ધનસુખ ભાઈ ની ગણના હાલ ગુજરાત ના ટોપ-૧૦ બિઝનેસ મેન માં થતી હતી. તેનું કારણ હતું તેમની દીકરી રૂપલ .રૂપલ ના જન્મ પછી ધનસુખ ભાઈના ભાગ્યનો જાણે ઉદય થયો હોય! ધનસુખ ભાઇ ને 2 પુત્ર ને એક દિકરી હતી. અનમોલ અને તીર્થ કરતા રૂપલ તેમને બહુ વહાલી હતી. ધનસુખ ભાઈ જે ન્યુ પ્રોજેકટ લોંચ કરે તે સફળ જ થતો. આથી નવા પ્રોજેક્ટ ની શરૂઆત રૂપલ ના હાથે જ કરાવતા. આથી સૌ તેને હાથમાં ને હાથમાં રાખતા. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવી પરિસ્થિતિમાં તે ઉછરી હતી. રૂપલ માં નામ એવા ગુણ હતા,
આટલું ઓછું હોય તેમ ભગવાને તેને છૂટે હાથે રૂપની લ્હાણી કરી હતી.
નાની હતી ત્યારથી જ તે તેના સૌંદર્યની તારીફ સાંભળતી આવી હતી. યુવાવસ્થામાં પ્રવેશતા જ તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું હતું. તેની આસપાસ ભમરાતા યુવકોની સંખ્યા તેને પોતે લાખોમાં એક હોવાનો અહેસાસ કરાવતી. કોઈ રાજકુમાર આવી તેને પોતાની રાણી બનાવી સાત સમંદર પાર લઈ જશે એવી કલ્પના તે રાચતી હતી.
કાલે રૂપલનો જન્મદિવસ છે. ઘરમાં પાર્ટી રાખવામાં આવી છે. પાર્ટીમાં ધનસુખ ભાઈ ના વેપારી મિત્રો ,તથા રૂપલ ની સહેલીઓ આવવાની હતી. ધનસુખ ભાઈ ઈચ્છા હતી કે પાર્ટી માં આવતા મહેમાનો માંથી રુપલ ને કોઈ ગમી જાય તો રૂપલ ના લગ્ન કરાવી દે. સવારે ઉઠતાવેંત જ તેણે સાંજે પાર્ટીમાં પહેરવાનો પોશાક પહેરી ડ્રેસ રિહર્સલ કરવાની શરૂઆત કરી હતી. પાર્ટી માટે ખરીદેલો મોંઘો સફેદ ડ્રેસ અને હીરાનો સેટ પહેરી તે આયના સમક્ષ ઊભી રહી. આરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી તે શરમાઈ ગઈ. તેને જોતા જ મમ્મીએ કહ્યું, આજ તો મારી દીકરી પરી લાગી રહી છે! આજે આખા ઘરને ફૂલો અને રંગબેરંગી લાઇટો થી શણગારવામાં આવ્યું હતું. પાર્ટી ના અયોજન ની તૈયારી બંને ભાઈઓ ને આપવામાં આવી હતી. ધનસુખ ભાઈ આવી ને અનમોલ અને તીર્થ પૂછે છે ૫.૩૦ વાગવા આવ્યા હજી સુધ્ધિ કેક કેમ નથી આવ્યો?
પપ્પા બસ હમણાં આવતો જ હશે હોનેસ્ટ બેકરી નો માણસ ત્યાં થી નીકળી ગયો છે.અનમોલ જવાબ આપે છે
ધનસુખ ભાઈ કહે છે-ઑકે, ત્યારી માં કઈ કચાશ ન રહેવી જઈએ આજે મારી દીકરી નો ૨૧ મો જન્મ દિવસ છે. હા પપ્પા પ્રત્યઉત્તર માં બંને ભાઈઓ જવાબ આપે છે.
સાંજ ના સાડા છ વાગ્યા છે,હવે બંને ભાઈ ઓ સ્ટેજ પર આવી ને આવેલા તમામ મહેમાનો નું સ્વાગત અને અભિવાદન કરે છે. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો નું અંતાણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે ટૂંક જ સમય માં આપણે પાર્ટી શરૂ કરવા જઈ રહ્યા છીએ,તેના પેલા તમારા સૌ માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એ છે કે આજ થી ત્રણ દિવસ પછી મારા નાના ભાઈ તીર્થ ની સગાઈ મિસ્ટર જમનાદાસ ની દીકરી સાથે સ્નેહલ સાથે રાખેલ છે.બધા તાળીઓ થી અભિવાદન કરે છે ને આખો રૂમ ગુંજિ ઉઠે છે. ધનસુખ ભાઈ ને જમનાદાસ બાળપણ ના મિત્રો હતા. હવે કેક આવી ગયો હોય છે તો કેક કાપી ને પાર્ટી શરૂઆત તેવું અનમોલ અને તીર્થ જણાવે છે. રૂપલ કેક કાપી ને સૌ પ્રથમ તેના માતા પિતા ને કેક ખવડાવે છે.ત્યારબાદ બંને ભાઈ ને અને પછી આવેલા તમામ મહેમાનો રૂપલ ને વારાફરતી કેક ખવડાવે છે.
સૌ કોઈ લઇ આવેલા ભેટ-સોગાત રૂપલ ના હાથ માં આપે છે અને આશીર્વાદ આપતા જાય છે.
વધુ આવતા અંકે
NY VIJAY VAGHANI