"નિરાલી.....કેટલી વાર છે હવે....??
જલ્દી થી તૈયાર થઈ જા....છોકરવાળા પહોંચતા જ હશે...."
"હા, મમ્મી હું તૈયાર જ છું , બસ આવું જ છું...."
......................
નિરાલી...એક નાનકડા ગામડા ના એક સાધારણ પરિવાર ની દીકરી છે.....
પિતા રમેશભાઈ ને ચાર સંતાનો ને ભણાવી શકે એટલા પૈસા ન હતા, તેથી સૌથી મોટી દીકરી નિરાલી ને શિક્ષણ ન આપી શક્યા......માત્ર થોડું જ ભણેલી ગણેલી નિરાલી માં સંસ્કાર ની કોઈ કમી નથી હોતી....
તેના સંસ્કાર માં જ તેની સુંદરતા હતી.........તે ઓછું બોલતી પણ સત્ય બોલતી....તેમજ તે ઘર ના દરેક કામ માં નિપુણ હતી....
અતિ સુંદર એવી નિરાલી...ઓછા બોલી અને હંમેશા સાચા નિર્ણયો લેનારી હતી.....
તેને માત્ર એટલી જ ખોટ હતી કે તેના માં પુસ્તકિયું જ્ઞાન નહોતું.....
પરંતુ જીવન નું જ્ઞાન તેનામાં ખૂબ જ હતું....
આજે નિરાલી ની ઉંમર વિસ વર્ષ ની થઈ ગઈ હોવાથી પિતા રમેશભાઈ ને તેના લગ્ન ની ચિંતા થવા લાગી...
પરંતુ નિરાલી માટે કંઈ ઓછા માંગા ન આવતા...!!
નિરાલી ના સંસ્કાર અને તેની સુંદરતા જ બધા ને આકર્ષી લે તેવા હતા....
ગામના દરેક લોકો પોતાના દીકરા ના લગ્ન નિરાલી સાથે કરાવવા માંગતા , પણ રમેશભાઈ ને કોઈ ઠીક નહોતું લાગતું એટલે તે ના જ પાડી દેતા....
દરેક છોકરો એવું ઈચ્છતો હોય છે , કે તેની પત્ની જાજુ ભણેલી ન હોય તો ચાલશે પણ તેનામાં સંસ્કાર હોવા જોઈએ...., તેના પરિવાર ને સાચવી લે તેવી ક્ષમતા હોવી જોઈએ.....તો તેને કોઈ વાંધો નહિ પડે...
નિરાલી માં આ બધા જ ગુણ હતા....
તે ઓછું બોલતી તે સંસ્કાર તો બધાને ખૂબ જ ગમતા.....
....................................
આજે નિરાલી ને કોઈ શહેર નો છોકરો જોવા આવવાનો હતો....
રમેશભાઈ નો કોઈ ખાસ મિત્ર શહેર માં રહેતો હતો, તેને જ રમેશ ભાઈ ને આ પરિવાર સાથે સંબંધ જોડવા કહેલું....
તેના મિત્ર પર તેને ઘણો ભરોસો હતો કે તેનું ચીંધેલું ખરાબ નીકળે જ નહીં...
રમેશ ભાઈ ખુશ તો હતા જ કે, તેની દીકરી શહેર માં સાસરે જશે...પરંતુ છતાંય દરવખત ની જેમ તે આજે પણ નિરાલી ને સમજાવી રહ્યા હતા....
"જો બેટા, આ વખતે ખૂબ જ સારું ઠેકાણું છે....છોકરો ગમે એટલે તરત જ હા પાડી દેજે,પણ જો તને કંઈ સારું ન લાગે અથવા ત્યાં લગ્ન કરવાની ઈચ્છા ન હોય તો કોઈ દબાણ નથી,
તું ના પાડી શકે છે...બધું તારા હાથ માં છે...."
"હા, પપ્પા..."
......................
નિરાલી તેની નાની બહેન વિશ્વા સાથે વાતો કરતી હોય છે.....
વિશ્વા એ કહ્યું, "દીદી....તું બોવ નસીબદાર છો...કે તને શહેર જવા મળશે....આજ સુધી ક્યારેય જેણે શહેર જોયું જ ન હોય , તેની આખી જિંદગી શહેર માં વિતાવવાની.....વાહ...શું નસીબ છે તારા...!!"
નિરાલી બોલી..,"અરે, હજુ આટલી ઉતાવળી ના બન.....
હજુ ક્યાં નક્કી થઈ ગયું છે, નક્કી થાય પછી ખબર પડે કે કોના કેવા નસીબ છે...."
