી એ પાણીમાં પડી, અને અડધી પાણીમાં ડુબીને રોકાઈ.

કબીરે મહેનતપૂર્વક પોતાની તરફનો દરવાજો ખોલ્યો અને બહાર પાણીમાં આવ્યો. તેના પગ પાણીમાં ખુંપ્યા.

ટેકસી પાણીમાં પડવાને કારણે ટેકસી પરની થોડીક આગ ઓલવાઈ હતી. જોકે, હજુ પણ ટેકસીનો ઉપરનો જેટલો ભાગ પાણીની બહાર હતો, એના પરની આગ સળગી જ રહી હતી.

કબીર પાણીની અંદર-કાદવમાં ખુંપી રહેલાં પગને મહેનતપૂર્વક ને બને એટલી ઝડપે બહાર કાઢતો ડીકી તરફ ચાલ્યો.

તો બંધ ડીકીમાં ધીમે-ધીમે પાણી ભરાવા લાગ્યું.

બંધ ડીકીમાં પુરાયેલી કાંચીને ખ્યાલ આવી ગયો કે, એના ડેડીએ આગને ઓલવવા માટે ટેકસીને પાણીમાં નાંખી દીધી હતી. આનાથી આગ તો ઓલવાઈ જાય એમ હતી, પણ અંદર જે રીતના પાણી આવી રહ્યું હતું એ જોતાં જો જલદીથી ડીકી ખોલવામાં ન આવે તો એ પાણીમાં ને પાણીમાં ગુંગળાઈ મરે એમ હતી !

‘ડેડી-ડેડી !’ કાંચીએ મોટેથી બૂમ પાડી : ‘તમે કયાં છો ડેડી ! મને જલદી...’

‘હા, બેટા ! હું અહીં જ છું !’ બહાર પાણીમાં ડીકી પાસે પહોંચેલો કબીર પાણીમાં વાંકો વળ્યા. તેણે પાણીમાં હાથ નાંખ્યો અને ડીકીનું હેન્ડલ પકડીને ડીકી ખોલવા માટે ખેંચી.

પણ...

...પણ ડીકી ખુલી નહિ.

કબીરે પોતાના શરીરમાંનું બધું જોર હાથમાં ભેગું કરીને ફરી ડીકી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે પણ ડીકી ખુલી નહિ.

કબીરના ચહેરા પર પહેલી વાર નિરાશા અને ગભરાટના ભાવ આવ્યા. તેને ખ્યાલ હતો, ટેકસી જે રીતના પાણીમાં પડી હતી એ જોતાં જો તે વહેલી તકે કાંચીને ડીકીમાંથી બહાર ન કાઢે તો કાંચી પાણીમાં ગુંગળાઈ મરે એમ હતી.

કબીરે ફરીવાર ડીકીને ખોલવા માટે ખેંચી. આ વખતે પણ ડીકીએ ખુલવાનું નામ ન લીધું, એટલે તેણે ડીકીને એવી રીતના ખેંચી કે, ટેકસી આખી હલબલી ગઈ, પણ ડીકી ખુલી નહિ.

‘ડેડી, જલદી !’ ડીકીમાંથી કાંચીની બૂમ સંભળાઈ : ‘ડીકીમાં પાણી ભરાવા માંડયું છે, ડેડી !’

‘હા, બેટા !’ અને કબીર આસપાસમાંથી એવી કોઈક વસ્તુ કે, જેનાથી તે ડીકી ખોલી શકે એ જોવા માટે નજર ફેરવવા ગયો, ત્યાં જ તેને તેની પાછળથી અવાજ સંભળાયો.

કબીર પાછળની બાજુએ ફરીને જોવા ગયો, પણ ત્યાં જ કબીરની એકદમ નજીક આવી પહોંચેલા હરમને કબીરના ગળા ફરતે પોતાના હાથનો મજબૂત ભરડો લઈ લીધો.

હરમન પાણીમાં પડયો હતો એટલે એના શરીર પરની આગ ઓલવાઈ ચૂકી હતી. જોકે, એનો ચહેરો સળગીને કદરૂપો થઈ ગયો હતો !

હરમનની જગ્યાએ કદાચ કોઈ બીજું હોત તો એ આમ સળગ્યા પછી ઢીલો પડી ગયો હોત, પણ હરમન સળગ્યા પછી વધુ ખતરનાક અને ઝનૂની બની ગયો હતો. એ કબીરને અને એની દીકરી કાંચીને મારી નાંખવા માટે જાણે પાગલ બન્યો હતો.

