સાપસીડી 10
સ્મિતાબેન રોશની સાથે ડ્રોઈંગ રૂમમાં આવી બહુ પ્રેમથી બોલ્યા .સાહેબ , પાઉભlજી તૈયાર ટેબલ પર રાહ જોઈ રહી છે ...તમે ને પ્રતીક ડાઈનિંગ ટેબલ પર હવે ગપ્પા મારો ત્યાં જ તમારી બિઝનેસ ને પોલિટિક્સની ટોક કરો તો સારું છે. જુઓ નવ વાગવા આવ્યા છે... જમવાનો સમય છે….પછી 11 વાગ્યા સુધી તમારી સિક્રેટ ટોક ચલાવજો ભલે…સ્મિતાબેને ટકોર કરી.
ઓહ નવ વાગી ગયા...વાતો માં ખબર જ ન રહી….બનેએ પોતપોતાની વોચ ચેક કરી …
ચાલ પ્રતીક પાઉં ભાજીને ન્યાય આપીએ..
નામ સાંભળી ને જ ભૂખ લાગી ગઈ. બોલતા બોલતા પંડ્યા સાહેબ વોશબેસીનમાં હાથ ધોવા ઉઠ્યા.
પ્રતીક થી બોલ્યા વગર ન રહેવાયું ..ચl નાસ્તો તો પતી ગયો છે. સા હેબ તમારો બહુ સમય લીધો .હવે ઉપડું ..
......અરે એમ થોડું જવાય છે...કેટલા દિવસે આવ્યો છે .. નામ લીધું છે જમવાનું તો એમ ન જવાય ...ચાલ શરમ છોડ...આ તારું ઘર જ છે… સાહેબ અને બેન બનેએ એને આગ્રહથી ટેબલ પર બોલાવ્યો.
બંનેના આગ્રહ આગળ પ્રતિક નું કાઈ ન ચાલ્યું. આખરે અસલ વાતો નો દોર તો થોડા સમય પહેલા જ જામ્યો હતો. જો કે તે 7 વાગ્યા પહેલા આવી ચુક્યો હતો.
સ્મિતાબેન સિવિલમાં વર્ગ1 ના અધીકlરી હતા .સાહેબના અર્ધાંગિની હતા અને ઘરમાં પણ સોહન પંડ્યાને ક્યારેક નામથી તો કોઈ હોય ત્યારે ખાસ સાહેબ કરીને જ સંબોધન કરતા હતા. તો સોહન જી પણ મેડમ કે સ્મિત કરીને જ બેનને બોલાવતા .બને એક બીજા નો પૂરો આદર કરતા. લગ્ન સંબંધોમાં પતિ પત્ની જો એક બીજાનો આદર કરે અને સન્માન પરસપર ને આપે તો પ્રેમ અને સ્નેહ વધે જ છે.
પ્રતીકને સમાજસેવા અને રાજકારણનો રંગ લાગી ચુક્યો હતો. તો બિઝનેસને પેસા જ જિંદગી છે એ પણ સમજાયું હતું.
પ્રતિક અને પંડ્યાસાહેબ ડાઈનિંગ ટેબલ પર ગરમાગરમ પાઉભlજી ની સાથે સાથે તેમની વાતો નો દોર આગળ ચલાવ્યો .સ્મિતાબેન બંનેને પીરસી બધી ગરમl ગરમ વlનગીઓ ટેબલ પર મૂકી રોશની સાથે તેમની ટીવી સિરિયલ શરૂ થઈ ગઈ હતી એટલે પોતાની ડીશો લઈ ને ટીવી સlમે જઈને બેઠા. સ્મિતાબેને રસોઈયા ગણપત ને બાકીની ડ્યુટી સોંપી .
પંડ્યા સાહેબ પાસે નાણાં ને ઉદ્યોગખાતાઓ જેવા ચાર પાંચ મહત્વના વિભાગો હતા. જો તેઓ નાણાં વિભાગમાં અધિક સચિવ હતા તો ઉદ્યોગ વિભાગના નિગમમાં એમડી કમ ચેરમેનની પોસ્ટ પણ હતી. સાથે બીજા બે ત્રણ નિગમોમાં બોર્ડમાં ડિરેકટર પણ હતા. આમ પણ નાણાં વિભાગના અધિકારીઓ બે ત્રણ બીજા ચાર્જ પણ એક સાથે રાખતા હતા જેમાં ખાસ કોઈ ને કોઈ નિગમો રહેતા હતા.