વિશ્વા હસી ને બોલી...,
"હા, છોકરો સારો હશે તો તો વાત પાક્કી જ ને....!!!"
નિરાલી મન માં વિચારવા લાગી....
"છોકરો ગમે તેવો હોય....બસ,મારે તો તેનો પ્રેમ જ જોઈએ છે...."
આવી વાતો થઈ રહી હતી ત્યાં જ ઘર ની બહાર કાર ના હોર્ન નો અવાજ આવ્યો...
વિશ્વા હસી ને બોલી...
"દીદી, મને લાગે છે કે જીજુ તને જોવા આવી ગયા છે...."
નિરાલી પણ આ સાંભળી ને થોડું મીઠું હસી....
..............................
મહેમાન ઘર માં આવી ગયા...
રમેશભાઈ અને તેના પરિવાર એ તેની આગતા સ્વાગતા કરી....
થોડી વાર વાતો કર્યા બાદ રમેશભાઈ એ નિરાલી ને સાદ કર્યો....
"નિરાલી, મહેમાન માટે ચા લઈ આવ બેટા...."
નિરાલી ચા લઈ ને આવી....
મહેમાન માં રહેલા વિવેક અને તેના મમ્મી પપ્પા નિરાલી ને જોઈ રહ્યા....
વિવેક ને તો નિરાલી ની સાદગી માં રહેલી સુંદરતા જ પસંદ પડી ગઈ....
થોડી વાર વાત કર્યા પછી વિવેક અને નિરાલી ને એકલા વાત કરવા માટે રૂમ માં મોકલ્યા.....
બન્ને ના મન માં ગભરામણ હતી કે શરૂઆત કોણ કરશે...?
રૂમ માં જઇ ને બન્ને બેસ્યા....
વિવેક એ શરૂઆત કરી...
"મારુ નામ વિવેક..., હું એન્જિનિયરિંગ કોલેજ ના લાસ્ટ યર માં છું....તમે તમારા વિશે શું કહેશો.....?"
"મારુ નામ નિરાલી....
હું ભણતી નથી....
અને હા, તમે મને 'તું' કહી શકો છો..."
"હા, તમે પણ મને 'તું' કહી શકો છો...."
"ભણી ને પછી નોકરી કરવાનો વિચાર છે કે તમારા પપ્પા નો બિઝનેસ જ જોઈન કરી લેશો...?"
"હજી કંઈ તે બાબતે વધુ વિચાર્યું નથી , પણ લગ્ન પછી એ નિર્ણય લેવાનો વિચાર હતો...."
"ઠીક છે..."
"એક વાત કહું નિરાલી... મારે તારા જેવી જ છોકરી ની તલાશ હતી...."
"મારા જેવી એટલે....?"
"હું કોલેજ કરું છું , પહેલા ત્રણ વર્ષ સુધી માં તો મેં ઘણી ગર્લફ્રેંડ બદલી હશે...પણ મને ક્યાંય સાચો પ્રેમ ન મળ્યો....
બધા મને નહિ, મારા પૈસા ને વધુ પ્રેમ કરતા હતા....
મને તે જાનુ-બાબુ જેવા ખોટા પ્રેમ માં પડી ને છોકરીઓ પાછળ ખોટા ખર્ચા કરવા કરતાં સાચો પ્રેમ જોઈતો હતો....
પછી તો મેં નક્કી જ કરી લીધેલું કે મારે લગ્ન એવી છોકરી સાથે કરવા છે, જેના માં સંસ્કાર હોય....ખોટા દેખાડા કે અભિમાન ન હોય....અને મને તારા માં એ બધું જ દેખાય છે...
નિરાલી...મને માફ કરજે, હું તને કોઈ દગો આપવા નથી માંગતો એટલે જ સંબંધ બાંધવા પહેલા આ વાત સ્વીકારું છું કે ક્યારેક હું પણ કોઈ ના પ્રેમ માં પડ્યો હતો...
છતાંય તને એવું લાગતું હોય તો તું મને રિજેક્ટ કરી શકે છે....
,મેં તો તને પહેલી વાર જોઈ ત્યાંજ હું સમજી ગયો કે તારા માં કેટલા ગુણ છે.... મારી તો આ લગ્ન માટે હા છે....પછી તારી મરજી....હવે બધું તારા હાથ માં છે...."
નિરાલી એ એક ઊંડો શ્વાસ લીધો અને પછી થોડું મીઠું મુસ્કુરાઈ ને બોલી....
