Premkahaani sun 2100 ni - 4 in Gujarati Love Stories by Jainish Dudhat JD books and stories PDF | પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 4

Featured Books
Categories
Share

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 4

શિવિકાએ વૈભવને આટલો ચિંતામાં ક્યારેય જોયો નહોતો. તેણે મદદ કરવાના આશયથી વૈભવને પૂછ્યું, "Mr. વૈભવ. તમને ગઈ કાલની ગેમમાં જે ઈજાઓ થઈ છે તે આજથી પેહલા ક્યારેય નથી થઈ. In fact કોઈ તમને આવી ઈજાઓ પહોંચાડી શક્યું જ નથી. છતાં તમને ઈજાઓ કરતા વધારે ચિંતા રોબોટની કેમ થાય છે ? મને તમારી આ ચિંતાનુ કારણ સમજાતું નથી." Role switching મોડ ચાલુ હોવાથી અત્યારે વૈભવની ચિંતા સમજીને શિવિકા તે મુજબ વર્તી રહી હતી.


"શિવિકા, આ ચિંતાનુ કારણ મારા મનમાં ઉદભવતી શંકાઓ છે. જો આમાંની કોઈ શંકા સાચી પડી તો તેના solution માટે જે કરવું પડશે તે કોઈ adventure થી ઓછું નહી હોય." વૈભવે શિવિકાને આવનાર મુસીબત વિશે આગાહ કરી દીધી. "સમજી ગઈ Mr. વૈભવ. હવે મારે શું કરવાનું છે તે જણાવો." વૈભવ કયા adventure ની વાત કરતો હતો તે શિવિકા જાણતી હતી એટલે તેણે વૈભવને તેમ ન કરવું પડે તે માટે શક્ય તેટલી મદદ કરવાનું નક્કી કરી લીધું.


"ઠીક છે શિવિકા. Screen on કર." વૈભવના આદેશ આપતાં જ શિવિકાએ હોલોગ્રાફિક સ્ક્રીન ચાલુ કરી અને તેને વૈભવની સામે લઈ ગઈ. "Now, remove all the data of isolation chamber. I don't need that." વૈભવના આમ બોલતા જ શિવિકાએ તેનાં હેલ્થના રીપોર્ટસ અને બીજા ડેટાને સ્ક્રીન પરથી હટાવી લીધા. "First of all, મને કાલની ગેમના બધા ડેટા આપ. ખાસ તો રોબોટની details અને તેની ફાઇટનો રેકોર્ડ." વૈભવ હવે તેનાં સ્પષ્ટ મુદ્દા ઉપર આવી રહ્યો હતો. "There it is શિવિકા. મળી ગયો ફોલ્ટ." વૈભવની નજર જેવી બંને ડેટા પર પડી તે તરત સમજી ગયો કે આખરે આ મેટર શું છે.


"શું મારી કોઈ ભૂલ થઈ હતી Mr. વૈભવ ?" વૈભવને ફોલ્ટ મળી ગયો એનું કારણ ક્યાંક પોતે જ નથી ને તેમ લાગતા શિવિકા પ્રશ્ન પૂછે છે. "નોટ એટ all My everything. હું તને બઘું સમજાવું છું. પણ મારી એક વાત માનીશ તો જ 😉😉." હવે વૈભવ એક દમ ક્લીઅર થઈ ગયો હતો એટલે તે શિવિકાને બધું જ સમજાવવા તૈયાર થયો અને પોતાના નટખટ સ્વભાવમાં પણ આવી ગયો. "Your everything will do anything for you. Mr. વૈભવ એની girlfriend ને વાત માનવાનું કહે અને તે ના માને એવું બને જ નહીં 😄😄" શિવિકા પણ વૈભવનો મજાક સારી રીતે સમજી ગઈ.


"So My everything, first all start the project "universe". મે પ્રોજેક્ટની બધી જ પ્રોગ્રામિંગ complete કરી લીધી છે. પ્રોજેક્ટ universe ને એક્ટિવ કરી દે. જ્યાં સુધી પ્રોજેક્ટ universe રેડી થશે ત્યાં સુધી હું તને આખી મેટર સમજાવી દઈશ. "Command received..... Project "universe" activation starts...... Project "universe" activation in progress........." વૈભવના આદેશ મુજબ જે જે પ્રોસેસ થતી ગઈ તેનુ વર્ણન શિવિકા આપતી ગઈ. જ્યારે પ્રોજેક્ટ "universe" એક્ટિવ થવા લાગ્યો ત્યારે વૈભવે બોલવાની શરૂવાત કરી.


