Programme Management in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | કાર્યક્રમનું આયોજન

The Author
Featured Books
Categories
Share

કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમનું આયોજન :
અત્યારે ડગલે ને પગલે કાર્યક્રમો થતા હોય છે અને તે માટે આપણે ઢગલો રૂપિયા ખરચીયે છીએ અને ઇવેન્ટ management નામના business ને ઉત્તેજિત કરીયે છીએ, અને તેમાં ખોટું પણ નથી પણ આપણને આવડે છે અને સંસ્થાઓ મા જોડાયા છીએ તો નાના થી મોટા કાર્યક્રમ જાતે કરતા શીખવું પડે અને જો શીખી જઈએ તો સમાજ મા આગવું નામ ઉભું કરી શકીયે આ માટે ની સફળતા નો આધાર પધ્ધતિસરના આયોજન ઉપર રહેલો છે, કાર્ય ક્રમ નાનો હોય કે મોટો
હોય પણ આયોજનને પાયા તરીકે સ્વીકારવું જ રહ્યાં સામાજિક પ્રવૃત્તિ જેવી અનેક પ્રવૃત્તિઓને અસરકારક બનાવવા એક સચોટ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેને Abjkn પધ્ધતિથી કાર્યક્રમનું આયોજન એમ કહેવામાં આવે છે, આ પધ્ધતિનો ઉપયોગ વિશ્વસ્તરની સંસ્થાઓ કરે છે. આ માટે પાંચ સરળ પગથીયાંનો અમલ કરવામાં આવે છે.

SAPAE :
મોજણી (Survey).
મોજણી એ જ્ઞાન અને હકીકતો એકઠી કરવાની પ્રવૃત્તિ છે. સૂચિત કાર્યક્રમની શકયતા અને જરૂરિયાત માટે મોજણી નું કાર્ય હાથ ધરવામાં આવે છે. કાર્યક્રમની પસંદગી સમાજની જરૂરિયાત ઉપર આધારિત છે જે નીચે પ્રમાણેના પ્રયત્નોથી મેળવી શકાય છે.
સમાજમાં નિયમસરની મુલાકાત લઈ આંકડાકીય માહિતી એકઠી કરવી. સંસ્થાના સભ્યોની સાથે
મુલાકાત ગોઠવી તેમના અભિપ્રાયો જાણવા.
શહેરના , સમાજના જાગૃત નેતાઓના અભિપ્રાય , સૂચનો પ્રાપ્ત કરવા.
કાર્યક્રમ માટે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી.
સમુહ મુલાકાતો દ્વારા માહિતી એકઠી કરવી અને આ માટે મિટિંગો કરવી અથવા ડિજિટલ મિટિંગો યોજવી
.
પૃથ્થકરણ (Analysis):

મોજણી દ્વારા ભેગી થયેલી હકીકતોને જરૂરિયાત મુજબ અને abjkn ના ધ્યેયને અનુરૂપ તેમને યોગ્ય કમમાં, યોગ્ય
સ્વરૂપમાં અલગ તારવવામાં આવે છે. આ કાર્ય એવું હોવું જોઈએ કે abjkn બીજી સંસ્થાઓ કરતા અલગ તરી આવે.
આપણી શકિત, તાકાત, નબળાઈઓ, સમસ્યાઓ, નાણાંકીય સ્થિતિ તથા અન્ય સંસ્થાઓની સાથે સરખામણી કરી
કાર્યક્રમનું રચનાત્મક રીતે આયોજન કરી શકી તે માટે પૃથ્થકરણ અનિવાર્ય અંગ બની ગયું છે.

