Ganika - Shraap ke sharuaat ? - 3 in Gujarati Women Focused by Ankit Chaudhary શિવ books and stories PDF | ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 3 - મેધાની ઉદારી

Featured Books
Categories
Share

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 3 - મેધાની ઉદારી

પ્રકરણ :- ૩

મેધા ભાગતી ભાગતી ગહેના બાનુ પાસે આવી ગઈ હતી. રોહન તેને સહીસલામત પોહચેલી જોઈને રોહન પાછો પોતાની ઓફીસમાં ચાલ્યો જાય છે. મેધા ગભરાતી અને હાંફતી ગહેના બાનું પાસે પોહચી ગઈ! હાંફતા અવાજમાં " માફ કરશો ગહેના બાનુ પણ અચાનક જ મિસ્ટર રોય મને ટકરાઈ ગયા હતા; નિયમ પ્રમાણે મે એમની સાથે વાત નથી કરી પણ એ કહેતા હતા કે...." મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ તેને ગહેના બાનુ અટકાવી દે છે. " એ બધું છોડ અને ચાલ મારી સાથે! હજી આપને ઘણું કામ છે." એમ કહીને મેધાનો હાથ પકડીને ગહેના બાનુ ચાલી નીકળે છે.

થોડા સમય પછી મેધા અને ગહેના બાનુ કોઈક ઘરની આગળ હતા જ્યાં આસપાસ કોઈક ઘર ન હતું. મેધા ઘર જોઈને ગહેના ને પૂછે છે કે આ કોનું ઘર છે અને આપડે અહી કેમ આવ્યા છીએ? મેધાના પ્રશ્નો ગહેના બાનુ એમ કહીને ટાળી દે છે કે તમે બધું ખુદ સમજાઈ જશે! આટલું કહીને ગહેના બાનુ બંધ દરવાજાને ટકોરા મારી દે છે. મેધાની અસમંજસ ફરી એકવાર જાગી ઉઠે છે. મેધાનુ મન ફરી એકવાર હજારો પ્રશ્નો પૂછવા લાગી જાય છે. ગહેના બાનું મેધાના ચહેરા તરફ જોઈને મેધાને એક આશા ભરી સ્માઈલ આપે છે. મેધા ગહેનાની આંખોમાં સાફ સાફ જોઈ શકતી હતી કે ગહેના અહી આવીને ઘણી ખુશ છે. કોઈક તો રાજ છે જે ગહેના છુપાવી રહ્યા છે, હું આ રાજ જાણીને જ રહીશ. એવો મેધા મનોમન નિશ્ચય કરી લે છે.

થોડા જ સમયમાં પેલા બંધ દરવાજાના બારણાં ખુલી જાય છે ને અંદરથી બે માસૂમ બાળકો બહાર મા આવી ગઈ, મા આવી ગઈ ની પોકાર સાથે દોડી આવે છે. મેધા આ શબ્દો સાંભળીને થોડો વિચલિત થઈ જાય છે કે આખરે આ બાળકો છે કોણ? અમે આ બાળકો કોને મા કહી રહ્યા છે! મેધાના મનમાં ઉઠેલા ક્ષણિક પ્રશ્નોના જવા તેને એક જ ક્ષણમાં મળી ગયા. પેલા બાળકો સીધા જ જઈને એમની મા ગહેના બનુના ગળે લાગી ગયા. બે માસૂમ બાળકો અને એક માટેનો આટલો નિર્દોષ પ્રેમ જોઈને મેધાની આંખો તો નોધારા આંસુ એ વહેવા જ લાગી ગઈ!

મેધા સમજી ન શકતી હતી કે એક મા પોતાના નાના બાળકોને મૂકીને આ ધંધામાં કેમ છે! એવું તો શું કારણ છે કે ગહેના જી આ ધંધા સાથે જોડાઈ ગયા છે! ધીરે ધીરે એક પછી એક મેધાના પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા હતા. માનસી બેટા શું તારા પિતા ઘરમાં છે? ડરતાં ડરતાં ગહેના પોતાની દીકરી માનસી ને પૂછે છે. ત્યારે માનસી હા માં પોતાની ડોક હલાવે છે. ગહેના ઊભી થઈને ધીરે ધીરે અંદર જાય છે અને મેધા મે બહાર જ રહેવા કહે છે. મેધા ગહેના બાનું ના કહ્યા પ્રમાણે બહાર જ ઊભી રહે છે.

ઘણો સમય વીત્યા છતાં ગહેના બાનુ બહાર આવતી નથી એટલે મેધા તેના ઘરની અંદર ડોકાચિયા કરીને ગહેના બાનુને ઘરમાં જોવા લાગી જાય છે. ઘરમાં દોકાચિયા કરતાં સમયે મેધાની નજર ગહેના બાનુના પતિ ઉપર પડે છે. જે ખાટલામાં પડ્યો પડ્યો ખાંસી ખાઈ રહ્યો હતો. મેધા તેને ખાંસી ખાતો જોઈને અંદર દોડી જાય છે અને જઈને પેલાને પાણી આપે છે. ગહેના બાનુ બીજા રૂમમાંથી બહાર આવતાં સમયે મેધાને ઘરની અંદર જોઈ લે છે.

