આજ સાંજે સૂરજને ઓફિસેથી નીકળવામાં થોડું મોડું થઈ ગયું.બાઇકમાં જતા જતા એ એજ વિચારતો હતો .હારું સાવ ગધેડા કરતા બદ જિંદગી છે .એને આખો દિવસ જોતરાય બાદ જાતે જમવાનું તો નથી બનાવું પડતું માલિક જમવાનું તો સામું કરે .અને આપણે .....ઊંડા અફસોસ સાથે એની મમ્મી ની યાદ આવી ગઈ ઘરમાં કેવા પ્રેમથી મમ્મી પરસતી અને હવે બે પૈસા બચાવાના ચક્કરમાં હાથે બનાવાનું અને એમાં પણ પંદર દિવસતો આળસને કારણે મેગી બનાવની..
પછી મનમાં અને મનમાં બોલ્યો જવાદે ને યાર ગામડે થી બાર પાસ કરી શહેરમાં કોલેજ પુરી કરીને હવે માંડ માંડ તો નોકરી મળી હવે આ બાઈકના હપતા,પોતાનો ખર્ચો અને વધે એ બચત ગામે મોકલાવાની બસ એજ ગણતરી મનમાં ચાલી રહેલી .સૂરજ આમ સાવ સામાન્ય દેખાવ ધરાવતો હતો .ગામડા પ્રમાણે કહીએ તો એક સજીલો નવયુવાન હતો પણ શહેર પ્રમાણે એનું વ્યક્તિત્વ એક સામાન્ય યુવાન જેવું હતું.અને એવુંજ હોય ને સામાન્ય પગારમાં મોંઘાદાટ કપડાં અને બીજી એસેસરીઝનો વેંત ક્યાંથી થાય.પણ કલર સાફ અને કદ સામાન્ય અને ગમળમાં ખેતરમાં કામ કરવાને કારણે શરીર સ્નાયુબદ્ધ થઈ ગયું હતું અને એની હેનસમતામાં સહેજ અમથો વધારો કરી રહી હતી.
અને અચાનક ધડામ દઈ ને ફાટક બંધ.. મો માંથી તો એકવાર ગાડ નીકળી ગઈ ...એની માં ને.....પછી આજુબાજુ જોઈ સૂરજ થોડો કન્ટ્રોલ કરી ગયો..આ ફાટક વાળો રોજ મારીજ રાહ જોતો લાગે કે હું આવું ને પછી ફાટક બંધ કરે.અને મરી વિસ મિનિટ બગાડે.એ ઉભો ઉભો અકડાતો હતો.એટલીજ વારમાં એની પાસે એક એક્ટિવા આવીને ઉભું રહ્યું .પહેલા તો એણે ધ્યાન ન આપ્યું પછી એક સુગંધ નાકમાં ગઈ અરે વાહ આ તો કોઈ મોંઘા પરફ્યુમની સુગંધ હશે એવું એણે વિચાર્યું અને પછી જોયું આ ક્યાંથી આવે છે એ બાજુ નાક અને આંખ બને ફરાવ્યાં.અરે આ તો બાજુમાં આ એક્ટિવમાં માંથી આવે છે.
એણે નીરખીને જોયું તો એનીજ ઉંમરની કોઈ છોકરી લાગતી હતી જેણે મોઢા પર ચૂંની બાંધેલ હતી.પણ કપડાં પરથી એકદમ તૈયાર લાગતી હતી જાણે સીધી કોઈ પાર્ટીમાં જવાની હોય.સૂરજને મનમાં વિચાર આયો મોટા બાપની લાગે છે આજ ગાડી અથવા દ્રાઈવર નહીં હોય એટલે એક્ટિવમાં ઠોકાવે છે.
પછી એણે નજર ચુરાવીને એને નિરખવાનું શરૂ કર્યું અને એને અહેસાસ થયો કે યાર કેવો સિમ્પલ પણ શાનદાર ડ્રેસ પહેર્યો છે.એ સમજવાની કોશીશ કરવા લાગ્યો કે ડ્રેસ એના શરીરના કારણે શોભે છે કે એનું શરીર ડ્રેસનાં કારણે.
પણ એ બધામાં એનો ચહેરો દેખતો નહતો .દેખાતી હતી તો બસ એની આંખો.યાર કાંઈક તો છે આની અખોમાં એ હજુ કાંઈ વધુ સ્કેન કરે એ પહેલાં એ છોકરી એ સૂરજ સામું વોર્નીગ આપતી નજરે જોયું છોકરીઓ માં આ કમાલની સેન્સ હોય છે.સૂરજ સંસ્કારી હતો એટલે પડવારમાં સમજી ગયો કે એ મર્યાદા ચુકી રહ્યો હતો.
પછી એણે એ તરફના જોયું બસ બાજુમાંથી આવતી બગીચાની સુવાસ ને માણવા લાગ્યો.એટલીજ વારમા એના કાને ટ્રેનનું સાયરન સભણાનું .અને મનમાં થયું કે બસ આ અહીંયા પૂરું.કોણ છે આ અપ્સરા?ક્યાંથી આવી છે? ક્યાં જવાની છે?પરણેલી છે કે કુંવારી છે? બધા પ્રશ્નો મનમાં રહી જશે.
એ મનમાં પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન તું છો જો આ દુનિયામાં તો આજ આની એક્ટિવા શરૂ ના થાય .કાંઈ પણ કર બસ આજ આની એક્ટિવા બંધ રહે અને હું આની મદદ કરું...
ટ્રેન સામે થી પસાર થવાની શરૂ થઈ તેમ તેમ સૂરજની પ્રર્થના પણ ઝડપ ભેર થવા લાગી...એ બસ પ્લીઝ ,પ્લીઝ પ્લીઝ બોલી રહ્યો હતો.
ટ્રેન પસાર થઈ ગઈ અને ફાટક ખુલવા લાગ્યો....
ક્રમશ...