દોસ્તો ચેકમેટની આગળની પાર્ટમાં આપણે જોયું કે મૃણાલિની બહેન ત્રણેય જણાને લઈને દેહરાદૂન આવેલી હોસ્પિટલ જાય છે.
જ્યાં સૃષ્ટિને એડમિટ કરેલી હોય છે.હવે આગળ
પોતાના બર્થ ડે સેલિબ્રેશન પર ફ્રેન્ડ્સ સાથે ડેલહાઉસી જવા નીકળેલી સૃષ્ટિને એકસિડેન્ટ થાય છે.અને થોડા દિવસો લગભગ બેભાન કે કોમાંમાં રહેલી સૃષ્ટિ હવે એમાંથી બહાર આવી ટ્રીટમેન્ટને.પોઝિટિવ રિસ્પોન્સ આપવા માંડી હતી.
સૃષ્ટિના ICCU વોર્ડમાં એકદમ નીરવ શાંતિમાં બેઠા હતા.મિસિસ મહેતા.જ્યારે મોક્ષા અને મનોજભાઈ એકબીજાની સામું જોઈને એકદમ શાંત બેઠા હતા.
આ શાંતિમાં એકદમ જ ખલેલ પાડતા મિ. રાજપૂત બોલ્યા કે " આંટી, થોડુંક ફોકસ પાડોને વાત ઉપર...હજુ સમજાતું નથી કે સૃષ્ટિની વાતને આલયના ગુમ થવા સાથે શું સંબંધ?"
"ચાલો પેલી બાજુ કોર્નર માં બેસીએ" કહીને બધાને લઈને વૉર્ડ ના ખૂણામાં આવેલ વીઆઇપી લોંન્જમાં બેસીને વાતોએ વળગ્યા..
"રાજપૂત સાહેબ, મારી દીકરી સૃષ્ટિ ખૂબ જ મોર્ડન છતાં પણ સંસ્કારોથી સીંચેલ રતન છે મારું.ખૂબ જ કેરિંગ સ્વભાવની છે."
અકસિડન્ટ થયો ત્યારે એ એના જન્મદિવસ ઉજવવા માટે ડેલહાઉસી જવા નીકળી હતી.બે દિવસનો એમનો ત્યાં જ રહેવાનો પ્રોગ્રામ હતો.કાર હજુ સીમલાની હદની હજુ બહાર જ નીકળી હતી અને ટ્રકની અડફેટે આવી જતા જ મારી સૃષ્ટિ સ્થળ પર જ બેભાન થઈ ગઈ." બોલીને એકદમ જ ચૂપ થઈ ગયા મૃણાલિની બહેન. (થોડી વાર આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લે છે.આંખોના આંસુને જાણે રોકીને રાખવા માંગતા હતા)
મોક્ષા ઉભી થઈને એમની બાજુમાં આવીને બેસી જાય છે અને એમનો હાથ હાથમાં લઈને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે.
થોડીવારમાં સ્વસ્થ થઈને હળવા થવાનો પ્રયાસ કરે છે.
મનોજભાઈ : બહેન આપને સ્વસ્થતા હોય તો જ વાત કરીએ નહીતો ઘરે જઈને વાત કરીશું..."( વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરે છે.)
"ના ભાઈ ત્યાં એ પિશાચ આપણને વાત નહીં કરવા દે"
"કોણ પિશાચ"?? મનોજભાઈ હેબતાઈ જાય છે.
થોડાક કચવાતા પણ મક્કમ સ્વરે "મિસ્ટર રિધમ મહેતા" બોલી જ જાય છે મિસિસ મહેતા.
"શું રિધમભાઈ પિશાચ...કેમ બહેન ખબર ના પડી?
"મિ. રાજપૂત, મારુ બયાન લેવું હોય તો આજે જ લઈ લો કારણ કે રિધમ તમને ત્યાં એ નહીં કરવા દે.કાગળ અને પેન તો નહીં હોય પણ હું મોબાઈલ રેકોર્ડિંગમાં ગવાહી આપવા તૈયાર છું."
"આંટી તમે પહેલા આખી વાત કરો પ્લીઝ, હું જાણું છું બહુ અઘરું છે આપના માટે આ વાત કરવી પણ જરૂરી છે આ કેસ માટે." રાજપૂત સાહેબ ધીરજપૂર્વક વાત કરી રહ્યા હતા.