તો કબીરે તેના ગળા પરની હરમનના હાથની પકડ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ હરમનના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, તે હરમનના હાથ છોડાવી શકયો નહિ.

હવે કબીરના ગળા પરની હરમનના હાથની ભીંસ એટલી બધી વધી હતી કે, કબીરનો શ્વાસ રૂંધાવા માંડયો હતો.

જોકે, કબીર હાર માને એમ નહોતો. તે આમ હરમનના હાથે મરી જાય એમ નહોતો. તેણે પોતાના હાથ-પગ ઊલાળ્યા. તેનો પગ ટેકસીની ડીકી સાથે અથડાયા અને આ સાથે જ તેના મગજમાં હરમનના હાથમાંથી છુટવા માટેનો આઈડિયા ઝબક્યો. તેણે એ આઈડિયા તુરત જ અમલમાં મૂકી દીધો. તેણે પોતાના બન્ને પગ અધ્ધર કરીને ડીક પર મૂકયા અને પગ પર જોર આપીને પોતાના શરીરને પાછળની તરફ ધકેલ્યું.

પાછળની તરફ-તેની ગરદન ભીંસીને ઊભેલો હરમન આંચકા સાથે પાછળની તરફ ધકેલાયો. પાણીમાં ઊભેલો હરમન પોતાનું બેલેન્સ જાળવી શકયો નહિ, ને એ કબીરને લઈને પીઠભેર પાણીમાં પડયો.

જોકે, હરમન આ રીતના પાણીમાં પડયો એટલે એના હાથની કબીરની ગરદન પરની પકડ ઢીલી થઈ ગઈ.

કબીરે હવે સહેલાઈથી તેની ગરદન હરમનના હાથમાંથી છોડાવી લીધી અને પાણીની બહાર આવ્યો. આની બીજી જ પળે હરમનનું માથું પાણીની બહાર નીકળતું દેખાયું. પણ હરમનનો પૂરો ચહેરો પાણીની બહાર નીકળે અને એ બરાબર શ્વાસ લઈને ફરી તેની સાથે લડે એ પહેલાં જ કબીરે હરમનના લાંબા વાળ પકડી લીધા અને જોરથી હરમનને પાછો પાણીની અંદર ધકેલ્યો.

પાણીની અંદર ડુબેલા હરમને કબીરના હાથમાંથી પોતાના વાળ છોડાવવા તેમજ પોતાની જાતને પાણીની બહાર કાઢવા માટે હાથ-પગ ઊલાળવા માંડયા.

પણ કબીરે હરમનને છોડયો નહિ. એને પૂરા જોર અને જોશ સાથે પાણીમાં દબાવેલો રાખ્યો.

હરમનનો શ્વાસ રૂંધાવા માંડયો.

‘ડેડી !’ કબીરના કાને તેની દીકરી કાંચીનો ગભરાટભર્યો અવાજ પડયો : ‘જલદી કરો, ડેડી ! પાણી મારી ગરદન સુધી પહોંચી ગયું છે ! જલદી ડીકી ખોલો, ડેડી !’

‘હા, કાંચી !’ અને કબીરે હરમનને છોડી દીધો અને પાછો ટેકસીની ડીકી તરફ વળ્યો. પણ તે એમને એમ ખાલી હાથથી ડીકી ખોલી શકે એમ નહોતો. તેને ડીકી ખોલવા માટે સળિયા જેવી કોઈક વસ્તુની જરૂર હતી. તેણે એવી કોઈક વસ્તુ માટે પાણીની બહાર જમીન પર નજર દોડાવી.

કબીરને ત્યાં-નજીકમાં જ લાકડી જેવું કંઈક પડેલું દેખાયું. તે ઝડપથી એ તરફ આગળ વધી ગયો,

તો પાણીમાંથી બહાર નીકળેલા હરમને પીવાઈ ગયેલું પાણી ઓકી કાઢવાની સાથે જ પોતાનો શ્વાસ સામાન્ય કરવા માંડયો.

આટલી વારમાં પાણીની બહાર પહોંચી ચૂકેલા કબીરે જમીન પર પડેલી એ લાકડી જેવી વસ્તુને ઊઠાવી, ત્યારે જ તેને એ સમજાયું કે, સારા નસીબે એ લાકડી નહિ, પણ લોેખંડનો સળિયો હતો.

