Yakshi - 4 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 4

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

યશ્વી... - 4

(યશ્વી અને અશ્વિન એક નાટક લઈને યુનિવર્સિટીના નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા જાય છે. બીજાના નાટક જોઈને તેઓ ગભરાઈ ગયાં પણ પ્રો. અમીને એમને પ્રોત્સાહિત કર્યા. હવે આગળ..)

યુથ ફેસ્ટિવલમાં કોલેજનું નામ એનાઉન્સ થતાં જ નાટક રજૂ કરવા ઊભા થયા. એમના ફ્રેન્ડસ એમને અંગૂઠો બતાવીને 'બેસ્ટ લક' કહ્યું અને ચીયર અપ કરવા તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યા. નાટક શરૂ થાય છે.

વૃક્ષ અને સ્વાતિ
(એક નાનકડી બાળકી ઘરની બહાર બગીચામાં એક છોડ વાવી છે અને પાણી આપે છે. એવામાં એના મિત્રો આવે છે.)
નીતુ: "એ સ્વાતિ તું શું કરે છે. ચાલ રમવા માટે"

સ્વાતિ: " અરે, મારા આ ફ્રેન્ડને જમવાનું પૂછતી હતી."

મીતા: "ફ્રેન્ડ! પણ અહીં તો કોઈ ફ્રેન્ડ નથી. ફ્રેન્ડ જ શું અહીં તો કોઈ નથી."

સ્વાતિ ( છોડ બતાવીને): " આ રહ્યો મારો ફ્રેન્ડ."

(બંને હસવા લાગી.)
નીતુ: "શું આપીશ જમવાનું?"

સ્વાતિ: "આ ખાતર"(કહીને ખાતર નાખે છે.)

બંને: " ગાંડી થઈ ગઈ છે."

(સ્વાતિ, નીતુ અને મીતા લખોટીઓ રમે છે.)
નીતુ: "આ લખોટી મારી"

(નીતુ તાકે છે પણ લખોટી નીકળતી નથી. એટલે મીતા હાથથી કાઢી લે છે. આ સ્વાતિ જોઈ જાય છે.)
સ્વાતિ: "એ મીતા આ તો રોન્ગ છે. તે લખોટી હાથથી કાઢી લે છે. ના ચાલે."

નીતુ: "એ સ્વાતિ તું જ ખોટી છે. ખોટી ખોટી વાત ના કર."

સ્વાતિ: "તું જ ખોટી છે. હું તારી મમ્મીને કહી દઈશ."

(નીતુ અને મીતાનો સ્વાતિ જોડે હાથાપાઈ કરી. છૂટા પડ્યા)
નીતુ અને મીતા: "અમે તને રમાડી શું જ નહીં."

સ્વાતિ: "હું પણ તમારી જોડે નહીં રમુ."

સ્વાતિ (રોતી રોતી વૃક્ષ જોડે): " બોલ ગોટુ આ લોકો મને હેરાન કરે છે અને મારે પણ છે. દાદા કહેતા હતા કે, "ઝાડ આપણું મિત્ર છે" તું મારું મિત્ર બનીશ. ફ્રેન્ડસ.."

(ઝાડની ડાળખી હલતા જ સ્વાતિ ખુશ થઈ જાય છે.)
સ્વાતિ: "હું અને ગોટુ ફ્રેન્ડસ.. હું અને ગોટુ ફ્રેન્ડસ.."

સ્વાતિની મમ્મી: "એય સ્વાતિ ચાલ ઘરમાં. શું એકલી એકલી વાતો કરે છે. ગાંડી લાગે છે."

સ્વાતિ(ઝાડ બતાવીને): "શું મમ્મી તુંય આ મારા ફ્રેન્ડ જોડે વાત કરું છું."

સ્વાતિની મમ્મી: "બોલતી જ નહીં ચસકી ગયું હોય એવું લાગશે. ચાલ હવે જમવા."

【બીજો સીન】
સ્વાતિ: "હાય નીતુ અને મીતા, આજ સાંજે ગોટુ ની બર્થડે પાર્ટી છે. તો બગીચામાં આવી જજો."

નીતુ અને મીતા: "બર્થડે પાર્ટી"

સ્વાતિ: "હા, હું જઉં મારે ડેકોરેશન કરવાનું બાકી છે."

【ત્રીજો સીન】
નીતુ: "મીતા વાઉ યાર, બર્થડે પાર્ટી આજે તો કેક, આઈસ્ક્રીમ ખાવા મળશે. મજા આવશે."

