Earth Makeover - 2 in Gujarati Fiction Stories by Darshna Patel books and stories PDF | Earth Makeover - 2

Featured Books
Categories
Share

Earth Makeover - 2

પ્રોફેસરે માર્ક સામે પિસ્તોલ તાકી .

"સર એને છોડી દો ."સોફિયા બોલી .

"તમે ચારેયે મારાં કામમાં અડચણ બનીને આવ્યા છો .હું તમને કોઈને નહી છોડું ."ડેરિક બોલ્યો .

"પણ અમે શું કર્યું છે ."જ્યુક બોલ્યો .

"એ જ કે તમે જીવતા છો ."ડેરિક બોલ્યો .

જુલીએ જ્યુક ને કશુક ઈશારો કર્યો .એ જોઈને જ્યૂકે પોતાની પિસ્તોલ બહાર કાઢી અને પ્રોફેસર સામે તાકી .

"પ્રોફેસર કોઈ જ ચાલાકી નહી .ચુપચાપ કોડ અમને સોંપી દે .અને માર્કને છોડી દે ."જ્યૂકે બોલ્યો .

માર્કે અચાનક ડેરિકના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને ડેરિક સામે તાકી .ડેરિક સામે બધી બાજુથી વાર આવતા જોઇ તે સહેમી ગયો .પણ જો તે કોડ આ લોકોને આપી દે તો તેની પોલીસ ખુલી જાય .એટલે તેણે ભાગવાની કોશિશ કરી.

તે ભાગ્યો પણ અચાનક તેના પગમાં ગોળી વાગી .જે જુલીએ મારી હતી .

"ક્યા ભાગીશ તુ ."જુલી બોલી અને તે ડેરિક તરફ ભાગી ડેરીકે કોડ ફાડવાનું કર્યું એટલે જુલીએ તેના હાર્ટ પર ગોળી મારી અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું .

"એ શું કર્યું તે ..."સોફિયા બોલી ઉઠી .

"ટેન્શન લેવાની જરૂર નથી .આ માણસ મર્યો જ નથી ."જુલી બોલી .

"અરે એના શ્વાસ નથી ચાલતા અને તુ કે છે કે એ મર્યો જ નથી ."જ્યૂકે બોલ્યો .

"ગાઇઝ લોજિક લગાવો .આપણે ટાઈમ ટ્રાવેલ કરીને બધું અટકાવશું તો આપણે અહીંયા કોઈ દિવસ હોત જ નહી ."જુલી બોલી .

"શુ બોલે છે તુ 😶"માર્ક ને કઈ ખબર જ નહોતી પડી રહી .

"અરે ધ્યાનથી સંભાળ જો આપણે આ વિનાશ અટકાવી દઈએ તો આપણે કોઈ દિવસ અહીંયા આવ્યા જ ના હોત ."જુલી બોલી .

"મતલબ કે આપણે ટાઈમ ટ્રાવેલ જ નહી કર્યું હોય .અને આપણે શાંતિથી માર્સ પરથી આવ્યા હોત ."જ્યુકને હવે સમજાયું .

"એટલે જો બધું સરખું જ હોય તો આપણે ટાઈમ ટ્રાવેલ જ ના કરવું પડ્યું હોત ."માર્ક બોલ્યો .

"પણ આ કોડ થી શું થશે એ મને ખબર જ નથી. કેમ કે મારો સબજેક્ટ તો ટાઈમ ટ્રાવેલ નહોતો .તો જુલી કહે ."સોફિયા બોલી .

"હા કહે પણ પહેલા આપણે અહીંથી બહાર જઇયે ."જ્યૂકે બોલ્યો .

"હા ."માર્ક બોલ્યો અને બધા જલ્દી બહાર નીકળી ગયા .

"જુઓ હું તમને આ કાગળથી સમજાવું "જુલી બોલી .અને તેણે કાગળને વાળ્યું .

"માની લો કે આ કાગળ પૃથ્વી છે ."જુલિએ કાગળ બતાવતા કહ્યું .


" ટાઈમ ટ્રાવેલ કરવાનાં બે રસ્તા છે એક છે અર્ધવર્તુળમાં
અહીંથી ત્યા જવું .અને એક છે કાગળમાં હોલ છે ત્યાંથી જવું .તો જ્યાં હોલ છે એ જગ્યાના આ કોડ છે ."જુલી બોલી .