સરકારમાં પેસlની આજકાલ રેલ્લમ છેલ છે. બજેટ માં અને ગ્રાન્ટમાં પણ એટલા પેસl મળે છે કે ખર્ચતા અધિકlરીઓ ને સ્ટાફ હાંફી જl ય છે. માર્ચ આખરે મંlડ મંlડ ગ્રાન્ટ વપર્રાય છે અથવા ઘણી વધે છે.
મોટા સાહેબ જ્યારથી વડા સ્થાને બેઠl ત્યારથી રાજયનો વિકાસ રોકેટ ગતિએ કરવા તનતોડ મહેનત તો કરતાં જ હતા સાથે અધિકારીઓ પાસે પણ એટલું જ કામ કરાવતા હતા. નાણાંની પણ ખૂબ છૂટ
વિકાસ કામો કરવા મળતી હતી. કેટલાક મોટા ને વિશ્વાસુ અધિકારીઓ લગભગ બે ત્રણ ખાતાં ના હવાલા
સંભાળતા હતા.
પહેલાં જ્યાં ઉદઘાટન કે એવl કોઈ સરકારી ફકશનો કે જયાં મંત્રી શ્રી ઓ કે મુખ્યમંત્રી આવવાના હોય ત્યાં 2 ,5 કે વધુમાં 10 લાખ વપરાય અને એટલું જ બજેટ ફlળવાય ત્યાં હવે 2થી 5 કરોડના બજેટ અને ખર્ચ થઈ ગયા હતા..મોભો અને સ્ટેટ્સ વધારવા પ્રજાના ટેક્ષના નાના જંગી ખરચlવા લાગ્યા .કેટલાક અધિકારીઓને વlધાજનક લાગ્યું તો નેગેટિવ માં ખપતા હતા અને સાઈડમાં ફેકાતા હતા. બીજા પોઝીટીવ અધિકારીઓ આગળ આવવા લાગ્યા તેમનો ચાન્સ લાગ્યો. સાહેબ ને પ્રેક્ટિકલ અને પોઝીટીવ લોકો વિશેષ પસંદ હતા.
બસ પછી તો પૂછવું જ શુ….. અધિકારીઓ અને વેપારીઓ ને તો ગ્રીન સિગ્નલ જ જોઈએ. નવા નવા પ્રોજેક્ટો અને વિકાસના પ્રયોગો થવા લાગ્યા . પ્રેઝન્ટેશન માટે અધિકારીઓ અને પાર્ટીઓની લાઈનો લાગવા માંડી...
પેસા કોને ન ગમે …
પેસl બધlને જોઈએ છે. આજકાલ સરકારમાં પેસlની જાણે નદીઓ વહી રહી છે .. તાકાત હોય તો લઇ લો...
.અધિકારીઓને પણ અને રાજકારણીઓ ને પણ….વેપારીઓના તો ધંધાજ સરકાર ને બેકો પર ચાલે છે.. મહદઅંશે...પ્રતિકના સ્વપ્નમાં પણ પેસોતો હતો જ સાથે સાથે સ્વામી વિવેકાનંદ પણ હતા.એના રોલ મોડલ જ વિવેકાનન્દ હતા પણ ટાટા ને અંબાણી પણ હતા જ….
પંડ્યા સાહેબને જે જાણવું હતું તે જાણી લીધું તો જેની જાણ કરવી હતી તે પણ લગભગ કરી લીધી.
પ્રતીક સરકારમાં સારા હોદા પર બેસી શકે છે પછી તે મંત્રીનો હોય કે કોર્પોરેશનમાં હોય એટલું તો તેઓ માનતા જ હતા .