મીતા: "હા, નીતુ ચાલ જલદી, કયાંક કેક કટ ના જાય."

(નીતુ અને મીતા સ્વાતિના ઘરે બગીચામાં પહોંચે છે. સ્વાતિ ડેકોરેશન કરી રહી છે.)
નીતુ: "સ્વાતિ અરે, આ ગોટુ કયાં છે."

સ્વાતિ (ઝાડ બતાવીને): "આ રહ્યો."

નીતુ(મીતાને કહે છે): "ઝાડનો બર્થડે કોણ મનાવે? પાગલ સાવ"

મીતા: "આપણે શું કેક, આઈસ્ક્રીમ ખાવા મળશેને."

નીતુ: "હા એ તો છે જ."

(એવામાં સ્વાતિ કેક લઈને આવે છે.)
સ્વાતિ: "ચાલો, ચાલો કેક કટ કરીએ."

(કેક કટ કરીને ઝાડને ખવડાવે છે. નીતુ, મીતા અને બધા ફ્રેન્ડસ મનમાં હસે છે. બધા કેક ખાવા તલપાપડ થાય છે અને કેક પ્લેટમાં લે છે. જેવી મોઢામાં મૂકે છે એવી જ થૂંકી દે છે.)
નીતુ: "છી..છી.. આ તો છાણ છે."

મીતા: "છી.. સ્વાતિ આ માટે જ અમને બોલાવ્યા."

સ્વાતિ: "અરે પણ ઝાડ તો છાણ અને ખાતર જ ખાય ને."

નીતુ અને મીતા: "હવેથી અમે તને ફ્રેન્ડ જ નહીં રાખીએ. અમારી બર્થડે પાર્ટીમાં પણ તને છાણ જ ખવડાવીશું."

સ્વાતિ: "હા, હા મારે પણ તમારા ફ્રેન્ડ નથી બનવું. હું પાર્ટીમાં જ નહીં આવું."
(બધા જતાં રહે છે.)

【ચોથો સીન】
સ્વાતિ: "ગોટુ તને ખબર છે. હું હવે ટેન્થ માં આવી ગઈ. હું ઈલેવન્થ માં તો સાયન્સ લઈને સાયન્ટિસ્ટ બનીશ. પછી બહુ બધું તમારા વિશે સર્ચ કરીશ."

(એવામાં પાડોશી બે બહેનો આવે છે.)
એક બહેન: "નીના બહેન અહીં આવ તો."

(સ્વાતિની મમ્મી નીના બહેન આવે છે.)
બીજી બહેન: "નીના નહેન આ તમારી સ્વાતિ ગાંડી છે કે શું?"

પહેલી બહેન: "હા બેન, જુઓને એકલી એકલી વાતો કરે છે તે."

સ્વાતિની મમ્મી: "શું કરુ બેન એ ગાંડી નથી પણ ઝાડ જોડે વાત કરે છે. અને એની આદત પડી ગઈ છે. હવે, કેમ એ આદત છોડાવુ? હું જ ટોકી ટોકીને કંટાળી ગઈ છું. શું કરું એ જ ખબર નથી પડતી."

બીજી બહેન: "સાચી વાત છે. આદત તો કેવી રીતે છોડાવી શકાય."

પહેલી બહેન: "વાત તો સાચી છે પણ કંઈક તો કરવું પડે."

બીજી બહેન(કંઈક વિચારતા): "એક પ્લાન છે."

પહેલી બહેન: "હા, કેમ નહીં. આ ઝાડ કાપી દો. ઝાડ નહીં રહે તો વાતો કોની જોડે કરશે?
વાતો નહીં કરે તો આદત છૂટી જશે આપોઆપ."

સ્વાતિની મમ્મી: "પણ બેન આ ઝાડ તો સ્વાતિને એના જીવ કરતાં પણ વધારે વહાલો છે."

પહેલી બહેન (કંઈક વિચાર કરતાં): "તો સ્વાતિને એના મામા કે કાકાના ઘરે મોકલી દો. અમે ઝાડ કાપનારા માણસને બોલાવી લઈશું અને જેવી તે જશે એટલે તે ઝાડને કાપી દઈશું."

સ્વાતિની મમ્મી: 'પણ એને ખબર પડશે ત્યારે. મારી સ્વાતિ તો ખૂબજ સેન્સીટીવ છે."

બીજી બહેન: "અરે કાઈજ ના થાય. બહુમાંબહુ તો રોશે એકાદ દિવસ ખાશે પીશે નહીં. પછી ધીમે ધીમે ભૂલી જશે. બાળકો આગળ આટલા ઢીલા ના થવાય. અને એમની બધી જીદ પણ ના મનાય. સમજયા બહેન."