"ઓકે તો જે જગ્યાએ ભૂતકાળમાં જવાનો કોડ છે ત્યાંથી જવાનુ છે ."જ્યૂકે પૂછ્યું .

"હા ."જુલી બોલી .

"તો ચાલો ."માર્ક ઉભો થતા બોલ્યો .

"ના હજુ તો આપણે એ શોધવું પડશે કે કયા સમયે આ ઘટના બની જેથી આપણે તેનાથી દસ દિવસ પહેલાના સમયે ત્યા પહોંચી શકીયે ."જુલી બોલી .

"પણ એ શોધીશું કાંઈ રીતે ?🙄"સોફિયા બોલી .

"માર્ક તુ અને જ્યૂક ડેરિક ની તલાશી લો કદાચ કંઈક મળી જાય અને મને તો એમ લાગે છે કે એનાથી કાંઈ ભૂલ થઈ ગઇ હશે એટલે જ એ ટાઈમ કોડ લઈને જતો હતો ."જુલી બોલી .

માર્ક અને જ્યૂક ફરી પાછળ ડેરિક પાસે ગયા .ડેરિક લોહીના ખાબોચિયા માં પડ્યો હતો .થોડું દૂર એક મોટુ કપડું પડ્યું હતું .માર્ક તે લઈને આવ્યો અને તે કપડું વીંટી તેણે ડેરિક ની તલાશી લીધી જેથી એના કપડાં ખરાબ ના થાય .

થોડી વાર પછી માર્કને ડેરિક ના ખીચામાંથી એક ડાયરી અને એક કાગળ મળ્યો .એ લઈને તેઓ જલ્દી બહાર આવી ગયા અને કાગળ અને ડાયરી જુલી ને આપ્યા .

"આ કાગળમાં લખ્યું છે એ વાચ !"માર્ક બોલ્યો .

"મને લાગી રહ્યું છે કે મારે ટાઈમ ટ્રાવેલ કરીને તબાહી થોડી મોડી કરવી પડશે .આજે મે એ લોકોને મંગલ પરથી આવતા જોયા .એ લોકો પહેલા ટાઈમ ટ્રાવેલ કરશે તો મારું નુકસાન થશે ."જુલી બોલી .

"એટલે ડેરીકે આપણને જોઇ લીધા હતા ."જ્યૂક બોલ્યો .

"તો આપણે કઈ તારીખે જવાનુ છે ?🤔"સોફિયા એ પૂછ્યું .

"ડાયરી માં આ ઘટના 1 જાન્યુઆરી 2120 ના રોજ થઈ છે અને આજે છે તારીખ 22 જાન્યુઆરી તો આપણે .."જુલી બોલી .

"તો આપણે 20 ડિસેમ્બર 2119 માં જવાનુ છે ."માર્ક બોલ્યો .

"હા .તો પહેલા તો આપણે બધી તૈયારી કરી લઈએ .સોફિયા તુ સ્પેશિપનો આકાર બદલ અને બધું ચેક કરીને તેને ટાઈમ મશીન નો આકાર આપ .માર્ક તુ અને જ્યૂક આપણને જરૂરી એવો બધો સામાન ઓફિસ માંથી અને બીજે ક્યાંકથી લઈને આવો ."જુલીએ આદેશ ના અવાજે કહ્યું .

"હા ."બધા બોલ્યા .

"અને હા જેટલાં બને એટલા પૈસા લાવજો અને થોડી કામની વસ્તુ ઓ પણ એટલે હું મેપ બનાવું ."જુલી બોલી .

સ્પેશિપને ટાઈમ મશીનનો આકાર આપવામાં સોફિયા ને 2-3 દિવસ જેટલો સમય લાગવાનો હતો .તેથી બીજા બધા લોકોએ પણ સોફિયા ની મદદ કરી ને આખરે બીજા દિવસે તે તૈયાર થઈ ગયું .

તે એક ટાઈમ મશીન ના ફીચર ધરાવતું હતું .ફક્ત સ્પેશિપમાં થોડા ઘણા ફેરફાર કરીને તેને ટાઈમટ્રાવેલ માટે તૈયાર કરવામાં આવ્યું હતું .

"આપણને જતા બહુ વાર નહી લાગે બસ ચાર કલાક .અત્યારે રાતના 9 વાગ્યાં છે આપણે દસ વાગ્યે નીકળી જશુ જેથી 2 વાગ્યે પહોંચી શકીએ અને આપણને કોઈ જોઇ ના લે ." જ્યૂક બોલ્યો .