જેવી જ તે મેધાને ઘરની અંદર જુએ છે તો એને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં મેધાને કહે છે કે "મે તને બહાર ઊભી રહેવાનું કહ્યું હતું તો તું ઘરની અંદર આવી કેમ?" ત્યારે મેધા થોડી ગભરાઈને કહે છે કે "માફ કરશો પણ હું આમને પરેશાનીમાં ન જોઈ શકી. હું મારી જાતને અંદર આવતાં રોકી ન શકી!" મેધાની આંખોમાં આંસુ આવી જાય છે. ગહેના બાનુ પણ થોડી શરમમાં મુકાઈ જાય છે. એને મનમાં ને મનમાં દુઃખ થઈ રહ્યું હતું પણ એ બિચારી શું કરે? જ્યારે એની કિસ્મત જ ફૂટેલી હતી.

થોડા સમય બાદ ગહેના બાનુનો પતિ બહાર જતો રહે છે અને ગહેના બાનુની છોકરી મેધાને અંદર બોલાવી દે છે. મેધા ગહેના બાનુના ઘરમાં પ્રવેશ કરે છે અને પ્રવેશતાંની સાથે જ જુએ છે તો ગહેના બાનુના ઘરની હાલત એકદમ રમળભમળ હતું. અચાનક જ મેધાની નજર ગહેના બાનુ ઉપર પડે છે જે એક ખૂણામાં સ્તબ્ધ બનીને નોધારા આંસુ રડી રહી હતી. ગહેના બાનુના કુમળા શરીર ઉપર હજારો મારના નિશાનો હતા. થોડા સમય પહેલા મેધા એ ચીખ અને રડવાના અવાજો તો સાંભળ્યા હતા પણ એ અંદર ન જઈ શકી; કેમકે ગહેના બાનુએ તેને સાફ સાફ મનાઈ કરી હતી કે " ગમે તે જ કેમ ન થઈ જાય પણ તું ઘરની અંદર નહિ આવે!" અને આ શબ્દો યાદ આવતાં જ મેધા બાર રોકાઈ જાય છે. ધીરે ધીરે મેધા ગહેના બાનુ તરફ આગળ વધે છે. મેધાનુ મન ખૂબ વ્યતીત થઈ રહ્યું હતું કે આખરે ગહેના બાનું સાથે થયું શું છે! તેમના પતિએ તેમને માર્યા કેમ હતા! ઘણા બધા પ્રશ્નો હતા પણ એના જવાબ હવે ફક્ત ગહેના બાનુ જ આપી શકે એમ હતી.

રડતી ગહેના બાનુ પાસે જઈને બેસી જાય છે, તેમને ગળે લગાવી દે છે. ગહેના બાનુ મેધાને પોતાની પાસે જોઈને પોતાના આંસુ લૂછીને ઠીક હોવાનો દોંગ કરે છે. મેધા કંઈ પૂછે એની પહેલાંજ ગહેના ઊભી થઈ જાય છે અને પોતાનો દેદાર ઠીક કરીને મેધાને કહે છે કે "ચાલ હવે આપડે કામ ઉપર જવાનું છે." ત્યારે મેધા ગહેનાને પૂછવા જાય છે કે " આ કોણ હતું? અને એ તમારી સાથે આવું કંઈ રીતે કરી શકે! ક્યાર સુધી મહિલાઓ પુરુષના જુલ્મો સહેતી રહેશે!" ત્યારે ગહેના બાનુ ફરિવખત રડી પડે છે.

" મેધા હું એક સન્માની મહિલા છું, અહી મારી ખૂબ ઈજ્જત છે. મારી કાળી સચ્ચાઈ અહી કોઈપણ નથી જાણતું. હું તને એક ગુજારીશ કરવા માગું છું કે આ વાત કોઈપણ ગુડિયા શેરીમાં ન જાણવું જોઈએ. આજ સુધી હું કોઈને પણ અહી મારા ઘરે નથી લાવી કેમકે એ દરેકની હરકતો દિવસે પણ રાત જેવી જ રહે છે. હું નથી ચાહતી કે મારી અસલી જિંદગી કોઠાવાળી જીંદગી સાથે મિક્સ ન થઈ જાય તેનું હું ધ્યાન રાખું છું. મેધા મારા જીવનના ઘણા જ રહસ્યો છે જેને જાણવાની તું કોશિશ ન કરે તો જ સારું છે. મેધા આ બધાથી તું દૂર રહે!" ગહેના બાનુ રડતાં રડતાં કહે છે.

ગહેના બાનુની વાત સાંભળીને મેધા ખૂબ વધુ વિચલિત થઈ જાય છે. મેધા જાણવા તો માગતી હતી કે ગહેના બાનુનો આટલો સુંદર પરિવાર હોવા છતાં તે કેમ ગુડિયા બાનુની જિંદગી જીવી રહી છે. આખરે આ જિંદગી જીવવાનો મકસદ શું હશે! મેધાની અસમંજસ અહી આવીને વધી ચૂકી હતી. મેધા આગળ ગહેના બાનુને પૂછવા જાય છે પણ ગહેના બાનુ તેને અણસુની કરી દે છે. મેધા ગહેના બાનુ તરફ પોતાનો હાથ લંબાવીને જ ઊભી રહી જાય છે.

To be continued........