Adhiyo Brahman - 1 in Gujarati Philosophy by NARESH PANDYA books and stories PDF | અઢીયો બ્રાહ્મણ ભાગ-૧

Featured Books
Categories
Share

અઢીયો બ્રાહ્મણ ભાગ-૧

પંજાબના અઢિયા બ્રાહ્મણ ની વારતા આજે કેવાનું મન થાય કેમ કેમ કે દુનિયામાં એવું તો કેટલુંય જાણવા જેવું હોય છે પણ સમય ના સંજોગે જાણવાનો મોકો મળતો નથી તો ચાલો શરૂ કરીએ અઢીયો બ્રાહ્મણ.
પંજાબના નદી કિનારે એક અલમસ્તાન છોકરો ઉદાસ થઈ ને બેઠો છે. બાજુ માંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારુ દુનિયામાં કોઈ છે નઈ હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું અને રેવા માટે ઘર પણ નથી એટલે અહીંયા બેઠો છું.તો તું મારી સાથે આવિજાને મારા આશ્રમમાં હુંય એકલો રહું છું મનેય સારું લાગશે સાધુએ કહ્યું. અઢીયો બોલ્યો ગુરુજી હું તામરા સાથે આવું તો ખરો પણ મારે ટાણે અઢી સેર લોટની રોટલી અને તેની સાથે શાકભાજી અને દૂધ વગેરે બધી સામગ્રી તો ખરીજ એટલું ખાવા જોઇએ હું અઢી સેરની રોટલી ખાઈ જવું છું એલટે મારુ નામ અઢીયો પડ્યું છે બેટા તારે જેટલું ખાવું હોય તેટલું ખાજે અને તારું નામ પણ મને ખુબજ ગમ્યું અઢીયો એવું સાધુ બોલ્યા અઢીયો ગુરુજી ની સાથે તેમના આશ્રમમાં રહેવા આવ્યો અને મોજ થી રહેવા લાગ્યો દિવસો વીત્યા અને અગિયારસ આવતી હતી ગુરુજી બોલ્યા અઢિયા કાલે અગિયારસ છે અગિયારસના દિવસે આશ્રમમાં જમવાનું બનતું નથી અને અગિયારસના દિવસે ઉપવાસ કરવાનો હોય છે તારે પણ અગિયારસ કરવી જોઈએ અધિયાએ કહ્યું મારાથી કોઈ અગિયારસ બીજી નઇ થાય એવું હોય તો હું જાઉં છું મારે નથી રહેવું અહીંયા ગુરૂજી બોલ્યા પણ અઢિયા અગિયારસ ના દિવસે આશ્રમમાં રંધાય નઈ. અઢીયો કહે હુતો કોઈ અગિયારસ કરવાનો નથી ગુરુજી બોલ્યા તો તારે અગિયારસ નજ કરવી હોય તો તારે થાય તેટલું અનાજ લઇ ને બહાર જંગલમાં જઇ ને ત્યાં જાતે રસોઈ બનાવી ને ખાજે.સવાર પડ્યું અગિયારસ નો દિવસ અને અઢિયા એ તો અઢી સેર લોટ તેમાં ખવાય તેટલી શાખભાજી દૂધ,સાકાર વગેરે બધું લઇ ને નીકળતો હતો ત્યાં ગુરુજી બોલ્યા અઢિયા તું ખાય ભલે પણ ઠાકોર ને ભોગ લગાવીને ખાજે હે કોણ ઠાકોર એ ખાવા આવશે ? આવવાનાં હોય તો વધારે લઇ જાઉં અઢીયો બોલ્યો ગુરુજી કહે કોઈ આવે નઈ પણ અનાજ રંધાઈ જાય એટલે માથે કપડું ઢાંકી ને હાથ જોડી કેવાનું હે ઠાકોર જમવા પધારો પછી જમવાનું ચાલુ કરાય સારું.અઢીયો તો બધું લઇ ને જંગલમાં ગયો લાકડા ભેગા કર્યા અને ચૂલો પ્રગટાવ્યો દૂધપાક,રોટલી, શાક વગેરે બધું જમવાનું બનાવ્યું થાળમાં ભરી માથે રૂમાલ ઢાંકયો પછી આંખો બંધ કરી હાથ જોડી બોલ્યો હે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો મારે ને તમારે કોઈ લેવા દેવા નથી પણ ગુરુજી એ કીધું છે એટલે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો ભૂલેચુકે અઢિયાથી સાચા મનથી ઠાકોર ને કેવાઈ ગયું અને અયોધ્યાથી રામચંદ્ર ઉભા થયા સીતાજી કહે ભગવાન જમવાનું તૈયાર છે ને તમે ક્યાં ચાલ્યા રામજી કહે આજે મને એક અઢીયો બોલાવે છે મારે આજે ત્યાં જમવાનું છે અઢીયો બોલ્યો એની પોણી મિનીટ માં તો રામચન્દ્રજી ત્યાં ગરુડગામી થઈ હજાર થયા અને થાળ માથેથી કપડું હટાવીને જમવાનું ચાલુ કર્યું. અને અઢીયો બોલ્યો એ ભાઈ તમે કોણ છો અને પૂછ્યા વગર આમ જમવાનું જોઈને ચાલુ કરી દીઘું કાંઈ શરમ જેવું છે કે નઈ ! હું ગુરુજીનો ઠાકોર રામજી બોલ્યા. પણ એ તો કેતાતા કે જમવા ના આવે ને તમે આવ્યા,તમે મને ચેતર્યો અને ગુરુજીએ પણ મને છેતર્યો, રામજી મનમાં બોલ્યા કે