ભાગ - 10
પ્રિયાની ગાડીની ટક્કર વાગવાથી,
ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાની માતાની હાલત જોઈ,
રાજ પોલીસને ફોન લગાવવા જતા, તેના પપ્પાએ રાજ પાસેથી ફોન આંચકી,
રાજને ગમે-તેમ કરીને શાંત પાડી દીધો છે.
ambulance આવતા રાજ તેની મમ્મીને લઈને હોસ્પિટલ જાય છે.
આરતી અને રમેશ પણ હોસ્પિટલ આવ્યા છે.
ડોક્ટરની તમામ પ્રકારની તપાસ તેમજ કોશિશ છતા,
ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે, રાજની માતા મૃત્યુ પામે છે.
ડોક્ટરના મોઢેથી બોલાયેલ " આઈ એમ સોરી " સાંભળતાજ રાજ પૂરેપૂરો અંદરથી તૂટી જાય છે.
અત્યારે રાજને પ્રિયા પર આક્રોશ પણ એટલો આવ્યો છે,
છતાં...
પોતાના પપ્પાની વાત અને એમની નાજુક હાલત જોતા,
તે શાંત થઈ, ગુસ્સાના બધાં કડવા ઘૂંટ પી જાય છે, અને સમય જતા બધુ ભૂલી,
તે ચૂપચાપ પોતાની નોકરી કરતો રહે છે, ઘરનાં કામકાજ માટે રાજે, એક માજીને રાખી લીધા છે.
સમય વીતતો જાય છે.
આરતી અને રમેશ પણ, રાજના ઘરે ખબર-અંતર પૂછવા અવાર-નવાર આવતા-જતા રહે છે.
એકવાર, બહેન આરતી રાજને કહે છે કે,
ભાઈ, પ્રિયાબેન ખૂબ જ બદલાઇ ગયા છે.
અત્યારે પ્રિયા બહેન ગુસ્સો તો શું, કોઈની સાથે ઘરમાં વાત પણ કરતા નથી.
બસ આખો દિવસ એમની રૂમમાં જ તેઓ ભરાઈ રહે છે.
એમને જોઈને મનેતો લાગે છે કે, તારા કરતાં પણ મમ્મીના મરવાનું દુઃખ તેમને વધારે છે, અને આ જે બનાવ બની ગયો, એનો અફસોસ પણ એમને એટલો છે કે, તે સરખું ખાતા પણ નથી.
બસ આખો દિવસ એમની રૂમમાં ચૂપચાપ બેસી રહે છે.
બહેન આરતીની, પ્રિયા વિશે સતત આવી વાતો સાંભળી છતાં, રાજને પ્રિયાનો પહેલાનો ઘમંડી સ્વભાવ ગમતો જ ન હતો, અને ઉપરથી એક્સિડન્ટમાં પોતાની માતાનું મૃત્યુ, રાજ કેમે કરીને પ્રિયા સાથે પ્રેમ સંબંધ બાંધવાનું વિચારી પણ શકતો નથી.
એકતરફ રાજના ઘરની આવી નાજુક આર્થીક પરિસ્થિતિ, તેમજ રાજના પપ્પાની નાજુક તબિયત જોઈ, પ્રિયાની મમ્મી ના-છૂટકે એક દિવસ રાજના ઘરે આવે છે, અને સીધાજ તે,
રાજને સમજાવે છે કે...
બેટા રાજ, જે થવાનું હતું તે થઈ ગયું,
એનો અફસોસ, આપણને બધાને છે, પરંતુ આપણા બધા કરતા અત્યારે સૌથી વધારે એનો અફસોસ પ્રિયાને છે.
એક "માં" હોવાને નાતે, હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું.
ભલે, તે થોડી તને ઘમંડી કે ગુસ્સાવાળી લાગતી હોય, પરંતુ અત્યારે પ્રિયા ખૂબ જ બદલાઈ ગઈ છે.