"કોઈ પણ સંબંધ ની શરૂઆત જ એકબીજા પર કરેલા વિશ્વાસ થી થાય છે....તે મારા પર વિશ્વાસ કરી ને પહેલા જ દિવસે બધી હકીકત કહી દીધી....તે જ તારા વિશ્વાસ ની સાબિતી છે...અને તું તારી ભૂલ કબૂલ કરે છે , એના થી વિશેષ મારે કંઈ નથી જોઈતું....અને આના કારણે હું આ સંબંધ નો અસ્વીકાર ન કરી શકું....ઉલટા નું આ તો સારું થયું કહેવાય કે આપણા સંબંધ ની શરૂઆત એક સત્ય થી થઇ છે....જો આવું સત્ય થોડા વર્ષો પછી ખુલ્યુ હોત તો કોઈ મુશ્કેલીઓ ઉભી થાત....પણ તારો મારા પર નો વિશ્વાસ જ મને આ સંબંધ ની હા પાડવા કહે છે...
મારી પણ આ સંબંધ માટે હા છે...."
વિવેક તો નિરાલી ની આ વાત સાંભળી ને આફરીન થઈ ગયો....અને મનોમન વિચારવા લાગ્યો કે આટલી સમજદાર છોકરી મારી પત્ની બનશે તો મારી જિંદગી સ્વર્ગ બની જશે...
અને તેણે નિરાલી ને કહ્યું...."નિરાલી i love you...."
નિરાલી હસી ને બોલી..."અરે, એ કાંઈ કહેવાનું થોડું હોય...!"
.................
બન્ને ખુશ ચહેરે બહાર ગયા...
નિરાલી એ પિતા રમેશભાઈ ને હા નો ઈશારો કર્યો અને વિવેકે પણ તેના મમ્મી પપ્પા ને હા કહી દીધું...
સંબંધ પાકો થયો......
બન્ને પરિવાર એ મોં મીઠા કર્યા.....
અને બે દિવસ પછી જ સારું મુહૂર્ત જોવડાવી ને સગાઈ કરી નાખી....
અને વિવેક નું છેલ્લું વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન પણ કરી લેવાની રજુઆત થઈ ગઈ......
..........................................
નિરાલી પાસે મોબાઈલ નહોતો.....તેના ઘર માં એક ટેલિફોન હતો....શરૂઆત માં તો તે ટેલિફોન માં જ વિવેક સાથે વાત કરતી.....
પછી એક દિવસ વિવેક એ એક મોબાઈલ મોકલ્યો....
નિરાલી અને વિવેક રોજ કોલ માં વાતો કરતા અને કલાકો નો સમય પણ ઓછો પડતો.....પણ જ્યારે વિવેક નિરાલી ને i love you કહેતો....ત્યારે નિરાલી હસી ને બોલતી..."એ કાંઈ કહેવાનું થોડું હોય..." અને પછી વિવેક ની કાંઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દેતી....
આ રોજ નું રૂટિન થઈ ગયુ હતું......
નિરાલી અને વિવેક ફોન માં વાતો કર્યા કરે અને પછી છેલ્લે છેલ્લે વિવેક નિરાલી ને i love you કહે ત્યારે નિરાલી "એ કાંઈ કહેવાનું થોડું હોય...." એમ કહી ને ફોન કટ કરી નાખતી.....
આવું બે મહિના સુધી ચાલ્યું......
પછી એક દિવસ વિવેક એ નિરાલી ને સમજાવ્યું....
"તું ભણેલી નથી ને એટલે કદાચ તને આવી નહિ ખબર હોય....
કે જો હું તને 'i love you' કહું તો તારે મને સામે 'i love you too' કહેવાનું હોય....."
"હા, એ તો મને ખબર છે, હું ફિલ્મો માં જોતી હોઉં છું....
પણ એ કાંઈ કહેવાનું થોડું હોય...."
આવું કહી ને નિરાલી વાત ને ત્યાં જ અટકાવી દેતી.....
એક દિવસ વિવેક ને ગુસ્સો આવ્યો... તેણે કહ્યું...."તું મને ખરેખર પ્રેમ કરે જ છે ને...."
નિરાલી એ ઠંડા અવાજે કહ્યું..."હા, કેમ તને નથી લાગતું..."
વિવેક બોલ્યો..."તો ક્યારેય મને i love you કેમ નથી કહેતી....!!
તારા મોઢે થી મારે એ ત્રણ શબ્દો સાંભળવા છે...."