આયોજન (Planning)

પૃથ્થકરણ દ્વારા, સ્પષ્ટ ધ્યેય તથા તમારા સભ્ય કયા કાર્યોમાં રસ ધરાવે છે તે સ્પષ્ટ બને છે. આના કારણે આપણે
જરૂરિયાતોનો તાગ મેળવી શકીએ છીએ. લક્ષની સિદ્ધિ માટે તથા જરૂરિયાતને પૂરી કરવા માટે એક પછી એક યોજના
સમયબધ્ધ રીતે કરવી પડે છે. યોજનાના ત્રણ મહત્વના અંગો છે. સ્પષ્ટ ધ્યેય, સમયપત્રક અને જવાબદારીની વહેંચણી.
આ માટે એક પ્રોજેકટ કમિટીની નિમણુંક કરવી. તેઓ ચેપ્ટર નિયમિત સભા દ્વારા પ્રોગ્રામની પ્રગતિની ચકાસણી કરશે.

પગલાં (Action):

આયોજનબધ્ધ કાર્યક્રમના અમલ માટે યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે,
ઉદીપક તરીકે Abjkn બીજા ગ્રુપને કાર્ય કરવા પ્રોત્સાહન આપે છે, abjkn ના સહકારીથી કે પછી અલગ રીતે .
સીધા abjkn સભ્ય પોતાનું કાર્ય જાતે કરી લે છે.

મૂલ્યાંકન (Evaluation):

કોઈપણ પ્રોજેકટ સફળતાથી પૂર્ણ ના કહેવાય જ્યાં સુધી તેના પરિણામનું મૂલ્યાંકન ના થાય . આપણે જે કાર્ય કર્યું છે તેના
ગુણદોષનું હંમેશા મૂલ્યાંકન થવું જોઈએ. આયોજનના અમલ અને કાર્યસિધ્ધિના મૂલ્યાંકનના આ આખરી તબક્કામાં
ભવિષ્યમાં કયા સુધારા-વધારા, ઘટાડા-જરૂરિયાતો છે, ધારેલાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા. એહેવાલ , વગેરે પ્રશ્નોનો ઉત્તર
મેળવવા તથા ભાવિ-કાર્યક્રમ માટે તૈયાર સ્વરૂપમાં , આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવા મૂલ્યાંકન જરૂરી છે, Abjkn એ એક
તાલીમશાળા છે. ભૂલો દ્વારા શીખો એ જ એનું ધ્યેય છે. કાર્યક્રમની સફળતાનો આધાર આયોજન ઉપર છે અને
અસરકારક આયોજનથી ૫૦ ટકા સફળતા પ્રથમ થાય છે .
સાયકલના પૈડાની જેમ પાંચ સ્ટેપ પછી નવા કાર્યક્રમ માટે પુનઃ પાંચ પગલાંથી નવો કાર્યક્રમ શરૂ થાય છે, જેનાથી
સમાજમાં ઘણી બધી તકો ઉભી થાય છે, આ પધ્ધતિ સમયની કસોટીમાં શ્રેષ્ઠતમ પુરવાર થઈ છે અને વિશ્વભરમાં Abjkn
સંગઠનો તેનો ઉપયોગ કરે છે, દરેક સંસ્થા કાર્યક્રમના આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન માટે વિવિધ ફોમ્સનો
ઉપયોગ કરવો જોઈએ. આ ફોમ્સના ઉપયોગથી કાર્યમાં સરળતા રહેશે. આ ફોર્મસનો કાયમી રેકર્ડ તરીકે તથા ભવિષ્યમાં
કાર્ય ક્રમના આયોજન માટે ઉપયોગી નીવડે છે અને વરશ ના અંતે અથવા પ્રોગ્રામ ના અંતે તે ખુબ જરૂરી અને ખૂબ જ લાભદાયક નીવડે છે,

ખાસ તો કેહવું છે કે આ માટે એક checklist બનાવી દો અને તે પ્રમાણે delegate કરો, આ આયોજન કરવાની પ્રક્રિયા દરેક કાર્યક્રમ મા ઉપયોગ થાય છે,
હવે કહો કે પ્રોગ્રામ બહુ જ સફળ થયો. બધાં સાથેજ ચાલી ને મળીને કામ કરી યે તો ના ઝગડો બસ INDIA મહાન.
આશિષ શાહ
Civil Engineer, Waterproofing Expert
National Trainer (NHA, Govt. Of India, Census )
9825219458