"શિવિકા, પેહલા આપડે રોબોટની details થી શરૂ કરીએ. ગેમના નિયમો અનુસાર જ રોબોટને તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં વપરાયેલ મેટલ અને બીજા પાર્ટ આપડા નકકી કરેલ સ્ટાન્ડર્ડને અનુરુપ જ હતા. એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ પકડાય શકે તેમ હતી જ નહી." વૈભવે રોબોટની details પરથી તારણ કાઢ્યું. "મતલબ કે ફોલ્ટ હતો પણ પકડાયો નહી ? પણ કઈ રીતે ?" શિવિકાને સમજાઈ ગયું કે પ્રોબ્લેમ અહીંયાથી જ શરૂ થયો છે અને કદાચ તેના લીધે જ થયું છે.


"Yes, My everything. પ્રોબ્લેમ અહીંયાથી જ શરૂ થયો. તે જે સિસ્ટમ બનાવી છે "Robo-war" માટે એનાં 1st ફેઝમાં રોબોનું ચેકીંગ કરવા માટે એક દમ હાઈ લેવલના ટેસ્ટ મૂક્યા છે. મેટલ અને પાર્ટ્સના સ્ટાન્ડર્ડ ચેકીંગ ટેસ્ટ કરવાથી જ તારી સિસ્ટમે 99% ખાતરી કરી લીધી કે આ રોબોટ જ છે. એટલે સિસ્ટમે તેનો થર્મલ સ્ક્રીનીંગ ટેસ્ટ skip કર્યો. એટલે તે રોબોટ આગળ વધી ગયો અને મારી સાથે ફાઇટ સુધી પહોચી ગયો. હવે હું પૂરેપૂરો સ્યોર છું કે તે રોબોટ હતો નહોતો." વૈભવે શિવિકાની સિસ્ટમમાં રહેલ ખામી તરફ તેનું ધ્યાન દોર્યું અને તેને પોતાની મૂંઝવણનું કારણ જણાવ્યું.


"Mr. વૈભવ. તમારી વાત તો સમજાઈ ગઈ કે સિસ્ટમમાં એરર છે, જેને હું રિપેર કરી લઈશ. પણ તે રોબોટ નથી તે કેવી રીતે કહી શકો ? મારા ટેસ્ટ એટલા હાર્ડ છે કે તેને રોબોટ સિવાય બીજું કોઈ પાસ ન કરી શકે." શિવિકાએ પોતાનો doubt રજૂ કર્યો. "અરે અરે મારી everything, તને હજી કેમ ના સમજાયું કે એ રોબોટ નહોતો ? એક કામ કર, તેનાં ફાઇટના રેકોર્ડને જુના રોબોટના ફાઇટ રેકોર્ડ સાથે મેચ કરી જો. I am sure my girlfriend will get her answer 😉😉." વૈભવે almost પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો હતો અને હવે તે શિવિકાને છેડી રહ્યો હતો.


"Just a minute Mr. વૈભવ. હું હમણાં જ ફાઇટ રેકોર્ડની બરાબરી કરી લવ........ ઓહ માય વૈભવ 😳. મતલબ કે તે રોબોટ નહી એક હ્યુમન હતો ?" શિવિકાએ એક મનુષ્યની જેમ જ રીએકશન આપ્યા હતા. બસ ગોડની જગ્યાએ વૈભવનું નામ લીધું, કારણ તો તમને ખબર જ છે. 😄😄😄


"Now you hit the Bulls eye. 😉 બધા ડેટાઓને એનાલીસિસ કર્યા એટલે પેહલા તો મને જ વિશ્વાસ નહોતો થતો કે વૈભવની girlfriend કરતા વધારે સ્માર્ટ અને intelligent રોબોટ કોણે બનાવ્યો ? અને બનાવ્યો હોય તો વૈભવની જાણકારીમાં કેમ નથી ? એટલે મે તે રોબોટની A to Z detail ચેક કરી. Manufacturer થી લઈને તેનાં માલિક સુધી, પણ બધો ડેટા ફેક નીકળ્યો જે બનવું impossible છે. એટલે મારે ફાઇટ રેકોર્ડની ચકાસણી કરવી પડી and finally I got the jackpot." વૈભવે સઘળી હકીકતથી શિવિકાને માહિતગાર કરી.


