જીવન નો સંગાથ પ્રેમ ભાગ-16
જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાને મળવાની વાત કરી રહ્યા હતા…અને રક્ષાબંધન આવી જાય છે…ને સંજના ને ચિંતા થવા લાગી હોય છે કે આપણે મળીશું કે નહીં…રાહુલ એને સમજાવે છે કે ચિંતા નઈ કર બધું સારું થઈ જશે..ને રક્ષાબંધન ની તું મજા લે..એમ કહીને ચિંતા ના કરવા કે છે..હવે આગળ…
રક્ષાબંધન આવી જાય છે અને સંજના પોતાના ભાઈ સાથે ખૂબ સારી રીતે રક્ષાબંધન ઉજવે છે…ખૂબ મજા કરે છે..ફોટા પાડે છે.. ને પછી રાહુલ સાથે વાત કરે છે કે રાહુલ હવે આપણે મળવાનું કેવું કરીશું.. તો રાહુલ અચાનક કહે છે કે હું કાલે આવું છું.. ને સંજના અચાનક શોક થઈ જાય છે..કે તું કાલે આવે છે તો મને જલ્દી કીધું કેમ નહીં હવે હું કેવી રીતે ઘર માં કહીશ?સંજના ચિંતા માં આવી જાય છે…પણ પછી કહે છે કે સારું હું કઈ પણ બહાનું બનાવીને તને મળવા આવીશ…ને ખુશ પણ બહુ થઈ જાય છે આખરે એનો પ્રેમ એને પહેલી વાર મળવા જો આવાનો હતો..એ બહુ જ ખુશ હતી…ઘણું બધું એના મન માં થઈ રહ્યું હતું…થોડું મન ઘભરાઈ રહ્યું હતું..થોડાં દિલ માં
ધબકારા વધી રહ્યા હતા..એને થઈ રહ્યું હતું કે શું થશે કાલે શું નહીં?સંજના એ હવે એનાં ઘરનાં લોકોની પરવાનગી લેવાની હતી બહાર જવાં માટે..પણ કેવી રીતે?એ વિચારતી હતી એટલાં માં એને એક વિચાર આવે છે.. ને એ એનાં મમ્મી ને કહે છે કે..મમ્મી કાલે મારે મારાં friends સાથે ફરવા માટે જાઉં છું.. જે સરકારી કૉલેજ ની સામે ગાર્ડન છે..ત્યાં તો સંજના નાં મમ્મી કહે છે કે સારું જઈ આવજે…આ સાંભળીને સંજના બહું ખૂબ થઈ જાય છે…ને રાતે રાહુલ ને કહે છે કે મમ્મી એ આવા માટે હા પાડી દીધી છે..આ સાંભળીને રાહુલ બહુ ખુશ થઈ જાય છે…અને કહે છે કે સારું તો હું ક્યાં આવું તને લેવાં માટે?ક્યાં ઉભો રહું?
સંજના વિચાર કરે છે કે હવે હું તને ક્યાં આવા માટે કહું?પછી સંજના અચાનક કહે છે કે તું બસ સ્ટેન્ડ પર આવીને ઉભો રેજે..હું ત્યાં જ આવીશ…રાહુલ કહે છે..કે સારું..હું ત્યાં આવીને ઉભો રહીશ…બંને એક બીજા સાથે વાત કરતાં હોય છે ને.. રાહુલ કહે છે સંજના ને કે બેબી..તું મને મળીશ ત્યારે હું તારો હાથ તો પકડી શકું છું ને …ને સંજના શરમાઈ જાય છે કેમ કે અત્યાર સુધીમાં એવી રીતે કોઈએ એનો હાથ પકડવાની વાત કરી નહોતી..કે ના એનાં મન માં આવી ફીલિંગ ક્યારેય આવી હોય છે...સંજના કહે છે રાહુલ ને કે તારે મારો હાથ પકડવા માટે મારી પરવાનગી લેવાની કોઈ જરૂર નથી..ને પછી રાહુલ પૂછે છે કે હું તારી નજીક બેસી શકું છું કે નહીં ?તારો હાથ પકડીને… સંજના ફરીથી શરમાઈ જાય છે ને કહે છે કે બસ રાહુલ હવે આવી બધી વાતો ના કર નહીં તો સવાર પાડવી અઘરી પડી જશે…રાહુલ કહે છે કે કેમ શું થાય છે?સંજના કહે છે કે બસ તારી યાદ આવે છે…એટલે અઘરું પડી જાય છે.. ને તું પાસે નથી હોતો તો મને અઘરું પડી જશે…રાહુલ કહે છે કે સારું નહીં કહું..પણ હવે તો કહે કે તારો હાથ પકડીને બેસું કે નહીં..સંજના કહે છે કે હા તું મારો હાથ પકડી શકે છે…રાત બહું થઈ ગઈ હોય છે.. રાહુલ કહે છે કે હવે સુઈ જા..કાલે મારે પણ જલ્દી ઉઠીને આવાનું છે..ને તારે પણ તો ઉઠવાનું છે..જલ્દી..સંજના કહે છે કે હા હું સુઇ જાઉં છું.. એમ કરીને બંને એકબીજાને good night કહીને સુઈ જાય છે..