"ઓકે તો હું મેપ ને ટાઈમ મશીન માં સેટ કરી દઉં ."જુલી બોલી .

એક કલાક પછી ........

"ચાલો આપણે આ દુનિયાને બચાવવાં માટે ની સફરની શરૂઆત કરીએ ." માર્ક બોલ્યો .

"ઓકે .લેટ્સ ગો ."સોફિયા બોલી .

બધા ટાઈમ મશીન માં ગયા.

"હજુ 10 જ વાગ્યાં છે તો આપણે ચારેય વારાફરતી ઊંઘી લેશુ જેથી ત્યા જઈને કામ થઈ શકે ..પહેલા માર્ક તુ અને સોફિયા સુઈ જાઓ એટલે હું ને જુલી ટાઈમ મશીન ચલાવીએ ."જ્યૂક બોલ્યો.

સોફિયા અને માર્ક થોડી વાર માટે સુઈ ગયા .પછી જુલી અને જ્યૂક પણ થોડી વાર સુતા .

આશરે દોઢ વાગ્યે બધા લોકો કંટ્રોલ રૂમ માં હતા .

"પહેલા તો આપણે કોઈ ઘર શોધવું પડશે જ્યાં રહીને આપણે કામ કરીને શકીયે અને કોઈ આપણને જોઇ ના શકે એવી જગ્યાએ ."જુલી બોલી .

"તો મારાં ઘરે જ જઈશું ને ."માર્ક બોલ્યો .

"ના કોઈના ઘરે નહી આપણે બહાર પણ નીકળવું પડશે એટલે કોઈ એવી જગ્યાએ જવું પડશે જ્યાં કોઈની નજર ના હોય ."જ્યૂકે બોલ્યો .

"મારાં મતે આપણે કોઈ એક માણસ ને વિશ્વાસ માં લેવો જોઈએ જે આપણી વાત સમજી શકે અને આપણને મદદ કરીને શકે ."સોફિયા એ એક ઉપાય આપ્યો .

"આઈ થિન્ક કે સોફિયા ની વાત સાચી છે .તે માણસ આપણને બધી રીતે મદદ પણ કરશે .પણ કોણ ?👱‍"માર્ક બોલ્યો.

"વિલીયમ સર ...." જ્યૂકે નામ દર્શાવ્યું .

"હમ્મ ....મને લાગે છે કે સર આપણી વાત માનશે જ .સર નાસાની બધી જ કોન્ફરન્સ માં જાય છે .અને સર આપણને પણ સારી રીતે ઓળખ🤷‍"જુલી બોલી .

"અને વિલીયમસર આપણને નાસા ની બધી જ ઇન્ફોરમેશન આપશે ."માર્ક બોલ્યો .

ચારેય વચ્ચે હવે ચૂપકિદી છવાઈ ગઇ .હવે બસ પાચ જ મિનિટ પછી એ પોઇન્ટ આવવાનો હતો જ્યાં હોલ હતો .
પાચ મિનિટ પછી ટાઈમ મશીન માં અવાજ આવ્યો અને તે નીચે આવ્યું .

"ઓહ માય ગોડ !આપણે આવી ચુક્યા છીએ ."સોફિયા બોલી .

"હા પણ પહેલા આપણે ટાઈમ મશીન ક્યાંક છુપાવવા માટે જગ્યા જોઈશે ."માર્ક બોલ્યો .

"બધી જરૂરી વસ્તુ લઈ લો અને હા કોઈ ખાસ સમાન ના રહી જાય .બધા માસ્ક અને કેપ પહેરી લેજો જેથી આપણે ઓળખાઈ ન શકીયે ." જુલીએ આદેશ આપ્યો.

ટાઈમ મશીન ને ખાડો ખોદી અંદર દાટવામાં આવ્યું .બધા લોકો એ કેબ ની રાહ જોઇ .થોડી વાર પછી એક ફ્લાયિંગ કેબ તેના સ્ટેશન પર આવી .બધા તેમાં બેઠા અને કેબ ઉડી .
તે એક રોબોટ કેબ હતી .

"વી વોન્ટ ગો ટુ નાસા ...."જુલી બોલી અને તેણે એક કાર્ડ સ્વાઇપ કરીને 18 ડોલર ચૂકવ્યા .

જ્યૂકે વિલીયમસર ને ફોન લગાવ્યો .

