Indian Nightingale: Sarojini Naidu in Gujarati Motivational Stories by joshi jigna s. books and stories PDF | ભારતીય કોકીલા: સરોજીની નાયડુ

Featured Books
Categories
Share

ભારતીય કોકીલા: સરોજીની નાયડુ

ભારતીય કોકીલા: સરોજીની નાયડુ
સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અધોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રી હતા ,તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પરા રાખી કરવામાં આવ્યો હતો, તેમને હિંદુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા. સરોજિની નાયડુ 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસા કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હતા સરોજિની નાયડુ એક તેજસ્વી વિધ્યાર્થીની હતા ,તેઓ ઈંગ્લિસ, બંગાળી,ઉર્દૂ, તેલુગુ અને ફારશી ભાષામાં નિપુણ હતાં. 1895માં તેઓ ઈંગ્લેંડ ગયા જયા લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજ્ની ગિરટન કોલેજ્માં વિદ્યાઅભ્યાસ કર્યો, આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા.
સરોજિની નાયડુ 14 વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. 1898માં સરોજિની નાયડુ સાથે તેમણે સિવિલ મેરેજ કર્યા હતા, એમને ચાર સંતાન હતા: જયસુર્ય, પદ્મજા, રણધીરા અને લીલામણિ. સરોજિની નાયડુ 1917માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પુર્ણ કર્યુ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન 1906માં તેમણે આપેલા વકતવ્ય થી ગોપાલ ક્રુષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતુભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. 1908માં મદ્રાસમાં મળેલા વિધવાપુનલગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગ્રુત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને હૈદરાબાદમાં “કૈસરે હિંદ” નો સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં 1908માં મૂસી નદીમાં પૂર આવ્યુ હતું ત્યારે સરોજિની નાયડુએ કરેલા રાહતકાર્યોનું આયોજન કર્યુ હતું તે બદલ બ્રિટિશ સરકારે એમને “કૈસર-એ-હિંદ” ખિતાબઅને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી 1920માં ખિતાબ અને સુવર્ણ ચંદ્રક સરકારને પરત કર્યા હતા.
1915 થી 1918 સુધી તેમણે ભારતના વિવિધ ગામડં અને શહેરોમાં પૂર્વકલ્યાણ, શ્રમનું ગૌરા, મહિલાઓની મૂશ્કેલીઓમાંથી મુકિત તથા રાષ્ટ્ર્વાદ પરા પ્રવચનો આપતા હતા. તેમણે મોટેગ્યુચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એકટનો ખુબ વિરોધ કર્યો હતો, તેમણે 1919માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમ્રુતસરમા લશ્કરી કાયદા વિરુધ્ધ તેમણે આપેલા ધારદાર વકતવ્યો આપ્યા હતા અને સાહિત્યનું વિતરણ કર્યુ હતું. 1925માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચુંટાયા. 1914માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યુ અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવાઅને સત્યાગ્રહ લડતમાં ગળાડૂબ ડૂબી ગયા.
સરોજિની નાયડુનો પ્રથમ કાવ્ય સંગ્રહ “હીરાની ઉંબર” 1905માં બહાર પડયો. 1942માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિના જેલની સજા ભોગવી હતી. સરોજિની નાયડુ માર્ચ 1930 માં મીઠાના કાયદા ભંગ માટે દાંડીમાં હાજર રહ્યા હતા. અન્ય નેતાઓ સાથે તેમણે ધરાસણા સત્યાગ્રહની આગેવાની કરી હતી.
સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ધ લેક શીર્ષક હેઠળ 1300 પંકિતોની કવિતા તથા 2000 પંક્તિઓનું નાટક લખ્યુ હતું, તેમણે 1905માં ગોલ્ડન થ્રેશેલ્ડ અને 1912માં ધ બર્ડ ઓફ ટાઈમ અને 1917માં ધ બ્રોકન વિંગ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યો હતો. સરોજિની નાયડુને પોતાની કવિતાઓમાં ભારતીયતાને વ્યક્ત કરવાનું માર્ગદર્શન મળ્યુ પછી તેમણે સમકાલીન ભારતીય જીવન અને પ્રસંગોને પોતાની કવિતાઓમાં વણ્યાહતાં ,તેમના કાવ્યસંગ્રહ એ અનેક ઈંગ્લિશ અને ભારતીય વાચકોના વિશાળ વર્ગને આકર્શ્યો હતો. સરોજિની નાયડુ કોંગ્રેશ્ની પહેલીમહિલા પ્રમુખ હતી કે જે ઉતરા પ્રદેશ્ના રાજ્યપાલા પદે રહ્યા હતા.
સરોજિની નાયડુ “ભારતની નાઈટિંગલ “ તરીકે ઓળખાય છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ્નુ પદા મેળવનાર વ્યકિત એટલે સરોજિની નાયડુ. એક નામાંકિત કવિ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હોવાની સાથે સરોજિની નાયડુ તેમના સમયના મહાન વકતા હતા. “ભારતીય વક્તા” તરીકે તેઓ ખુબ વિખ્યાત હતા. તેઓ 2 માર્ચ 1949ના રોજ તેમની ઓફિસમાં તેમનુ મ્રુત્યુ થયુ.