નિરાલી ફરી થી તે જ સ્વર માં મીઠા અવાજે બોલી...,
"અરે..., એ કાંઈ કહેવાનું થોડું હોય.."
અને વિવેક એક વાર ફરીથી નિરાશ થઇ ગયો....
આવું ચાલ્યા કરતું હતું.....
...........
સગાઈ ને છ મહિના પુરા થયા....
નિરાલી અને વિવેક એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.....
તે રોજ ફોન પર વાતો કરતા.....
એક દિવસ વિવેક ને નિરાલી ને મળવાંની ઈચ્છા થઈ.....
તેણે નિરાલી ને કહ્યું, "નિરાલી....છ મહિના થી તને જોઈ નથી.... તું અહીંયા શહેર માં આવ ને...!! હું તને મારુ આખું શહેર ઘુમાવીશ.....ખૂબ મજા કરીશું.....ચાલ ને...."
"ના, ઈચ્છા તો મને પણ થઈ છે તને જોવાની....પણ પપ્પા આમ મને એકલી શહેર માં ન આવવા દે....એવું હોય તો તું આવ ને અહીંયા....અહીંયા બા ની તબિયત પણ થોડી ખરાબ છે...તેની તબિયત પૂછવા આવ....એ બહાને આપણે મળી પણ લઈશું...."
"હા, ઠીક છે ચાલ, કાલે રવિવાર છે, તો કાલે જ આવીશ...."
નિરાલી તો ખુશ થઈ ગઈ......તેના ચહેરા પર ની ખુશી જોઈને વિશ્વા પણ સમજી ગઈ કે કદાચ જીજુ કાલે અવવાના હશે.....
........................
બીજા દિવસે વિવેક નિરાલી ના ઘરે આવવા નીકળ્યો ત્યારે તેણે નિરાલી ને કોલ કરી ને કહ્યું કે, "હું નીકળી ગયો છું....બપોર થશે તે પહેલાં ત્યાં પહોંચી જઈશ..."
"હા, જલ્દી આવજે , હું તારી રાહ જોઇશ...."
"બાય....i love you.."
"અરે, એ કાંઈ કહેવાનું થોડું હોય....બાય..."
નિરાલી એ તેના મમ્મી પપ્પા ને પણ કહી દીધું કે વિવેક ઘરે આવે છે....
વિવેક ના આવવાની ખુશી થી ખૂબ સારી રસોઈ બનાવવામાં આવી....
બપોર થવા આવ્યું....હજુ વિવેક નો કોઈ ફોન નહોતો આવ્યો....એમ વિચારી નિરાલી એ તેને ફોન લગાવ્યો....
ફોન નેટવર્ક ક્ષેત્ર ની બહાર હતો.....ફોન ન લાગ્યો...
નિરાલી ને ચિંતા થવા લાગી....
નિરાલી ને ચિંતા માં જોઈ તેના મમ્મી એ કહ્યું....
"અરે નિરાલી ચિંતા શું કરે છે...વિવેક પહોંચતો જ હશે..."
"હા...., જલ્દી પહોંચી જાય તો સારું...મને વાતાવરણ ઠીક નથી લાગતું....લાગે છે, કે ખૂબ વરસાદ આવવાનો છે...."
બીજી તરફ વિવેક ના ફોન થી પણ કોઈ ને ફોન નહોતો લાગતો....
આજે જ વિવેક ના શહેરમાં ખૂબ ટ્રાફિક હતો....
શહેર માંથી નીકળતા જ વિવેક ને બે કલાક થઈ ગયા....
અને કોઈ ને ફોન પણ લાગતો નહોતો....
તેને પુરી ખાતરી હતી કે નિરાલી ચિંતા કરતી હશે....
હજુ તો વિવેક શહેર માંથી બહાર નીકળ્યો..ત્યા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો.....
હવે વિવેક ને બપોરના સમયે નિરાલી ના ઘરે પહોંચવું અશક્ય લાગ્યું....
ધોધમાર વરસાદ ના કારણે નિરાલી ની ચિંતા વધવા લાગી....
બપોર ના બે વાગી ગયા, હજુ વિવેક પહોંચ્યો નહોતો.....
ઘર માં કોઈએ જમ્યું નહોતું....બધા ભૂખ્યા પેટે વિવેક ની રાહ જોઈ રહ્યા હતા....
રમેશભાઈ એ વિવેક ના પપ્પાને ફોન કરી ને પૂછ્યું, તો તેણે પણ એમ જ કહ્યું કે વિવેક તો સવાર નો નીકળી ગયો છે....