પહેલી બહેન: "સાચી વાત છે. કાઢા થાવ થોડાક. હું તો નીતુની ખોટી વાત કે આદત ચલાવું જ નહીં."

બીજી બહેન: "કાલે તમે એને બહાર મોકલી દેજો. પછી ઝાડ કાપવી દઈશું."

સ્વાતિની મમ્મી: "હા"

【છેલ્લો સીન】
સ્વાતિની મમ્મી: "સ્વાતિ, ચાલ તૈયાર થઈ જા. તને હમણાં મામા લેવા આવશે."

સ્વાતિ: "મમ્મી મારે નથી જવું."

સ્વાતિની મમ્મી: "બેટા મામા કેટલા પ્રેમથી લેવા આવે છે તો જવું પડે કે નહીં."

સ્વાતિ: "સારું મમ્મી, પણ મારા ગોટુ નું ધ્યાન બરાબર રાખજે. ખાતર નાખજે, પાણી બે ટાઈમ આપજે અને હા છાણ પણ નાખજે."

સ્વાતિની મમ્મી (આસું રોકતા): "હા બેટા, હું ધ્યાન રાખીશ. ચાલ જલદી તૈયાર થઈ જા.

સ્વાતિ: "ઓ.કે. મમ્મા."

સ્વાતિ: "બાય મમ્મા, બાય ગોટુ. હું બે દિવસમાં આવી જઈશ. ત્યાં સુધી ડાહ્યો બેટો થઈ જજે. મમ્મા તને પાણી અને જમવાનું આપશે ટાઈમસર. બાય"

સ્વાતિની મમ્મી (આંખમાં આસું આવી જાય છે છતાંય રોકીને): "બાય"

(બંને પાડોશી બહેનો તરતજ બહાર આવે છે.)
પહેલાં બહેન: "કાઢા થાવ. છોકરા જોડે વેવલાવેડા ના કરાય."

બીજી બહેન: "હા, પેલા ઝાડ કાપનારા પણ આવી ગયા છે. તો ઝાડ કાપવાનું કામ શરૂ કરાવી દઈએ."

સ્વાતિની મમ્મી: "હા, બેન ચાલો"

--ઝાડ કાપનારા કાપે છે. ત્યાં જ અચાનક સ્વાતિ આવી જાય છે. સ્વાતિને શોક લાગે છે. આ બાજુ ઝાડ કપાય છે અને બીજી બાજુ સ્વાતિની શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેમજેમ ઝાડ નીચે પડે છે તેમતેમ સ્વાતિ નીચે પડે છે.

(બ્રેક ગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે..)
મુજસે હૈ સાસે કે તુજમે હૈ રવાની
મૈં ના રહા તો ના રહેગા પાની
મે તેરા હિસ્સા હું, તુ મેરા હિસ્સા હૈ
મુજ સે હી તું ઝીન્દા હૈ.
ના કાટો મુજે દુખતા હૈ...

(ધડામ દઈને અવાજ આવતાં ચમકીને બધાં પાછળ જુવે છે.
સ્વાતિ નીચે પડેલી જોઈને ગભરાઈ જાય છે. સ્વાતિના છેલ્લા શ્વાસ ચાલતા હોય છે.)

સ્વાતિ (રડતાં): "મમ્મી આ શું કર્યું તે. મારા ગોટુ ને કાપી નાખ્યો."

સ્વાતિની મમ્મી: "બેટા, મને માફ કરી દે."
(ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા.
બીજા બધા પણ રોઈ રહ્યા છે.
બ્રેક ગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે. અને પડદો પડે છે.)

આખા હોલ તાળીઓ થી ગુન્જી ઉઠે છે.

એન્કર સ્ટેજ પર આવીને કહે છે કે, "અદ્ભૂત આંખમાં પાણી આવી ગયા આ નાટક જોઈને. બધાં જ નાટકમાં આ પહેલું અને છેલ્લું નાટક છે જેણે મને ખડખડાટ હસાવ્યો અને રોવડાવ્યો પણ ખરો. સરસ'
'હવે નાટ્ય સ્પર્ધાનું રિઝલ્ટ જજીસ એનાઉન્સ કરશે. તો દરેક પાર્ટીસિપેન્ટ 'ઓલ ધી બેસ્ટ".

( શું રીઝલ્ટ આવશે? શું યશ્વીની કોલેજને ઈનામ મળશે કે બીજાને?)