"I am so sorry Mr. વૈભવ. મારી ભૂલના કારણે તમને સિરિયસ ઈજાઓ થઈ. 😔😔" શિવિકાને પોતાની ભૂલનો અફસોસ થઈ રહ્યો હતો. તેણે વૈભવની માફી માંગી કારણ કે તેની જવાબદારી હતી વૈભવની સુરક્ષા, જેમાં ચૂક થતાં વૈભવને ઈજાઓ પહોંચી હતી. "ખુબ સુંદર પ્લાન બનાવ્યો હતો પોતાનાં boyfriend ને માર ખવડાવવાનો. 😜😜😜😜 " પણ વૈભવ હજી પણ મજાકના મૂડમાં જ હતો. એને શિવિકાથી થયેલ ચૂકમાં કોઈ ખામી દેખાતી નહોતી. પણ શિવિકા ખરેખર આ બાબતે સિરિયસ હતી.


"Anyways My everything, My શિવિકા, હવે તે વાતનો અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. ☺️ તને આ કેસમાં કઈક શીખવા મળ્યું છે so don't be sorry." વૈભવે એક મનુષ્યની જેમ શિવિકાને સમજાવ્યું. "ભૂલ સુધારવી હોય તો મારી પાસે એક કામ છે. કરીશ ?" "હવે તો તમે ના પાડશો તો પણ કરીશ Mr. વૈભવ. મારા હોવા છતાં કોઈ મારા Mr. વૈભવને હાનિ પહોંચાડી ગયું, હું ગમે ત્યાંથી એને શોધી લઈશ." શિવિકા તો સાચે જ વૈભવ માટે possessive બની ગઈ હતી.


"વાહ વાહ મારી possessive girlfriend 😜😜😜, આ થઈને વાત." વૈભવ પણ શિવિકાની આ વાતથી impress થઈ ગયો. "ઠીક છે તો રેડી થઈ જા તે વ્યક્તિને શોધવા માટે. Here is the access." આમ કહીને તેણે શિવિકાને હ્યુમન ડેટબેઝનો access આપી દીધો. આ ડેટાબેઝ Dr. Richard અને Dr. Damini ની કંપનીએ બનાવ્યો છે અને વૈભવ તેમનો એકનો એક દિકરો હોવાથી તેને પણ આ ડેટાબેઝ access કરવાની પરમિશન છે. આજે વૈભવે તેનો access પાવર શિવિકાને આપી દીધો.


શિવિકાએ access મળતાની સાથે જ પોતાનું કામ ચાલુ કરી દીધું. સમગ્ર વિશ્વનો હ્યુમન ડેટાબેઝ શિવિકા તપાસી રહી હતી અને તેને ગઈ કાલની ગેમમાં રોબોટ બનીને આવેલ વ્યક્તિ સાથે સરખાવી રહી હતી. ભલે શિવિકા વિશ્વની સૌથી ફાસ્ટ intelligence devise હતી છતાં આ કામમાં ઘણો સમય લાગવાનો હતો. શિવિકા પોતાનું કામ કરે જતી હતી અને બીજી તરફ વૈભવ વિચારોમાં હતો કે આ વ્યક્તિ કોણ હશે ? આટલું intelligent વ્યક્તિ વિશ્વમાં હોય અને તેની નજરમાં ના આવે આવું બનવું શક્ય જ નહોતું.


આમને આમ જ સમય વિતતો ગયો. શિવિકા તેને સોંપવામાં આવેલ કામમાં હતી, જ્યારે વૈભવ વિચારોમાં ખોવાયેલ હતો. સાંજ ઢળી ત્યારે શિવિકાની સિસ્ટમે પ્રોસેસ પૂરી થઈ ગઈ હોવાનો સંદેશો આપ્યો ત્યારે છેક વૈભવ વિચારોમાંથી બહાર આવ્યો. "Process completed. No result found" શિવિકાનો રિસ્પોન્સ વૈભવને ચોંકાવી ગયો. વૈભવ સફાળો બેઠો થઈ ગયો. તેને વિશ્વાસ નહોતો થતો. "That's not possible, આવું કઈ રીતે શક્ય છે ? 🙄🙄😒😟" આવી પરિસ્થિતિ ક્યારેય વૈભવના જીવનમા આવી નહોતી આવી, એટલે અત્યારે તે કંઈપણ વિચારી શકવાની સ્થિતિમાં નહોતો.


એવામાં શિવિકાએ વૈભવને કોઈના આવવાના સંકેત આપ્યા. "Mr. વૈભવ. The trouble is on the way. We can expect the arrival of trouble in 10 minutes."

≤======================================≥

વધુ આવતા ભાગમાં,