You and nature in Gujarati Spiritual Stories by Kiran books and stories PDF | તમે અને પ્રકૃતિ

The Author
Featured Books
Categories
Share

તમે અને પ્રકૃતિ

સમી સાંજે બાલ્કનીમાં ખુરશી પર બેસી ટેબલ પર સીધા પગ રાખી હાથમાં કોફીનો મગ પકડી બહાર ઉડી રહેલા પંખી જે પોતાના માળા માં પરત ફરી રહ્યા હતા તેને નિહાળી રહી હતી. જાણે હમણાં જ સૂરજ આથમસે અને ઘરે નહીં પહોંચી શકવાની જે ચિંતા હોય એ ચિંતા થી પક્ષીઓ માળા તરફ ઉડી રહ્યા હતા. ખબર નહીં કોઈ પક્ષી આજે અપેક્ષા કરતા વધારે હરખ થી દિવસ પસાર થયો એ ખુશી માં કિલકીલાટ કરતા પાછા ફરી રહ્યા છે. તો કોઈ અપેક્ષા ભંગ ના દુઃખ માં એકલા નિરાશ ફરી રહ્યા હતા. કોઈ હજુ પણ તાર, વૃક્ષ પર બેસી આથમી રહેલા સૂરજને નિહાળી રહ્યા હતા જાણે જીવનના કેટલા કડવા , સારા-નરસા અનુભવમાંથી પસાર થયા હોય એમ.


આપણે પણ આ પૃથવી રૂપી માળા પર આ પક્ષી માફક રોજ વીરહ કર્યે છે. કોઈ દિવસ સારો, કોઈ દિવસ અતિ સારો, કોઈ દિવસ નિરાશા, કોઈ દિવસ ખરાબ અને અંતે તો ઘર રૂપી માળા માં આવી જવાનું. માળા માં આવ્યા બાદ કોઈને પરમ સુખ પ્રાપ્ત થાય કોઈ ને કંકાસ, ઝગડો, કોઈ ને એકલાપણુ. ક્યાંક પ્રેમ મળ્યાનો આનંદ, ક્યાંય પ્રેમ ગુમાવ્યાનો ગમ, ક્યાંક પૈસાને કમાયાનો આનંદ, ક્યાંક પૈસા ખર્ચ્યા નો અફસોસ, ક્યાંક નવી મૈત્રી, ક્યાંક નવા સંબંધ, તો ક્યાંક નવયુગલ નો આનંદ. આનંદ,અફસોસ, સુખ, દુઃખ, મેળવ્યું, ગુમાવ્યું, તારું, મારુ આ બધું ત્યાં જ સુધી જ્યાં સુધી પૃથ્વી રૂપી માળા પર આ ક્ષણભંગુર દેહ.


આખા દિવસ દરમિયાન એટલી કેટલી ક્ષણો આપણે વિતાવી જેમાં કોઈ મોહ, ક્રોધ, લોભ, ધ્યેય, સુખ, દુઃખ, મેળવ્યું, ગુમાવ્યું, અફસોસ વિગેરે નો વિચાર કર્યા વગર ખાલી તમે છો. તમે ફક્ત તમે છો. તમે અને આ સુંદર પ્રકૃતિ તમે અને ઈશ્વર. તમે ફક્ત તમે. જ્યાં ફકત પ્રકૃતિ નો અવાજ, પ્રકૃતિના રંગ, પુષ્પો ની સુવાસ, પવન ની લહેર, સૂર્યની ઉષ્મા, ચંદ્ર ની ઠંડક, પંખીઓનો કિલકીલાટ, પ્રકૃતિ નું સંગીત આ બધું કુદરતી છે. કુદરતના ખજાનનો આનંદ ક્યારેય લીધો છે? ફક્ત તમે છો અન્ય કોઈ નહીં એવી મસ્તી માં ક્ષણો વિતાવી છે? જવાબ જો ના હોય તો તમે પરમાત્મા એ સર્જન કરેલી આ ધરતી પર ના મૂળ ઉદ્દેશ્ય ને ચુકી ગયા છો. કર્મવાદી મનુષ્ય પ્રકૃતિ ને કેમ ભૂલી જાય છે? ક્યારેક નિષ્કર્મ બની જૂવો. જન્મ અને મરણ બંને કુદરતી છે તો પછી આ બંને વચ્ચે નું જીવન કેમ ફક્ત કર્મવાદી? આ જીવન માં પણ પ્રકૃતિ કે કુદરત આટલી જ મહત્વતા દાખવે છે. તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે તમારી આસપાસ ક્યાંકને ક્યાંક કુદરત ભાગ ભજવે છે. થોડી ક્ષણો માટે આંખો બંધ કરી તમારી તમામ ઈન્દ્રિયો ને કુદરત તરફ વાળો. કાન થી કુદરતી અવાજ સાંભળો ગમે તેટલો ઘોઘાટ હશે અવાજ સાંભળશે. તમારા નાક દ્વારા કુદરત માં રહેલ સુવાસ ને સુંઘો. શીતળ પવન, કે ગરમ લૂ બને નો અનુભવ કરો. તમારા માં કુદરત થી ઉત્પન્ન થતી લાગણીને મહેસુષ કરો. ભૂલી જાઉં તમારું નામ, તમારી અટક, તમારું ગામ તમારું ઘર ફક્ત તમે અને કુદરત. બસ જો આ ક્ષણ માં તમને ક્ષણિક પણ પરમાનંદ ની અનુભૂતિ થઈ રો વિચાર કરો આ જીવન માં કેટલો પરમાનંદ છે અને પરમાત્મા હરેક ક્ષણ માં છે.


આ સુખ, દુઃખ, ધોખા, અફસોસ, આનંદ, મૈત્રી, પ્રેમ, સંબંધ બધું જ અહીંયા આ માયા નગરી માં જ રહી જવાનું છે. કાંઈ જ જોડે નથી આવાનું. આપણું આત્મા રૂપી પંખી પણ ઉડી જવાનુ અને એ પંખી પરમાત્મા રૂપી પરમાનંદ ને પ્રાપ્ત થઈ જવાનું.


આપણે પરમાત્મા ના પરમાનંદ ને પામવું હોય તો રોજ આ પૃથ્વી રૂપી માળા માં ઈશ્વર પરમાત્મા નું રોજ ધ્યાન કરવું જોઈએ.રોજ તમે છો જે ખરેખર છો પ્રકૃતિ સાથે અપેક્ષાથી પરે, આનંદ થી ઉપર, શાંત ચીત, મન અને સદાએ પરમાત્મા અને પરમાનંદ પામવા આતુર રોજ આવી ક્ષણો જરૂર થી વિતાવો. ચાલો આપણે પણ આ પંખીઓ ની જેમ આ જીવનરૂપી સૂરજ અસ્ત થાય તે પહેલાં પરમાત્મા રૂપી પ્રકૃતિ સાથે એકમેક થઈ જઈએ. અને જીવનનો ખરો આનંદ અને પરમાનંદ ને પ્રાપ્ત કરીએ. જીવનનો સાચો ધ્યેય એ પરમાત્મા સુધી પરમાનંદ એ પહોંચવું છે.