'સાહેબ, મારા પતિ ખૂબ જ પિશાચી પ્રકૃતિના માણસ છે.વ્યવસાયે ડોક્ટર છે પણ...વર્તનથી જલ્લાદ છે.મને અને મારી દીકરીને કોઈ દિવસ શાંતિથી જીવવા નથી દીધા.આલય અને સૃષ્ટિ સોશિઅલ મીડિયા દ્વારા પરિચયમાં આવ્યા હતા.આરતીના ફેસબુકમાં આલય અને સૃષ્ટિ બંને હતા તેથી એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા કરતા એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.સૃષ્ટિ મને એની બેસ્ટ ફ્રેન્ડ માને છે તેથી બધું જ મારી સાથે શેર કરે જ.એક દિવસ એમ જ અચાનક રિધમ મારી અને સૃષ્ટિની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થયા હતા.એમને આલય અને સૃષ્ટિની દોસ્તી નહોતી ગમતી.જ્યારે એમની નફરતને લીધે સૃષ્ટિની આલય પ્રત્યેની લાગણી પ્રગાઢ બનતી હતી."
એમની વાત વચ્ચેથી કાપતા જ મોક્ષાએ પૂછ્યું,"આંટી એનો અર્થ એવો કરી શકાય કે તેઓ એકબીજાના પ્રેમમાં હતા."
"હા, બેટા ચોક્કસ કહી શકાય.સૃષ્ટિ આલયને હંમેશા ટોકતી કે 'આલય થોડો સિરિયસ બન.સટ્ટો ના રમ'..પણ એ ના માન્યો".
ચેહરા પર ચિંતા અને કપાળે પસીનો , ભીંજાઈને સૂકી થઈ ગયેલી આંખો અને થીજી ગયેલા આંસુ સાથે મૃણાલિની બહેન વાતોને આગળ લઈ જવાની કોશિશ કરે છે.
"સપનાઓની દુનિયાનો બાદશાહ છે તમારો આલય..હો...કેહવુ પડે મનોજભાઈ."
મનોજભાઈ સજલ આંખોએ રડી પડ્યા.શબ્દો જાણે ખોવાઈ ગયા હતા.
"આલય આવ્યો હતો મારા ઘરે રાજપૂત સાહેબ.ત્રણ દિવસ ગ્રુપમાં ટ્રેકિંગ કર્યા બાદ ચોથા દિવસે એ અહીંયા આવી ગયો હતો."કારણ કે એક દિવસ પછી સૃષ્ટિનો જન્મદિવસ હતો.ખૂબ જ મળતાવડો દિકરો છે.આખો દિવસ બસ મારા ટેરેસ ગાર્ડનમાં જ બેઠો હોય".
મિ. રાજપૂત : આંટી એક્સિડન્ટ થયો ત્યારે આલય સાથે હતો?
(અનિશ્ચિતતાના ભાવ સાથે)
મૃણાલિનીબેન : યસ સર, સાથે જ હતા.
"તો આલય ક્યાં છે બહેન? એને વાગ્યું છે..એ જીવતો તો છે ને?"
મનોજભાઈ જમીન પર ફસડાઈ પડે છે અને આંખો ફાટી પડે છે.
"પપ્પા' કહીને મોક્ષા એમનું માથું પોતાના ખોળામાં લઇ લે છે.
રાજપૂત સાહેબ ડોક્ટરને બોલવા દોડી પડે છે.
"સાહેબ...આલય એકસિડેન્ટના સ્થળ પરથી ગુમ છે".અને મૃણાલિનીબેન છેલ્લે આ વાત પરથી આખરી પણ મહત્વનો પડદો હટાવે છે.
ડોક્ટર દોડીને આવે છે.મનોજભાઈને બાજુના રૂમમાં દાખલ કરે છે.હાઈ બ્લડપ્રેશરનો હુમલો આવ્યો હતો.તાત્કાલિક દવાઓ અને બાટલા ચાલુ કરી દીધા અને હાર્ટબીટ પણ વધારે હોવાથી જીભ નીચે મુકવાની ગોળી આપીને એમને અંડર ઓબ્સરવેશન મૂકી દીધા.
મોક્ષા નિઃશબ્દ થઈને પપ્પા સામું જોઈને બેસી રહે છે.મિ. રાજપૂત તેની બાજુમાં આવીને બેસે છે.
"સર, પપ્પા પણ આલયની જેમ જ...."કહીને રાજપૂત સાહેબના ખભા પર માથું મૂકીને રડી પડી..
મિત્રો આલય એકસિડેન્ટના સ્થળેથી ગાયબ કેવી રીતે થયો.
કોણ છે એના ગુમ થવા પાછળ અને એનો શું ઈરાદો છે??
જાણવા વાંચતા રહો...ચેકમેટ