પણ બંને નાં મન માં કાંઈ ચાલી રહ્યું હતું…બંને ને ઊંઘ આવી રહી ના હતી..કેમ કે બંને નાં મન માં ઉત્સાહ હતો એક બીજાને મળવાનો કે મળીશું તો શું થશે શું વાત કરીશું એક બીજાને કેવી રીતે face કરીશું બધું જ મન માં ચાલી રહ્યું હતું.હજારો સવાલો હતાં જેનાં જવાબ બંને પાસે ના હતાં.. આજની રાત બંને માટે કાઢવી બહુ જ અઘરી હતી.. કેમ કે બીજા દિવસ થી બંને ની નવી જિંદગી ની શરૂઆત થવાની હતી…વિચાર કરતાં કરતાં બંને સુઈ ગયા..
આખરે એ સવાર આવી જ ગઈ જેની રાહ સંજના ને રાહુલ બંને જોઈ રહ્યાં હતા…રાહુલ તો ઉઠીને તૈયાર થઈને નીકળી ગયો હતો.. અને આ બાજું સંજના ઉઠીને અને એનાં મોઢા પર આજે કંઈ અલગ જ તેજ હતું..એને યાદ આવ્યું કે આજે એ finally એને મળવા જઈ રહી છે.. જેને એ પ્રેમ કરે છે અને જે એને પ્રેમ કરે છે ….સંજના ઉઠીને તૈયાર થઈ ત્યાં સુધી એને રાહુલ નો phone આવી જાય છે.. અને પછી સંજના કહે છે કે હા હું જવા માટે નીકળું જ છું..તું પહોંચી ગયો?રાહુલ કહે છે કે હા હું બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો છું…સંજના કહે છે કે સારું હું નીકળું છું..બસ સ્ટેન્ડ સંજના નાં ઘર થી 10 minute જ દૂર હોય છે એટલે સંજના ફટાફટ એનાં મમ્મી-પપ્પા ને કહીને નીકળી જાય છે…સંજના જેમ જેમ આગળ જતી જાય છે.. એમ એમ એનાં ધબકારા વધતાં જાય છે…અને એટલાં માં એની સ્કૂલ ની દોસ્ત નો ફોન આવે છે.. જેને સંજના અને રાહુલ વિશે બધી ખબર હોય છે.. સંજના ફોન ઉઠાવે છે ને વાત કરે છે.. એની બહેનપણી કહે છે કે સંજના તું તૈયાર થઈ ગઈ??સંજના કહે છે હા હું તૈયાર થઈ ગઈ બસ હવે પહોંચવાની તૈયારી છે..સેજલ કહે છે કે આજે તો તને બહું અલગ લાગતું હશે…સંજના કહે છે કે હા બહુ જ અજીબ લાગે છે…હૃદય નાં ધબકારા વધી ગયાં છે…સેજલ કહે છે કે એ તો બધું એવું જ થાય…જા અને enjoy કરજે…એટલાં માં સંજના ને રાહુલ દેખાય છે અને એ દૂર થી હાથ ઊંચો કરે છે…ને સંજના પણ હાથ કરે છે…એટલે એ બસ સ્ટેન્ડ પાસે પહોંચી જાય છે ને પછી રાહુલ એને hand shake કરે છે…અને સંજના રાહુલ ને કહે છે કે સેજલ નો ફોન છે..લે તું વાત કર…ને રાહુલ સાથે સેજલ વાત કરે છે ને કહે છે કે best of luck.. બંને વાત કરે છે ને..વાત પૂરી કરીને સંજના ને ફોન આપી દે છે…અને સંજના અચાનક જ રાહુલ ને જોઈને કહે છે કે હું જેટલી સમજતી હતી એટલી ઉંચી height તારી નથી..રાહુલ કહે છે કે કહ્યું હતું ને કે મારી height એટલી નથી…તું એમજ ગભરાયા કરતી હતી…પછી બંને ઓટોરિક્ષા શોધે છે.. અને એમાં ગાર્ડન માં જવા માટે નીકળી જાય છે…
શું થશે હવે આગળ…ગાર્ડન માં જઈને શું વાત ચીત થશે બંને વચ્ચે??બંને એકબીજાને પોતાનો પ્રેમ બતાવી શકશે કે નહીં???
જાણવાં માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ…
માફ કરજો મિત્રો મારાં અમુક વ્યક્તિગત કારણો નાં લીધે થોડું મોડું થયું છે.. હું કોશિશ કરીશ કે તમને સમયસર વાંચવા માટે મળી રહે…ધન્યવાદ મિત્રો…આટલો સહકાર આપવા માટે…