યુવાનોને રાજકારણમાં આગળ કરવાની વાતો તો લગભગ બધી જ પlર્ટીઓમાં ચાલે છે .પણ અમલ બહુ ઓછા થlય છે અને જે થlય છે તે પણ વંશ વlરસ કે સગા પુરતો જ મર્યાદિત હોય છે. સેક્યુલર પાર્ટી હોય કે ઇન્ડિયા પાર્ટી કે સ્વરાજ પાર્ટી કે હિન્દ પાર્ટી લગભગ બધેજ આજ વાર્તા હોય છે.
રાતના 11 થઈ ગયા હતા ઉઠું ઉઠું કરતા અને બહાર નીકળતા પણ છેલ્લા સમાચાર ની આપલે કરાઈ .ત્યાંથી સીધો પ્રતીક સીએમ હાઉસ પહોંચી ગયો બેઠક ચાલી રહી હતી નામો ફાઇનલ કરવાની. છેલ્લી ઘડીની ચર્ચા કોને કાપવા અને કોનો પતંગ ચડાવવો ની ચાલતી હતી. વિદુરભાઈનો ફોન આવ્યો એટલે પ્રતીકને જવું પડ્યું. આમ તો ફોન પર જ પતી જય એમ હતું પણ પ્રતીક ગાંધીનગર જ હતો એટલે ફોન કરીને બોલા વી લીધો.
પ્રતિકની નરોડા થી કોર્પોરેશનમાં જવાની ને ચુંટણી લડવાની ઈચ્છા જાણવાની હતી. વિદુરભાઈ જાણતા હતા કે પ્રતીક વિધાન સભામાં જવા માંગે છે .પણ આ તો રાજકારણ છે અને ચૂંટણી એમાં બધું સહજ ને શક્ય છે.
પ્રતિકનો સ્પષ્ટ જવાબ હતો કે આવતા વર્ષે આવતી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાના હો તો એકાદ વર્ષ મ્યુનિ નો અનુભવ લેવામાં વાંધો નથી. વિદુરભાઈ એ કમિટી સમક્ષ આ બાબત મુકશે એમ કહી દસ મિનિટમાં વાત પતાવી .
પlર્ટીમાં તો આદેશ થાય તો ક્યાં પણ જવું પડે અને કોઈ પણ ચૂંટણી કોઈ પણ સમયે લડવી પડે . કાર્યકરો કે નેતાઓને શરતો મુકવાનો અધિકાર નથી. બહુ બહુ તો ઈચ્છા દર્શાવી શકે. પણ આખરે તો આદેશ ને જ મlન આપવામાં આવે નહિ તો સાઈડમાં કરી દેવામાં આવે. રાજકારણમાં દેશ માં બધી જ પાર્ટીઓમાં આવી સ્થિતિ છે. જોકે ઇન્ડિયા પાર્ટી સિધ્ધાંત અને સિસ્ટમને વરેલી હતી.
એ પણ હકીકત હતી કે પ્રતીક ને મોટા સાહેબ સાથે મનમેળ નહોતો બેસતો પણ સંગઠન માં ઘણા મોટા માથાઓની તે નજદીક હતો. મહેનત કરવામાં તે પાછો પડતો નહોતો. અને સંગઠન વડા ઓની એ ખૂબી હતી કે સાહેબના અળખlમણl ઓને તરત વિશ્વાસમાં લઈ લેતા હતા.
હાલમાં પ્રતિક યુવા સંગઠન માં જોઇન્ટ સેક્રેટરી હતો
તો આઈ ટી સેલમાં પણ હાલ માં જ તેની નિમણૂક થઈ હતી. .આજકાલ આઈ ટી સેલ બહુ બીઝી રહેતું હતું..બધું જ ઓન લાઇન ચાલતું હતું...જોકે આ માટે નિયમિત સ્ટાફ હતો .
યુવા સંગઠનમાંથી જ મોટા ભાગના ને આ નગરપાલિકાઓને મ્યુનિસિપાલિટીની ટિકિટો મળવાની હતી .એટલે સારી એવી ઉત્તેજના પ્રતિક ના મિત્રોમાં હતી. ઘણા બધાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પાર્ટીમાં અને રાહ જોઈ રહ્યા હતા જાહેરાત ની..