બેટા, તુ એને માફ કરી દે, અને મારું માને તો એની સાથે લગ્ન પણ કરી લે.
કેમકે, મને હવે સો ટકા ખાતરી થઈ ગઈ છે કે...
પ્રિયા માટે એના જીવનમાં તારા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી.
પ્રિયા સરખું ખાધા-પીધા વગર આખો દિવસ એના રૂમમાં ભરાઈ રહે છે, અને હું તો કહું છું લગ્ન કરીને તું તારા પપ્પાને લઈને અમારા ઘરે જ રહેવા આવી જા.
ત્યાં તારા પપ્પાની દેખરેખ હું અને આરતી બન્ને રાખીશું, તેમજ તું અને રમેશ થઈને કંપની સંભાળી લો બેટા.
કેમકે, હવે કંપની સંભાળવા માટે રમેશને તારા સિવાય બીજું કોઈ નથી.
અને તુ તો જાણે છે કે...
રમેશ એટલો ભોળો અને શાંત છે, તેથી તે એકલો કંપનીના કામકાજમાં પહોંચી વળતો નથી.
શેઠાણીની લાગણીભરી વાત સાંભળી, રાજ જેઠાણીની કહે છે કે...
જુઓ, હું લગ્ન કરી ઘર જમાઈ થઈને તમારે ત્યા રહેવા આવુ, એ વાત મને કે મારા પપ્પાને મંજુર નહીં થાય.
એ વાત તમે જવાદો, કેમકે
એ ઘર મારી બહેનનું સાસરુ છે.
હા, હું રમેશને કંપનીમાં ચોક્કસથી મદદ કરીશ.
અને એ દિવસથીજ રાજ રમેશની સાથે કંપની જોઈન કરી લે છે.
થોડા સમયમાં નવનીતભાઈની તબિયત વધારે બગડે છે.
તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે.
ત્યાં બધા રીપોર્ટ કઢાવતા, ડોક્ટર કહે છે કે...
તમારે જેમ બને તેમ અર્જન્ટ નવનિતભાઈને મુંબઈ મોટી હોસ્પિટલમાં લઇ જવા પડશે.
આ સાંભળી રાજ, ટેન્શનમાં આવી જાય છે.
તેના પપ્પાની પહેલા જે માનસિક સ્થિતિ હતી, તેવી માનસિક સ્થિતિ અત્યારે રાજ પોતે અનુભવે છે કે,
પપ્પાને મુંબઇ લઇ જઇ મોટી હોસ્પિટલમાં સારવાર કરાવવાનો આટલો બધો ખર્ચો હું ક્યાંથી લાવીશ ?
અને, નથી ને કદાચ,
પપ્પાને કંઈ થઈ ગયું તો, મારું કોણ ?
હું એકલો પડી જઈશ
આરતી અને રમેશ રાજને હિંમત આપે છે.
સાથે-સાથે આર્થિક મદદ પણ કરે છે.
રાજ થોડો કાઠૉ થઈ, પપ્પાને લઈને મુંબઈ જાય છે.
મુંબઈની એક મોટી હોસ્પિટલમાં તેના પપ્પાને એડમીટ કરે છે. ડોક્ટર રિપોર્ટો જોઈ તુરંત ટ્રીટમેન્ટ ચાલુ કરે છે.
પરંતુ...
બે દિવસમાંજ રાજના પપ્પાનું મૃત્યુ થાય છે.
પિતાનું મૃત્યુ થતા રાજ સમજી શકતો નથી કે
હવે આગળ મારે શું કરવું ?
પોતાના શહેરમાં પાછા જવું, કે જ્યાં તેની પરિણીત બહેન સીવાય તેનું કોઈ જ નથી,
અંતે...
પ્રિયાથી કંટાડેલો રાજ,
મનોમન મુંબઈમાં સ્થાઈ થવાનું વિચારી લે છે.
વધુ ભાગ 11 માં