* * *

એક સુંદર કેબિનમાં લાંબા અને ધોળા વાળ ,લાંબી દાઢી, આંખો પર ચશ્માં અને બ્લેક શૂટ પહેરીને એક 60 વરસનો માણસ કે કહો ને વૃદ્વ બેઠો છે .
ટેબલ પર થોડા તાજા ફૂલો ભરેલી એક ફૂલદાની પડી છે .ફૂલોની મહેક આખા કેબીન માં આવે છે .ટેબલ પર એક લેન્ડલાઈન ફોન પડ્યો છે .જે વાગે છે અને વિલીયમ ઉઠાવે છે .

"હેલો ...વુઝ ધીસ ઓન લાઈન ."વિલીયમ બોલ્યો .

"હેલો સર હું ઓમી વાત કરૂ છું ." જ્યૂકે નામ બદલતા વાત કરી.

"યસ...તો શુ કામ હતું ."વિલીયમે પૂછ્યું .

"જી આપની અપોઇમેન્ટ લેવી હતી ."જ્યૂકે એ જ અવાજે કહ્યું .

"તો મારી સેક્રેટરી ને ફોન કરો મને નહી ."વિલીયમ થોડો ગુસ્સા માં આવી ગયો .

"જો ખાસ કામ હોય તો .🙂"જ્યૂક વિલીયમનો સ્વભાવ જાણતો હતો તે અવાજ પારખી ને જ સમજી જતા હતા .

"તો કાલે સવારે 9 વાગ્યે .હું અત્યારે ઘરે છું ."વિલીયમ બોલ્યો .

"માફ કરશો સર પણ હું તમારા ભૂલવાના સ્વભાવથી વાકિફ છું તો આવુ ."જ્યૂક પણ કઈ કમ ના હતો .

"🤔મતલબ કે આ કોઈ મારાં નજીકનું જ છે જે મને જાણે છે ."વિલીયમે મનોમન વિચાર્યું .

"ઓકે આવી જાવ ."વિલીયમ બોલ્યો .

******************

"સર માની ગયા ." સોફિયાએ પૂછ્યું .

"હા ..."જ્યૂકે જવાબ આપ્યો .પછી જ્યાં સુધી ઓફિસ આવી ત્યા સુધી કોઈ કઈ જ ના બોલ્યું .

"ચાલો ."જુલી બોલી .

અને બધા નાસા ની ઓફિસમાં ગયા .પાંચમા માળે પહોંચ્યા બાદ ચારેય એક આઈ કાર્ડ બતાવી વિલીયમના કેબિનમાં હતા .

"કોણ છો તમે ?"વિલીયમ બધાને અચાનક જોઇ ડઘાઈ ગયો .

"સર અમે છીએ ."બધાએ માસ્ક અને કેપ ઉતારતા કહ્યું .

"તમે ...???!!!!!😯😯" બધા મંગલ ગ્રહ પર હોવાને બદલે અહીં હોવાથી વિલીયમ આશ્ચર્ય પામ્યો .

"સસ ...સર અમે તમને બધું જ સમજાવીશું પણ પહેલા શાંતિ .માર્ક જલ્દી દરવાજો બંધ કર ." જુલી શાંતિથી બોલી .

"તમે લોકો તો માર્સ પર હોવા જોઈએ ને ."વિલીયમ બોલ્યો .

વિલીયમનું આશ્ચર્ય વાજબી હતું .પણ અત્યારે તો વિલીયમને વિશ્વાસ માં લેવા જરૂરી હતું .

"સર હું તમને બધું સમજાવું છું ."જ્યૂકે કહ્યું અને તેણે પહેલેથી અત્યાર સુધી ની બધી વાત વિલીયમને કહી .

એ સાંભળી વિલીયમ આશ્ચર્ય પામ્યા .

"એટલે તમે ટાઈમ ટ્રાવેલ કરીને આવ્યા છો .અને દસ દિવસ પછી બધું નાસ પામશે ."વિલીયમના મનમાં હવે આખું ચિત્ર સ્પષ્ટ થવાનું લાગ્યું હતું .

"યસ સર અમે પૃથ્વી નું makeover કરવા આવ્યા છીએ અને સર અમને એમ લાગ્યું કે તમે જ અમારી મદદ કરી શકશો એટલે જ અમે તમારી પાસે આવ્યા ."જુલી બોલી .

"હું તમને બધી જ મદદ કરવા તૈયાર છું .મારા બંગલામાં હું તમને રહેવાની જગ્યા કરીને આપું છું.જેથી આપણે બધી
પ્લેનિંગ કરી શકીયે ."વિલીયમ બોલ્યો .

