Kerala Tour 1997 - Part 4 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | કેરાલા પ્રવાસ 1997 - ભાગ 4

Featured Books
Categories
Share

કેરાલા પ્રવાસ 1997 - ભાગ 4

ભાગ 4

દિવસ 6

બહાર નીકળી સ્ટેશન સામે જ હોટેલ ચિત્રા ગયા જે કેરાલા ટુરિઝમની છે. ત્યારે એક રાત્રીના હોટેલમાં સામાન્ય રીતે 400 કે 500 રહેતા તે અહીં 1500! સુંદર રિસેપ્શન જોઈ, નજીક ફૂલી ફાલી ગયેલા ટુરિસ્ટ હોમ પૈકી એક, એક રાતના 450 માં સિલેક્ટ કર્યું.

બપોરે જ વિખ્યાત કોવાલમ બીચ જોવા ગયા. લોકલ બસો પણ પૂરતી જાય છે અને શેરિંગ રિક્ષાઓ પણ. માત્ર 15 કિલોમીટર સ્ટેશનથી છે. તે દિવસે રવીવાર હોઈ લોકલ લોકો કપલ, બાળકો સાથે પીકનીક મનાવવા સ્કુટરો લઈ આવેલા. બીચ પર નજીકમાં સ્પા અને તેલ માલીશ, શિરોધારા અનિવી આયુર્વેદિક હાટડીઓ પુષ્કળ હતી. સસ્તામાં સસ્તો આવો સ્પા 1997માં 600રૂ. માં હતો. ત્યાં વિદેશીઓ વધુ હતા.

ત્રિવેન્દ્રમમાં રસ્તે નારીયેળીઓ સામાન્ય છે. વારંવાર ખૂબ ઊંચાનીચા  ઢાળ વાળા મેઈન રોડ, ત્યાં પણ સિગ્નલો અને થોડો ટ્રાફિક.

પદ્મનાભ મંદિર જોવા ગયા જ્યાં શેષશાયી એટલે કે શેષનાગ પર સુતેલા વિષ્ણુની મૂર્તિ છે. અત્યંત પ્રાચીન, એકદમ જાડા લાકડાના કોતરણી વાળા રથો જોયા. મંદિરનો ઘુમ્મટ ખૂબ ઊંચો અને લાંબો છે.

એક ડોલ મ્યુઝિયમ અને ઝુ એક સાથે છે ત્યાં ગયા. ડોલ મ્યુઝિયમમાં આખા વિશ્વની ઢીંગલીઓ તેમના દેશની વેશભૂષા અને આભૂષણો, કામ કરતાં હાથમાં રાખવાની ચીજો  સાથે  હતી. સાથે અન્ય મ્યુઝિયમો જેવું ઓજારો, બોટ, કલારી પટ્ટમ કળા વગેરે દેખાડતાં સ્ટેચ્યુઓ જોયાં. ઝુ તો જોયું પણ એક નવાઈની વાત,  ભાર વહેતાં પ્રાણીઓ રાખેલાં તેમાં ઊંટ સાથે બળદ અને ગધેડો પણ પાંજરામાં હતા! ત્યાં તે જોવા મળતા નથી એટલે ઝુ નાં પ્રાણીઓ છે!

દિવસ 7

તે પછીના દિવસે કોટ્ટાયમ ગયા. ત્યાંથી બેકવોટર ટ્રીપ  અલાપુઝા અથવા એલપ્પી અગાધ નદીઓમાંથી જાય છે તે ટ્રીપમાં ગયા. સવારે સવાદસ વાગે ઉપડી સાંજે સાડાચાર કે પાંચ વાગે અલાપુઝા ઉતારે. અમારી બોટમાં ત્રીસેક પ્રવાસીઓ હતા.એવી બે કે ત્રણ હોડી એક જ ટાઈમે ટુરિઝમ વાળા ટિકિટ ત્યાં લઈ અથવા એજન્ટોએ બુક કરેલી જોઈ ઉપાડે. રસ્તે ધમધમાટ કરતી કોઈ સ્પીડબોટ તો કોઈ એકલદોકલ બહાદુર કન્યાને સેર કરાવતી પ્રાઇવેટ બોટ સામી મળે. ફીણ અને મોજાં ઉડાડતી જાય. સામેવાળા  હાથ હલાવે. તેવી બોટ્સ માં હનીમૂન કપલો કે વિદેશીઓ હતાં. અમારી સાથે પણ વિદેશીઓ હતા.

રસ્તે આપણે સ્કૂલરીક્ષાઓ માટે હોય તેમ કાંઠે બાળકોને લેવા મુકવા સ્કૂલ બોટ્સ હતી, બાળકો પાટિયા પર થઈને બોટમાં ચડે અને કાંઠેથી મા ઓ તેને હાથ હલાવી આવજો કરે.

કદાચ લોકોને નજીકના શહેરમાં ઓફિસ લઈ જતી બોટ્સ પણ જોઈ.

ગાઢ નારીયેળીઓ અને મેનગૃવ વચ્ચેથી , એનાં જંગલો વચ્ચેથી બોટ પસાર થઈ.

એક જગ્યાએ જમવા એક ટાપુ પર  બોટ્સ એક સાથે ઉભી રાખી.  ત્યાંની ડીશો સાથે ઝીંગાનું અથાણું અને તળેલી નાની માછલીઓ પણ પીરસાયાં. અમને છાશમાં સુકવી તળેલી ગુવાર જેવી ચીજો. પાયસમ, ત્યાંના આંબલી મિશ્રિત કેરીના અથાણાં સાથે મોટા પોચા દાણાના ભાત, ચોખાના પાપડ અને મોરવલ્લમ એટલે પાતળી છાશ.

નમતા બપોરે ક્યાંક ત્યાંના ચા કોફી પીવા ઉભાડયા જ્યાં આપણાથી વધુ તીખી, સહેજ મીઠી અને મોટાં પાન વાળી તુલસીનાં પાન ખાધાં.

કોટ્ટાયમ થી બસ પકડી ત્રિવેન્દ્રમ ટુરિસ્ટ હોમ પરત.

દિવસ 8

બીજે દિવસે લોકલ માર્કેટમાં. અમદાવાદ સ્ટેશનને કાલુપુર કહે છે તેમ ત્યાંના સ્ટેશનને થંપાનૂર કહે છે તેની નજીક કાચ ને બદલે ટીનના અરીસાઓ, ત્યાંની લોકલ શંખની આઇટમો, નેતરના પંખા વગેરે જોયું, કેટલુંક લીધું. ત્યાં કેરાલા સ્પેશિયલ સફેદ, સોનેરી બોર્ડર વાળી સાડી મળતી હતી પણ ચોળાએલી. અમે સદભાગ્યે મ્યુઝિયમ પાસે ટુરિઝમ એમ્પોરિયમ માંથી લીધેલી. મોંઘી પણ authenticate.

બપોરે 3 ની ટ્રેનમાં એર્નાકુલમ જવા નીકળ્યા અને સાંજે 7 વાગે ત્યાં પહોંચ્યા.