વિવેક હજું પણ પહોંચ્યો નથી તે વાતની જાણ થતાં વિવેક ના પરિવાર માં પણ ચિંતા થવા લાગી....
................
3 વાગ્યા.......
ચિંતા વધતી જતી હતી....
કોઈ ફોન લાગતો નહોતો.....
તેવામાં એક યુવાન રમેશભાઈ ના ઘરે દોડતો દોડતો આવ્યો....
અને કહ્યું....
"રમેશકાકા, હમણાં એક સમાચાર મળ્યા છે કે શહેર થી ગામડે આવતી એક બસ વરસાદ નાં લીધે રસ્તા માં ના પુલ માં તેનું ખતરનાક અકસ્માત થયું....
અને તેમાં રહેલા બધા જ લોકો નું મૃત્યુ થયું.....
અમુક લોકો જીવતા છે, તેને હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે, પણ આવા જોખમી વરસાદ ના લીધે તે લોકો હોસ્પિટલ પહોચી શકશે કે નહીં....તેની કોઈ ખાતરી નથી....."
વીજળી નો મોટો કડાકો થયો....💥
રમેશભાઈ ની આંખો માં પાણી આવી ગયા....
નિરાલી તો આ વાત સાંભળી ને હોશ ગુમાવી બેઠી....
હમેશા સાચા નિર્ણયો લેનારી નિરાલી આજે ખોટો નિર્ણય લઈ બેઠી.....
તે ઝડપથી રૂમ માં ગઈ ગળે ચૂંદડી બાંધી પંખા પર લટકાઈ ગઈ....તેને આ સિવાય કંઈ ન સુજ્યું....
રમેશભાઈ અને નિરાલી ના મમ્મી તથા બધા ભાઈબહેન તેની પાછળ ગયા....અને દરવાજો તોડી નાખ્યો....
પણ ત્યાંતો નિરાલી એ ગળાફાંસો ખાઈ લીધો હતો....
નિરાલી ના ભાઈ એ તેને નીચે ઉતારી....
બધા ની આંખો માં આંસુ હતા.....
નિરાલી ના ભાઈ એ જોયું તો નિરાલી માત્ર બેહોશ થઈ હતી....તેની ધડકનો ચાલતી હતી...હજુ તે મરી નહોતી.....
તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી.....
બધા ખૂબ જ ચિંતા મા હત્તા
........................................
.
.
.
.
.
.
પુરી છ કલાક ની ઊંઘ પછી નિરાલી એ આંખો ખોલી.....
તે હોસ્પિટલમાં હતી......તેની ફરતે બધા ઉભા હતા...
તેને હોશ આવ્યો અને તે તરત જ બોલવા લાગી....
"મને શા માટે બચાવી...મારે નહોતું જીવવું.....મને મરી જવા કેમ ન દીધી.....મારે મરી જ જવું છે....મને છોડી દો..."
ત્યાં જ બહાર થી કોઈ નો અવાજ આવ્યો....
"મારા માટે પણ નથી જીવવું તારે....!!?"
અવાજ વિવેક નો હતો.....
વિવેક અંદર આવ્યો....બીજા બધા બહાર જતા રહ્યા....
નિરાલી વિવેક ને જોઈ ચોકી ગઈ....
"વિવેક , તું...??
તું તો.....બસ માં....!!"
"અરે ના, હું તો મારી કાર માં આવ્યો હતો....
વરસાદ ના કારણે નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલે હું ફોન નહોતો કરી શકતો....અને ટ્રાફિક અને વરસાદ ના કારણે હું છેક 4 વાગ્યે ઘરે પહોંચ્યો, ઘરે આવી ને જોયું તો કોઈ નહિ....બધા હોસ્પિટલમાં......
પછી ખબર પડી કે તે આવું કર્યું એટલે......!!"
વિવેક ની આંખો ભરાઈ આવી....
તે નિરાલી ને ભેટી પડ્યો...
"ખાલી બસ નું એક્સિડન્ટ થયું એવું સાંભળી તું આપઘાત કરી લેવાની હતી.....
ગાંડી..., એટલો બધો પ્રેમ કરે છે મને...??"
નિરાલી ની આંખ પણ ભીની થઇ ગઇ....અને માત્ર એટલું બોલી.....
"એ કાંઈ કહેવાનું થોડું હોય...."
...............................................
"સાચા પ્રેમ ને શબ્દો ની જરૂર નથી હોતી.....✍🏻"
" આભાર..."
♥️...Tulsi bhuva...♥️