તે એ લોખંડનો સળિયો લઈને પાછો પાણીમાં ઊતર્યો, અને પાણીમાં અડધી ડુબેલી ટેકસી તરફ આગળ વધ્યો.

‘ડેડી...,’ ડીકીમાંથી કાંચીની ભયભરી ચીસ સંભળાઈ : ‘...પાણી મારા નાક સુધી પહોંચી...’ અને કાંચીનું વાક્ય અધૂરું જ રહી ગયું, ને પછી એકદમ શાંતિ છવાઈ ગઈ.

‘બસ ! હું આવી ગયો છું, બેટા !’ કબીર ટેકસીની ડીકી પાસે પહોંચ્યો : ‘થોડીક પળો શ્વાસ રોકી રાખ, બેટા !’ અને કબીરે લોખંડનો સળિયો ડીકીના હેન્ડલ-લૉક પાસેની ધારમાં જેમ-તેમ કરીને નાંખ્યો અને ડીકીને ખોલી નાંખવા માટે પૂરું જોર અજમાવ્યું : ‘બસ, બેટા ! જો, આ ડીકી ખુલી ગઈ !’ અને કબીરનું આ વાક્ય પૂરું થાય, ત્યાં જ ડીકીની ધાર વાંકી વળવાની સાથે જ ડીકીનું લૉક પણ ખુલી ગયું.

ડીકી સહેજ અધ્ધર થઈ.

કબીરે સળિયો દૂર ફેંકી દેતાં ડીકી પકડીને આખી ખોલી નાંખી.

-ડીકીમાં પાણી જ પાણી હતું !

-એ પાણીમાં કાંચી દેખાઈ નહિ !

‘કાંચી !’ કબીરે વાંકા વળીને ડીકીમાંના પાણીમાં બન્ને હાથ નાંખ્યા, ત્યાં જ કાંચીએ એકદમથી જ પોતાનું માથું બહાર કાઢયું. કાંચીના નાક-મોઢામાંથી પાણી બહાર નીકળ્યું અને પછી એ ખાંસી ખાવા માંડી.

‘મારી, બેટી !’ અને કબીરે કાંચીને પોતાના બન્ને હાથોમાં ઊઠાવી લીધી : ‘તું ઠીક તો છે ને, બેટી !’

‘હા..,’ કાંચીએ પોતાનો શ્વાસોચ્છવાસ બરાબર કરવાની કોશિશ કરતાં જવાબ આપ્યો : ‘...હા, ડેડી !’ અને એ કબીરને વળગી પડી.

કબીરે વહાલથી કાંચીના કપાળે બે-ત્રણ ચુમીઓ ભરી અને પછી કાંચીને લઈને પાણીની બહારની તરફ આગળ વધ્યો.

તો અત્યાર સુધીમાં હરમન પાણીની બહાર નીકળી ચૂકયો હતો અને થોડેક દૂર પડેલી એની રિવૉલ્વર પાસે પહોંચી ચૂક્યો હતો.

કબીરનું ધ્યાન હરમન તરફ નહોતું.

કબીર પાણીની બહાર નીકળ્યો. તેણે કાંચીને જમીન પર બેસાડી, ત્યાં જ હવે તેના પગમાં હરમને ગોળી મારી હતી, એ પીડા પાછી તાજી થઈ. તેના મોઢામાંથી એક પીડાભર્યો ઊંહકારો નીકળ્યો.

‘શું થયું, ડેડી ? !’ કાંચી ચિંતાભેર પૂછી ઊઠી.

‘...પગમાં ગોળી વાગી છે !’ કબીર બોલ્યો, ત્યાં જ તેને હરમન યાદ આવ્યો. તેણે ચહેરો ફેરવીને પાણીની અંદરની તરફ જોયું.

હરમન દેખાયો નહિ !

‘આ હરમન ક્યાં ગયો ? !’ સવાલ સાથે કબીર આસપાસમાં નજર દોડાવવા ગયો, ત્યાં જ તેની પીઠ પાછળથી હરમનનો અવાજ સંભળાયો : ‘હું અહીં છું, કબીર !’

અને કબીરે ફરીને પાછળની તરફ જોયું,

અને એ પળે જ, ‘જો ! આ તારી દીકરીને ગોળી વાગી અને એ મરી !’ એવું બોલી જવાની સાથે જ હરમને એના હાથમાં પકડાયેલી ને કાંચી તરફ તકાયેલી રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો.

( વધુ આવતા અંકે )