"ઓકે પણ સર તમે ડેરિક પર ખાસ નજર રાખજો ."જ્યૂક બોલ્યો.

"ઓકે હું ધ્યાન રાખીશ ."વિલીયમ બોલ્યો .

બધા લોકો વિલીયમના ઘરે ગયા અને થાકી ગયા હોવાથી સુઈ ગયા .

બીજા દિવસે ..........

જુલી જાગી ને તેને કંઈક યાદ આવતા તેણે જ્યૂકનું બેગ જોયું .તેમાંથી તેને એક ડાયરી મળી જે ડેરિક ની હતી અને તેમણે વાચી નહોતી .

"કદાચ બધો જ રાજ આમાં હશે ."જુલીએ મનોમન વિચાર્યું અને તેણે ડાયરીનું શીર્ષક વાચ્યું : વિનાશ

"કોનો વિનાશ ?🙂" વિલીયમ કોફી લઈને આવ્યા .

"ઓહ સર એ તો આ ડાયરી અમને ડેરિક પાસેથી મળી હતી ."જુલી બોલી .

ડાયરી જોઈને જ વિલીયમના મનમાં ચમકારો થયો .

"આ ડાયરી તો એવી જ છે જેમાં ડિરેક્ટર ગ્રુપ પોતાની વાતો લખે છે ...."વિલીયમ બોલ્યો .

"ગ્રુપ તો તમે પણ ..." જુલી એ ખાતરી કરતા પૂછ્યું .

"હા પણ હું કઈ લખતો નથી ."વિલીયમેં કહ્યું .

"સર તો એ ડાયરી જ મહત્વ ની છે તમે એ લાવી શકશો ?"જુલીએ પૂછ્યું .

"હું મારાંથી બનતા પ્રયત્ન કરીશ .દુનિયા બચાવવી છે તો એ લાવવી તો પડશે જ ને ."વિલીયમ બોલ્યો .

"થૅન્ક યુ સર તમારા વગર આ કઈ રીતે થાત !!"જુલી બોલી .

"મારાં વગર નહી .તમારા વગર ."વિલીયમ બોલ્યો .

"ઓહ શુ વાત ચાલે છે કામ નથી કરવું કે જુલી ."માર્ક અને જ્યૂક બોલ્યા .

"આજે રજા ..."સોફિયા એ મજાક કરતા બોલી .

"ના ના રજા તો નથી ."જુલી બોલી .

વિલીયમ ઓફિસ જવા નીકળી ગયો .બધા તૈયાર થઈ ગયા પછી વિલીયમેં બંગલામાં ઓફિસ બનાવી હતી ત્યા ગયા .

********************

"ઓહ વિલીયમ મને ભૂલી ગયો ."વિલીયમ પોતાના કેબિનમાં જતો જ હતો ત્યા ડેરિક બોલ્યો .

"ના ના ."વિલીયમ સ્વસ્થ થઈને બોલ્યો .

"આજે મિટિંગ છે યાદ છે ને ."ડેરિક બોલ્યો .

વિલીયમ જલ્દી કેબીન માં ગયો. તેને ગમે એમ કરીને ડાયરી લઈને આવવાની હતી .તેથી જયારે રાત્રે બધા ઘરે ગયા ત્યારે તે મિટિંગ રૂમમાં પહોંચ્યો .ડાયરી ત્યાના કબાટ માં હતી .તે કબાટ ખોલવા જતો જ હતો ત્યા કોઈના પગલાં નો અવાજ સાંભળ્યો .

વિલીયમે થોડી વાર રાહ જોઇ પણ કોઈ ના આવતા તેણે કબાટ ખોલ્યો .તેણે બધા ખાના બરાબર ચેક કર્યા પણ ડાયરી ના મળતા તે પરેશાન થઈ ગયો .

થોડી વાર એમ જ આંટા માર્યા પછી વિલીયમને કંઈક યાદ આવ્યું અને તેણે કબાટ ફરી ખોલ્યો .નીચે નમી તેણે એક બટન દબાવ્યું અને એ સાથે જ કબાટ માંથી એક ખુફિયા ખાનું બહાર આવ્યું .અને તેમાં જ ડાયરી હતી .

વિલીયમના મોઢા પર એક સ્મિત આવ્યું અને તે જલ્દીથી ઘર જવા નીકળ્યો .